< Ezekiel 21 >
1 Then the word of the LORD came unto me, saying:
૧યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
2 'Son of man, set thy face toward Jerusalem, and preach toward the sanctuaries, and prophesy against the land of Israel;
૨“હે મનુષ્યપુત્ર, તારું મુખ યરુશાલેમ તરફ ફેરવ, પવિત્રસ્થાન સામે બોલ; ઇઝરાયલ દેશ વિરુદ્ધ ભવિષ્યવાણી કર.
3 and say to the land of Israel: Thus saith the LORD: Behold, I am against thee, and will draw forth My sword out of its sheath, and will cut off from thee the righteous and the wicked.
૩ઇઝરાયલ દેશને કહે, યહોવાહ આમ કહે છે: જુઓ, હું તારી વિરુદ્ધ છું. હું મારી તલવાર મ્યાનમાંથી ખેંચીને તમારામાંથી ન્યાયી માણસોનો તથા દુષ્ટોનો સંહાર કરીશ.
4 Seeing then that I will cut off from thee the righteous and the wicked, therefore shall My sword go forth out of its sheath against all flesh from the south to the north;
૪તમારામાંથી ન્યાયી માણસોનો તથા દુષ્ટોનો સંહાર કરવા માટે મારી તલવાર મ્યાનમાંથી બહાર નીકળીને દક્ષિણથી તે ઉત્તર સુધી સર્વ માણસો ઉપર ધસી આવશે.
5 and all flesh shall know that I the LORD have drawn forth My sword out of its sheath; it shall not return any more.
૫ત્યારે સર્વ માણસો જાણશે કે મેં યહોવાહે મ્યાનમાંથી મારી તલવાર ખેંચી છે. તે કદી પાછી જશે નહિ!’”
6 Sigh therefore, thou son of man; with the breaking of thy loins and with bitterness shalt thou sigh before their eyes.
૬હે મનુષ્યપુત્ર, નિસાસા નાખ તારી કમર ભાંગવાથી તથા દુ: ખથી તેઓનાં દેખતાં નિસાસા નાખ.
7 And it shall be, when they say unto thee: Wherefore sighest thou? that thou shalt say: Because of the tidings, for it cometh; and every heart shall melt, and all hands shall be slack, and every spirit shall be faint, and all knees shall drip with water; behold, it cometh, and it shall be done, saith the Lord GOD.'
૭જ્યારે તેઓ તને પૂછે કે, ‘તું શા માટે નિસાસા નાખે છે?’ ત્યારે તારે કહેવું, ‘જે આવે છે તેના સમાચારને લીધે એમ થશે કે, ત્યારે દરેક હૃદય ભાંગી પડશે અને સર્વ હાથ કમજોર થઈ જશે. દરેક નિર્બળ થઈ જશે, દરેક ઘૂંટણ પાણી જેવાં ઢીલાં થઈ જશે. જુઓ! પ્રભુ યહોવાહ આમ કહે છે, તે આવે છે અને તે પ્રમાણે કરવામાં આવશે.”
8 And the word of the LORD came unto me, saying:
૮ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
9 'Son of man, prophesy, and say: Thus saith the LORD: Say: A sword, a sword, it is sharpened, and also furbished:
૯હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કરીને કહે, પ્રભુ આમ કહે છે, હે તલવાર, હે તલવાર, હા, તને ધારદાર તથા ચમકતી બનાવવામાં આવી છે.
10 It is sharpened that it may make a sore slaughter, it is furbished that it may glitter — or shall we make mirth? — against the rod of My son, contemning every tree.
૧૦મોટો સંહાર કરવા માટે તને ધારદાર બનાવેલી છે. વીજળીની જેમ ચમકારા મારવા માટે તેને ધારદાર બનાવી છે. મારા દીકરાના રાજદંડમાં શું આપણે આનંદ મનાવીશું? આવનાર તલવાર દરેક રાજદંડને તુચ્છકારે છે.
11 And it is given to be furbished, that it may be handled; the sword, it is sharpened, yea, it is furbished, to give it into the hand of the slayer.
૧૧તેનો ઉપયોગ કરવા માટે તલવાર ચકચકતી બનાવી છે. સંહારકના હાથમાં સોંપવા માટે તેને ધારદાર તથા ચકચકતી બનાવી છે.
12 Cry and wail, son of man; for it is upon My people, it is upon all the princes of Israel; they are thrust down to the sword with My people; smite therefore upon thy thigh.
