< Exodus 13 >
1 And YHWH speaks to Moses, saying,
૧પછી યહોવાહે મૂસાને કહ્યું,
2 “Sanctify to Me every firstborn, opening any womb among the sons of Israel, among man and among beast; it [is] Mine.”
૨“તમામ ઇઝરાયલીઓએ પોતાના બધા જ પ્રથમજનિતને પવિત્ર કરવા. પરિવારમાં પ્રથમ જન્મેલા પુરુષને તથા પશુને મારે માટે પવિત્ર કરવા; તેઓ મારા છે.”
3 And Moses says to the people, “Remember this day [in] which you have gone out from Egypt, from the house of servants, for by strength of hand YHWH has brought you out from this, and anything fermented is not eaten;
૩મૂસાએ લોકોને કહ્યું, “જે દિવસે તમે મિસરમાંથી એટલે ગુલામીના ઘરમાંથી બહાર આવ્યા તે દિવસને તમે યાદ રાખજો, યહોવાહ પોતાના પરાક્રમ વડે તમને બહાર લાવ્યા છે. તેથી તમારે ખમીરવાળી રોટલી ખાવી નહિ.
4 you are going out today, in the month of Abib.
૪આબીબ માસના આ દિવસે તમે બહાર આવ્યા છો.
5 And it has been, when YHWH brings you to the land of the Canaanite, and of the Hittite, and of the Amorite, and of the Hivite, and of the Jebusite, which He has sworn to your fathers to give to you, a land flowing with milk and honey, that you have done this service in this month.
૫અને તમારા પિતૃઓને આપેલા વચન પ્રમાણે યહોવાહ તમને દૂધ તથા મધથી રેલછેલવાળો એવા કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના દેશમાં લઈ જાય ત્યારે તમારે આ પ્રમાણે ભજન કરવું.”
6 Seven days you eat unleavened things, and in the seventh day [is] a celebration to YHWH;
૬“સાત દિવસ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવી. સાતમે દિવસે ઈશ્વરનું આ પર્વ પાળવું.”
7 unleavened things are eaten the seven days, and anything fermented is not seen with you; indeed, leaven is not seen with you in all your border.
૭એ સાત દિવસ સુધી બેખમીરી રોટલી ખાવી. તમારા આખા પ્રદેશમાં ક્યાંય પણ ખમીરવાળી રોટલી હોવી જોઈએ નહિ.
8 And you have declared to your son in that day, saying, [It is] because of what YHWH did to me, in my going out from Egypt,
૮તે દિવસે તમારે તમારાં બાળકોને કહેવું કે, ‘ઈશ્વર અમને મિસરમાંથી બહાર લાવ્યા ત્યારે યહોવાહે અમારા માટે જે કર્યુ હતું, તે માટે આ પર્વ પાળવામાં આવે છે.’
9 and it has been to you for a sign on your hand, and for a memorial between your eyes, so that the Law of YHWH is in your mouth, for by a strong hand YHWH has brought you out from Egypt;
૯“આ પર્વનું પાલન તમારા હાથ પર અને તમારી આંખો વચ્ચે કપાળ પર યાદગીરીના સૂચક ચિહ્ન જેવું રહેશે. તે તમને યાદ રખાવશે તમારા મુખમાં યહોવાહનાં વચનો રહે. કેમ કે યહોવાહ તમને સામર્થ્યવાન હાથથી મિસરમાંથી બહાર લઈ આવ્યા છે.
10 and you have kept this statute at its appointed time from days to days.
૧૦એટલા માટે તમારે આ પર્વ દર વર્ષે નિયત સમયે પાળવું અને ઊજવવું.”
11 And it has been, when YHWH brings you to the land of the Canaanite as He has sworn to you and to your fathers, and has given it to you,
૧૧“યહોવાહ તમને અને તમારા પૂર્વજોને આપેલા વચન પ્રમાણે તમને કનાનીઓના દેશમાં લઈ જાય અને તે દેશ તમને આપે,
12 that you have caused everyone opening a womb to pass over to YHWH, and every firstling—the increase of beasts which you have: the males [are] YHWH’s.
૧૨ત્યારે તમારા સર્વ પ્રથમજનિતોને તથા સર્વ પશુઓનાં પ્રથમજનિતોને તમારે યહોવાહ ને માટે સમર્પિત કરવા જેથી તમામ નર પ્રથમજનિતો યહોવાહના થાય.
13 And every firstling of a donkey you ransom with a lamb, and if you do not ransom [it], then you have beheaded it; and you ransom every firstborn of man among your sons.
૧૩પ્રત્યેક ગધેડાના પ્રથમ બચ્ચાંને તેને બદલે એક હલવાન અર્પણ કરીને, યહોવાહ પાસેથી તે પાછું મેળવવું. અને જો તેને મેળવવાની કે છોડાવવાની તમારી મરજી ના હોય તો તેની ગરદન તમારે ભાંગી નાખવી. વળી તમારા પુત્રોમાંના સર્વ પ્રથમજનિતોને પણ તારે મૂલ્ય આપીને છોડાવવા.”
