< Matthew 11 >
1 And it happened that when Jesus had finished instructing his twelve disciples, he departed from there to teach and preach in their cities.
૧ઈસુ પોતાના બાર શિષ્યોને આજ્ઞા આપી ચૂક્યા, ત્યારે એમ થયું કે શીખવવા તથા ઉપદેશ આપવા તે ત્યાંથી તેઓનાં નગરોમાં ગયા.
2 Now when John heard in prison the works of the Christ, he sent his disciples
૨હવે યોહાને જેલમાં ખ્રિસ્તનાં કાર્યો સંબંધી સાંભળીને પોતાના શિષ્યોને મોકલીને
3 and said to him, "Are you the one who is to come, or should we look for another?"
૩તેમને પુછાવ્યું કે, “જે આવનાર છે તે તમે જ છો કે, અમે બીજાની રાહ જોઈએ?”
4 And Jesus answered them, "Go and tell John the things which you hear and see:
૪ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “તમે જે જે સાંભળો છો તથા જુઓ છો, તે જઈને યોહાનને કહી બતાવો.
5 the blind receive their sight, the lame walk, the lepers are cleansed, the deaf hear, the dead are raised up, and the poor have good news preached to them.
૫અંધજનો દેખતા થાય છે, અપંગો ચાલતા થાય છે, રક્તપિત્તના રોગીઓ શુદ્ધ કરાય છે, બહેરાઓ સાંભળતાં થાય છે; મૃત્યુ પામેલાઓ સજીવન થાય છે, તથા દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે.
6 And blessed is he who is not offended by me."
૬જે કોઈ મારાથી દૂર ન થાય તે આશીર્વાદિત છે.”
7 And as these went their way, Jesus began to say to the crowds concerning John, "What did you go out into the wilderness to see? A reed shaken by the wind?
૭જયારે તેઓ જતા હતા ત્યારે ઈસુ યોહાન સંબંધી લોકોને કહેવા લાગ્યા કે, “તમે અરણ્યમાં શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા ઘાસને?
8 But what did you go out to see? A man in soft clothing? Look, those who wear soft things are in kings' houses.
૮પણ તમે શું જોવા નીકળ્યા? શું મુલાયમ વસ્ત્રો પહેરેલા માણસને? ખરેખર, જે એવાં વસ્ત્રો પહેરે છે તેઓ તો રાજમહેલોમાં છે.
9 But what did you go out to see? A prophet? Yes, I tell you, and much more than a prophet.
૯તો તમે શું જોવા નીકળ્યા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા, પ્રબોધક કરતાં જે ઘણાં અધિક છે તેને.
10 This is the one of whom it is written, 'Look, I send my messenger ahead of you, who will prepare your way before you.'
૧૦જેનાં સંબંધી એમ લખેલું છે કે, ‘જો, હું મારા સંદેશવાહકને તારી આગળ મોકલું છું, જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે.’”
11 Truly I tell you, among those who are born of women there has not arisen anyone greater than John the Baptist; yet he who is least in the kingdom of heaven is greater than he.
૧૧હું તમને નિશ્ચે કહું છું કે, જેટલાં સ્ત્રીઓથી જનમ્યાં છે, તેઓમાં યોહાન બાપ્તિસ્મા કરનાર કરતાં કોઈ મોટો ઉત્પન્ન થયો નથી, તોપણ સ્વર્ગના રાજ્યમાં જે સૌથી નાનો છે તે પણ તેના કરતાં મોટો છે.
12 And from the days of John the Baptist until now, the kingdom of heaven has suffered violence, and the violent are taking it by force.
૧૨યોહાન બાપ્તિસ્મા કરનારનાં સમયથી તે અત્યાર સુધી સ્વર્ગના રાજ્ય પર બળજબરી થાય છે, તથા બળજબરી કરનારાઓ તેને છીનવી લે છે.
13 For all the prophets and the law prophesied until John.
૧૩કેમ કે બધા પ્રબોધકોએ તથા નિયમશાસ્ત્રે યોહાન સુધી પ્રબોધ કર્યો છે.
14 And if you are willing to receive it, this is Elijah, who is to come.
૧૪જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર છે તે એ જ છે.
15 He who has ears to hear, let him hear.
૧૫જેને સાંભળવાને કાન છે તે સાંભળે.
16 "But to what should I compare this generation? It is like children sitting in the marketplaces, who call to their companions
૧૬પણ આ પેઢીને હું શાની સાથે સરખાવું? તે છોકરાંનાં જેવી છે કે, જેઓ બજારોમાં બેસીને પોતાના સાથીઓને હાંક મારતાં કહે છે કે
17 and say, 'We played the flute for you, and you did not dance. We wailed in mourning, and you did not mourn.'
