< Leviticus 16 >
1 Fvrthermore the Lord spake vnto Moses, after the death of the two sonnes of Aaron, whe they came to offer before the Lord, and dyed:
૧હારુનના બે દીકરા જ્યારે યહોવાહની સમક્ષ ગયા ત્યારે મૃત્યુ પામ્યા અને તેઓના મૃત્યુ પછી યહોવાહે મૂસાની સાથે વાત કરી.
2 And the Lord sayd vnto Moses, Speake vnto Aaron thy brother, that he come not at all times into the Holy place within the vayle, before the Merciseate, which is vpon the Arke, that he dye not: for I wil appeare in the cloude vpon the Merciseate.
૨પછી યહોવાહે મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને કહે, પરમપવિત્ર સ્થાનમાં એટલે કે તંબુના પડદાની અંદરની બાજુએ પવિત્ર કોશ પરના દયાસન સમક્ષ કોઈ પણ સમયે આવે નહિ. જો તે તેમ કરશે તો તે મૃત્યુ પામશે. કારણ કે તે દયાસન પર વાદળરૂપે હું દેખાઈશ.
3 After this sort shall Aaron come into the Holy place: euen with a yong bullocke for a sinne offring, and a ramme for a burnt offring.
૩તેથી અહીં હારુન આ રીતે પરમપવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે. પાપાર્થાર્પણ માટે એક બળદ તથા દહનીયાર્પણ માટે એક ઘેટો લઈને તે પરમપવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે.
4 He shall put on the holy linnen coate, and shall haue linnen breeches vpon his flesh, and shall be girded with a linnen girdle, and shall couer his head with a linnen miter: these are the holy garments: therefore shall hee wash his flesh in water, when he doeth put them on.
૪તે શણનું પવિત્ર ઉપવસ્ત્ર અને શણની ઈજાર પહેરે. કમરે શણનો કમરપટો અને માથે શણની પાઘડી બાંધે. આ પવિત્ર વસ્ત્રો છે. એ પહેરતાં પહેલાં તેણે પાણીથી સ્નાન કરવું.
5 And hee shall take of the Congregation of the children of Israel, two hee goates for a sinne offring, and a ramme for a burnt offring.
૫તે ઇઝરાયલી પ્રજા પાસેથી પાપાર્થાર્પણ માટે બે બકરા તથા દહનીયાર્પણ માટે એક ઘેટો લે.
6 Then Aaron shall offer the bullocke for his sinne offring, and make an atonement for himselfe, and for his house.
૬પછી હારુન પોતાને માટે પાપાર્થાર્પણના બળદને રજૂ કરે અને પોતાના માટે તેમ જ પોતાના પરિવાર માટે પ્રાયશ્ચિત કરે.
7 And he shall take the two hee goates, and present them before the Lord at the doore of the Tabernacle of the Congregation.
૭ત્યારપછી તે બે બકરાઓ લઈને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાહ સમક્ષ લાવે.
8 Then Aaron shall cast lots ouer the two hee goates: one lot for the Lord, and the other for the Scape goate.
૮પછી હારુન તે બે બકરા માટે ચિઠ્ઠીઓ નાખે, એટલે એક ચિઠ્ઠી યહોવાહને માટે અને બીજી અઝાઝેલને માટે નક્કી કરે.
9 And Aaron shall offer the goat, vpon which the Lords lot shall fal, and make him a sinne offring.
૯જે બકરા પર યહોવાહના નામની ચિઠ્ઠી પડે, તેને હારુન પાપાર્થાર્પણને માટે અર્પણ કરે.
10 But the goate, on which the lot shall fall to be the Scape goate, shalbe presented aliue before the Lord, to make reconciliation by him, and to let him go (as a Scape goate) into the wildernes.
૧૦પરંતુ જે બકરા પર અઝાઝેલના નામની ચિઠ્ઠી પડે તેને અઝાઝેલને માટે અરણ્યમાં મોકલી દેવા માટે તેને માટે પ્રાયશ્ચિત કરવાને યહોવાહ સમક્ષ તેને જીવતો રજૂ કરે.
11 Thus Aaron shall offer the bullocke for his sinne offring, and make a reconciliation for himselfe, and for his house, and shall kill the bullocke for his sinne offring.
૧૧પછી હારુન પોતાના અને પોતાના પરિવાર માટે પાપાર્થાર્પણને સારુ બળદ રજૂ કરે. પોતાને માટે તથા પોતાના પરિવાર માટે પ્રાયશ્ચિત કરે અને પાપાર્થાર્પણનો જે બળદ પોતાના માટે હોય તેને કાપે.
12 And he shall take a censer full of burning coles from off the altar before the Lord, and his handfull of sweete incense beaten small, and bring it within the vayle,
૧૨પછી હારુન એક ધૂપદાનીમાં યહોવાહ આગળની વેદીમાંથી સળગતા અંગારા અને બે મુઠ્ઠી બારીક દળેલો ધૂપ લઈને તેને પડદાની અંદરની બાજુએ લાવે.
13 And shall put the incense vpon the fire before the Lord, that the cloude of the incense may couer the Merciseat that is vpon the Testimonie: so he shall not dye.
