< 2 Samuel 3 >
1 Now there was long war between the house of Saul and the house of David; and David waxed stronger and stronger, but the house of Saul waxed weaker and weaker.
૧હવે શાઉલના લોકો તથા દાઉદના લોકોની વચ્ચે લાંબા સમય સુધી વિગ્રહ ચાલ્યો. દાઉદ વધારે બળવાન થતો ગયો, પણ શાઉલ અને તેના લોક નબળા થયા.
2 And unto David were sons born in Hebron; and his first-born was Amnon, of Ahinoam the Jezreelitess;
૨હેબ્રોનમાં દાઉદના છ પુત્રોના જન્મ થયા હતા. તેનો પ્રથમજનિત પુત્ર આમ્નોન હતો, જેને અહિનોઆમ યિઝ્રએલીએ જન્મ આપ્યો હતો.
3 and his second, Chileab, of Abigail the wife of Nabal the Carmelite; and the third, Absalom the son of Maacah the daughter of Talmai king of Geshur;
૩તેનો બીજો દીકરો કિલાબ, તે નાબાલ કાર્મેલની વિધવા અબિગાઈલથી જન્મ્યો હતો. ત્રીજો આબ્શાલોમ, ગશૂરના રાજા તાલ્માયની દીકરી માકાનો દીકરો હતો.
4 and the fourth, Adonijah the son of Haggith; and the fifth, Shephatiah the son of Abital;
૪ચોથો દીકરો, તે હાગ્ગીથનો દીકરો અદોનિયા હતો. પાંચમા દીકરા શફાટયાને અબીટાલે જન્મ આપ્યો હતો,
5 and the sixth, Ithream, of Eglah David's wife. These were born to David in Hebron.
૫છઠો યિથ્રામ, દાઉદની પત્ની એગ્લાનો દીકરો હતો. આ હેબ્રોનમાં દાઉદને જન્મેલા પુત્રો છે.
6 And it came to pass, while there was war between the house of Saul and the house of David, that Abner showed himself strong in the house of Saul.
૬દાઉદના લોક અને શાઉલના લોક વચ્ચે વિગ્રહ ચાલતો હતો તે દરમિયાન આબ્નેર શાઉલના પક્ષ માટે મજબૂત બન્યો.
7 Now Saul had a concubine, whose name was Rizpah, the daughter of Aiah; and Ish-bosheth said to Abner: 'Wherefore hast thou gone in unto my father's concubine?'
૭શાઉલની ઉપપત્નીનું નામ રિસ્પા હતું, તે એયાહની દીકરી હતી. ઈશ-બોશેથે આબ્નેરને કહ્યું, “તું મારા પિતાની ઉપપત્ની સાથે કેમ સૂઈ ગયો હતો?”
8 Then was Abner very wroth for the words of Ish-bosheth, and said: 'Am I a dog's head that belongeth to Judah? This day do I show kindness unto the house of Saul thy father, to his brethren, and to his friends, and have not delivered thee into the hand of David, and yet thou chargest me this day with a fault concerning this woman.
૮આબ્નેર ઈશ-બોશેથના શબ્દોથી ખૂબ ગુસ્સે થયો અને કહ્યું, “શું હું યહૂદાના કૂતરાનું માથું છું? મેં આજે તારા પિતા શાઉલના લોક પર, તેના ભાઈઓ પર, તથા તેના મિત્રો પર સહાનુભૂતિ દર્શાવીને તને દાઉદના હાથમાં સોંપી દીધો નથી. તેમ છતાં આજે આ સ્ત્રી વિષે તું મારા ઉપર આરોપ મૂકે છે?
9 God do so to Abner, and more also, if, as the LORD hath sworn to David, I do not even so to him;
૯જેમ ઈશ્વરે દાઉદ આગળ સમ ખાધા છે તેમ હું જો દાઉદને ન કરું, તો ઈશ્વર આબ્નેર પર તેના કરતાં વધારે વિપત્તિ લાવો!
10 to transfer the kingdom from the house of Saul, and to set up the throne of David over Israel and over Judah, from Dan even to Beer-sheba.'
૧૦એટલે કે શાઉલના હાથમાંથી રાજય છીનવીને દાઉદનું રાજયાસન ઇઝરાયલ અને યહૂદિયા પર દાનથી તે બેરશેબા સુધી હું સ્થાપું.”
