< 1 Kings 13 >

1 Look, there came a man of God out of Judah by the word of Jehovah to Beth El: and Jeroboam was standing by the altar to burn incense.
યહોવાહના વચનથી એક ઈશ્વરભક્ત યહૂદિયામાંથી બેથેલ આવ્યો. જયારે યરોબામ ધૂપ બળવા માટે વેદી પાસે ઊભો હતો.
2 He cried against the altar by the word of Jehovah, and said, "Altar, altar, thus says Jehovah: 'Look, a son shall be born to the house of David, Josiah by name. On you he shall sacrifice the priests of the high places who burn incense on you, and they will burn men's bones on you.'"
ત્યારે યહોવાહના વચનથી ઈશ્વરભક્તે વેદી સામે પોકારીને કહ્યું, “વેદી, વેદી યહોવાહ કહે છે; ‘જુઓ, દાઉદના કુટુંબમાં યોશિયા નામે એક દીકરો જનમશે, તે તારા પર ધૂપ બાળનાર ઉચ્ચસ્થાનોના યાજકોનો યજ્ઞ તારી જ ઉપર કરશે અને લોકો તારા પર માણસનાં હાડકાં બાળશે.’
3 He gave a sign the same day, saying, "This is the sign which Jehovah has spoken: Look, the altar will be split apart, and the ashes that are on it will be poured out."
પછી તે જ દિવસે ઈશ્વરના ભક્તે ચિહ્ન આપીને કહ્યું, “ઈશ્વરે જે ચિહ્ન આપીને કહ્યું છે: ‘જુઓ, આ વેદી તૂટી જશે અને તેના પરની રાખ ફેલાઈ જશે.”
4 It happened, when the king heard the saying of the man of God, which he cried against the altar in Bethel, that Jeroboam put out his hand from the altar, saying, "Seize him." His hand, which he put out against him, dried up, so that he could not draw it back again to himself.
જયારે રાજાએ બેથેલની સામેની વેદીથી ઈશ્વરભક્તે પોકારેલી વાણી સાંભળી ત્યારે યરોબામે વેદી પાસેથી પોતાનો હાથ ઈશ્વરભક્ત તરફ લાંબો કરીને કહ્યું, “તેને પકડો.” પણ તેનો જે હાથ તેણે ઈશ્વરભક્ત તરફ લંબાવ્યો હતો તે સુકાઈ ગયો અને તેથી તે પોતાના હાથને પાછો ખેંચી શકયો નહિ.
5 The altar also was split apart, and the ashes poured out from the altar, according to the sign which the man of God had given by the word of Jehovah.
તે સમયે જે ચિહ્ન ઈશ્વરભક્તે ઈશ્વરના વચન પ્રમાણે આપ્યું હતું તે પ્રમાણે વેદીમાં મોટી તિરાડ પડી અને તેના પરની રાખ વેરાઈ ગઈ.
6 The king answered the man of God, "Now plead for the favor of Jehovah your God, and pray for me, that my hand may be restored me again." The man of God entreated Jehovah, and the king's hand was restored him again, and became as it was before.
યરોબામ રાજાએ ઈશ્વરભક્તને જવાબ આપ્યો, “તારા ઈશ્વર, યહોવાહની કૃપા માટે આજીજી કર અને મારા માટે પ્રાર્થના કર, જેથી મારો હાથ ફરીથી સાજો થાય.” તેથી ઈશ્વરભક્તે યહોવાહને પ્રાર્થના કરી, એટલે રાજા સાજો થયો અને તેનો હાથ અગાઉના જેવો થઈ ગયો.
7 The king said to the man of God, "Come home with me, and refresh yourself, and I will give you a reward."
રાજાએ ઈશ્વરભક્તને કહ્યું, “મારી સાથે મારા મહેલમાં આવ, ત્યાં આરામ કર અને ભોજન લે. તેં મારો હાથ સાજો કર્યો છે તે માટે હું તને ભેટ આપીશ.”
