< 2 Chronicles 32 >
1 After these things and this truth, Sennacherib king of Asshur has come, indeed, he comes to Judah, and encamps against the cities of the bulwarks, and says to break into them himself.
૧હિઝકિયા રાજાએ આ સેવાભક્તિના કાર્યો નિષ્ઠાપૂર્વક કર્યાં. તેના થોડા સમય પછી આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદિયા પર ચઢાઈ કરી અને કિલ્લેબંદીવાળાં નગરો સામે પડાવ નાખ્યો. અને હુમલો કરીને આ નગરોને કબજે કરવાનો હુકમ આપ્યો.
2 And Hezekiah sees that Sennacherib has come, and his face [is] to the battle against Jerusalem,
૨જ્યારે હિઝકિયાએ જોયું કે સાન્હેરીબ આવ્યો છે અને તેનો ઇરાદો યરુશાલેમ ઉપર આક્રમણ કરવાનો છે,
3 and he takes counsel with his heads and his mighty ones, to stop the waters of the fountains that [are] at the outside of the city—and they help him,
૩ત્યારે જે ઝરાઓ નગરની બહાર હતા તે ઝરાઓનું પાણી બંધ કરી દેવા વિષે તેણે પોતાના આગેવાનો તથા સામર્થ્યવાન પુરુષોની સલાહ પૂછી. તેઓએ તેને માર્ગદર્શન આપ્યું.
4 and many people are gathered, and they stop all the fountains and the brook that is rushing into the midst of the land, saying, “Why do the kings of Asshur come, and have found much water?”
૪ઘણાં લોકો ભેગા થયા અને તેઓએ સર્વ ઝરાઓને તથા દેશમાં થઈને વહેતાં નાળાંને પૂરી દીધાં. તેઓએ કહ્યું, “શા માટે આશ્શૂરના રાજાઓને ઘણું પાણી મળવું જોઈએ?”
5 And he strengthens himself, and builds the whole of the wall that is broken, and causes [it] to ascend to the towers, and at the outside of the wall [builds] another, and strengthens Millo [in] the City of David, and makes darts in abundance, and shields.
૫હિઝકિયાએ ભાંગી ગયેલો કોટ હિંમત રાખીને ફરીથી બાંધ્યો; તેના પર બુરજો બાંધ્યા અને કોટની બહાર બીજો કોટ પણ બાંધ્યો. તેણે દાઉદનગરમાંના મિલ્લોને મજબૂત કર્યું અને પુષ્કળ બરછીઓ તથા ઢાલો બનાવી.
6 And he puts heads of war over the people, and gathers them to him, to the broad place of a gate of the city, and speaks to their heart, saying,
૬તેણે લશ્કરના સેનાપતિઓની નિમણૂક કરીને તેઓને નગરના દરવાજા પાસેના ચોકમાં પોતાની હજૂરમાં એકત્ર કર્યા. અને તેઓને ઉત્તેજન આપતા કહ્યું,
7 “Be strong and courageous, do not be afraid, nor be cast down from the face of the king of Asshur, and from the face of all the multitude that [is] with him, for with us [are] more than with him.
૭“તમે બળવાન તથા હિંમતવાન થાઓ. આશ્શૂરના રાજાથી તથા તેની સાથેના મોટા સૈન્યથી ગભરાશો તથા નાહિંમત થશો નહિ, કેમ કે તેની સાથેના સૈન્ય કરતાં આપણી સાથે જેઓ છે તેઓ વધારે છે.
8 With him [is] an arm of flesh, but with us [is] our God YHWH to help us and to fight our battles”; and the people are supported by the words of Hezekiah king of Judah.
૮તેની પાસે ફક્ત માણસો જ છે, પણ આપણને સહાય કરવાને તથા આપણાં યુદ્ધો લડવાને આપણી સાથે આપણા પ્રભુ ઈશ્વર છે.” પછી યહૂદિયાના રાજા હિઝકિયાના ઉત્તેજનથી લોકો ઉત્સાહિત થયા હતા.
