< Lamentations 1 >
1 How desolate sits the city of Jerusalem, once filled with people! She has become like a widow, she who was once great among the nations. The queen of all the world has become a slave-laborer.
૧જે નગર વસ્તીથી ભરેલું હતું, તે એકલવાયું થઈ ગયું છે! જે દેશવિદેશમાં મહાન ગણાતું હતું, તે વિધવા જેવું થઈ ગયું છે! જે દેશવિદેશમાં મહારાણી જેવું હતું, તે બીજી પ્રજાઓનું ગુલામ થઈ ગયું!
2 She cries bitterly through the night, tears rolling down her cheeks. Despite all her many lovers, no one comes to comfort her. Betrayed by all her friends, they are now her enemies.
૨તે રાત્રે પોક મૂકીને રડે છે અને તેના ગાલ પર અશ્રુધારા વહે છે. તેના પ્રેમીઓમાંથી તેને આશ્વાસન આપનાર કોઈ નથી. તેના સર્વ મિત્રોએ તેને દગો કર્યો છે. તેઓ તેના શત્રુઓ થયા છે.
3 Judah has been dragged off into captivity, suffering miserably under brutal slavery; she lives among the nations but has no place of her own where she can rest. Those chasing her have brought her down and she cannot escape.
૩દુઃખને લીધે તથા કપરી ગુલામીને લીધે યહૂદા બંદીવાસમાં ગયો છે. તે અન્ય પ્રજાઓમાં રહે છે અને તેને વિસામો મળતો નથી. તેની પાછળ પડનારા સર્વએ તેને સંકળામણમાં લાવીને પકડી પાડ્યો છે.
4 Even the roads to Zion are in mourning because no one travels on them to go to the religious festivals. All her gates are empty. Her priests groan in sadness. Her girls are suffering. She herself is in bitter distress.
૪સિયોનના માર્ગો શોક કરે છે કેમ કે ત્યાંના ઉત્સવોમાં કોઈ આવતું નથી. તેના સર્વ દરવાજા ઉજ્જડ થઈ ગયા છે. તેના યાજકો નિસાસા નાખે છે. તેની કુમારિકાઓ અતિ ઉદાસ થઈ ગઈ છે અને તે નગર ખિન્નતા અનુભવે છે.
5 Those who hated her now control her; her enemies enjoy life, because the Lord has made her suffer due to all her sins of rebellion. Her children have been taken away as prisoners of the enemy.
૫નગરના શત્રુઓ તેના સત્તાધીશો થઈ ગયા; અને સમૃદ્ધ થયા. તેના અસંખ્ય પાપોના કારણે યહોવાહે તેને શિક્ષા કરીને તેને દુ: ખ દીધું છે. દુશ્મનો તેનાં બાળકોને ઢસડીને બંદીવાસમાં લઈ ગયા છે.
6 All the glory has left the Daughter of Zion. Her leaders are like deer that can't find any grass to eat. They don't even have the strength to run away when the hunter comes after them!
૬અને સિયોનની દીકરીની સુંદરતા જતી રહી છે. ત્યાંના સરદારો ચારા વગરનાં હરણો જેવા થયા છે; અને તેની પાછળ પડનારાની આગળ તેઓ બળહીન થઈને ચાલ્યા ગયા છે.
7 As she wanders around in her misery, Jerusalem thinks back to all the wonderful things she once had in the old days. When her enemies conquered her people, she didn't receive any help. Her enemies gloated over her, and laughed at her downfall.
૭યરુશાલેમ નગર પોતાના દુ: ખ તથા વિપત્તિના દિવસોમાં અગાઉના દિવસોમાંની પોતાની સર્વ જાહોજલાલીનું સ્મરણ કરે છે. જ્યારે તેના લોકો શત્રુના હાથમાં પડ્યા અને તેને સહાય કરનાર કોઈ નહોતું, ત્યારે શત્રુઓએ તેને જોયું અને તેની પાયમાલી જોઈને તેની મશ્કરી કરી.
8 Jerusalem sinned terribly which is why she is now treated as someone unclean. Everyone who used to honor her now despise her, because they've seen her naked and ashamed. She herself groans as she turns away.
