< Job 40 >
1 Moreover Jehovah answered Job,
૧યહોવાહે અયૂબને ઉત્તર આપતાં કહ્યું કે,
2 "Shall he who argues contend with Shaddai? He who argues with God, let him answer it."
૨“જે કોઈ દલીલ કરવાની ઇચ્છા રાખે તે શું સર્વશક્તિમાન ઈશ્વરને સુધારી શકે? જે ઈશ્વર સાથે દલીલ કરે છે તે જવાબ આપે.”
3 Then Job answered Jehovah,
૩ત્યારે અયૂબે યહોવાહને જવાબ આપતાં કહ્યું કે,
4 "Look, I am of small account. What shall I answer you? I lay my hand on my mouth.
૪“હું અર્થહીન છું; હું તમને કેવી રીતે જવાબ આપી શકું? હું મારો હાથ મારા મોં પર રાખું છું.
5 I have spoken once, and I will not answer; Yes, twice, but I will proceed no further."
૫હું એક વખત બોલ્યો, પણ, હું ફરીથી બોલીશ નહિ; હા, હું બે વખત બોલ્યો, પણ હવે હું વધારે કંઈ બોલીશ નહિ.”
6 Then Jehovah answered Job out of the whirlwind,
૬પછી યહોવાહે વંટોળિયા મારફતે અયૂબને જવાબ આપ્યો કે,
7 "Now brace yourself like a man. I will question you, and you will answer me.
૭“હવે બળવાનની માફક જવાબ આપ, હું તને પ્રશ્ન પૂછીશ અને તારે તેનો જવાબ આપવાનો છે.
8 Will you even annul my judgment? Will you condemn me, that you may be justified?
૮શું તું માને છે કે હું અન્યાયી છું? તું ન્યાયી સાબિત થાય માટે શું તું મને દોષિત સાબિત કરીશ?
9 Or do you have an arm like God? Can you thunder with a voice like him?
૯તને ઈશ્વરના જેવા હાથ છે? શું તું ગર્જના કરી શકે છે?
10 "Now deck yourself with excellency and dignity. Array yourself with honor and majesty.
૧૦તો હવે તું ગર્વ અને મહિમા ધારણ કર; તો માન અને પ્રતિષ્ઠાને વસ્ત્રોની જેમ પરિધાન કર.
11 Pour out the fury of your anger. Look at everyone who is proud, and bring him low.
૧૧તારા કોપનો ઊભરો ગર્વિષ્ઠો પર રેડી દે; તેના પર દ્રષ્ટિ કરીને તેને નીચો પાડ.
12 Look at everyone who is proud, and humble him. Crush the wicked in their place.
૧૨જે કોઈ અહંકારી હોય તેને નમ્ર બનાવ; દુષ્ટો જ્યાં ઉપસ્થિત હોય તે સ્થાનને કચડી નાખ.
13 Hide them in the dust together. Bind their faces in the hidden place.
૧૩તે સર્વ લોકોને એકસાથે ધૂળમાં દાટી દે; તેઓના મુખને કબરોમાં ઢાંકી દે.
14 Then I will also admit to you that your own right hand can save you.
૧૪પછી હું પણ તને માન્ય કરીશ કે, તું તારા પોતાના જમણા હાથથી પોતાને બચાવી શકે છે.
15 "Look now at the sauropod, which I made as well as you. He eats grass as an ox.
૧૫બહેમોથની સામે જો. મેં તેને અને તને ઉત્પન્ન કર્યા છે, તે બળદની જેમ ઘાસ ખાય છે.
16 Look now, his strength is in his thighs. His force is in the muscles of his belly.
૧૬હવે જો, તેનું બળ તેની કમરમાં છે; તેના પેટમાંના સ્નાયુઓમાં સામર્થ્ય છે.
17 He moves his tail like a cedar. The sinews of his thighs are knit together.
૧૭એની પૂંછડી દેવદાર વૃક્ષની જેમ હાલે છે; એની પગની જાંઘના સ્નાયુઓ કેવા મજબૂત છે.
18 His bones are like tubes of bronze. His limbs are like bars of iron.
૧૮તેનાં હાડકાં કાંસાની નળી જેવાં છે; તેના પગ લોખંડના સળિયા જેવા મજબૂત છે.
19 He is the chief of the ways of God. He who made him gives him his sword.
૧૯પ્રાણીઓના સર્જનમાં ગેંડો શ્રેષ્ઠ છે. માત્ર ઈશ્વર જ કે જેમણે તેનું સર્જન કર્યું છે તે જ તેને હરાવી શકે છે.
20 Surely the mountains produce food for him, where all the animals of the field play.
૨૦જંગલનાં બીજાં પ્રાણીઓ જ્યાં વસે છે; ત્યાં પર્વતો પરથી તેને ઘાસ મળી રહે છે.
21 He lies under the lotus trees, in the covert of the reed, and the marsh.
૨૧તે કાદવ કીચડવાળી જગ્યામાં કમળના છોડ નીચે પડી રહે છે. તે બરુઓની વચ્ચે ભીનાશવાળી જગ્યાઓમાં સંતાય છે.
22 The lotuses cover him with their shade. The willows of the brook surround him.
૨૨કમળવૃક્ષો તેને પોતાની છાયાથી ઢાંકે છે; તે નદી પાસે ઊગતા વેલા નીચે રહે છે.
23 Look, if a river overflows, he doesn't tremble. He is confident, though the Jordan swells even to his mouth.
૨૩જો નદીમાં પૂર આવે, તોપણ તે ધ્રૂજતો નથી; તેનામાં આત્મવિશ્વાસ છે, જો યર્દનમાં પૂર ચઢીને તેના મુખ સુધી પાણી આવે તો પણ તે ગભરાતો નથી.
24 Shall any take him when he is on the watch, or pierce through his nose with a snare?
૨૪શું કોઈ તેને આંકડીમાં ભરાવીને પકડી શકે, અથવા ફાંદા દ્વારા તેનું નાક વીંધી શકે છે?