< Numbers 19 >
1 And YHWH speaks to Moses and to Aaron, saying,
૧યહોવાહે મૂસા તથા હારુન સાથે વાત કરી તેમણે મૂસાને કહ્યું,
2 “This [is] a statute of the law which YHWH has commanded, saying, Speak to the sons of Israel, and they bring a red cow to you, a perfect one, in which there is no blemish, on which no yoke has gone up;
૨“જે કાનૂન તથા નિયમ હું લોકોને ફરમાવું છે તે આ છે: ઇઝરાયલના લોકોને આ કાનૂનો જણાવો: ઇઝરાયલના લોકોને કહો કે, તેઓ ખોડખાંપણ વગરની અને જેના પર કદી ઝૂંસરી લાદવામાં આવી ન હોય તેવી લાલ વાછરડી તારી પાસે લાવે.
3 and you have given it to Eleazar the priest, and he has brought it out to the outside of the camp, and has slaughtered it before him.
૩લાલ વાછરડી એલાઝાર યાજકને આપ. તે તેને છાવણી બહાર લાવે અને કોઈ તેની સામે તે વાછરડીને મારી નાખે.
4 And Eleazar the priest has taken of its blood with his finger, and has sprinkled [it] toward the front of the face of the Tent of Meeting from its blood seven times;
૪એલાઝાર યાજક તેમાંથી થોડું રક્ત પોતાની આંગળી પર લે અને મુલાકાતમંડપની આગળની તરફ સાત વખત તેનો છંટકાવ કરે.
5 and [one] has burned the cow before his eyes; her skin, and her flesh, and her blood, besides her dung, he burns;
૫બીજો યાજક તેની નજર સમક્ષ તે વાછરડીનું દહન કરે. તે વ્યક્તિ વાછરડીના ચામડાનું, માંસનું, લોહીનું તેના છાણ સહિત દહન કરે.
6 and the priest has taken cedar wood, and hyssop, and scarlet, and has cast [them] into the midst of the burning of the cow;
૬ત્યારબાદ યાજક દેવદાર વૃક્ષનું લાકડું, ઝુફો અને કિરમજી રંગની દોરી આ બધું લઈને વાછરડીના દહન મધ્યે નાખે.
7 and the priest has washed his garments, and has bathed his flesh with water, and afterward comes into the camp, and the priest is unclean until the evening;
૭ત્યારબાદ તે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખે અને પાણીમાં સ્નાન કરે. પછી છાવણીમાં આવે, સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
8 and he who is burning it washes his garments with water, and has bathed his flesh with water, and is unclean until the evening.
૮જેણે વાછરડીનું દહન કર્યું હોય તે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખે અને પાણીમાં સ્નાન કરે. તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
9 And a clean man has gathered the ashes of the cow, and has placed [them] at the outside of the camp in a clean place, and it has become a charge for the congregation of the sons of Israel for waters of separation—it [is for] sin;
૯જે શુદ્ધ હોય તેવી વ્યક્તિ વાછરડીની રાખ ભેગી કરે, છાવણીની બહાર સ્વચ્છ જગ્યાએ તેની ઢગલી કરે. ઇઝરાયલ લોકોના સમુદાય માટે આ રાખને રાખી મૂકવી. પાપથી શુદ્ધ થવા માટે આ રાખનું તેઓ પાણીમાં મિશ્રણ કરે, તે પાપાર્થાપર્ણ છે.
10 and he who is gathering the ashes of the heifer has washed his garments and is unclean until the evening; and it has been to the sons of Israel and to the sojourner who is sojourning in their midst for a continuous statute.
૧૦જે કોઈએ વાછરડીની રાખ ભેગી કરી હોય તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં. તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. ઇઝરાયલના લોકો માટે અને તેઓની સાથે રહેતા પરદેશીઓ માટે તે હંમેશનો નિયમ થાય.
11 He who is coming against the dead body of any man is unclean [for] seven days;
૧૧જે કોઈ મૃતદેહનો સ્પર્શ કરે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.
12 he cleanses himself for it on the third day and on the seventh day, [and] he is clean; and if he does not cleanse himself on the third day and on the seventh day, he is not clean.
૧૨પછી તે વ્યક્તિ ત્રીજે દિવસે અને સાતમે દિવસે પોતાને શુદ્ધ કરે. પછી તે શુદ્ધ ગણાય. પણ જો તે ત્રીજે દિવસે અને સાતમે દિવસે પોતાને શુદ્ધ ન કરે, તો તે સાતમા દિવસે પણ શુદ્ધ ન ગણાય.
13 Anyone who is coming against the dead, against the body of man who dies, and does not cleanse himself, he has defiled the Dwelling Place of YHWH, and that person has been cut off from Israel, for water of separation is not sprinkled on him; he is unclean; his uncleanness [is] still on him.