9 After this Sennacherib king of Asshur has sent his servants to Jerusalem—and he [is] by Lachish, and all his power with him—against Hezekiah king of Judah and against all Judah who [are] in Jerusalem, saying,
૯તે પછી, આશ્શૂરના રાજા સાન્હેરીબે પોતાના ચાકરોને યરુશાલેમમાં મોકલ્યા તે તો પોતાના સર્વ બળવાન સૈન્ય સાથે લાખીશની સામે પડેલો હતો તથા યહૂદિયાના રાજા હિઝકિયાને અને યરુશાલેમમાં રહેતા યહૂદિયાના સર્વ લોકોને કહેવડાવ્યું,
10 “Thus said Sennacherib king of Asshur: On what are you trusting and abiding in the bulwark in Jerusalem?
૧૦“આશ્શૂરનો રાજા સાન્હેરીબ કહે છે કે, ‘તમે કોના ઉપર ભરોસો રાખીને યરુશાલેમની ઘેરાબંધી સહન કરી રહ્યા છો?
11 Is Hezekiah not persuading you to give you up to die by famine and by thirst, saying, Our God YHWH delivers us from the hand of the king of Asshur?
૧૧“‘ઈશ્વર અમારા પ્રભુ અમને આશ્શૂરના રાજાના હાથમાંથી બચાવશે’, એવું તમને કહીને હિઝકિયા ગેરમાર્ગે દોરી રહ્યો છે, તે તમને દુકાળ અને તરસથી રીબાઈને મૃત્યુને સોંપી રહ્યો છે.
12 Has Hezekiah himself not turned aside His high places and His altars, and speaks to Judah and to Jerusalem, saying, You bow yourselves before one altar and you make incense on it?
૧૨શું એ જ હિઝકિયાએ તેના ઉચ્ચસ્થાનો અને તેની વેદીઓ કાઢી નાખીને યહૂદાને તથા યરુશાલેમને આજ્ઞા નહોતી આપી કે તમારે એક જ વેદી આગળ આરાધના કરવી તથા તેના જ ઉપર ધૂપ બાળવો?
13 Do you not know what I have done—I and my fathers—to all peoples of the lands? Were the gods of the nations of the lands at all able to deliver their land out of my hand?
૧૩તમને ખબર નથી કે મેં અને મારા પિતૃઓએ બીજા દેશોના લોકોના શા હાલ કર્યા છે? તે દેશોના લોકોના દેવો પોતાના દેશોને મારા હાથમાંથી બચાવી શકવાને સમર્થ છે?
14 Who among all the gods of these nations whom my fathers have devoted to destruction [is] he who has been able to deliver his people out of my hand, that your God is able to deliver you out of my hand?
૧૪મારા પિતૃઓએ નાશ કરી નાખેલી પ્રજાઓના દેવોમાં એવો કોણ હતો કે જે પોતાના લોકોને મારા હાથમાંથી બચાવી શક્યો હોય? તો પછી તમારા ઈશ્વર તમને મારા હાથમાંથી બચાવવાને શી રીતે સમર્થ હોઈ શકે?
15 And now, do not let Hezekiah lift you up, nor persuade you thus, nor give credence to him, for no god of any nation and kingdom is able to deliver his people from my hand and from the hand of my fathers: also, surely your God does not deliver you from my hand!”
૧૫હવે હિઝકિયા તમને જે રીતે સમજાવે છે તે રીતે તમે છેતરાશો નહિ. તેનો વિશ્વાસ કરશો નહિ, કેમ કે કોઈ પણ પ્રજા કે રાજ્યનો દેવ પોતાના લોકોને મારાથી કે મારા પૂર્વજોથી બચાવી શક્યા નથી. તો પછી મારા હાથમાંથી તમને બચાવવાને તમારા ઈશ્વર કેટલા શક્તિમાન છે?”
16 And again his servants have spoken against YHWH God and against His servant Hezekiah,
૧૬આ મુજબ, સાન્હેરીબના માણસો ઈશ્વર પ્રભુ અને તેના સેવક હિઝકિયાની વિરુદ્ધમાં બકવાસ કર્યા.
17 and he has written letters to give reproach to YHWH, God of Israel, and to speak against Him, saying, “As the gods of the nations of the lands that have not delivered their people from my hand, so the God of Hezekiah does not deliver His people from my hand.”