૮યરુશાલેમે ઘોર અપરાધ કર્યો છે; તેથી તે તિરસ્કારપાત્ર થઈ ગયું છે. જેઓ તેને માન આપતા હતા તેઓ હવે તેને તુચ્છ ગણે છે, કારણ કે તેઓએ નગ્નતા જેવી તેની અવસ્થા નિહાળી છે. તે પોતે મુખ સંતાડીને નિસાસા નાખ્યા કરે છે.
9 Her uncleanness contaminates her skirts. She didn't think about what would happen. Her fall was a shock, and no one was there to comfort her. “Please, Lord, see how much I'm suffering, because the enemy has won!” she says.
૯તેની અશુદ્ધતા તેના વસ્ત્રોમાં છે. તેણે પોતાના ભવિષ્યનો વિચાર કર્યો નહિ. તેથી આશ્ચર્યકારક રીતે તેની અધોગતિ થઈ છે. તેને દિલાસો આપનાર કોઈ નથી. હે યહોવાહ, મારા દુઃખ પર દ્રષ્ટિ કરો; કેમ કે શત્રુઓ ચઢી આવ્યા છે.
10 The invader has stolen all her treasures. She even had to watch as heathen nations went into her sanctuary, people you had forbidden to enter.
૧૦શત્રુઓએ તેની સર્વ કિંમતી વસ્તુઓ પોતાને હસ્તગત કરી લીધી. જેઓને તમારી ભક્તિસ્થાનમાં આવવાની તમે મના કરી હતી, તે પ્રજાઓને તમારા પવિત્રસ્થાનમાં પેસતા તેણે જોયા છે.
11 All her people groan, looking for bread. They have spent what they value the most to buy food so they can stay alive. “Please, Lord, look and see what's happening to me,” she says. “It's as if I'm worthless!
૧૧તેના સર્વ લોકો નિસાસા નાખે છે, તેઓ રોટલીને માટે અહીંતહીં ભટકે છે. તેઓએ પોતાના જીવ બચાવવાને સારુ અન્ન મેળવવા માટે પોતાની કિંમતી વસ્તુઓ આપી દીધી છે. હે યહોવાહ, નજર કરીને જુઓ કે, મારો કેવો તિરસ્કાર થાય છે.
12 Don't you care anything about it, all you people passing by? Take a look and see! Is there any suffering as bad as mine, punished by the Lord when he became angry?
૧૨રે પાસે થઈને સર્વ જનારા અને જોનારા, શું આ બધી બાબતોમાં તમે જોયું ના જોયું કરો છો? મારા પર જે દુ: ખ પડ્યું છે, તે ધ્યાન આપીને જુઓ, જે વડે યહોવાહે પોતાના ભારે કોપના સમયે મને દુઃખી કર્યું છે, તેના જેવું અન્ય કોઈ દુઃખ છે ખરું?
13 He sent down fire from heaven that destroyed my bones. He spread out a net to catch my feet, tripping me over. He abandoned me, leaving me sick all day long.
૧૩ઉપરથી ઈશ્વરે મારા હાડકાંમાં અગ્નિ મોકલ્યો અને તેમણે તેઓને નિર્બળ કર્યા છે. તેમણે મારા પગને ફસાવવા માટે જાળ પાથરી છે અને મને પાછું ફેરવ્યું છે. તેમણે મને એકલું છોડી દીધું છે અને આખો દિવસ નિર્બળ કર્યું છે.
14 He took my rebellious sins and twisted them together into a yoke that he tied to my neck. He took away all my strength, and handed me over defenseless to my enemies.
૧૪મારા અપરાધોની ઝૂંસરીને તેમના હાથે જકડી લીધી છે. તેઓ અમળાઈને મારી ગરદન પર ચઢી બેઠા છે. તેમણે મારું બળ ઓછું કર્યું છે. જેઓની સામે હું ઊભી રહી શકતી નથી, તેઓના હાથમાં પ્રભુએ મને સોંપી છે.
15 The Lord brushed aside all my strong soldiers defending me. He called up an army to attack me, to crush my young men. The Lord has trampled down the virgin Daughter of Judah like grapes in a winepress.
