< Daniel 11 >

1 “And I, in the first year of Darius the Mede, my standing [is] for a strengthener, and for a stronghold to him;
માદી દાર્યાવેશના શાસનકાળના પ્રથમ વર્ષે, હું મિખાયેલને મદદ કરવા તથા મજબૂત કરવા આવ્યો.
2 and now, I declare to you truth: Behold, yet three kings are standing for Persia, and the fourth becomes far richer than all, and according to his strength by his riches he stirs up the whole, with the kingdom of Javan.
હવે હું તને સત્ય પ્રગટ કરીશ. ત્રણ રાજાઓ ઇરાનમાં ઊભા થશે, ચોથો રાજા તે બીજા રાજાઓ કરતાં ઘણો વધારે ધનવાન થશે. તે પોતાના ધનનો ઉપયોગ કરીને ગ્રીસના રાજ્ય વિરુદ્ધ બધાને ઉશ્કેરશે.
3 And a mighty king has stood, and he has ruled a great dominion, and has done according to his will;
એક શક્તિશાળી રાજા ઊભો થશે તે મહા પ્રતાપથી રાજ્ય ઉપર સત્તા ભોગવશે અને પોતાની ઇચ્છા પ્રમાણે કરશે.
4 and according to his standing is his kingdom broken, and divided to the four winds of the heavens, and not to his posterity, nor according to his dominion that he ruled, for his kingdom is plucked up—and for others apart from these.
જ્યારે તે ઊભો થશે, ત્યારે તેનું રાજ્ય ભાંગી પડશે અને આકાશના ચાર પવનો તરફ તેના વિભાગ પડશે, પણ તે તેના વંશજોને આપવામાં આવશે નહિ. તેમ જ જે પદ્ધતિથી તે રાજ કરતો હતો, તે રાજપદ્ધતિ પ્રમાણે ચાલશે, કેમ કે તેનું રાજ્ય ઉખેડી નાખવામાં આવશે અને જેઓ તેના વંશજો નથી તેઓને તે આપવામાં આવશે.
5 And a king of the south—even of his princes—becomes strong, and prevails against him, and has ruled; a great dominion [is] his dominion.
દક્ષિણનો રાજા બળવાન થશે; પણ તેના સરદારોમાંનો એક તેના કરતાં વધારે બળવાન થશે, સત્તા ભોગવશે અને તેનું રાજ્ય પણ મોટું હશે.
6 And at the end of years they join themselves together, and a daughter of the king of the south comes to the king of the north to do upright things; and she does not retain the power of the arm; and he does not stand, nor his arm; and she is given up, she, and those bringing her in, and her child, and he who is strengthening her in [these] times.
થોડાં વર્ષો પછી સાચા સમયે તેઓ સુલેહ કરશે. દક્ષિણના રાજાની દીકરી ઉત્તરના રાજા પાસે કોલકરાર કરવાને આવશે. પણ તે પોતાનું બળ ખોશે, તેને તજી દેવામાં આવશે. તે તથા જેઓ તેને લાવ્યા હતા તેઓને તથા તેના પિતાને તથા તે દિવસોમાં તેને બળ આપનારને પણ તજી દેવામાં આવશે.
7 And [one] has stood up from a branch of her roots, [in] his station, and he comes to the bulwark, indeed, he comes into a stronghold of the king of the north, and has worked against them, and has done mightily;
પણ તેની જડમાંથી નીકળેલી ડાળીમાંથી એક જણ ઊભો થશે. તે સૈન્ય પર હુમલો કરશે અને ઉત્તરના રાજાના કિલ્લામાં પ્રવેશ કરશે. તે તેઓની સાથે લડશે તેઓને પરાજિત કરશે.
8 and also their gods, with their princes, with their desirable vessels of silver and gold, he brings in captivity [to] Egypt; and he stands more years than the king of the north.
તે તેઓના દેવોને, તેઓની ઢાળેલી મૂર્તિઓને તથા સોનાચાંદીના કિંમતી પાત્રોને કબજે કરીને પોતાની સાથે મિસરમાં લઈ જશે. થોડાં વર્ષ સુધી તે ઉત્તરના રાજા ઉપર હુમલો કરવાનું બંધ રાખશે.