૧૨હે મનુષ્યપુત્ર, પોક મૂક તથા વિલાપ કર, કેમ કે તલવાર મારા લોકો પર આવી પડી છે. તે ઇઝરાયલના સર્વ આગેવાનો પર આવી પડી છે જેઓને તલવારને સ્વાધીન કરવામાં આવ્યા છે તેઓ મારા લોકો છે, તેથી દુઃખમાં તારી જાંઘો પર થબડાકો માર.
13 For there is a trial; and what if it contemn even the rod? It shall be no more, saith the Lord GOD.
૧૩કેમ કે આ તો કસોટી છે, પ્રભુ યહોવાહ કહે છે રાજદંડનો અંત આવશે તો શું?’
14 Thou therefore, son of man, prophesy, and smite thy hands together; and let the sword be doubled the third time, the sword of those to be slain; it is the sword of the great one that is to be slain, which compasseth them about.
૧૪હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કરીને તારા હાથથી તાળીઓ પાડ, પ્રાણઘાતક ઘા કરનારી તલવારને ત્રણ ઘણી તેજ કર. એ તો કતલ કરનારી તલવાર છે, ચારેબાજુ ઘા કરનાર તલવારથી ઘણાંઓની કતલ થાય છે.
15 I have set the point of the sword against all their gates, that their heart may melt, and their stumblings be multiplied; ah! it is made glittering, it is sharpened for slaughter.
૧૫તેઓનાં હૃદય પીગળાવવા તથા તેઓનાં લથડિયાં વધી જાય માટે, મેં તેઓના દરવાજા સામે તલવાર મૂકી છે. અને, તેને વીજળી જેવી કરે છે અને સંહાર કરવાને સજ્જ છે.
16 Go thee one way to the right, or direct thyself to the left; whither is thy face set?
૧૬હે તલવાર, તું તારી ડાબી બાજુ તથા તારી જમણી બાજુ સંહાર કર. જે બાજુ તારું મુખ રાખેલું હોય તે બાજુ જા.
17 I will also smite My hands together, and I will satisfy My fury; I the LORD have spoken it.'
૧૭હું પણ મારા હાથથી તાળી પાડીશ અને મારા ક્રોધને શાંત પાડીશ, હું યહોવાહ આ બોલ્યો છું.”
18 And the word of the LORD came unto me, saying:
૧૮ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
19 'Now, thou son of man, make thee two ways, that the sword of the king of Babylon may come; they twain shall come forth out of one land; and mark a signpost, mark it clear at the head of the way to the city.
૧૯“હવે, હે મનુષ્યપુત્ર, બાબિલના રાજાની તલવાર આવવાને બે માર્ગ ઠરાવ. તે બન્ને એક જ દેશમાંથી નીકળે, માર્ગના મુખ્ય નગરમાં જવાના માર્ગમાં નિશાન મૂક.
20 Thou shalt make a way, that the sword may come to Rabbah of the children of Ammon, and to Judah in Jerusalem the fortified.
૨૦આમ્મોનીઓના નગર રાબ્બાહમાં બાબિલીઓના સૈન્યને આવવાનો એક માર્ગ બનાવ. બીજો માર્ગ યહૂદિયામાં એટલે કોટવાળા યરુશાલેમમાં આવવાનો માર્ગ બનાવ.
21 For the king of Babylon standeth at the parting of the way, at the head of the two ways, to use divination; he shaketh the arrows to and fro, he inquireth of the teraphim, he looketh in the liver.
૨૧કેમ કે બાબિલનો રાજા જ્યાં રસ્તો ફંટાય છે ત્યાં બે માર્ગના મથક આગળ શકુન જાણવા ઊભો છે. તે આમતેમ તીર હલાવે છે અને મૂર્તિઓની સલાહ લે છે. તે ઘરમૂર્તિઓનું અવલોકન કરે છે.
22 In his right hand is the lot Jerusalem, to set battering rams, to open the mouth for the slaughter, to lift up the voice with shouting, to set battering rams against the gates, to cast up mounds, to build forts.
૨૨તેના જમણા હાથમાં યરુશાલેમ સંબંધી શકુન આવ્યા હતા, ત્યાં કિલ્લો તોડવાનાં યંત્રો ગોઠવવા, હત્યાનો હુકમ કરવા મુખ ઉઘાડવાં. મોટે ઘાંટે હોકારો પાડવા, દરવાજા તોડવાના યંત્રો ગોઠવવા, મોરચા ઉઠાવવા, કિલ્લાઓ બાંધવા!
23 And it shall be unto them as a false divination in their sight, who have weeks upon weeks! but it bringeth iniquity to remembrance, that they may be taken.