11 And he could not answer Abner another word, because he feared him.
૧૧પછી ઇશ-બોશેથ આબ્નેરને જવાબમાં કશું કહી શક્યો નહિ, કેમ કે તે તેનાથી ડરતો હતો.
12 And Abner sent messengers to David straightway, saying: 'Whose is the land?' saying also: 'Make thy league with me, and, behold, my hand shall be with thee, to bring over all Israel unto thee.'
૧૨પછી આબ્નેરે સંદેશવાહક મોકલીને દાઉદને કહાવ્યું કે, “આ દેશ કોનો છે? મારી સાથે કરાર કર. અને તું જોઈશ કે સર્વ ઇઝરાયલીઓને તારી પાસે લાવવા માટે મારો હાથ તારી સાથે છે.”
13 And he said: 'Well; I will make a league with thee; but one thing I require of thee, that is, thou shalt not see my face, except thou first bring Michal Saul's daughter, when thou comest to see my face.'
૧૩દાઉદે જવાબ આપ્યો, “સારું, હું તારી સાથે કરાર કરીશ. પણ હું તારી પાસે એક બાબતની માગણી કરું છું કે, જયારે તું મારી પાસે આવે ત્યારે શાઉલની દીકરી મિખાલને લાવ્યા વિના તું મને મળી શકશે નહિ.”
14 And David sent messengers to Ish-bosheth Saul's son, saying: 'Deliver me my wife Michal, whom I betrothed to me for a hundred foreskins of the Philistines.'
૧૪પછી દાઉદે શાઉલના દીકરા ઈશ-બોશેથ પાસે સંદેશાવાહકો મોકલીને કહેવડાવ્યું, “જેના માટે મેં પલિસ્તીઓનાં એકસો અગ્રચર્મો આપીને લગ્ન કર્યું હતું તે મારી પત્ની મિખાલ મને આપ.”
15 And Ish-bosheth sent, and took her from her husband, even from Paltiel the son of Laish.
૧૫તેથી ઈશ-બોશેથે મિખાલ માટે માણસ મોકલીને, તેના પતિ એટલે લાઈશના દીકરા પાલ્ટીએલ પાસેથી તેને મંગાવી લીધી.
16 And her husband went with her, weeping as he went, and followed her to Bahurim. Then said Abner unto him: 'Go, return'; and he returned.
૧૬તેનો પતિ બાહુરીમ સુધી રડતો રડતો તેની પાછળ ગયો, ત્યારે આબ્નેરે તેને કહ્યું, “હવે ઘરે પાછો જા.” તેથી તે પાછો ગયો.
17 And Abner had communication with the elders of Israel, saying: 'In times past ye sought for David to be king over you;
૧૭આબ્નેરે ઇઝરાયલના વડીલો સાથે વાતચીત કરીને કહ્યું, “ભૂતકાળમાં તમે દાઉદને તમારો રાજા બનાવવા માટે પ્રયત્ન કરતા હતા.
18 now then do it; for the LORD hath spoken of David, saying: By the hand of My servant David I will save My people Israel out of the hand of the Philistines, and out of the hand of all their enemies.'
૧૮તો હવે તે કામ કરો, કેમ કે ઈશ્વરે દાઉદ વિષે કહ્યું છે કે, ‘મારા સેવક દાઉદની મારફતે હું મારા ઇઝરાયલી લોકોને પલિસ્તીઓના અને સર્વ શત્રુઓના હાથમાંથી છોડાવીશ.’”
19 And Abner also spoke in the ears of Benjamin; and Abner went also to speak in the ears of David in Hebron all that seemed good to Israel, and to the whole house of Benjamin.
૧૯આબ્નેરે પણ વ્યક્તિગત રીતે બિન્યામીનીઓની સાથે વાત કરી. પછી ઇઝરાયલ તથા બિન્યામીનના આખા કુળને તેઓની જે ઇચ્છા પૂરી કરવી હતી તે વિષે દાઉદને કહેવા સારુ આબ્નેર હેબ્રોનમાં ગયો.
20 So Abner came to David to Hebron, and twenty men with him. And David made Abner and the men that were with him a feast.
૨૦આબ્નેર અને તેના વીસ માણસો દાઉદને મળવા હેબ્રોનમાં આવ્યા, ત્યારે દાઉદે તેઓને ભોજન કરાવ્યું.
21 And Abner said unto David: 'I will arise and go, and will gather all Israel unto my lord the king, that they may make a covenant with thee, and that thou mayest reign over all that thy soul desireth.' And David sent Abner away; and he went in peace.