9 And the king of the south has come into the kingdom, and turned back to his own land;
ઉત્તરનો રાજા દક્ષિણના રાજા ઉપર ચઢી આવશે, પણ તે પોતાના દેશમાં પાછો જશે.
10 and his sons stir themselves up, and have gathered a multitude of great forces, and he has certainly come in, and overflowed, and passed through, and he turns back, and they stir themselves up to his stronghold.
૧૦તેના દીકરાઓ યુદ્ધ કરશે અને મોટાં સૈન્યો ભેગાં કરશે, તેમાંનો એક તો ધસમસતા પૂરની જેમ ફરી વળીને આ છેડાથી પેલા છેડા સુધી જશે, તે પાછો આવીને તેના કિલ્લા સુધી હુમલો કરશે.
11 And the king of the south becomes embittered, and has gone forth and fought with him, with the king of the north, and has caused a great multitude to stand, and the multitude has been given into his hand,
૧૧મિસરનો રાજા ભારે ક્રોધમાં ચઢી આવશે અને ઉત્તરના રાજા સામે યુદ્ધ કરશે. ઉત્તરનો રાજા મોટું સૈન્ય ઊભું કરશે અને તે લશ્કર દક્ષિણના રાજાના હાથમાં સોંપવામાં આવશે.
12 and he has carried away the multitude, his heart is high, and he has caused myriads to fall, and he does not become strong.
૧૨સૈન્યને લઈ જવામાં આવશે, ત્યારે દક્ષિણના રાજાનું મન ગર્વથી ભરાઈ જશે, પોતાના હજારો દુશ્મનોને મારી નાખશે, પણ તે સફળ થશે નહિ.
13 And the king of the north has turned back, and has caused a multitude to stand, greater than the first, and at the end of the times a second time he certainly comes in with a great force, and with much substance;
૧૩ઉત્તરનો રાજા અગાઉના કરતાં બીજું મોટું સૈન્ય ઊભું કરશે. થોડાં વર્ષો પછી, ઉત્તરનો રાજા મોટું સૈન્ય તથા પુષ્કળ સામગ્રી લઈને ચઢી આવશે.
14 and in those times many stand up against the king of the south, and sons of the destroyers of your people lift themselves up to establish the vision—and they have stumbled.
૧૪તે સમયમાં દક્ષિણના રાજાની વિરુદ્ધ ઘણા ઊભા થશે. તારા લોકોમાંના કેટલાક તોફાની માણસો પણ તે સંદર્શનને સાચું પાડવા માટે ઊભા થશે, પણ તેઓ ઠોકર ખાશે.
15 And the king of the north comes in, and pours out a mound, and has captured fortified cities; and the arms of the south do not stand, nor the people of his choice, indeed, there is no power to stand.
૧૫તેથી ઉત્તરનો અરામનો રાજા આવશે અને ઊંચી પાળ બાંધીને કિલ્લાબંધ નગરોને જીતી લેશે. દક્ષિણનાં લશ્કરો ટકી શકશે નહિ, તેમ જ તેના ઉત્તમ સૈનિકોમાં પણ ટકી રહેવાની બળ રહેશે નહિ.
16 And he who is coming to him does according to his will, and there is none standing before him; and he stands in the desirable land, and [it is] wholly in his hand.
૧૬પણ ઉત્તરનો રાજા પોતાની ઇચ્છા પ્રમાણે દક્ષિણના રાજા વિરુદ્ધ યુદ્ધ કરશે, તેને કોઈ રોકી શકશે નહિ; એ રળિયામણા દેશમાં તેની સત્તા સ્થપાશે. અને તે તેનો કબજો મેળવશે.
17 And he sets his face to go in with the strength of his whole kingdom, and upright ones with him; and he has worked, and the daughter of women he gives to him, to corrupt her; and she does not stand, nor is for him.
૧૭ઉત્તરનો રાજા પોતાના આખા રાજ્યના બળ સહિત આવશે, તે દક્ષિણના રાજા સાથે કરાર કરશે. તે દક્ષિણના રાજ્યનો નાશ કરવા માટે દક્ષિણના રાજાને પોતાની દીકરી લગ્ન કરવા માટે આપશે, પણ તે યોજના સફળ થશે નહિ કે તેને મદદ મળશે નહિ.