૧૩પછી યહોવાહ સમક્ષ અંગારા ઉપર તે ધૂપ તે નાખે જેથી કરારકોશ પરના દયાસન ઉપરનું વાદળ ધુમાડાથી ઢંકાઈ જાય. અને આમ કરવાથી તે મૃત્યુ પામશે નહિ.
14 And hee shall take of the blood of the bullocke, and sprinkle it with his finger vpon the Merciseat Eastward: and before the Merciseate shall he sprinkle of the blood with his finger seuen times.
૧૪ત્યારપછી તે બળદના રક્તમાંથી થોડું રક્ત પૂર્વ તરફ પોતાની આંગળી વડે દયાસન પર છાંટે. અને તેમાંનુ થોડું રક્ત દયાસનની સામે આંગળી વડે સાત વાર છાંટે.
15 Then shall he kill the goate that is the peoples sinne offring, and bring his blood within the vaile, and doe with that blood, as he did with the blood of the bullocke, and sprinckle it vpon the Merciseate, and before the Merciseate.
૧૫ત્યારપછી તે લોકોના પાપાર્થાર્પણનો બકરો કાપે અને તેનું રક્ત પડદાની અંદરની બાજુ લાવે. બળદના રક્તની જેમ તે તેના રક્તનું પણ કરે; તે દયાસન પર તેને છાંટે ત્યારપછી દયાસનની સામે તેને છાંટે.
16 So he shall purge the Holy place from the vncleannes of the children of Israel, and from their trespasses of all their sinnes: so shall he do also for the Tabernacle of the Cogregation placed with them, in the middes of their vncleannesse.
૧૬તે ઇઝરાયલના લોકોની અશુદ્ધતાના લીધે, તેઓના પાપો અને વિદ્રોહના કારણે પવિત્રસ્થાનને માટે પ્રાયશ્ચિત કરે. એ જ રીતે તેઓની અશુદ્ધતા મધ્યે તેઓની સાથે રહેનાર મુલાકાતમંડપને સારુ કરે, જેમાં યહોવાહ વસે છે.
17 And there shalbe no man in the Tabernacle of the Congregation, when he goeth in to make an atonement in the Holy place, vntill hee come out, and haue made an atonement for himselfe, and for his housholde, and for all the Congregation of Israel.
૧૭હારુન પ્રાયશ્ચિત કરવા માટે પરમપવિત્ર સ્થાનમાં દાખલ થાય ત્યારથી તે પોતાને સારુ, પોતાના પરિવારને સારુ તથા સર્વ ઇઝરાયલીઓને સારું પ્રાયશ્ચિત કરીને બહાર ન આવે, ત્યાં સુધી કોઈને મુલાકાતમંડપમાં રહેવા ન દેવો.
18 After, he shall goe out vnto the altar that is before the Lord and make a reconciliation vpon it, and shall take of the blood of the bullocke, and of the blood of the goate, and put it vpon the hornes of the Altar round about:
૧૮બહાર આવીને યહોવાહની સમક્ષ વેદી પાસે જઈને તેને સારુ તે પ્રાયશ્ચિત કરે. તેણે બળદના અને બકરાના રક્તમાંથી થોડું થોડું લઈને વેદીનાં શિંગો પર ચોપડવું.
19 So shall hee sprinkle of the blood vpon it with his finger seuen times, and clense it, and halowe it from the vncleannes of the children of Israel.
૧૯એ રક્તમાંથી આંગળી વડે તે વેદી ઉપર સાત વખત છાંટીને તેને શુદ્ધ કરે અને ઇઝરાયલીઓની અશુદ્ધતામાંથી તેને પવિત્ર કરે.
20 When he hath made an ende of purging the Holy place, and the Tabernacle of the Congregation, and the altar, then he shall bring the liue goate:
૨૦પરમ પવિત્રસ્થાન, મુલાકાતમંડપ અને વેદીને માટે પ્રાયશ્ચિત કરી રહે ત્યારે જીવિત બકરાંને તે હાજર કરે.
21 And Aaron shall put both his handes vpon the head of the liue goate, and confesse ouer him al the iniquities of the children of Israel, and all their trespasses, in all their sinnes, putting them vpon the head of the goate, and shall sende him away (by the hand of a man appointed) into the wildernes.
૨૧અને પછી હારુન તે જીવતા બકરાના માથા પર બન્ને હાથ મૂકીને ઇઝરાયલીઓની સર્વ દુષ્ટતા, સર્વ પાપો અને તેઓનો વિદ્રોહ કબૂલ કરીને તે સર્વ એ બકરાના શિર પર મૂકે. તે પછી તેણે આ કામ માટે નક્કી કરેલા માણસ સાથે તે બકરાંને રણમાં મોકલી આપવો.
22 So the goate shall beare vpon him all their iniquities into the land that is not inhabited, and he shall let the goate go into the wildernesse.
૨૨પછી તે બકરો લોકોની સર્વ દુષ્ટતા જે જગ્યાએ કોઈ રહેતું ના હોય તેવી નિર્જન જગ્યાએ લઈ જશે. અને આ માણસ તેને નિર્જન અરણ્યમાં છોડી દેશે.