૧૩જે કોઈ મૃત્યુ પામેલા વ્યક્તિનો એટલે કે, મૃત્યુ પામેલા માણસનાં શરીરનો સ્પર્શ કરે અને પોતાને શુદ્ધ ન કરે, તો તે યહોવાહના મુલાકાતમંડપને અશુદ્ધ કરે છે. તેને ઇઝરાયલમાંથી વંચિત કરાય કેમ કે તેના પર શુદ્ધિજળ છાંટવામાં આવ્યું નહોતું. તે અશુદ્ધ ગણાય; તેના પર હજી પોતાનું અશુદ્ધપણું છે.
14 This [is] the law when a man dies in a tent: everyone who is coming into the tent and all that [is] in the tent are unclean [for] seven days;
૧૪જ્યારે કોઈ માણસ તંબુમાં મૃત્યુ પામે ત્યારે તેના માટે આ નિયમ છે. પ્રત્યેક વ્યક્તિ જે તંબુમાં જાય અને પ્રત્યેક વ્યક્તિ જે તંબુમાં હોય તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.
15 and every open vessel which has no covering of thread on it is unclean.
૧૫દરેક ખુલ્લું પાત્ર, જેના પર ઢાંકણ ન હોય તે અશુદ્ધ છે.
16 And everyone on the face of the field who comes against the pierced of a sword, or against the dead, or against a bone of man, or against a grave, is unclean [for] seven days;
૧૬જો કોઈ વ્યક્તિ તંબુની બહાર તલવારથી મારી નંખાયેલાનો, મૃતદેહનો, માણસનાં હાડકાંનો, કે કબરનો સ્પર્શ કરે તો તે વ્યક્તિ સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.
17 and for the unclean person they have taken from the ashes of the burning of the [cow], and he has put running water over it into a vessel;
૧૭અશુદ્ધ વ્યક્તિ માટે આ પ્રમાણે કર. પાપાર્થાર્પણના દહનની રાખ લઈને તેનું વાસણમાં ઝરાના પાણી સાથે મિશ્રણ કર.
18 and a clean person has taken hyssop, and has dipped [it] in water, and has sprinkled [it] on the tent, and on all the vessels, and on the persons who have been there, and on him who is coming against a bone, or against one pierced, or against the dead, or against a grave.
૧૮જે કોઈ શુદ્ધ હોય તેણે ઝુફો લઈને પાણીમાં બોળીને મંડપ ઉપર તથા તેમાંના બધાં પાત્રો ઉપર તથા ત્યાં જે બધા માણસો હતા તેઓ પર છાંટવું, જે વ્યક્તિએ હાડકાને, મૃત્યુ પામેલા વ્યક્તિને, મારી નાખવામાં આવેલા વ્યક્તિને કે કબરને સ્પર્શ કર્યો હોય તેની ઉપર પણ છાટવું.
19 And the clean has sprinkled [it] on the unclean on the third day and on the seventh day, and has cleansed him on the seventh day, and he has washed his garments, and has bathed with water, and has been clean in the evening.
૧૯શુદ્ધ માણસે અશુદ્ધ માણસ પર ત્રીજે દિવસે તથા સાતમે દિવસે પાણી છાંટવું. સાતમે દિવસે અશુદ્ધ માણસે પોતાને શુદ્ધ કરવો. તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીમાં સ્નાન કરવું, એટલે સાંજે તે શુદ્ધ થશે.
20 And the man who is unclean and does not cleanse himself, indeed, that person has been cut off from the midst of the assembly; for he has defiled the sanctuary of YHWH; water of separation is not sprinkled on him; he [is] unclean.
૨૦પણ જે કોઈ અશુદ્ધ હોવા છતાં પોતાને શુદ્ધ થવાનો ઇનકાર કર્યો હોય તો તે વ્યક્તિને સમુદાયમાંથી બહિષ્કૃત કરવો, કેમ કે, તેણે યહોવાહના પવિત્ર સ્થાનને અશુદ્ધ કર્યું છે. તેના પર શુદ્ધિનું પાણી છાંટવામાં આવ્યું નથી, તેથી તે અશુદ્ધ છે.
21 And it has been for a continuous statute to them, that he who is sprinkling the water of separation washes his garments, and he who is coming against the water of separation is unclean until the evening,
૨૧આ તમારે માટે સદાનો નિયમ છે. પાણીનો છંટકાવ કરનાર વ્યક્તિ પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે. વળી જે કોઈ શુદ્ધિના પાણીનો સ્પર્શ કરે તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
22 and all against which the unclean person comes is unclean, and the person who is coming against [it] is unclean until the evening.”
૨૨અશુદ્ધ વ્યક્તિ કશાનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. તે વસ્તુને સ્પર્શ કરનાર વ્યક્તિ પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.”