< Leviticus 8 >

1 And the Lord spoke unto Moses, saying,
યહોવાહે મૂસાને કહ્યું હતું,
2 Take Aaron and his sons with him, and the garments, and the anointing oil, and the bullock for the sin-offering, and the two rams, and the basket of unleavened bread;
“હારુન તથા તેની સાથે તેના પુત્રો વસ્ત્રો, અભિષેકનું તેલ, પાપાર્થાર્પણનો બળદ, બે ઘેટા તથા બેખમીર રોટલીઓની ટોપલી લે.
3 And all the congregation shalt thou assemble together unto the door of the tabernacle of the congregation.
મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આખી સભાને ભેગી કરે.”
4 And Moses did as the Lord had commanded him; and the assembly came together unto the door of the tabernacle of the congregation.
તેથી મૂસાએ યહોવાહના કહેવા પ્રમાણે કર્યું, સમગ્ર સભા મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ભેગી થઈ.
5 And Moses said unto the congregation, This is the thing which the Lord hath commanded to do.
પછી મૂસાએ તે સભાને જણાવ્યું કે, “યહોવાહે જે ક્રિયા કરવાની આજ્ઞા આપી હતી તે આ છે.”
6 And Moses brought near Aaron and his sons, and washed them with water.
મૂસાએ હારુન તથા તેના પુત્રોને લાવીને પાણીથી સ્નાન કરાવ્યું.
7 And he put upon him the coat, and girded him with the girdle, and clothed him with the robe, and put upon him the ephod, and he girded him with the belt of the ephod, and bound it unto him therewith.
તેણે હારુનને ઉપવસ્ત્રો પહેરાવ્યાં અને તેની કમરે કમરબંધ બાંધીને જામો પહેરાવ્યો અને તેને એફોદ પહેરાવીને તેણે એફોદનો કારીગરીથી વણેલો પટકો તેની કમરે બાંધ્યો અને એ વડે તેણે તેના શરીર સાથે તે બાંધ્યો.
8 And he put on him the breastplate; and he put in the breastplate the Urim and the Thummim.
તેણે તેને ઉરપત્રક પહેરાવીને ઉરપત્રકમાં તેણે ઉરીમ તથા તુમ્મીમ જોડી દીધા.
9 And he put the mitre upon his head; and he placed upon the mitre, toward the front thereof, the golden plate, the holy crown; as the Lord had commanded Moses.
જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ, તેણે તેને માથે પાઘડી પહેરાવી અને પાઘડીના આગળના ભાગમાં તેણે સોનાનું પતરું એટલે પવિત્ર મુગટ લગાવ્યો.
10 And Moses took the anointing oil, and anointed the tabernacle and all that was therein, and sanctified them.
૧૦મૂસાએ અભિષેકનું તેલ લઈને મુલાકાતમંડપ ઉપર અને તેમાંની બધી જ વસ્તુઓ પર છાંટીને તે સર્વને પવિત્ર કર્યા.
11 And he sprinkled thereof upon the altar seven times; and he anointed the altar and all its vessels, also the laver and its foot, to sanctify them.
૧૧તેણે વેદી પર સાત વખત તેલ છાંટીને વેદીને તથા તેના સર્વ વાસણોને, હોજને તથા તેના તળિયાને પવિત્ર કરવા સારુ તેઓનો અભિષેક કર્યો.
12 And he poured of the anointing oil upon Aaron's head, and he anointed him, to sanctify him.
૧૨તેણે હારુનના માથા પર અભિષેકનું તેલ રેડ્યું અને તેને પવિત્ર કરવા સારુ તેનો અભિષેક કર્યો.
13 And Moses brought near the sons of Aaron, and clothed them with coats, and girded them with girdles, and bound the bonnets on them; as the Lord had commanded Moses.
૧૩જેમ યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તેમ, તેણે હારુનના પુત્રોને ઝભ્ભાઓ પહેરાવ્યાં અને તેની કમરે કમરબંધ બાંધ્યા અને માથે પાઘડી બાંધી.
14 And he brought near the bullock of the sin-offering: and Aaron and his sons laid their hands upon the head of the bullock of the sin-offering.
૧૪મૂસા પાપાથાર્પણને માટે બળદને આગળ લાવ્યો અને હારુને તથા તેના પુત્રોએ પાપાર્થાર્પણના બળદના માથા પર તેઓના હાથ મૂક્યા.
15 And some one slew him; and Moses took the blood, and put it upon the horns of the altar round about with his finger, and purified the altar, and the [remaining] blood he poured out at the bottom of the altar, and sanctified it, to make henceforth atonement upon it.