૧૭‘અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યા નહિ; ‘અમે શોક કર્યો, પણ તમે રડ્યા નહિ.’”
18 For John came neither eating nor drinking, and they say, 'He has a demon.'
૧૮કેમ કે યોહાન ખાતો પીતો નથી આવ્યો, અને તેઓ કહે છે કે,’ તેને દુષ્ટાત્મા વળગ્યો છે.’
19 The Son of Man came eating and drinking, and they say, 'Look, a gluttonous man and a drunkard, a friend of tax collectors and sinners.' But wisdom is justified by her children."
૧૯માણસનો દીકરો ખાતો પીતો આવ્યો, તો તેઓ કહે છે કે, ‘જુઓ, ખાઉધરો અને દારૂબાજ માણસ, દાણીઓનો તથા પાપીઓનો મિત્ર! પણ જ્ઞાન પોતાનાં કૃત્યોથી યથાર્થ ઠરે છે.’”
20 Then he began to denounce the cities in which most of his mighty works had been done, because they did not repent.
૨૦ત્યારે જે નગરોમાં તેમના પરાક્રમી કામો ઘણાં થયાં હતાં, તેઓએ પસ્તાવો નહિ કર્યો, માટે તેમણે તેઓની ટીકા કરી.
21 "Woe to you, Chorazin. Woe to you, Bethsaida. For if the mighty works had been done in Tyre and Sidon which were done in you, they would have repented long ago in sackcloth and ashes.
૨૧“ઓ ખોરાજીન, તને હાય! ઓ બેથસાઈદા તને હાય! કેમ કે તમારામાં જે પરાક્રમી કામ થયાં છે, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને ક્યારનોય પસ્તાવો કર્યો હોત.
22 But I tell you, it will be more tolerable for Tyre and Sidon on the day of judgment than for you.
૨૨વળી હું તમને કહું છું કે ન્યાયકાળે તૂર તથા સિદોનને તમારા કરતાં સહેલ થશે.
23 And you, Capernaum, who are exalted to heaven, you will be brought down to hell. For if the mighty works had been done in Sodom which were done in you, it would have remained until this day. (Hadēs )
૨૩ઓ કપરનાહૂમ, તું સ્વર્ગ સુધી ઊંચું કરાશે શું? તને પાતાળ સુધી નીચું કરી નંખાશે; કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયાં તે જો સદોમમાં થયાં હોત, તો તે આજ સુધી રહેત. (Hadēs )
24 But I tell you that it will be more tolerable for the land of Sodom, on the day of judgment, than for you."
૨૪વળી હું તમને કહું કે, ન્યાયકાળે સદોમ દેશને તારા કરતાં સહેલ થશે.”
25 At that time, Jesus answered, "I thank you, Father, Lord of heaven and earth, that you hid these things from the wise and intelligent, and revealed them to little children.
૨૫તે વેળા ઈસુએ કહ્યું કે, “ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા સમજણાઓથી તમે એ વાતો ગુપ્ત રાખી તથા બાળકોની આગળ પ્રગટ કરી છે.
26 Yes, Father, for so it was well-pleasing in your sight.
૨૬હા, પિતા, કેમ કે તમને તે સારું લાગ્યું.
27 All things have been delivered to me by my Father. No one knows the Son, except the Father; neither does anyone know the Father, except the Son, and he to whom the Son desires to reveal him.
૨૭મારા પિતાએ મને સઘળું સોંપ્યું છે, પિતા સિવાય દીકરાને કોઈ જાણતું નથી અને દીકરા સિવાય પિતાને કોઈ જાણતું નથી, તથા જેમને દીકરો પ્રગટ કરવા ચાહે તેને જ પિતા જાણે છે.
28 "Come to me, all you who labor and are heavily burdened, and I will give you rest.
૨૮ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, અને હું તમને વિસામો આપીશ.
29 Take my yoke upon you, and learn from me, for I am gentle and humble in heart; and you will find rest for your souls.
૨૯મારી ઝૂંસરી તમે પોતા પર લો, અને મારી પાસેથી શીખો, કેમ કે હું મનમાં નમ્ર તથા દીન છું, તમે તમારા જીવમાં વિસામો પામશો.
30 For my yoke is easy, and my burden is light."
૩૦કેમ કે મારી ઝૂંસરી સહેલી અને મારો બોજો હલકો છે.”