૧૫પ્રભુએ મારામાંના સર્વ શ્રેષ્ઠ યોદ્ધાઓને તુચ્છકાર્યા છે. મારા શ્રેષ્ઠ યોદ્ધાઓને કચડી નાખવા માટે તેમણે મારી વિરુદ્ધ સભા બોલાવી છે. પ્રભુએ દ્રાક્ષચક્કીમાં યહૂદિયાની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે.
16 This is why I'm weeping, tears flowing from my eyes, because there's is no one here to comfort me, no one to make me feel better. There's nothing left for my children because the enemy has conquered us.”
૧૬આને લીધે હું રડું છું. તેથી મારી આંખોમાંથી આંસુઓ વહી જાય છે. કેમ કે મને દિલાસો આપનાર તથા મારો જીવ બચાવનાર મારાથી દૂર છે. મારાં સંતાનો નિરાધાર છે, કારણ કે શત્રુઓએ તેમને હરાવ્યાં છે.
17 Zion holds out her hands in distress, but there's no one to comfort her. The Lord issued orders against Jacob, and his neighbors became his enemies. Jerusalem is to them something disgusting.
૧૭સિયોન પોતાના હાથ લાંબા કરે છે; પણ તેને દિલાસો આપનાર કોઈ નથી. યહોવાહે યાકૂબ વિષે એવી આજ્ઞા આપી છે કે તેની આસપાસના રહેનારા સર્વ તેના શત્રુઓ થાય. તેઓમાં યરુશાલેમ તિરસ્કારપાત્ર વસ્તુ જેવું થયું છે.
18 “The Lord has done what's right, because I rebelled against his instructions. Listen, everyone everywhere; look at what I'm suffering. My young women and young men have been taken off into captivity.
૧૮યહોવાહ ન્યાયી છે, મેં તેમની વિરુદ્ધ બંડ કર્યું છે. હે સર્વ લોકો, કૃપા કરીને સાંભળો અને મારા દુઃખને જુઓ. મારી કુંવારીઓ તથા મારા જુવાનો બંદીવાસમાં ગયા છે.
19 I called out for help to my lovers, but they betrayed me. My priests and elders starved to death in the city as they tried to find food to keep themselves alive.
૧૯મેં મારા પ્રેમીઓ બોલાવ્યા, પણ તેઓએ મારો વિશ્વાસઘાત કર્યો. મારા યાજકો તથા મારા વડીલો પોતાના જીવ બચાવવા માટે અન્નને માટે વલખાં મારતા હતા, એટલામાં તેઓ નગરમાં મરણ પામ્યા.
20 Can't you see, Lord, how upset I am? inside I am in turmoil; my heart is breaking because I've been so rebellious. Outside, the sword kills those I love; inside, it's like I'm living in the house of death.
૨૦હે યહોવાહ, જુઓ, કેમ કે હું ભારે દુ: ખમાં છું; મારી આંતરડી કકળે છે. મારા હૃદયને ચેન પડતું નથી, કેમ કે મેં ભારે બંડ કર્યો છે. રસ્તા પર તલવાર મારાં સંતાનોનો સંહાર કરે છે; ઘરમાં પણ મરણ જેવું વાતાવરણ છે.
21 People hear me groaning, but no one comes to comfort me. All my enemies have heard about the bad things that have happened to me, and they're delighted that it was you who did it. Please bring about the day of judgment that you promised so they can end up like me.
૨૧મારા નિસાસા સાંભળો. મને દિલાસો આપનાર કોઈ નથી. મારા સર્વ દુશ્મનોએ મારા દુ: ખ વિષે સાંભળ્યું છે. આ તમે જ કર્યું છે, માટે તેઓ ખુશ થાય છે. જે દિવસ તમે નિર્માણ કર્યો, તે દિવસ તમે તેમના પર લાવો અને તેઓ મારા જેવા થાય.
22 May you see all the evil things they've done! Treat them the same way as you've treated me as a result of all my rebellious sins, for I'm groaning all the time, and I'm sick at heart.”
૨૨તેઓની સર્વ દુષ્ટતા તમારી નજર આગળ આવે, મારા સર્વ અપરાધોને લીધે તમે મારા જેવા હાલ કર્યા છે; તેવા હાલ તેઓના કરો. કેમ કે હું ઘણા નિસાસા નાખું છું અને મારું હૃદય પીડિત થઈ ગયું છે.