18 And he turns back his face to the islands, and has captured many; and a prince has caused his reproach of himself to cease; without his reproach he turns [it] back to him.
૧૮તે પછી, દક્ષિણનો રાજા ટાપુઓ પર ધ્યાન આપશે અને તેઓમાંના ઘણાનો કબજો કરશે. પણ સેનાપતિ તેની ઉદ્ધતાઈનો અંત લાવશે અને તેણે કરેલી ઉદ્ધતાઈ પાછી વાળીને તેના પર લાવશે.
19 And he turns back his face to the strongholds of his land, and has stumbled and fallen, and is not found.
૧૯પછી તે પોતાનું ધ્યાન પોતાના દેશના કિલ્લાઓ તરફ આપશે, પણ તે ઠોકર ખાઈને પડશે અને તે ફરી કદી મળશે નહિ.
20 And stood up on his station has [one] causing an exactor to pass over the honor of the kingdom, and in a few days he is destroyed, and not in anger, nor in battle.
૨૦પછી તેની જગ્યાએ એક એવો ઊભો થશે, જે જુલમથી કર લેનારને પ્રતાપી રાજ્યમાં સર્વત્ર ફેરવશે. પણ થોડા જ દિવસોમાં તેનો અંત આવશે, પણ ક્રોધમાં કે યુદ્ધમાં નહિ.
21 And a despicable one has stood up on his station, and they have not given to him the splendor of the kingdom, and he has come in quietly, and has strengthened the kingdom by flatteries.
૨૧તેની જગ્યાએ એક તિરસ્કારપાત્ર પુરુષ ઊભો થશે કે જેને લોકોએ રાજ્યસત્તાનો અધિકાર આપ્યો નહોતો, તે શાંતિથી આવશે અને ખુશામતથી રાજ્ય મેળવશે.
22 And the arms of the flood are overflowed from before him, and are broken; and also the leader of the covenant.
૨૨તેની આગળથી મોટું સૈન્ય પૂરના પાણીની જેમ તણાઈ જશે. કરારમાં દાખલ થયેલા સૈન્ય તથા આગેવાન પણ નાશ પામશે.
23 And after they join themselves to him, he works deceit, and has increased, and has been strong by a few of the nation.
૨૩તેની સાથે સુલેહ કર્યા પછી તે કપટ કરશે; તે લોકો નાના છતાં તે બળવાન થશે.
24 Peaceably even into the fertile places of the province He comes, and he has done that which his fathers did not, nor his fathers’ fathers; prey, and spoil, and substance, he scatters to them, and against fortifications he devises his plans, even for a time.
૨૪તે પ્રાંતના સમૃદ્ધ ભાગમાં ચેતવણી આપ્યા વગર ચઢાઈ કરશે, તેના પિતૃઓએ કે તેના પિતૃઓના પિતૃઓએ કદી કર્યું નહોતું તેવું તે કરશે; તે તેઓ મધ્યે લૂંટફાટનો માલ તથા દ્રવ્ય વેરશે. તે થોડા સમય માટે જ કિલ્લેબંદીવાળા નગરો પર ચઢાઈ કરવાની યોજના કરશે.
25 And he stirs up his power and his heart against the king of the south with a great force, and the king of the south stirs himself up to battle with a very great and mighty force, and does not stand, for they devise plans against him,
૨૫તે પોતાની શક્તિ તથા હિંમત ભેગી કરીને દક્ષિણના રાજાની સામે મોટા સૈન્ય સાથે આવશે. દક્ષિણનો રાજા પણ બળવાન સૈન્ય સાથે તેની સામે યુદ્ધ કરશે, પણ તે ટકશે નહિ, કેમ કે તેઓ તેની વિરુદ્ધ કાવતરાં કરશે.
26 and those eating his portion of food destroy him, and his force overflows, and many wounded have fallen.
૨૬જે રાજાના મેજ ઉપરથી ખાશે તે તેનો નાશ કરશે. તેનું સૈન્ય પૂરની માફક તણાઈ જશે, તેઓમાંના ઘણા માર્યા જશે.
27 And both of the kings’ hearts [are] to do evil, and at one table they speak lies, and it does not prosper, for yet the end [is] at a time appointed.