૧૭સાન્હેરીબે પોતે પણ ઇઝરાયલના ઈશ્વરનું અપમાન કરતા પત્રો લખ્યા અને તેમની વિરુદ્ધ ઉદ્દગારો કર્યાં. તેણે કહ્યું કે, “જેમ બીજા દેશોની પ્રજાઓના દેવો પોતાના લોકોને મારા હાથથી બચાવી શક્યા નથી તેમ હિઝકિયાના ઈશ્વર પણ તેમની પ્રજાને મારા હાથથી નહિ બચાવી શકે.”
18 And they call with a great voice [in] Jewish against the people of Jerusalem who [are] on the wall, to frighten them and to trouble them, that they may capture the city,
૧૮યરુશાલેમના જે લોકો કોટ ઉપર ઊભેલા હતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય અને ડરી જાય કે જેથી તેઓ નગરને કબજે કરી શકે તે માટે તેઓએ તેઓને યહૂદી ભાષામાં મોટા અવાજથી ધમકી આપી.
19 and they speak against the God of Jerusalem as against the gods of the peoples of the land—work of the hands of man.
૧૯જગતના બીજા લોકોના દેવો જેવા યરુશાલેમના ઈશ્વર પણ માણસોના હાથથી બનાવેલા હોય તેમ તેઓ તેમના વિષે એલફેલ બોલતા હતા.
20 And Hezekiah the king prays, and Isaiah son of Amoz the prophet, concerning this, and they cry to the heavens,
૨૦આવી વિકટ પરિસ્થિતિમાં આ બાબતને માટે રાજા હિઝકિયાએ અને આમોસના પુત્ર યશાયા પ્રબોધકે આકાશ તરફ દ્રષ્ટિ કરીને પ્રાર્થના કરી.
21 and YHWH sends a messenger and cuts off every mighty man of valor—both leader and head—in the camp of the king of Asshur, and he turns back with shame of face to his land and enters the house of his god, and those coming out of his bowels have caused him to fall there by the sword.
૨૧યહોવાહે એક દૂતને મોકલ્યો. તેણે આશ્શૂરના રાજા સાન્હેરીબની છાવણીમાં જે યોદ્ધાઓ, સેનાપતિઓ અને અધિકારીઓ હતા તે સૌને મારી નાખ્યા. તેથી સાન્હેરીબને શરમિંદા થઈને પોતાને દેશ પાછા જવું પડ્યું. તે પોતાના દેવના મંદિરમાં ગયો. અને ત્યાં તેના પોતાના જ કોઈ એક પુત્રએ તેને તલવારથી મારી નાખ્યો.
22 And YHWH saves Hezekiah and the inhabitants of Jerusalem from the hand of Sennacherib king of Asshur and from the hand of all, and He leads them around;
૨૨આ રીતે ઈશ્વરે હિઝકિયાને તથા યરુશાલેમના રહેવાસીઓને આશ્શૂરના રાજા સાન્હેરીબના તથા બીજા બધાના હાથમાંથી બચાવી લીધા અને ચારે બાજુથી તેઓનું રક્ષણ કર્યુ.
23 and many are bringing in an offering to YHWH, to Jerusalem, and precious things to Hezekiah king of Judah, and he is lifted up before the eyes of all the nations after this.
૨૩ઘણાં લોકો યરુશાલેમમાં ઈશ્વરને માટે અર્પણો લાવ્યા તથા યહૂદાના રાજા હિઝકિયાને પણ ઉત્તમ વસ્તુઓ ભેટમાં આપી. તેથી આ સમયથી તે સર્વ પ્રજાઓમાં પ્રિય અને આદરપાત્ર થયો.
24 In those days Hezekiah has been sick even to death, and he prays to YHWH, and He speaks to him and has appointed a wonder for him;
૨૪પછીના થોડા દિવસો બાદ હિઝકિયા મરણતોલ બીમારીનો ભોગ થયો. તેણે ઈશ્વરને પ્રાર્થના કરી; તેના જવાબમાં ઈશ્વરે તેની સાથે વાત કરી અને તે તેને સાજો કરશે તેવું દર્શાવવા માટે તેને એક ચિહ્ન આપવામાં આવ્યું.
25 and Hezekiah has not returned according to the deed [done] to him, for his heart has been lofty, and there is wrath on him and on Judah and Jerusalem;
૨૫પણ હિઝકિયાને ઈશ્વર તરફથી જે સહાય મળી હતી તેનો બદલો તેણે યોગ્ય રીતે વાળ્યો નહિ. તે પોતાના હૃદયમાં ગર્વિષ્ઠ થયો. તેથી તેના પર, તેમ જ યહૂદા તથા યરુશાલેમ પર ઈશ્વરનો કોપ ઊતરી આવ્યો.