૨૧આબ્નેરે દાઉદને જણાવ્યું, “હું ઊઠીને સર્વ ઇઝરાયલીઓને મારા માલિક પાસે એકત્ર કરીશ, કે જેથી તેઓ તારી સાથે કરાર કરે અને તું તારા હૃદયની ઇચ્છા પ્રમાણે બધા પર રાજ કરે.” દાઉદે આબ્નેરને શાંતિથી વિદાય કર્યો.
22 And, behold, the servants of David and Joab came from a foray, and brought in a great spoil with them; but Abner was not with David in Hebron; for he had sent him away, and he was gone in peace.
૨૨પછી દાઉદના સૈનિકો તથા યોઆબ લડાઈ કર્યા પછી પાછા આવ્યા. તેઓ પોતાની સાથે ઘણી લૂંટ લાવ્યા. પણ આબ્નેર દાઉદ સાથે હેબ્રોનમાં ન હતો. કેમ કે દાઉદે તેને વિદાય કરવાથી તે શાંતિથી ગયો હતો.
23 When Joab and all the host that was with him were come, they told Joab, saying: 'Abner the son of Ner came to the king, and he hath sent him away, and he is gone in peace.'
૨૩જયારે યોઆબ અને તેનું આખું સૈન્ય આવ્યું, ત્યારે તેઓએ યોઆબને કહ્યું, “નેરનો દીકરો આબ્નેર રાજા પાસે આવ્યો હતો અને રાજાએ તેને વિદાય કર્યો અને આબ્નેર શાંતિથી પાછો ગયો છે.”
24 Then Joab came to the king, and said: 'What hast thou done? behold, Abner came unto thee; why is it that thou hast sent him away, and he is quite gone?
૨૪યોઆબે રાજા પાસે આવીને કહ્યું, “તેં શું કર્યું છે? જો, આબ્નેર તારી પાસે આવ્યો! તો પછી શા માટે તેં તેને વિદાય કર્યો? અને તે જતો રહ્યો?
25 Thou knowest Abner the son of Ner, that he came to deceive thee, and to know thy going out and thy coming in, and to know all that thou doest.'
૨૫નેરના દીકરા આબ્નેરને તું નથી જાણતો કે, તે તને છેતરવાને, તારી યોજનાઓ જાણવાને તથા તું જે કરે છે તે બધાથી વાકેફ થવા સારુ આવ્યો હતો?”
26 And when Joab was come out from David, he sent messengers after Abner, and they brought him back from Bor-sirah; but David knew it not.
૨૬જયારે યોઆબ દાઉદ પાસેથી ગયો, ત્યારે તેણે આબ્નેર પાછળ સંદેશાવાહકો મોકલ્યા. અને તેઓ તેને સીરાના હોજ પાસેથી પાછો તેડી લાવ્યા, પણ દાઉદ એ વિષે કશું જાણતો ન હતો.
27 And when Abner was returned to Hebron, Joab took him aside into the midst of the gate to speak with him quietly, and smote him there in the groin, that he died, for the blood of Asahel his brother.
૨૭આબ્નેર હેબ્રોનમાં પાછો આવ્યો, ત્યારે યોઆબ તેની સાથે એકાંતમાં વાત કરવા સારુ તેને દરવાજાની એક બાજુએ લઈ ગયો. અને યોઆબે ત્યાં તેના પેટમાં ખંજર ભોંકીને તેને મારી નાખ્યો. આ રીતે યોઆબે તેના ભાઈ અસાહેલના ખૂનનો બદલો લીધો.
28 And afterward when David heard it, he said: 'I and my kingdom are guiltless before the LORD for ever from the blood of Abner the son of Ner;
૨૮દાઉદે આ વિષે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું,” નેરના દીકરા આબ્નેરના ખૂન વિષે હું તથા મારું રાજ્ય ઈશ્વરની આગળ સદાકાળ સુધી નિર્દોષ છીએ.
29 let it fall upon the head of Joab, and upon all his father's house; and let there not fail from the house of Joab one that hath an issue, or that is a leper, or that leaneth on a staff, or that falleth by the sword, or that lacketh bread.'