૧૫તેણે તે કાપ્યો અને મૂસાએ રક્ત લઈને પોતાની આંગળીથી વેદીનાં શિંગની આસપાસ તે ચોપડ્યું અને વેદીને શુદ્ધ કરીને બાકીનું રક્ત વેદીના પાયામાં તેને માટે રેડી દીધું અને ઈશ્વરને માટે તેને અલગ કરીને પવિત્ર કરી.
16 And he took all the fat that was upon the inwards, and the midriff of the liver, and the two kidneys, and their fat, and Moses burnt them upon the altar.
૧૬તેણે આંતરડાં પરની બધી જ ચરબી, કલેજા પરની ચરબી અને બન્ને મૂત્રપિંડો તથા તે પરની ચરબી લીધી અને મૂસાએ વેદી પર તેનું દહન કર્યુ.
17 But the bullock, and his hide, and his flesh, and his dung, he burnt with fire without the camp; as the Lord had commanded Moses.
૧૭પણ જેમ યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તેમ, તેણે બળદનું ચામડું, તેનું માંસ અને છાણ છાવણી બહાર અગ્નિમાં બાળી નાખ્યાં.
18 And he brought near the ram of the burnt-offering; and Aaron and his sons laid their hands upon the head of the ram.
૧૮મૂસાએ દહનીયાર્પણનો ઘેટો રજૂ કર્યો અને હારુને તથા તેના પુત્રોએ તે ઘેટાના માથા પર પોતાના હાથ મૂક્યા.
19 And some one killed him; and Moses sprinkled the blood upon the altar round about.
૧૯મૂસાએ તેને મારી નાખીને તેનું રક્ત વેદીની આસપાસ છાંટ્યું.
20 And the ram he cut into the proper pieces; and Moses burnt the head, and the pieces, and the fat.
૨૦મૂસાએ તે ઘેટાંને કાપીને તેના ટુકડા કર્યા અને તેનું માથું, ચરબી તથા બધા ટુકડાનું દહન કર્યું.
21 And he washed the inwards and the legs in water; and Moses burnt the whole ram upon the altar: it was a burnt-sacrifice for a sweet savor, an offering made by fire unto the Lord; as the Lord had commanded Moses.
૨૧તેણે આંતરડાં તથા પગ પાણીથી ધોયા અને વેદી પર આખા ઘેટાંનું દહન કર્યું. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબનું એ દહનીયાર્પણ હતું. તે યહોવાહને સારુ હોમયજ્ઞ હતું.
22 And he brought near the other ram, the ram of consecration; and Aaron and his sons laid their hands upon the head of the ram.
૨૨પછી મૂસાએ બીજા ઘેટાંને, એટલે કે પ્રતિષ્ઠાના ઘેટાંને રજૂ કર્યો અને હારુન તથા તેના પુત્રોએ તે ઘેટાના માથા પર હાથ મૂક્યા.
23 And some one slew him; and Moses took some of his blood, and put it upon the tip of Aaron's right ear, and upon the thumb of his right hand, and upon the great toe of his right foot.
૨૩હારુને તે કાપ્યો અને મૂસાએ તેનું થોડું રક્ત લઈને હારુનના જમણા કાનની ટીશી પર, તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર તે લગાડ્યું.
24 And he brought near Aaron's sons, and Moses put some of the blood upon the tip of their right ear, and upon the thumb of their right hand, and upon the great toe of their right foot; and Moses sprinkled the blood upon the altar round about.
૨૪તે હારુનના પુત્રોને લાવીને તેમના જમણા કાનની ટીશી પર, તેમના જમણા હાથના અંગૂઠા પર તથા તેમના જમણા પગના અંગૂઠા પર થોડું રક્ત લગાડ્યું. પછી મૂસાએ વેદીની ચારે બાજુએ રક્ત છાંટ્યું.
25 And he took the fat, and the rump, and all the fat that was upon the inwards, and the midriff of the liver, and the two kidneys, and their fat, and the right shoulder;
૨૫તેણે ચરબી, જાડી પૂંછડી, આંતરડાં પરની સઘળી ચરબી, કલેજા પરની ચરબી, બન્ને મૂત્રપિંડો અને તેની ચરબી તેમ જ જમણી જાંઘ લીધી.
26 And out of the basket of unleavened bread, that was before the Lord, he took one unleavened cake, and one cake of oiled bread, and one wafer, and he put them on the fat, and upon the right shoulder;
૨૬જે બેખમીર રોટલીની ટોપલી યહોવાહની સમક્ષ હતી, તેમાંથી તેણે એક બેખમીરી ટુકડો તથા તેલમાં મોહેલી એક નાની રોટલી તથા એક ખાખરો લઈને તેઓને ચરબી ઉપર તથા જમણી જાંઘ ઉપર મૂક્યાં.