૨૭આ બે રાજાઓ, પોતાના હૃદયમાં એકબીજા વિરુદ્ધ દુષ્ટતા કરવાનો વિચાર કરશે. તેઓ એક જ મેજ પર બેસશે અને એકબીજા આગળ જૂઠું બોલશે, પણ તેઓની ઇચ્છા પૂર્ણ થશે નહિ. કેમ કે, તેઓનો અંત નક્કી સમયે જ થશે.
28 And he turns back [to] his land with great substance, and his heart [is] against the holy covenant, and he has worked, and turned back to his land.
૨૮પછી ઉત્તરનો રાજા પુષ્કળ દ્રવ્ય લઈને પોતાને દેશ પાછો જશે; પણ તેઓનું હૃદય પવિત્ર કરાર વિરુદ્ધ રહેશે. તે પોતાની ઇચ્છા પ્રમાણે કરશે અને પોતાના દેશમાં પાછો જશે.
29 At the appointed time he turns back, and has come against the south, and it is not as the former, and as the latter.
૨૯પછી તે નક્કી કરેલા સમયે ફરીથી દક્ષિણ પર ચઢાઈ કરશે. પણ અગાઉ જેમ થયું તેમ તે સમયે થશે નહિ.
30 And ships of Chittim have come in against him, and he has been pained, and has turned back, and has been insolent toward the holy covenant, and has worked, and turned back, and he understands concerning those forsaking the holy covenant.
૩૦કેમ કે કિત્તીમનાં વહાણો તેની વિરુદ્ધ આવશે; તેથી તે નિરાશ થઈને પાછો જશે, પવિત્ર કરારને તજી દેનાર પર તે કૃપા રાખશે.
31 And strong ones stand up out of him, and have defiled the sanctuary, the stronghold, and have turned aside the continual [sacrifice], and appointed the desolating abomination.
૩૧તેનાં લશ્કરો ઊભાં થશે અને પવિત્રસ્થાનને તથા કિલ્લાઓને અપવિત્ર કરશે; તેઓ નિત્યનું દહનાર્પણ લઈ લેશે, તેઓ વેરાનકારક ધિક્કારપાત્ર વસ્તુ ત્યાં સ્થાપશે.
32 And those acting wickedly [against] the covenant, he defiles by flatteries; and the people knowing their God are strong, and have worked.
૩૨કરારની વિરુદ્ધ ઉલ્લંઘન કરનારને તે ખુશામતથી ધર્મભ્રષ્ટ કરશે, પણ પોતાના ઈશ્વરને ઓળખનારા લોકો તો મજબૂત થશે અને પરાક્રમી કામો કરશે.
33 And the teachers of the people give understanding to many; and they have stumbled by sword, and by flame, by captivity, and by spoil—days.
૩૩લોકોમાં જે જ્ઞાની હશે તેઓ ઘણાઓને સમજાવશે. જો કે, તો પણ તેઓ ઘણા દિવસો સુધી તલવાર તથા અગ્નિજ્વાળાથી માર્યા જશે. તેઓમાંના ઘણાને બંદીવાન તરીકે લઈ જવામાં આવશે અને તેઓની સંપત્તિને લૂંટી લેવામાં આવશે.
34 And in their stumbling, they are helped—a little help, and joined to them have been many with flatteries.
૩૪જ્યારે તેઓ ઠોકર ખાશે, ત્યારે તેઓને થોડી મદદ કરવામાં આવશે; પણ ઘણાઓ ખુશામત કરીને તેઓની સાથે જોડાશે.
35 And some of the teachers stumble for refining by them, and for purifying, and for making white—until the end of the time, for [it is] yet for a time appointed.
૩૫કેટલાક જ્ઞાની તેઓને પવિત્ર કરવા સારુ, શ્વેત કરવા સારુ, તથા શુદ્ધ કરવા સારુ અંતના સમય સુધી પ્રયત્ન કરશે પણ ઠોકર ખાશે. કેમ કે ઠરાવેલો સમય હજી આવનાર છે.
36 And the king has done according to his will, and exalts himself, and magnifies himself against every god, and he speaks wonderful things against the God of gods, and has prospered until the indignation has been completed, for that which is determined has been done.
