< Job 36 >

1 And Elihu adds and says:
અલીહૂએ બોલવાનું ચાલુ રાખતાં કહ્યું કે,
2 “Honor me a little, and I show you, That yet for God [are] words.
“મને થોડો વધારે સમય બોલવા દો, અને હું તને બતાવીશ કારણ કે હું ઈશ્વરના પક્ષમાં થોડા વધુ શબ્દો કહેવા માગું છું.”
3 I lift up my knowledge from afar, And I ascribe righteousness to my Maker.
હું દુરથી ડહાપણ લાવીને; મારા સર્જનહાર ઈશ્વર ન્યાયી છે તે હું સાબિત કરીશ.
4 For my words [are] truly not false, The perfect in knowledge [is] with you.
હું તને જણાવું છું કે તે ખરેખર સત્ય છે કેમ કે જે સંપૂર્ણ જ્ઞાની છે તે તારી સાથે છે.
5 Behold, God [is] mighty, and does not despise, Mighty [in] power [and] heart.
જુઓ, ઈશ્વર સર્વશક્તિમાન છે, અને તે કોઈનો પણ તિરસ્કાર કરતા નથી; તે મહા બુદ્ધિમાન અને વિદ્વાન છે.
6 He does not revive the wicked, And appoints the judgment of the poor;
તેઓ દુષ્ટોને સાચવતા નથી, પણ ગરીબોના હિતમાં સારું કરે છે.
7 He does not withdraw His eyes from the righteous, And [from] kings on the throne, And causes them to sit forever, and they are high,
ન્યાયી માણસ પરથી તેઓની દ્રષ્ટિ દૂર કરતા નથી, પણ તેથી વિપરીત, તે તેઓને રાજાઓની સાથે સિંહાસન પર બેસાડે છે, અને તેઓ સદા ઉચ્ચસ્થાન પર રહે છે.
8 And if prisoners in chains They are captured with cords of affliction,
જો, જેથી કરીને તેઓને સાંકળોએ બાંધવામાં આવ્યા છે, અને તેઓ વિપત્તિમાં સપડાયા છે,
9 Then He declares to them their work, And their transgressions, Because they have become mighty,
તેઓએ શું કર્યું છે તે તેઓને જણાવશે, કે તેઓએ કરેલા અપરાધો અને કેવી રીતે અહંકારથી વર્ત્યા છે.
10 And He uncovers their ear for instruction, And commands that they turn back from iniquity.
૧૦તે તેઓના અપરાધોથી પાછા ફરવાનો આદેશ આપશે, અને શિક્ષણ તરફ તેઓના કાન ઉઘાડશે.
11 If they hear and serve, They complete their days in good, And their years in pleasantness.
૧૧જો તેઓ તેમનું સાંભળીને તેમની સેવા કરશે તો, તેઓ આયુષ્યના દિવસો સમૃદ્ધિમાં પસાર કરશે, તેઓના જીવનનાં વર્ષો સંતોષથી ભરેલાં થશે.
12 And if they do not listen, They pass away by the dart, And expire without knowledge.
૧૨પરંતુ જો, તેઓ તેમનું સાંભળશે નહિ તો, તેઓ અજ્ઞાનતામાં જ મરણ પામશે અને તેઓનો નાશ થશે.
13 And the profane in heart set the face, They do not cry when He has bound them.
૧૩જેઓ પોતાના હૃદયથી ઈશ્વર પર ભરોસા રાખતા નથી તેઓ પોતાના હૃદયમાં ગુસ્સો ભેગો કરે છે; ઈશ્વર તેઓને શિક્ષા કરે છે તેમ છતાં તેઓ મદદને માટે પ્રાર્થના કરતા નથી.
14 Their soul dies in youth, And their life among the defiled.
૧૪તેઓ તરુણાવસ્થામાં મરણ પામશે; અને કૃપા વિના તેઓના જીવનો નાશ પામશે.
15 He draws out the afflicted in his affliction, And uncovers their ear in oppression.
૧૫ઈશ્વર દુઃખીઓને તેઓના દુઃખમાંથી છોડાવે છે; અને તે તેઓને જુલમ દ્વારા સાંભળતા કરે છે.
16 And He also moved you from a narrow place [To] a broad place—no constriction under it, And the sitting beyond of your table has been full of fatness.
૧૬નિશ્ચે, તે તને વિપત્તિમાંથી બહાર લાવ્યા છે. જ્યાં સંકટ ન હોય તેવી વિશાળ જગ્યામાં લઈ જાય છે અને તને ખાવાને માટે પુષ્કળ પ્રમાણમાં ખોરાક પીરસ્યો છે.
