< Psalms 3 >
1 Lord, how are they increased that trouble me! many are they that rise up against me.
૧પોતાના દીકરા આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત. હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે! મારી સામે હુમલો કરનારા ઘણા છે.
2 Many there be which say of my soul, There is no help for him in God. (Selah)
૨ઘણા મારા વિષે કહે છે, “ઈશ્વર તરફથી તેને કોઈ મદદ મળશે નહિ.” (સેલાહ)
3 But you, O LORD, are a shield for me; my glory, and the lifter up of mine head.
૩પણ હે યહોવાહ તમે મારી આસપાસ ઢાલરૂપ છો, તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો.
4 I cried unto the LORD with my voice, and he heard me out of his holy hill. (Selah)
૪હું મારી વાણીથી યહોવાહને વિનંતી કરું છું અને તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. (સેલાહ)
5 I laid me down and slept; I awaked; for the LORD sustained me.
૫હું સૂઈને ઊંઘી ગયો; હું જાગ્યો, કેમ કે યહોવાહ મારું રક્ષણ કરે છે.
6 I will not be afraid of ten thousands of people, that have set themselves against me round about.
૬જે હજારો લોકોએ મને ઘેરી લીધો છે તેઓથી હું બીશ નહિ.
7 Arise, O LORD; save me, O my God: for you have smitten all mine enemies upon the cheek bone; you have broken the teeth of the ungodly.
૭હે યહોવાહ, ઊઠો! મારા ઈશ્વર, મારો બચાવ કરો! કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે; તમે દુષ્ટોના દાંત ભાંગી નાખ્યા છે.
8 Salvation belongs unto the LORD: your blessing is upon your people. (Selah)
૮વિજય યહોવાહ પાસેથી મળે છે. તમારા લોકો પર તમારો આશીર્વાદ આવો. (સેલાહ)