૩૬તે રાજા પોતાની ઇચ્છા પ્રમાણે કરશે. સર્વ દેવો કરતાં તે પોતાનાં વખાણ કરશે અને પોતાને મોટો માનશે, સર્વોત્તમ ઈશ્વરની વિરુદ્ધ આશ્ચર્યકારક વાતો બોલશે. તેનો ક્રોધ પૂરો થતાં તે સફળ થશે. કેમ કે જે નિર્માણ થયેલું છે તે જ પૂરું કરવામાં આવશે.
37 And to the God of his fathers he does not attend, nor to the desire of women, indeed, he does not attend to any god, for he magnifies himself against all.
૩૭તે પોતાના પૂર્વજોના દેવો કે દેવીને કે બીજા કોઈ દેવને ગણકારશે નહિ. તે ગર્વથી વર્તશે અને બધાના કરતાં પોતાને મોટો ગણશે.
38 And to the god of strongholds, on his station, he gives honor; indeed, to a god whom his fathers did not know he gives honor, with gold, and with silver, and with precious stone, and with desirable things.
૩૮તેઓને બદલે તે કિલ્લાઓના દેવનો આદર કરશે. જેને તેના પૂર્વજો જાણતા નહોતા તેનો તે સોનાંચાંદી, મૂલ્યવાન પથ્થરથી તથા કિંમતી ભેટસોગાદોથી આદર કરશે.
39 And he has dealt in the fortresses of the strongholds with a strange god whom he has acknowledged; he multiplies honor, and has caused them to rule over many, and the ground he apportions at a price.
૩૯પરદેશી દેવની મદદ વડે તે સૌથી મજબૂત કિલ્લાઓને જીતી લેશે. તેને સ્વીકારનારાઓને તે આદર આપશે. તે તેઓને ઘણા લોકો પર અધિકારી બનાવશે અને મૂલ્ય લઈને જમીન વહેંચી આપશે.
40 And at the time of the end, a king of the south pushes himself forward with him, and a king of the north storms against him, with chariot, and with horsemen, and with many ships; and he has come into the lands, and has overflowed, and passed over,
૪૦અંતના સમયે દક્ષિણનો મિસરનો રાજા તેના ઉપર હુમલો કરશે. ઉત્તરનો રાજા રથો, ઘોડેસવારો તથા ઘણાં વહાણો લઈને તેના ઉપર વાવાઝોડાની જેમ ઘસી આવશે. તે ઘણા દેશો પર ચઢી આવશે પૂરની જેમ બધે ફરી વળીને પાર નીકળી જશે.
41 and has come into the desirable land, and many stumble, and these escape from his hand: Edom, and Moab, and the chief of the sons of Ammon.
૪૧તે રળિયામણા દેશમાં આવશે; ઘણા ઠોકર ખાશે, પણ અદોમ, મોઆબ તથા આમ્મોનીઓના આગેવાનો તેના હાથમાંથી બચી જશે.
42 And he sends forth his hand on the lands, and the land of Egypt is not for an escape;
૪૨તે પોતાનું સામર્થ્ય ઘણા પ્રદેશો પર લંબાવશે; મિસર દેશ પણ બચશે નહિ.
43 and he has ruled over treasures of gold and of silver, and over all the desirable things of Egypt, and Lubim and Cushim [are] at his steps.
૪૩સોનાચાંદીના ભંડારો તથા મિસરની બધી કિંમતી વસ્તુઓ તેના અધિકારમાં હશે; લૂબીઓ તથા કૂશીઓ તેની સેવા કરશે.
44 And reports trouble him out of the east and out of the north, and he has gone forth in great fury to destroy, and to devote many to destruction;
૪૪પણ પૂર્વ તથા ઉત્તર તરફથી આવતી અફવાઓથી તે ભયભીત થઈ જશે, ઘણાઓનો નાશ કરવાને, ઘણાઓનો વિનાશ કરવાને ભારે ક્રોધમાં ચાલી આવશે.
45 and he plants the tents of his palace between the seas and the holy desirable mountain, and has come to his end, and there is no helper to him.”
૪૫સમુદ્ર તથા રળિયામણા પવિત્ર પર્વતની વચ્ચે પોતાના બાદશાહી તંબૂઓ બાંધશે. તેનો અંત આવશે અને તેને કોઈ મદદ કરશે નહિ.”

< Daniel 11 >