8 The man of God said to the king, "Even if you gave me half of your house, I would not go in with you, neither would I eat bread nor drink water in this place;
પણ ઈશ્વરભક્તે રાજાને કહ્યું, “જો તું મને તારી અડધી સંપત્તિ આપે, તો પણ હું તારી સાથે નહિ જાઉં, આ જગ્યાએ હું કશું ખાઈશ કે પીશ નહિ.
9 for so was it commanded me by the word of Jehovah, saying, 'You shall eat no bread, nor drink water, neither return by the way that you came.'"
કારણ, મને યહોવાહની આજ્ઞા આપી છે કે, ‘તારે રોટલી ખાવી નહિ તેમ જ પાણી પણ પીવું નહિ અને જે રસ્તેથી તું આવ્યો છે તે રસ્તે પાછા જવું નહિ.’
10 So he went another way, and did not return by the way that he came to Bethel.
૧૦તેથી ઈશ્વરભક્ત બીજે રસ્તે પાછો ગયો; જે રસ્તે બેથેલ આવ્યો હતો તે રસ્તે પાછો ન ગયો.
11 Now there lived an old prophet in Bethel; and one of his sons came and told him all the works that the man of God had done that day in Bethel. And they also told their father the words which he had spoken to the king.
૧૧હવે ત્યાં બેથેલમાં એક વૃદ્વ પ્રબોધક રહેતો હતો અને તેના પુત્રોમાંના એકે આવીને તેને ઈશ્વરભક્તે બેથેલમાં જે સઘળું કર્યુ હતું તે અને તેણે રાજાને જે કહ્યું હતું તે સર્વ જણાવ્યું.
12 Their father said to them, "Which way did he go?" Now his sons showed him the way the man of God went, who came from Judah.
૧૨તેઓના પિતાએ તેઓને પૂછ્યું, “તે કયા માર્ગે ગયો?” હવે યહૂદિયામાંથી આવેલો ઈશ્વરભક્ત કયા માર્ગે ગયો હતો તે તેના પુત્રોએ તેમને બતાવ્યાં.
13 He said to his sons, "Saddle the donkey for me." So they saddled the donkey for him; and he rode on it.
૧૩તેથી તેણે તેના પુત્રોને કહ્યું, “જલ્દીથી મારા માટે ગધેડા પર જીન બાંધો.” તેઓએ તેને માટે ગધેડા પર જીન બાંધ્યું. પછી તેણે તેના પર સવારી કરી.
14 He went after the man of God, and found him sitting under an oak. He said to him, "Are you the man of God who came from Judah?" He said, "I am."
૧૪પછી તે વૃદ્વ પ્રબોધક પેલા ઈશ્વરભક્તના પાછળ ગયો અને તેને એક એલોન વૃક્ષની નીચે બેઠેલો જોયો. તેણે તેને પૂછ્યું, “શું તું યહૂદિયાથી આવેલો ઈશ્વરભક્ત છે?” તેણે જવાબ આપ્યો, “હા, હું તે જ છું.”
15 Then he said to him, "Come home with me, and eat bread."
૧૫પછી વૃદ્વ પ્રબોધકે તેને કહ્યું, “મારી સાથે મારે ઘરે આવ અને ભોજન લે.”
16 He said, "I may not return with you, nor go in with you; neither will I eat bread nor drink water with you in this place.
૧૬ઈશ્વરભક્તે જવાબ આપ્યો, “હું તારી સાથે પાછો નહિ આવું અને તારા ઘરમાં નહિ જાઉં, તેમ જ હું આ જગ્યાએ તારી સાથે રોટલી પણ નહિ ખાઉં અને પાણી પણ નહિ પીઉં,
17 For it was said to me by the word of Jehovah, 'You shall eat no bread nor drink water there, nor turn again to go by the way that you came.'"
૧૭કેમ કે યહોવાહે મને આજ્ઞા આપી છે કે, ‘તારે ત્યાં રોટલી ખાવી નહિ અને પાણી પણ પીવું નહિ તેમ જ જે માર્ગેથી તું આવ્યો છે તે માર્ગે થઈને પાછા આવવું નહિ.’”