26 and Hezekiah is humbled for the loftiness of his heart, he and the inhabitants of Jerusalem, and the wrath of YHWH has not come on them in the days of Hezekiah.
૨૬આવું થવાથી હિઝકિયા પોતાનો ગર્વ છોડીને છેક દીન થઈ ગયો. યહૂદિયા અને યરુશાલેમના રહેવાસીઓ પણ રાજાની માફક નમ્ર થયા. તેથી હિઝકિયાના જીવનકાળ દરમિયાન ઈશ્વરનો રોષ ફરી તેમના પર ઊતર્યો નહિ.
27 And Hezekiah has very much riches and honor, and he has made treasures for himself of silver, and of gold, and of precious stone, and of spices, and of shields, and of all [kinds] of desirable vessels,
૨૭હિઝકિયા પુષ્કળ સંપત્તિ અને કીર્તિ પામ્યો. તેણે સોનું, ચાંદી, રત્નો, સુગંધીઓ, ઢાલ અને બીજી કિંમતી ઘરેણાંઓ રાખવા ભંડારો બનાવ્યા.
28 and storehouses for the increase of grain, and new wine, and oil, and stalls for all kinds of livestock, and herds for stalls;
૨૮તેમ જ અનાજની ફસલ, દ્રાક્ષારસ અને તેલ માટે કોઠારો, બધી જાતનાં જાનવરો માટે તબેલા તથા ઘેટાં માટે વાડા બંધાવ્યા.
29 and he has made cities for himself, and possessions of flocks and herds in abundance, for God has given very much substance to him.
૨૯વળી આ ઉપરાંત તેણે પોતે નગરો વસાવ્યાં અને પુષ્કળ પ્રમાણમાં ઘેટાંબકરાં તથા અન્ય જાનવરોની સંપત્તિ પ્રાપ્ત કરી. ઈશ્વરે તેને પુષ્કળ સંપત્તિ આપી હતી.
30 And Hezekiah himself has stopped the upper source of the waters of Gihon, and directs them beneath to the west of the City of David, and Hezekiah prospers in all his work;
૩૦હિઝકિયાએ ગિહોનના ઉપલાણે વહેતા ઝરણાંને બંધ કર્યા અને તેનાં પાણીને તે દાઉદનગરની પશ્ચિમે વાળી લાવ્યો. હિઝકિયા તેના દરેક કાર્યમાં સફળ થયો.
31 and so with the ambassadors of the heads of Babylon, those sending to him to inquire of the wonder that has been in the land, God has left him to try him, to know all in his heart.
૩૧બાબિલના સત્તાધારીઓએ દેશમાં બનેલા ચમત્કાર વિષે તેને પૂછવા એલચીઓ મોકલ્યા હતા. તેની પરીક્ષા થાય અને તેના હૃદયમાં જે હોય તે સર્વ જાણવામાં આવે માટે ઈશ્વરે તેને સ્વતંત્રતા બક્ષી હતી.
32 And the rest of the matters of Hezekiah and his kind acts, behold, they are written in the vision of Isaiah son of Amoz the prophet, on the scroll of the kings of Judah and Israel.
૩૨હિઝકિયાની અન્ય બાબતો અને તેણે જે સારાં કાર્યો કર્યાં હતાં તે વિષેની નોંધ આમોસના પુત્ર યશાયા પ્રબોધકના પુસ્તકમાં તથા યહૂદિયાના અને ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલી છે.
33 And Hezekiah lies with his fathers, and they bury him in the highest of the graves of the sons of David, and all Judah and the inhabitants of Jerusalem have done honor to him at his death, and his son Manasseh reigns in his stead.
૩૩હિઝકિયા તેના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતૃઓ સાથે દાઉદના વંશજોના કબ્રસ્તાનમાં ઉપરના ભાગમાં દફનાવવામાં આવ્યો. તે મૃત્યુ પામ્યો ત્યારે યહૂદિયાના બધા લોકોએ અને યરુશાલેમના બધા રહેવાસીઓએ તેને અંતિમ આદર આપ્યો. તેના પછી તેનો પુત્ર મનાશ્શા રાજા બન્યો.