< Proverbs 2 >
1 My son, if you accept my sayings, And lay up my commands with you,
૧મારા દીકરા, જો તું મારાં વચનોનો સ્વીકાર કરશે અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને,
2 To cause your ear to attend to wisdom, You incline your heart to understanding,
૨ડહાપણની વાત સાંભળશે અને બુદ્ધિમાં તારું મન કેન્દ્રિત કરશે;
3 For if you call for intelligence, [And] give forth your voice for intelligence,
૩જો તું વિવેકબુદ્ધિને માટે પોકાર કરશે અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે;
4 If you seek her as silver, And search for her as hid treasures,
૪જો તું ચાંદીની જેમ તેની શોધ કરશે અને સંતાડેલા ખજાનાની જેમ તેને શોધશે;
5 Then you understand the fear of YHWH, And you find the knowledge of God.
૫તો તને યહોવાહના ભયની સમજણ પડશે અને તને ઈશ્વરનું ડહાપણ પ્રાપ્ત થશે.
6 For YHWH gives wisdom, Knowledge and understanding from His mouth.
૬કેમ કે યહોવાહ ડહાપણ આપે છે, તેમના મુખમાંથી ડહાપણ અને સમજણ વ્યક્ત થાય છે.
7 Even to lay up substance for the upright, A shield for those walking uprightly.
૭તે સત્યજનોને માટે ખરું ડહાપણ સંગ્રહ કરી રાખે છે, પ્રામાણિકપણાથી વર્તનારને તે ઢાલરૂપ છે.
8 To keep the paths of judgment, And He preserves the way of His saints.
૮તે ન્યાયના માર્ગની રક્ષા કરે છે અને પોતાના વિશ્વાસુ લોકોની કાળજી લે છે.
9 Then you understand righteousness, And judgment, and uprightness—every good path.
૯ત્યારે તું નેકી, ન્યાય તથા ઇનસાફને, હા, દરેક સત્યમાર્ગને સમજશે.
10 For wisdom comes into your heart, And knowledge is pleasant to your soul,
૧૦તારા હૃદયમાં ડહાપણ પ્રવેશ કરશે અને સમજ તારા આત્માને આનંદકારક લાગશે.
11 Thoughtfulness watches over you, Understanding keeps you,
૧૧વિવેકબુદ્ધિ તારું ધ્યાન રાખશે, બુદ્ધિ તારું રક્ષણ કરશે.
12 To deliver you from an evil way, From any speaking contrary things,
૧૨તેઓ તને દુષ્ટ માણસોના માર્ગમાંથી, ખોટું બોલનાર માણસો કે,
13 Who are forsaking paths of uprightness, To walk in ways of darkness,
૧૩જેઓ સદાચારના માર્ગ તજીને અંધકારનાં માર્ગોમાં ચાલે છે.
14 Who are rejoicing to do evil, They delight in [the] contrariness of the wicked,
૧૪જ્યારે તેઓ દુષ્ટતા કરે છે ત્યારે તેઓ તે કરવામાં આનંદ માણે છે અને દુષ્ટ માણસોનાં વિપરીત આચરણોથી હરખાય છે.
15 Whose paths [are] crooked, Indeed, they are perverted in their ways.
૧૫તેઓ આડા માર્ગોને અનુસરે છે અને જેમના રસ્તા અવળા છે, તેમનાથી તેઓ તને ઉગારશે.
16 To deliver you from the strange woman, From the stranger who has made her sayings smooth,
૧૬વળી ડહાપણ તથા વિવેકબુદ્ધિ તને અનૈતિક સ્ત્રીથી, એટલે પોતાના શબ્દોથી મોહ પમાડનાર પરસ્ત્રીથી બચાવશે.
17 Who is forsaking the guide of her youth, And has forgotten the covenant of her God.
૧૭તે પોતાના જુવાનીનાં સાથીને તજી દે છે અને ઈશ્વરની આગળ કરેલો પોતાનો કરાર ભૂલી જાય છે.
18 For her house has inclined to death, And her paths to Rephaim.
૧૮કેમ કે તેનું ઘર મૃત્યુની ખીણ તરફ અને તેનો માર્ગ મૃત્યુ તરફ જાય છે.
19 None going in to her return, Nor do they reach the paths of life.
૧૯તેની પાસે જનારાઓમાંથી કોઈ પાછો ફરતો નથી અને તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શકતા નથી.
20 That you go in the way of the good, And keep the paths of the righteous.
૨૦તેથી તું સજ્જનોના માર્ગમાં ચાલશે અને નેક લોકોનો રસ્તો પકડી રાખશે.
21 For the upright inhabit the earth, And the perfect are left in it,
૨૧કેમ કે પ્રામાણિક માણસો જ દેશમાં ઘર બાંધશે અને પ્રામાણિક માણસો તેમાં વિદ્યમાન રહેશે.
22 And the wicked are cut off from the earth, And treacherous dealers plucked out of it!
૨૨પણ દુર્જનો દેશમાંથી નાબૂદ થશે અને અવિશ્વાસુઓને તેમાંથી ઉખેડી નાખવામાં આવશે.