18 He said to him, "I also am a prophet as you are; and an angel spoke to me by the word of Jehovah, saying, 'Bring him back with you into your house, that he may eat bread and drink water.'" He lied to him.
૧૮તેથી વૃદ્વ પ્રબોધકે તેને કહ્યું, “હું પણ તારા જેવો પ્રબોધક છું અને આજે યહોવાહનો વચન આપતા એક દૂતે મને કહ્યું છે કે, ‘તેને તારી સાથે તારા ઘરમાં લઈ આવ, કે જેથી તે ખાય અને પાણી પીવે.’ પણ ખરેખર તો તે વૃદ્વ પ્રબોધક તેને જૂઠું કહેતો હતો.
19 So he went back with him, and ate bread in his house, and drank water.
૧૯તેથી તેઓ બન્ને પાછા ફર્યા અને ઈશ્વરભક્તે પેલા વૃદ્વ પ્રબોધકના ઘરે જઈને ત્યાં ખાધું પીધું.
20 It happened, as they sat at the table, that the word of Jehovah came to the prophet who brought him back;
૨૦તેઓ હજુ મેજ પર બેઠા જ હતા ત્યારે ઈશ્વરભક્તને પાછો લાવનાર વૃદ્ધ પ્રબોધકને યહોવાહની વાણી સંભળાઈ.
21 and he cried to the man of God who came from Judah, saying, "Thus says Jehovah, 'Because you have been disobedient to the mouth of Jehovah, and have not kept the commandment which Jehovah your God commanded you,
૨૧અને તેણે યહૂદિયાથી આવેલા ઈશ્વરભક્તને કહ્યું “યહોવાહ એવું કહે છે કે, તેં યહોવાહની આજ્ઞા પાળી નથી અને તને આપેલી આજ્ઞાનો અનાદર કર્યો છે.
22 but came back, and have eaten bread and drunk water in the place of which he said to you, "Eat no bread, and drink no water"; your body shall not come to the tomb of your fathers.'"
૨૨તને યહોવાહે ના પાડી હતી કે તારે ખાવું નહિ તેમ જ પાણી પણ પીવું નહિ, પણ તું પાછો ફર્યો અને તેં ખાધું તથા પાણી પીધું. તેથી તારો મૃતદેહ તારા પિતૃઓ સાથે દફનાવાશે નહિ.’”
23 It happened, after he had eaten bread, and after he had drunk, that he saddled the donkey for the prophet whom he had brought back.
૨૩તેણે રોટલી ખાધી અને પાણી પી રહ્યા પછી વૃદ્વ પ્રબોધકે ઈશ્વરભક્ત માટે ગધેડા પર જીન બાંધ્યું.
24 When he had gone, a lion met him by the way, and killed him. His body was cast in the way, and the donkey stood by it. The lion also stood by the body.
૨૪જયારે તે ઈશ્વરભક્ત જતો હતો ત્યારે માર્ગમાં એક સિંહે તેને મારી નાખ્યો. તેનો મૃતદેહ ત્યાં રસ્તામાં પડ્યો હતો. ગધેડો તથા સિંહ તે મૃતદેહની પાસે ઊભા હતા.
25 Look, men passed by, and saw the body cast in the way, and the lion standing by the body; and they came and told it in the city where the old prophet lived.
૨૫જે માણસો તે રસ્તેથી પસાર થયા તેઓએ જોયું કે માર્ગમાં મૃતદેહ પડેલો છે અને તેની પાસે સિંહ ઊભો છે. અને તેઓએ નગરમાં એટલે જ્યાં વૃદ્વ પ્રબોધક રહેતો હતો ત્યાં આના વિષે વાત કરી.
26 When the prophet who brought him back from the way heard of it, he said, "It is the man of God who was disobedient to the mouth of Jehovah. Therefore Jehovah has delivered him to the lion, which has mauled him and slain him, according to the word of Jehovah, which he spoke to him."
