< Jeremiah 6 >
1 Run and hide, descendants of Benjamin, get out of Jerusalem! Blow the trumpet in Tekoa; light a signal fire in Beth-haccherem, for disaster and terrible destruction is arriving from the north.
૧“હે બિન્યામીનના લોકો, યરુશાલેમમાંથી જીવ બચાવવા નાસી જાઓ, તકોઆમાં રણશિંગડું વગાડો. અને બેથ-હાકકેરેમ પર અગ્નિ સળગાવીને ચેતવણી આપો. કેમ કે ઉત્તર તરફથી વિપત્તિ તથા મહાવિનાશ આવે છે.
2 Even though she is pretty and delightful, I will destroy the Daughter of Zion.
૨સિયોનની દીકરી સુંદર તથા કોમળ છે, તેઓનો હું નાશ કરીશ.
3 “Shepherds” and their “flocks” will come to attack her; they will set up their tents all around her, each one looking after his own.
૩ઘેટાંપાળકો અને તેઓનાં ટોળાં તેઓની પાસે જશે; તેઓ તેની ફરતે તંબુઓ નાખશે. દરેક જણ પોતાની જગ્યાએ ચરશે.
4 They get ready for battle against her, saying, “Come on, we'll attack at noon! Oh no, the day is almost over, the evening shadows are growing long.
૪યહોવાહના નામે તેની સામે ચઢાઈ કર. ઊઠ, આપણે મધ્યાહને તેના પર હુમલો કરીએ. આપણને અફસોસ! સૂર્યાસ્ત થવા લાગ્યો છે. સંધ્યાની છાયા લંબાતી જાય છે.
5 Come on, we'll attack at night instead and destroy her fortresses!”
૫ઊઠો, આપણે તેના પર રાતે હુમલો કરીને તેના મહેલોનો નાશ કરીએ.
6 This is what the Lord Almighty says: Cut down the trees and make a siege ramp to use against Jerusalem. This city needs to be punished because it's full of people mistreating one another.
૬સૈન્યોના ઈશ્વર યહોવાહ આ પ્રમાણે કહે છે; તેનાં વૃક્ષો કાપી નાખો અને યરુશાલેમ વિરુદ્ધ મોરચા ઊભા કરો. આ નગર તો દંડને પાત્ર છે કેમ કે એમાં જુલમ સિવાય બીજું કશું નથી.
7 Like a spring gushing out water, so she pours out her evil. The sounds of violence and abuse echo inside her. I see people sick and wounded everywhere.
૭જેમ ઝરો પાણીથી ઊભરાય છે તેમ એ દુષ્ટતાથી ઊભરાય છે. નગરમાં મારઝૂડ અને લૂંટફાટનો અવાજ સંભળાય છે, વેદના તથા જખમ મારી આગળ નિત્ય થાય છે.
8 I'm warning you, people of Jerusalem, I'm going to give up on you in disgust. I will destroy you and leave your country uninhabited.
૮માટે હે યરુશાલેમ આ ચેતવણી પર તું ધ્યાન આપ, રખેને હું તારો ત્યાગ કરીને તને ઉજ્જડ તથા વેરાન પ્રદેશ બનાવી મૂકું.
9 This is what the Lord Almighty says: Even those left in Israel will be taken, just as grapes left on a vine are taken by the one harvesting the grapes who checks the branches again.
૯સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે; ઇઝરાયલમાં જે થોડા બાકી રહેલા હશે તેઓને દ્રાક્ષની પેઠે વીણીને લઈ જવામાં આવશે. દ્રાક્ષા તોડનારની પેઠે તું તારો હાથ ફરી ડાળખી પર ફેરવ.
10 Who can I give this warning to? Who's going to listen to me? Can't you see that they refuse to listen? They can't hear what I'm saying. See how offensive the Lord's message is to them. They don't like it at all.
૧૦કોને કહું અને કોને ચેતવણી આપું કે તેઓ સાંભળે? તેઓના કાન બેસુન્નત છે; કે તેઓ સાંભળી શકતા નથી. ધ્યાન આપો!” જુઓ, યહોવાહનું વચન તેમની પાસે તેઓને સુધારવા માટે આવ્યું પણ તેઓએ તેને સ્વીકાર્યું નહિ.
11 But as for me, I'm full of the Lord's anger; I have a hard time keeping it in. The Lord replies, Pour it out on children in the street, and on groups of young people, because both husband and wife are going to be captured—it's everyone, and it doesn't matter how old they are.