14 And it has been, when your son asks you hereafter, saying, What [is] this? That you have said to him, By strength of hand YHWH has brought us out from Egypt, from a house of servants;
૧૪“ભવિષ્યમાં તમારાં બાળકો તમને પૂછે કે, ‘આનો અર્થ શો છે?’ ત્યારે તમે કહેજો કે, ‘યહોવાહ પોતાના હાથનાં સામર્થ્ય વડે અમને મિસરમાંથી, ગુલામીના દેશમાંથી બહાર લાવ્યા હતા.
15 indeed, it comes to pass, when Pharaoh has been pained to send us away, that YHWH slays every firstborn in the land of Egypt, from the firstborn of man even to the firstborn of beast; therefore I am sacrificing to YHWH all opening a womb who [are] males, and I ransom every firstborn of my sons;
૧૫ફારુન હઠે ચડયો હતો, તેથી તે અમને બહાર જવા દેતો ન હતો. ત્યારે યહોવાહે મિસર દેશના બધા પ્રથમજનિતને એટલે પ્રથમજનિત પુરુષોનો તથા પ્રથમજનિત નર જાનવરોનો સંહાર કર્યો હતો. તેથી પ્રથમજનિત સર્વ નર પશુઓને અમે યહોવાહને અર્પણ કરીએ છીએ, પણ અમારા પુત્રોમાંના અર્પણ કરેલા સર્વ પ્રથમજનિતોને અમે મૂલ્ય ચૂકવીને છોડાવીએ છીએ.’
16 and it has been for a token on your hand, and for frontlets between your eyes, for by strength of hand YHWH has brought us out of Egypt.”
૧૬અને એ વિધિ તમારા હાથ પર ચિહ્નરૂપ તથા તમારી આંખોની વચ્ચે કપાળ પર ચાંદરૂપ બની રહેશે; કારણ કે યહોવાહ આપણને પોતાના પરાક્રમી હાથથી મિસરની બહાર લઈ આવ્યા હતા. એની આ સ્મૃતિ બની છે.”
17 And it comes to pass in Pharaoh’s sending the people away, that God has not led them the way of the land of the Philistines, for it [is] near; for God said, “Lest the people sigh in their seeing war, and have turned back toward Egypt”;
૧૭જ્યારે ફારુને લોકોને જવા દીઘા ત્યારે એમ બન્યું કે પલિસ્તીઓના દેશમાં થઈને જવાનો રસ્તો ટૂંકો હોવા છતાં પણ તે રસ્તે તેઓને લઈ ગયા નહિ. કેમ કે યહોવાહે વિચાર્યું કે, “રખેને યુદ્ધ થાય અને લોકો પોતાનો વિચાર બદલી પાછા મિસર ચાલ્યા જાય.”
18 and God turns around the people the way of the wilderness of the Red Sea, and the sons of Israel have gone up by fifties from the land of Egypt.
૧૮એટલે યહોવાહ તેઓને બીજે રસ્તે થઈને એટલે રાતા સમુદ્ર પાસેના અરણ્યના રસ્તે તેઓને લઈ ગયા. ઇઝરાયલપુત્રો શસ્ત્રસજજ થઈને મિસરમાંથી બહાર આવ્યા હતા.
19 And Moses takes the bones of Joseph with him, for he certainly caused the sons of Israel to swear, saying, “God certainly inspects you, and you have brought up my bones from this [place] with you.”
૧૯મૂસાએ યૂસફનાં અસ્થિ સાથે લઈ લીધાં હતાં. કેમ કે યૂસફે ઇઝરાયલપુત્રોને સોગન દઈને કહ્યું હતું કે, “યહોવાહ જરૂર તમારી મદદે આવશે, તમને અહીંથી છોડાવશે. ત્યારે તમે વિદાય થાઓ તે વખતે તમે મારાં અસ્થિ અહીંથી લઈ જજો.”
20 And they journey from Succoth, and encamp in Etham at the extremity of the wilderness,
૨૦પછી ઇઝરાયલીઓએ સુક્કોથથી પ્રયાણ કરીને અને એથામમાં અરણ્યની સરહદ પર મુકામ કર્યો.
21 and YHWH is going before them by day in a pillar of a cloud, to lead them in the way, and by night in a pillar of fire, to give light to them, to go by day and by night;
૨૧દિવસે તેઓને રસ્તો બતાવવા માટે યહોવાહ મેઘસ્તંભમાં તેમ જ રાત્રે તેમને પ્રકાશ મળે તેથી અગ્નિસ્તંભમાં તેઓની આગળ ચાલતા હતા.
22 He does not remove the pillar of the cloud by day, and the pillar of the fire by night, [from] before the people.
૨૨દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ તેઓની આગળથી જરા પણ ખસતા ન હતા, યહોવાહ સતત તેઓની સાથે રહેતા હતા.