23 After, Aaron shall come into the Tabernacle of the Congregation, and put off the linnen clothes, which he put on when he went into the Holy place, and leaue them there.
૨૩ત્યારપછી હારુન મુલાકાતમંડપમાં પાછો આવે. પવિત્રસ્થાનમાં દાખલ થતી વખતે પહેરેલા શણનાં વસ્ત્રો ઉતારીને ત્યાં રાખી મૂકે.
24 Hee shall wash also his flesh with water in the Holy place, and put on his owne rayment, and come out, and make his burnt offring, and the burnt offring of the people, and make an atonement for himselfe, and for the people.
૨૪પવિત્રસ્થાનમાં સ્નાન કરીને તે પોતાના વસ્ત્રો પહેરે અને બહાર જઈને પોતાનું અને લોકોનું દહનીયાર્પણ અર્પણ કરે અને આ રીતે પોતાને સારુ અને લોકોને સારુ પ્રાયશ્ચિત કરે.
25 Also the fatte of the sinne offring shall he burne vpon the altar.
૨૫પાપાર્થાર્પણની ચરબીનું દહન તે વેદી પર કરે.
26 And he that caried forth the goat, called the Scape goat, shall wash his clothes, and wash his flesh in water, and after that shall come into the hoste.
૨૬અઝાઝેલ માટેના બકરાંને લઈ જનાર માણસે પોતાના વસ્ત્ર ધોઈ નાખવા અને સ્નાન કરવું; ત્યારપછી જ તે છાવણીમાં પાછો આવે.
27 Also the bullocke for the sinne offring, and the goate for the sinne offring (whose blood was brought to make a reconciliation in the Holy place) shall one carie out without the hoste to be burnt in the fire, with their skinnes, and with their flesh, and with their doung.
૨૭પછી પાપાર્થાર્પણને સારુ ચઢાવેલા બળદ અને બકરાંને એટલે જેઓનું રક્ત પ્રાયશ્ચિતને માટે પવિત્રસ્થાનમાં લઈ જવામાં આવ્યું હતું તેઓને છાવણી બહાર લઈ જવા અને ચામડાં, માંસ અને આંતરડાં સહિત બાળી નાખવા.
28 And hee that burneth them shall wash his clothes, and wash his flesh in water, and afterward come into the hoste.
૨૮આ બધું બાળનાર માણસે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં, સ્નાન કરવું અને પછી છાવણીમાં પાછા ફરવું.
29 So this shalbe an ordinance for euer vnto you: the tenth day of the seuenth moneth, yee shall humble your soules, and do no worke at all, whether it be one of the same countrey or a strager that soiourneth among you.
૨૯એ સદાને માટે તમારો વિધિ થાય; દેશનાં વતનીઓ તથા તમારી મધ્યે વસતા વિદેશીઓએ સાતમા મહિનાના દશમા દિવસે ઉપવાસ કરવો અને કોઈ કામ કરવું નહિ.
30 For that day shall ye Priest make an atonement for you to clense you: ye shalbe cleane from all your sinnes before the Lord.
૩૦કેમ કે તે દિવસે તમને શુદ્ધ કરવા માટે તમારા માટે પ્રાયશ્ચિત કરવામાં આવશે; તમે તમારા પાપોથી યહોવાહની આગળ શુદ્ધ થશો.
31 This shall be a Sabbath of rest vnto you, and ye shall humble your soules, by an ordinance for euer.
૩૧તમારા માટે તે પવિત્ર વિશ્રામવારનો દિવસ છે. તમારે ઉપવાસ કરવો અને કંઈ કામ કરવું નહિ. આ સદાને માટેનો નિયમ છે.
32 And the Priest whom he shall anoynt, and whom he shall cosecrate (to minister in his fathers steade) shall make the atonement, and shall put on the linnen clothes and Holy vestments,
૩૨આ પ્રાયશ્ચિત મુખ્ય યાજકે એટલે જે તેના પિતાના સ્થાને યાજકપદને સારુ અભિષિક્ત અને પવિત્ર કરવામાં આવ્યો હોય તેણે કરવું. તે પ્રાયશ્ચિત કરે, તે યાજકે શણના પવિત્ર વસ્ત્ર પહેરવા.
33 And shall purge the Holy Sanctuarie and the Tabernacle of the Congregation, and shall clense the altar, and make an atonement for the Priests and for all the people of the Congregation.
૩૩અને પરમ પવિત્રસ્થાનને માટે, મુલાકાતમંડપને માટે, વેદીને માટે, યાજકોને માટે તથા સભાના સમગ્ર લોકોને માટે તેણે પ્રાયશ્ચિત કરવું.
34 And this shalbe an euerlasting ordinance vnto you, to make an atonement for the children of Israel for all their sinnes once a yeere: and as the Lord commanded Moses, he did.
૩૪આ તમારે સારુ સદાનો વિધિ થાય; આ રીતે પ્રતિવર્ષ એક વાર ઇઝરાયલીઓના પાપો માટે પ્રાયશ્ચિત કરવું. યહોવાહે મૂસાને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે તેણે કર્યું.