< Judges 7 >
1 Then Ierubbaal (who is Gideon) rose vp early, and all the people that were with him, and pitched beside the well of Harod, so that the hoste of the Midianites was on the Northside of them in the valley by the hill of Moreh.
૧ત્યારે યરુબાલ, એટલે ગિદિયોન તથા તેની સાથેના સર્વ લોકોએ સવારે વહેલા ઊઠીને હારોદના ઝરાની પાસે છાવણી કરી. મિદ્યાનીઓની છાવણી મોરેહ પર્વતની પાસે તેઓની ઉત્તર તરફની ખીણમાં હતી.
2 And the Lord said vnto Gideon, The people that are with thee, are too many for me to giue the Midianites into their hands, lest Israel make their vaunt against me, and say, Mine hand hath saued mee.
૨ઈશ્વરે ગિદિયોનને કહ્યું, “તારી સાથેના લોકો એટલા બધા છે કે તેમના દ્વારા હું મિદ્યાનીઓને તેઓના હાથમાં સોંપું નહિ, રખેને ઇઝરાયલ મારી આગળ ફુલાસ મારીને કહે કે, ‘મારા પોતાના હાથે મને ઉગાર્યો છે.’
3 Now therefore proclaime in the audience of the people, and say, Who so is timerous or fearefull, let him returne, and depart earely from mount Gilead. And there returned of the people which were at mount Gilead, two and twentie thousand: so ten thousand remayned.
૩માટે હવે તું જા અને લોકોને જાહેર કર, ‘જે કોઈ ભયભીત તથા ધ્રૂજતા હોય, તેઓ ગિલ્યાદ પર્વતથી પાછા વળીને ચાલ્યા જાય.’ તેથી બાવીસ હજાર લોકો પાછા ગયા અને દસ હજાર રહ્યા.
4 And the Lord said vnto Gideon, The people are yet too many: bring them downe vnto the water, and I will try them for thee there: and of whome I say vnto thee, This man shall goe with thee, the same shall go with thee: and of whomsoeuer I say vnto thee, This man shall not goe with thee, the same shall not go.
૪ઈશ્વરે ગિદિયોનને કહ્યું, “લોકો હજી પણ વધારે છે. તેઓને પાણીની પાસે લાવ અને હું ત્યાં તેમની સંખ્યામાં ઘટાડો કરીશ. જેના સંબંધી હું તને કહું, ‘આ તારી સાથે આવે, તે તારી સાથે આવશે અને આ તારી સાથે ના આવે, તે આવશે નહિ.”
5 So he brought downe the people vnto the water. And the Lord sayd vnto Gideon, As many as lap the water with their tongues, as a dog lappeth, them put by themselues, and euery one that shall bow downe his knees to drinke, put apart.
૫તેથી ગિદિયોન લોકોને પાણીની પાસે લાવ્યો અને ઈશ્વરે તેને કહ્યું, “પ્રત્યેક જણ જે કૂતરાની માફક જીભથી લખલખાવીને પાણી પીએ, તેને અલગ કર, અને જે પાણી પીવા સારુ ઘૂંટણીએ પડે તેઓને પણ અલગ કર.”
6 And the nomber of them that lapped by putting their handes to their mouthes, were three hundreth men: but all the remnant of the people kneeled downe vpon their knees to drinke water.
૬ત્રણસો માણસોએ મુખ દ્વારા લખલખાવીને પાણી પીધું. બીજા સર્વ લોકો પાણી પીવાને ઘૂંટણીએ પડ્યા.
7 Then the Lord sayde vnto Gideon, By these three hundreth men that lapped, will I saue you, and deliuer the Midianites into thine hand: and let all the other people go euery man vnto his place.
૭ઈશ્વરે ગિદિયોનને કહ્યું, “જે ત્રણસો માણસોએ પાણી લખલખાવીને પીધું છે, તેઓની હસ્તક હું તમને ઉગારીશ અને મિદ્યાનીઓને તારા હાથમાં આપીશ. બીજા સર્વ માણસોને ઘર ભેગા થવા દે.
8 So the people tooke vitailes with them, and their trumpets: and he sent all the rest of Israel, euery man vnto his tent, and reteined the three hundreth men: and the hoste of Midian was beneath him in a valley.
૮માટે જેઓને પસંદ કરવામાં આવેલા તેઓએ પોતાનો સામાન તથા પોતાના રણશિંગડાં લીધાં. ગિદિયોને સર્વ ઇઝરાયલી માણસોને પોતપોતાના તંબુએ મોકલી દીધા, તેણે માત્ર ત્રણસો માણસોને પોતાની પાસે રાખ્યા. હવે મિદ્યાનીઓની છાવણી તેની નીચેની ખીણમાં હતી.