27 And he placed the whole upon the hands of Aaron, and upon the hands of his sons, and made with them a waving before the Lord.
૨૭તેણે આ બધું હારુન તથા તેના પુત્રોના હાથમાં મૂકીને યહોવાહ સમક્ષ અર્પણો કર્યા.
28 And Moses then took these things from off their hands, and burnt them on the altar upon the burnt-offering: they were a consecration-offering for a sweet savor, a fire-offering were they unto the Lord.
૨૮પછી મૂસાએ તે બધું તેમના હાથમાંથી પાછું લઈને દહનીયાર્પણને માટે વેદી પર તેઓનું દહન કર્યું. તેઓ સુવાસને અર્થે પ્રતિષ્ઠાને માટે હતા. તે યહોવાહને માટે એક અર્પણની ભેટ હતી.
29 And Moses took the breast, and made therewith a waving before the Lord; from the ram of consecration was it given to Moses as his portion; as the Lord had commanded Moses.
૨૯મૂસાએ પશુની છાતી લઈને યહોવાહની સમક્ષ તેનું અર્પણ કર્યું. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ, એ તો યાજકના સંકલનના ઘેટામાંથી મૂસાનો હિસ્સો હતો.
30 And Moses took some of the anointing oil, and of the blood which was upon the altar, and sprinkled the same upon Aaron, and upon his garments, and upon his sons, and his sons with sanctified upon the garments of him; and he Aaron, his garments, and his sons, and the garments of his sons with him.
૩૦મૂસાએ થોડું અભિષેકનું તેલ અને થોડું વેદી પરનું રક્ત લઈને હારુન તથા તેનાં વસ્ત્રો પર, તેના પુત્રો પર તથા તેની સાથે તેના પુત્રોનાં વસ્ત્રો પર છાંટ્યું. આ રીતે તેણે હારુનને તથા તેના વસ્ત્રોને અને તેના પુત્રોને તથા તેઓના વસ્ત્રોને પવિત્ર કર્યાં.
31 And Moses said unto Aaron and to his sons, Boil ye the flesh at the door of the tabernacle of the congregation; and there shall ye eat it with the bread that is in the basket of the consecration; as I have commanded, saying, Aaron and his sons shall eat it.
૩૧તેથી મૂસાએ હારુનને તથા તેના પુત્રોને કહ્યું, “મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તે માંસ બાફો અને જેમ મેં આજ્ઞા કરીને કહ્યું, ‘હારુન તથા તેના પુત્રો તે ખાય,’ તે પ્રમાણે તમે પ્રતિષ્ઠાની ટોપલીમાં જે રોટલી છે તેની સાથે તે ત્યાં ખાઓ.
32 And that which is left of the flesh and of the bread shall ye burn with fire.
૩૨તે માંસ તથા રોટલીમાંથી જે બાકી રહે તે અગ્નિમાં બાળી નાખજો.
33 And from the door of the tabernacle of the congregation shall ye not go forth seven days, until the days of your consecration be at an end; for seven days shall your consecration last.
૩૩સાત દિવસ સુધી એટલે તમારી પ્રતિષ્ઠાના દિવસો પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે મુલાકાતમંડપનું પ્રવેશદ્વાર છોડી બહાર જવું નહિ. કેમ કે સાત દિવસ સુધી યહોવાહ તમારી પ્રતિષ્ઠા કરશે.
34 As they have done this day, so hath the Lord commanded to do farther, to make an atonement for you.
૩૪તમારે માટે પ્રાયશ્ચિત કરવા માટે, જેમ આજે કરવામાં આવ્યું છે તેમ કરવાની યહોવાહે આજ્ઞા કરી છે.
35 And at the door of the tabernacle of the congregation shall ye abide day and night seven days, and keep the charge of the Lord, that ye die not; for so have I been commanded.
૩૫તમારે સાત દિવસ સુધી રાતદિવસ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાહની આજ્ઞા પાળવી, જેથી તમે માર્યા ન જાઓ, કેમ કે મને એવી આજ્ઞા મળેલી છે.”
36 And Aaron and his sons did all the things which the Lord had commanded by the hand of Moses.
૩૬તેથી હારુન તથા તેના પુત્રોએ યહોવાહે મૂસાને આપેલી આજ્ઞાઓ મુજબ બધું જ કર્યું.

< Leviticus 8 >