૨૯આબ્નેરના મરણનો દોષ યોઆબના શિરે તથા તેના પિતાના કુટુંબનાં બધાને શિરે છે. તેઓના ઘરના લોકો રક્તસ્રાવ અને કુષ્ટરોગના ભોગ બનશે. તેઓ અપંગ થશે અને તલવારથી મરશે. ઘરમાં અનાજની તંગી રહેશે. આ બધાં શાપ લાગશે.”
30 So Joab and Abishai his brother slew Abner, because he had killed their brother Asahel at Gibeon in the battle.
૩૦આમ યોઆબે તથા તેના ભાઈ અબિશાયે આબ્નેરને મારી નાખ્યો, તેણે તેઓના ભાઈ અસાહેલને ગિબ્યોનના યુદ્ધમાં મારી નાખ્યો હતો. તેનું વેર વાળ્યું.
31 And David said to Joab, and to all the people that were with him: 'Rend your clothes, and gird you with sackcloth, and wail before Abner.' And king David followed the bier.
૩૧દાઉદે યોઆબને તથા તેની સાથેના સર્વ લોકો ને કહ્યું, “પોતાના વસ્ત્રો ફાડો, ટાટના વસ્ત્રો પહેરો અને આબ્નેરના શબની આગળ શોક કરો.” અને દાઉદ રાજા તેના શબને દફનાવવા બીજાઓની પાછળ કબ્રસ્તાનમાં ગયા.
32 And they buried Abner in Hebron; and the king lifted up his voice, and wept at the grave of Abner; and all the people wept.
૩૨તેઓએ આબ્નેરને હેબ્રોનમાં દફ્નાવ્યો. દાઉદ રાજા આબ્નેરની કબર પાસે પોક મૂકીને રડ્યો અને તેની સાથે સર્વ લોકો પણ રડ્યા.
33 And the king lamented for Abner, and said: Should Abner die as a churl dieth?
૩૩રાજાએ આબ્નેરને માટે વિલાપ કરીને ગાયું કે, “જેમ મૂર્ખ મરે છે તેમ શું આબ્નેર માર્યો જાય?
34 Thy hands were not bound, nor thy feet put into fetters; as a man falleth before the children of iniquity, so didst thou fall. And all the people wept again over him.
૩૪તારા હાથ બંધાયા ન હતા. તારા પગમાં બેડીઓ ન હતી. જેમ અન્યાયીના દીકરાઓ આગળ માણસ માર્યો જાય તેમ તું માર્યો ગયો છે.” સર્વ લોકોએ ફરી એક વાર તેના માટે વિલાપ કર્યો.
35 And all the people came to cause David to eat bread while it was yet day; but David swore, saying: 'God do so to me, and more also, if I taste bread, or aught else, till the sun be down.'
૩૫લોકો સૂર્યાસ્ત અગાઉ દાઉદને ભોજન કરાવવાં તેની પાસે આવ્યા, પણ દાઉદે સોગન લીધા કે, “સૂર્યાસ્ત થયા અગાઉ જો હું રોટલી કે બીજું કંઈ પણ ખાઉં તો ઈશ્વર મારું મૃત્યુ લાવો.”
36 And all the people took notice of it, and it pleased them; whatsoever the king did, pleased all the people.
૩૬સર્વ લોકોએ દાઉદનું એ દુઃખ ધ્યાનમાં લીધું. અને રાજાએ જે કંઈ કર્યું તેથી તેમને ખુશી થઈ.
37 So all the people and all Israel understood that day that it was not of the king to slay Abner the son of Ner.
૩૭તેથી સર્વ લોકો તથા સર્વ ઇઝરાયલીઓ જાણી શક્યા કે નેરના દીકરા આબ્નેરને મારવામાં રાજાની ઇચ્છા ન હતી.
38 And the king said unto his servants: 'Know ye not that there is a prince and a great man fallen this day in Israel?
૩૮રાજાએ પોતાના ચાકરોને કહ્યું કે, “શું તમે જાણો છો કે, આજે ઇઝરાયલમાં એક રાજકુમાર તથા મહાન પુરુષ મરણ પામ્યો છે?
39 And I am this day weak, and just anointed king; and these men the sons of Zeruiah are too hard for me; the LORD reward the evildoer according to his wickedness.'
૩૯હું એક અભિષિક્ત રાજા છું, હું આજે નિર્બળ છું, આ માણસોને, સરુયાના ઘાતકી દીકરાઓને, હું કશું કરી શકતો નથી. ઈશ્વર દુરાચારીઓને તેઓના દુરાચારોના બદલો આપો.