૨૬તેને માર્ગમાંથી પાછો લઈ આવનાર વૃદ્ધ પ્રબોધકે જયારે આ વિષે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, “તે તો ઈશ્વરભક્ત છે, તેણે યહોવાહની આજ્ઞાની અવગણના કરી હતી. તે માટે યહોવાહે તેને સિંહને સોંપ્યો. તેણે તેની પર હુમલો કરીને તેને મારી નાખ્યો. તે દ્વારા યહોવાહે તેને કહેલા વચન પ્રમાણે થયું.”
27 He spoke to his sons, saying, "Saddle the donkey for me." They saddled it.
૨૭પછી તેણે પોતાના પુત્રોને ગધેડા પર જીન બાંધવા માટે કહ્યું અને તેઓએ તે પ્રમાણે કર્યુ.
28 He went and found his body cast in the way, and the donkey and the lion standing by the body. The lion had not eaten the body, nor mauled the donkey.
૨૮તે ગયો અને તેણે જોયું કે ઈશ્વરભક્તનો મૃતદેહ માર્ગમાં પડ્યો હતો તેમ જ ગધેડો તથા સિંહ હજી પણ તેની પાસે ઊભા હતા. વળી સિંહે મૃતદેહ ખાધો ન હતો અને ગધેડા પર હુમલો પણ કર્યો ન હતો.
29 The prophet took up the body of the man of God, and laid it on the donkey, and brought it back. And he came to the city of the old prophet to mourn and to bury him.
૨૯પછી વૃદ્ધ પ્રબોધક ઈશ્વરભક્તના મૃતદેહને ઉપાડીને શોક કરવા અને દફનાવવા માટે ગધેડા પર મૂકીને નગરમાં લઈ આવ્યો.
30 He laid his body in his own grave; and they mourned over him, saying, "Alas, my brother."
૩૦તેણે તે મૃતદેહને પોતાની કબરમાં મૂક્યો અને તેઓએ તેને માટે શોક કરતા કહ્યું કે, “હાય! ઓ મારા ભાઈ!”
31 It happened, after he had buried him, that he spoke to his sons, saying, "When I am dead, then bury me in the tomb in which the man of God is buried. Lay my bones beside his bones.
૩૧તેને દફનાવ્યા પછી, તે વૃદ્ધ પ્રબોધકે પોતાના પુત્રોને કહ્યું, “હું મરી જાઉં ત્યારે મને આ ઈશ્વરભક્તની સાથે એક જ કબરમાં દફનાવજો. મારાં હાડકાં તેના હાડકાંની બાજુમાં મૂકજો.
32 For the saying which he proclaimed by the word of Jehovah against the altar in Bethel, and against all the houses of the high places which are in the cities of Samaria, will surely happen."
૩૨કારણ કે, બેથેલની આ વેદી સામે અને સમરુન નગરમાંના ઉચ્ચસ્થાનોની સામે યહોવાહનું જે વચન તેણે પોકાર્યું હતું તે નક્કી પૂરું થશે.”
33 After this thing Jeroboam did not return from his evil way, but again made priests of the high places from among all the people. He consecrated anyone who wanted to be a priest at the high places.
૩૩આ ઘટના પછી પણ યરોબામે પોતાના દુષ્ટ માર્ગો છોડ્યા નહિ. પણ તેણે ઉચ્ચસ્થાનો માટે સર્વ લોકોમાંથી યાજકો ઠરાવવાનું ચાલુ રાખ્યું. જે કોઈ યાજક થવા તૈયાર થતો તેને તે ઉચ્ચસ્થાનનો યાજક ઠરાવતો.
34 This thing became sin to the house of Jeroboam, even to cut it off, and to destroy it from off the surface of the earth.
૩૪અને તે વાત યરોબામના કુટુંબને નાબૂદ કરવા તથા પૃથ્વીના પૃષ્ઠ પરથી તેનો નાશ કરવા સારુ તેને પાપરૂપ થઈ પડી.

< 1 Kings 13 >