17 And you have fulfilled the judgment of the wicked, Judgment and justice are upheld because of fury,
૧૭તને એક દુષ્ટ વ્યક્તિની જેમ સજા થઈ છે; ન્યાયાસન અને ન્યાયે તને પકડ્યો છે.
18 Lest He move you with a stroke, And the abundance of an atonement not turn you aside.
૧૮હવે તમે સાવધ રહેજો, જેથી સમૃદ્ધિ તમને ફોસલાવે નહિ; અને મોટી લાંચ તને ન્યાય કરવાથી પાછો રાખે નહિ.
19 Does He value your riches? He has gold, and all the forces of power.
૧૯શું તારી અઢળક સંપત્તિ તને સંકટથી દૂર રાખી શકે છે, અથવા તારી બધી શક્તિ તને મદદ કરી શકે છે?
20 Do not desire the night, For the going up of peoples in their stead.
૨૦અન્યની વિરુદ્ધ પાપ કરવાને રાત્રીની ઇચ્છા ન કર, કે જ્યારે લોકો પોતાની જગ્યાએ નાશ પામે છે.
21 Take heed—do not turn to iniquity, For you have fixed on this Rather than [on] affliction.
૨૧સાવધ રહેજે, પાપ કરવા તરફ ન ફર, કારણ કે તને સંકટમાંથી પસાર કરાવ્યો છે કે જેથી તું પાપ કરવાથી દૂર રહે.
22 Behold, God sits on high by His power, Who [is] like Him—a teacher?
૨૨જુઓ, ઈશ્વર તેમનાં સામર્થ્ય દ્વારા મહિમાવાન થાય છે; તેમના જેવો ગુરુ કોઈ છે?
23 Who has appointed to Him His way? And who said, You have done iniquity?
૨૩તેમણે શું કરવું એ કોઈ તેમને કહી શકે ખરું? અથવા કોણ તેમને કહી શકે છે કે, ‘તમે અન્યાય કર્યો છે?’
24 Remember that you magnify His work That men have beheld.
૨૪તેમનાં કાર્યોની સ્તુતિ કરવાનું યાદ રાખ, લોકોએ ગાયનો મારફતે તેમની સ્તુતિ કરી છે.
25 All men have looked on it, Man looks attentively from afar.
૨૫ઈશ્વરે જે કંઈ કર્યુ છે તે સર્વએ નિહાળ્યું છે, પણ તેઓએ તે કાર્યો દૂરથી જ જોયાં છે.
26 Behold, God [is] high, And we do not know the number of His years, Indeed, there [is] no searching.
૨૬જુઓ, ઈશ્વર મહાન છે, આપણે તેમને સંપૂર્ણપણે સમજી શક્તા નથી; તેમનાં વર્ષોની સંખ્યા અગણિત છે.
27 When He diminishes droppings of the waters, They refine rain according to its vapor,
૨૭તેઓ પાણીનાં ટીંપાં ઊંચે લઈ જાય છે અને તેનું ઝાકળ અને વરાળ વરસાદમાં રૂપાંતર કરે છે,
28 Which clouds drop, They distill on man abundantly.
૨૮તે વાદળોમાંથી પૃથ્વી પર વર્ષે છે, અને મનુષ્યો પર પુષ્કળતામાં વરસાવે છે.
29 Indeed, do [any] understand The spreadings out of a cloud? The noises of His dwelling place?
૨૯ખરેખર, વાદળોનો વિસ્તાર કેટલો છે અને તેનાં ગગનમંડપમાં ગર્જનાઓ કેવી રીતે થાય છે તેને કોણ સમજી શકે?
30 Behold, He has spread His light over it, And He has covered the roots of the sea,
૩૦જુઓ, તેઓ પૃથ્વી પર વીજળી ફેલાવે છે અને મહાસાગરને અંધકારથી ઢાંકી દે છે.
31 For He judges peoples by them, He gives food in abundance.
૩૧આ રીતે ઈશ્વર લોકોને ખવડાવે છે, અને તેઓને ભરપૂર ખોરાક પૂરો પાડે છે.
32 By two palms He has covered the light, And lays a charge over it in meeting,
૩૨તેઓ પોતાના હાથથી વીજળીને પકડે છે, અને તેને પાડવાની હોય ત્યાં પડવાને આજ્ઞા કરે છે.
33 His shout shows it, The livestock also, the rising [storm].”
૩૩તેઓની ગર્જના લોકોને આવનાર તોફાન વિષે ચેતવણી આપે છે: તે જાનવર દ્વારા પણ સમાચાર પહોંચાડે છે કે તોફાન નજીક આવી રહ્યું છે.

< Job 36 >