< Matthew 3 >
1 And in those dayes, Iohn the Baptist came and preached in the wildernes of Iudea,
૧તે દિવસોમાં યોહાન બાપ્તિસ્મા કરનાર યહૂદિયાના અરણ્યમાં ઉપદેશ આપતા એમ કહેતો હતો કે,
2 And said, Repent: for the kingdome of heauen is at hand.
૨“પસ્તાવો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”
3 For this is he of whome it is spoken by the Prophet Esaias, saying, The voyce of him that crieth in the wildernes, Prepare ye the way of the Lord: make his pathes straight.
૩કારણ કે તે એ જ છે, જેનાં વિષે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે, “અરણ્યમાં પોકારનારની એવી વાણી છે, ‘પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો.’”
4 And this Iohn had his garment of camels heare, and a girdle of a skinne about his loynes: his meate was also locusts and wilde hony.
૪યોહાનનાં વસ્ત્રો ઊંટના વાળનાં હતાં, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તીડ તથા રાની મધ તેનો ખોરાક હતા.
5 Then went out to him Ierusalem and all Iudea, and all the region rounde about Iordan.
૫ત્યારે યરુશાલેમના, યહૂદિયાના તથા યર્દનના આસપાસના સર્વ પ્રદેશના લોકો તેની પાસે ગયા.
6 And they were baptized of him in Iordan, confessing their sinnes.
૬તેઓ પોતાનાં પાપો કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.
7 Now when he sawe many of the Pharises, and of the Sadduces come to his baptisme, he said vnto them, O generations of vipers, who hath forewarned you to flee from the anger to come?
૭પણ ફરોશીઓમાંના તથા સદૂકીઓમાંના ઘણાંને પોતાથી બાપ્તિસ્મા પામવા માટે આવતા જોઈને યોહાને તેઓને કહ્યું કે, “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યાં?
8 Bring foorth therefore fruite worthy amendment of life.
૮પસ્તાવો કરનારાને શોભે તેવા ફળ આપો.
9 And thinke not to say with your selues, We haue Abraham to our father: for I say vnto you, that God is able euen of these stones to raise vp children vnto Abraham.
૯તમારા મનમાં એમ કહેવાનું ન ધારો કે, ‘ઇબ્રાહિમ અમારા પિતા છે’, કેમ કે હું તમને કહું છું કે, આ પથ્થરોમાંથી ઈશ્વર ઇબ્રાહિમને માટે સંતાનો ઉત્પન્ન કરી શકે છે.
10 And now also is the axe put to the roote of the trees: therfore euery tree which bringeth not forth good fruit, is hewen downe, and cast into ye fire.
૧૦વૃક્ષોના મૂળ પર કુહાડો પહેલેથી જ મુકાયો છે. માટે દરેક વૃક્ષ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.
11 In deede I baptize you with water to amendment of life, but he that commeth after me, is mightier then I, whose shoes I am not worthie to beare: hee will baptize you with the holy Ghost, and with fire.
૧૧માટે પસ્તાવાને સારુ હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સામર્થ્યવાન છે, હું તેમના ચંપલ ઊંચકવાને યોગ્ય નથી; તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માથી તથા અગ્નિથી કરશે.
12 Which hath his fanne in his hand, and wil make cleane his floore, and gather his wheate into his garner, but will burne vp the chaffe with vnquenchable fire.
૧૨તેમનું સૂપડું તેમના હાથમાં છે, તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે અને પોતાના ઘઉં વખારમાં ભરશે, પણ ભૂસું, ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.”
13 Then came Iesus from Galile to Iordan vnto Iohn, to be baptized of him.
૧૩ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન નદીએ તેની પાસે આવ્યા.
14 But Iohn earnestly put him backe, saying, I haue neede to be baptized of thee, and commest thou to me?
૧૪પણ યોહાને તેમને અટકાવતાં કહ્યું કે, “તમારાથી તો મારે બાપ્તિસ્મા પામવું જોઈએ અને શું તમે મારી પાસે આવો છો?”
15 Then Iesus answering, saide to him, Let be nowe: for thus it becommeth vs to fulfill all righteousnes. So he suffered him.
૧૫પછી ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, “હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયીપણું એવી રીતે પૂરું કરવું તે આપણને ઉચિત છે.” ત્યારે યોહાને તેમને બાપ્તિસ્મા આપ્યું.
16 And Iesus when hee was baptized, came straight out of the water. And lo, the heaues were opened vnto him, and Iohn saw the Spirit of God descending like a doue, and lighting vpon him.
૧૬જયારે ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી બહાર આવ્યા, અને જુઓ, તેમને સારુ સ્વર્ગ ઉઘાડાયું અને ઈશ્વરના આત્માને કબૂતર રૂપે ઊતરતા તથા પોતા પર આવતા તેમણે જોયા.
17 And loe, a voyce came from heauen, saying, This is my beloued Sonne, in whome I am well pleased.
૧૭જુઓ, સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, “આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું.”