9 And the same night the Lord sayde vnto him, Arise, get thee downe vnto the hoste: for I haue deliuered it into thine hand.
૯તે જ રાત્રે એમ થયું કે, ઈશ્વરે તેને કહ્યું કે, “ઊઠ! છાવણી પર હુમલો કર, કેમ કે તે પર હું તને વિજય આપીશ.
10 But if thou feare to go downe, then go thou, and Phurah thy seruant downe to the hoste,
૧૦પણ જો તું ત્યાં જતા ગભરાતો હોય, તો તું તથા તારો દાસ પુરાહ છાવણીમાં જાઓ,
11 And thou shalt hearken what they say, and so shall thine handes be strong to go downe vnto the hoste. Then went he downe and Phurah his seruant vnto the outside of the souldiers that were in the hoste.
૧૧તેઓ જે કહે તે સાંભળ અને પછી છાવણીમાં હુમલો કરવા માટે તું બળવાન થશે.” તેથી ગિદિયોન તેના દાસ પુરાહ સાથે સૈન્યની સૌથી છેવાડી શસ્ત્રધારીઓની ટુકડી નજીક આવ્યા.
12 And the Midianites, and the Amalekites and all they of the East, lay in the valley like grashoppers in multitude, and their camels were without nomber, as the sande which is by the sea side for multitude.
૧૨મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા પૂર્વ દિશાના સર્વ લોકો મેદાનની અંદર તીડની માફક સંખ્યાબંધ પડેલા હતા. તેઓના ઊંટો સમુદ્રના કાંઠાની રેતી જેટલાં અગણિત હતાં.
13 And when Gideon was come, beholde, a man tolde a dreame vnto his neighbour, and said, Behold, I dreamed a dreame, and lo, a cake of barley bread tumbled from aboue into the hoste of Midian, and came vnto a tent, and smote it that it fell, and ouerturned it, that the tent fell downe.
૧૩જયારે ગિદિયોન ત્યાં આવ્યો, ત્યારે ત્યાં આગળ એક માણસ પોતાના મિત્રને એક સ્વપ્ન વિષે કહી સંભળાવતો હતો. તે માણસે કહ્યું, “જુઓ! મને એક સ્વપ્ન આવ્યું અને મેં જવની એક રોટલી મિદ્યાનની છાવણી ઉપર ધસી પડતી જોઈ. તે તંબુની પાસે આવી, તેણે તેને એવો ધક્કો માર્યો કે તે પડી ગયો, તેને એવો ઊથલાવી નાખ્યો કે તે જમીનદોસ્ત થયો.”
14 And his fellow answered, and sayde, This is nothing els saue the sworde of Gideon the sonne of Ioash a man of Israel: for into his hande hath God deliuered Midian and all the hoste.
૧૪બીજા માણસે કહ્યું, “એ તો યોઆશના દીકરા, ગિદિયોનની તલવાર વગર બીજું કંઈ નથી. ઈશ્વરે મિદ્યાનીઓ તથા તેના સર્વ સૈન્યને તેના હાથમાં સોંપ્યાં છે.”
15 When Gideon heard the dreame tolde, and the interpretation of the same, he worshipped, and returned vnto the hoste of Israel, and said, Vp: for the Lord hath deliuered into your hande the hoste of Midian.
૧૫જયારે ગિદિયોને એ સ્વપ્નનું કથન તથા તેનો અર્થ સાંભળ્યાં, ત્યારે તેણે નમીને આરાધના કરી. ઇઝરાયલની છાવણીમાં પાછો આવીને તેણે કહ્યું, “ઊઠો! કેમ કે ઈશ્વરે મિદ્યાનીઓના સૈન્યને આપણા હાથમાં સોંપ્યું છે.”
16 And hee deuided the three hundreth men into three bandes, and gaue euery man a trumpet in his hande with emptie pitchers, and lampes within the pitchers.
૧૬તેણે ત્રણસો પુરુષોની ત્રણ ટુકડીઓ કરી. તેઓને બધાને રણશિંગડાં તથા ખાલી ઘડા આપ્યાં દરેક ઘડામાં દીવા હતા.
17 And he sayd vnto them, Looke on me, and do likewise, when I come to the side of the hoste: euen as I do, so do you.
૧૭તેણે તેઓને કહ્યું, “મારી તરફ જુઓ અને જેમ હું કરું છું તેમ તમે કરજો. જુઓ! જયારે હું છાવણીના છેવાડા ભાગ આગળ આવું, ત્યારે હું જે કરું તેમ તમે કરજો.
18 When I blowe with a trumpet and all that are with me, blowe ye with trumpets also on euery side of the hoste, and say, For the Lord, and for Gideon.
