< Psalms 130 >
1 A song of degrees. Out of the deepe places haue I called vnto thee, O Lord.
૧ચઢવાનું ગીત. હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો.
2 Lord, heare my voyce: let thine eares attend to the voyce of my prayers.
૨હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો.
3 If thou, O Lord, straightly markest iniquities, O Lord, who shall stand?
૩હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?
4 But mercie is with thee, that thou mayest be feared.
૪પણ તમારી પાસે માફી છે, તેથી તમે આદર પામશો.
5 I haue waited on the Lord: my soule hath waited, and I haue trusted in his worde.
૫હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે અને તેમના વચનમાં હું આશા રાખું છું.
6 My soule waiteth on the Lord more then the morning watch watcheth for the morning.
૬સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.
7 Let Israel waite on the Lord: for with the Lord is mercie, and with him is great redemption.
૭હે ઇઝરાયલ, યહોવાહમાં આશા રાખ. યહોવાહ દયાળુ છે અને માફી આપવામાં ઉતાવળા છે.
8 And he shall redeeme Israel from all his iniquities.
૮તે ઇઝરાયલને તેનાં સર્વ પાપોથી ઉગારશે.