૨૩બાબિલીઓએ યરુશાલેમના સંબંધી સમ ખાધા છે તે તેમની નજરમાં વ્યર્થ શકુન જેવા લાગશે, પણ રાજા તેઓને સપડાવવા સારુ તેઓનો અન્યાય સ્મરણમાં લાવશે.
24 Therefore thus saith the Lord GOD: Because ye have made your iniquity to be remembered, in that your transgressions are uncovered, so that your sins do appear in all your doings; because that ye are come to remembrance, ye shall be taken with the hand.
૨૪તેથી પ્રભુ યહોવાહ કહે છે કે, કેમ કે તમે તમારાં પાપ મારા સ્મરણમાં લાવ્યા છો, તમારા ઉલ્લંઘનો પ્રગટ કરવામાં આવ્યા છે. તારા એકેએક કાર્યમાં તારા પાપ પ્રગટ થાય છે. તમે યાદ આવ્યા છો, તે માટે તમે તમારા દુશ્મનોના હાથથી પકડાશો.
25 And thou, O wicked one, that art to be slain, the prince of Israel, whose day is come, in the time of the iniquity of the end;
૨૫હે ઇઝરાયલના અપવિત્ર અને દુષ્ટ સરદાર, તારી શિક્ષાનો અંતિમ દિવસ આવી પહોંચ્યો છે, અન્યાય કરવાના સમયનો અંત આવ્યો છે.
26 thus saith the Lord GOD: The mitre shall be removed, and the crown taken off; this shall be no more the same: that which is low shall be exalted, and that which is high abased.
૨૬પ્રભુ યહોવાહ કહે છે: તારી પાઘડી કાઢી નાખ અને મુગટ ઉતાર. હવે અગાઉના જેવી સ્થિતિ રહેવાની નથી. જે નીચે છે તે ઊંચે જશે અને જે ઊંચે છે તેને નીચે પાડવામાં આવશે.
27 A ruin, a ruin, a ruin, will I make it; this also shall be no more, until he come whose right it is, and I will give it him.
૨૭હું બધાનો વિનાશ કરીશ. વિનાશ, વિનાશ, પણ આ નગરીને સજા કરવા માટે જે માણસ નક્કી થયો છે તે આવે નહિ ત્યાં સુધી આ બનવાનું નથી. હું તે સર્વ તેને આપીશ.”
28 And thou, son of man, prophesy, and say: Thus saith the Lord GOD concerning the children of Ammon, and concerning their taunt; and say thou: O sword, O sword keen-edged, furbished for the slaughter, to the uttermost, because of the glitterings;
૨૮હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કરીને કહે કે, આમ્મોનીઓ વિષે તથા તેઓએ મારેલાં મહેણા વિષે પ્રભુ યહોવાહ આમ કહે છે, તલવાર, તલવાર ઘાત કરવાને તાણેલી છે, તે કતલ કરીને નાશ કરે માટે તેને ધારદાર બનાવી છે, જેથી તે વીજળીની જેમ ચમકે છે.
29 While they see falsehood unto thee, while they divine lies unto thee, to lay thee upon the necks of the wicked that are to be slain, whose day is come, in the time of the iniquity of the end!
૨૯જે દુષ્ટોને પ્રાણઘાતક ઘા વાગેલા છે, જેઓની શિક્ષાનો સમય તથા અન્યાયનો સમય પાસે આવી પહોંચ્યો છે તેઓની ગરદન પર નાખવાને તેઓ વ્યર્થ સંદર્શનો કહે છે તથા જૂઠા શકુન જુએ છે.
30 Cause it to return into its sheath! — In the place where thou wast created, in the land of thine origin, will I judge thee.
૩૦પછી તલવારને મ્યાનમાં મૂક. તારી ઉત્પત્તિની જગાએ, જન્મભૂમિમાં, હું તારો ન્યાય કરીશ.
31 And I will pour out My indignation upon thee, I will blow upon thee with the fire of My wrath; and I will deliver thee into the hand of brutish men, skilful to destroy.
૩૧હું મારો કોપ તારા પર રેડીશ, મારો કોપરૂપી અગ્નિ હું તમારા પર ફૂંકીશ. સંહાર કરવામાં કુશળ તથા પશુવત માણસોના હાથમાં હું તને સોંપી દઈશ.
32 Thou shalt be for fuel to the fire; thy blood shall be in the midst of the land, thou shalt be no more remembered; for I the LORD have spoken it.'
૩૨તું અગ્નિમાં બળવાનું બળતણ થશે. તારું લોહી તારા દેશમાં રેડાશે. તને યાદ કરવામાં આવશે નહિ, કેમ કે હું યહોવાહ આ બોલ્યો છું!”