૧૮હું તથા મારી સાથેના સર્વ લોકો જયારે રણશિંગડું વગાડીએ ત્યારે આખી છાવણીની આસપાસ તમે પણ રણશિંગડાં વગાડીને પોકારજો, ‘ઈશ્વર તથા ગિદિયોનને માટે.’”
19 So Gideon and the hundreth men that were with him, came vnto the outside of the hoste, in the beginning of the middle watche, and they raised vp the watchmen, and they blew with their trumpets, and brake the pitchers that were in their handes.
૧૯તેથી ગિદિયોન તથા તેની સાથે સો પુરુષો અડધી રાત્રે છાવણીના છેવાડા ભાગ આગળ આવ્યા. તે વખતે માત્ર થોડી જ વાર ઉપર નવો પહેરો ગોઠવ્યો હતો. તેઓએ રણશિંગડાં વગાડીને પોતાના હાથમાંના ઘડા ફોડ્યા.
20 And the three companies blew with trumpets and brake the pitchers, and helde the lampes in their left hands, and the trumpets in their right. handes to blowe withall: and they cryed, The sword of the Lord and of Gideon.
૨૦ત્રણે ટુકડીઓએ રણશિંગડાં વગાડીને ઘડા ફોડ્યા. તેઓએ ડાબા હાથથી દીવા પકડ્યા અને રણશિંગડાંને તેઓના જમણાં હાથોથી વગાડ્યાં. તેઓએ પોકાર કર્યો, “ઈશ્વરની તથા ગિદિયોનની તલવાર.”
21 And they stoode, euery man in his place round about the hoste: and all the hoste ranne, and cryed, and fled.
૨૧બધા માણસો પોતપોતાની જગ્યાએ છાવણીની ચારેબાજુ ઊભા થયા અને મિદ્યાનીઓનું સર્વ સૈન્ય નાસી ગયું. તેઓએ પોકાર કરીને સૈન્યને ભગાડી મૂક્યું.
22 And the three hundreth blewe with trumpets, and the Lord set euery mans sworde vpon his neighbour, and vpon all the hoste: so the hoste fled to Beth-hashittah in Zererah, and to the border of Abel-meholah, vnto Tabbath.
૨૨જયારે તેઓએ ત્રણસો રણશિંગડાં વગાડ્યાં, ત્યારે ઈશ્વરે પ્રત્યેક માણસની તલવાર પોતાના સાથીની સામે તથા મિદ્યાનીઓના સર્વ સૈન્યની સામે કરી. સૈન્ય સરેરા તરફ બેથ-શિટ્ટાહ સુધી તથા ટાબ્બાથ પાસેના આબેલ-મહોલાની સરહદ સુધી ગયું.
23 Then the men of Israel being gathered together out of Naphtali, and out of Asher, and out of all Manasseh, pursued after the Midianites.
૨૩ઇઝરાયલના માણસો નફતાલી, આશેર તથા આખા મનાશ્શામાંથી એકત્ર થઈને મિદ્યાનીઓની પાછળ પડ્યા.
24 And Gideon sent messengers vnto all mount Ephraim, saying, Come downe against the Midianites, and take before them the waters vnto Beth-barah, and Iorden. Then all the men of Ephraim gathered together and tooke the waters vnto Beth-barah, and Iorden.
૨૪ગિદિયોને સંદેશવાહકોને એફ્રાઇમના આખા પહાડી પ્રદેશમાં મોકલીને, કહેવડાવ્યું, “તમે મિદ્યાનીઓની ઉપર ધસી આવો, યર્દન નદી ઓળંગીને તેઓની આગળ બેથ-બારાક સુધી જઈને યર્દનનાં પાણી આગળ તેઓને રોકો.” તેથી એફ્રાઇમના સર્વ માણસો એકત્ર થઈને યર્દન નદી પાર કરીને બેથ-બારા સુધી યર્દનનાં પાણી આગળ તેઓને આંતર્યા.
25 And they tooke two princes of the Midianites, Oreb and Zeeb, and slew Oreb vpon the rocke Oreb, and slewe Zeeb at the winepresse of Zeeb, and pursued the Midianites, and brought the heads of Oreb and Zeeb to Gideon beyonde Iorden.
૨૫તેઓએ મિદ્યાનના બે સરદારો, ઓરેબ તથા ઝએબને પકડ્યા. ઓરેબ ખડક ઉપર ઓરેબને મારી નાખ્યો અને તેઓએ ઝએબના દ્રાક્ષાકુંડની પાસે ઝએબને મારી નાખ્યો. તેઓ મિદ્યાનીઓની પાછળ પડીને ઓરેબ તથા ઝએબનાં માથાં યર્દનને પેલે કિનારે ઝએબનાં દ્રાક્ષાકુંડ આગળ ગિદિયોનની પાસે લાવ્યા.