૧૧પણ હું યહોવાહના રોષથી ભરપૂર છું, હું તેને અંદર દબાવી શકતો નથી. મહોલ્લાના લોકો પર અને ટોળે વળતા યુવાનો પર તેનો ઊભરો કાઢ. કેમ કે પુરુષ તથા સ્ત્રી અને ઘરડાઓ સુદ્ધાં બધા જ પકડાઈ જશે.
12 Their houses will be given to others, their fields and wives too, because I'm going to punish everyone living in this country, declares the Lord.
૧૨તેઓનાં ઘરો અને તેઓનાં ખેતરો તથા પત્નીઓ બીજાઓને સોંપવામાં આવશે. કેમ કે હું આ દેશના લોકોને શિક્ષા કરીશ. એમ યહોવાહ કહે છે.
13 Everyone cheats because they're greedy, poor and rich alike. Even prophets and priests—they are all dishonest liars!
૧૩કેમ કે તેઓ બધા નાનાથી માંડીને છેક મોટા સુધી સર્વ લોભી છે. અને પ્રબોધકોથી યાજકો સુધી સર્વ જુઠાણું ચલાવે છે.
14 They give my wounded people first aid, but they don't really care about them. They tell them, “Don't worry! We have peace!” even as war approaches.
૧૪કંઈ શાંતિ ન હોવા છતાં શાંતિ એમ કહીને તેઓ મારા લોકોના ઘાને ‘શાંતિ! શાંતિ!’ છે એમ કહીને ઉપર છલ્લા રુઝાવે છે.
15 Were they ashamed of the disgusting things they did? No, they weren't ashamed at all, they couldn't even blush. So they will fall just like the others, when I punish them; they will drop down dead, says the Lord.
૧૫તેઓએ ધિક્કારપાત્ર કૃત્ય કર્યું હતું માટે શું તેઓ શરમિંદા થયા? તેઓ બિલકુલ શરમિંદા થયા નહિ; વળી શું થયું છે તે તેઓ સમજ્યા નહિ. તેથી તેઓ પડનારા ભેગા પડશે. હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે,” એમ યહોવાહ કહે છે.
16 This is what the Lord says: Go and stand where the roads divide, and look. Find out which are the old paths. Ask, “What's the right way?” Then follow it and you'll be content. But you refused, saying, “We won't go that way!”
૧૬યહોવાહ કહે છે; માર્ગોમાં ઊભા રહીને જુઓ; ભૂતકાળના માર્ગો વિષે પૂછો. ‘આવો ઉત્તમ માર્ગ ક્યાં છે?’ તેની શોધ કરીને તે માર્ગે ચાલો. એટલે તમારા આત્માને શાંતિ મળશે. પણ લોકો કહે છે, “અમે તે માર્ગે ચાલીશું નહિ.”
17 I put watchmen in charge of you and told you, make sure you listen for the trumpet call warning you of danger. But you answered, “We won't listen!”
૧૭મેં તમારા પર ચોકીદારો નીમ્યા અને કહ્યું કે, રણશિંગડાનો અવાજ સાંભળો. પરંતુ તમે કહ્યું, “અમે તે તરફ ધ્યાન આપીશું નહિ.”
18 So now you other nations can listen and find out what's going to happen to them.
૧૮આથી યહોવાહે કહ્યું, “હે પ્રજાઓ, તમે સાંભળો, અને જાણી લો કે મારા લોકોના શા હાલ થવાના છે.
19 Earth, you listen too! I am bringing disaster down on this people, the end result of what they themselves planned. It's because they paid no attention to what I said, and rejected my instructions.
૧૯હે પૃથ્વીના લોકો, સાંભળો જુઓ, આ લોકો પર હું વિપત્તિ એટલે એમના કાવાદાવાનું ફળ લાવીશ. તેઓએ મારાં વચનોનો સ્વીકાર કર્યો નથી. તેઓએ મારાં નિયમશાસ્ત્રનો ત્યાગ કર્યો છે.
20 What's the point of offering me frankincense from Sheba or sweet calamus from a far-away land? I don't accept your burnt offerings; I'm not pleased with your sacrifices.
૨૦શેબાથી લોબાન તથા દૂર દેશથી અગરુ મારી પાસે શા માટે લાવો છો? હું તમારા દહનીયાર્પણને માન્ય કરીશ નહિ. અને તમારાં બલિદાનોથી હું પ્રસન્ન થતો નથી.
21 So this is what the Lord says: I'm going to put blocks in front of these people to trip them up. Fathers and sons will fall down dead, friends and neighbors too.
૨૧તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે; તેથી હું મારા એ લોકોને ઠોકર ખવડાવીશ અને તેઓ પિતા અને પુત્ર બન્ને તેનાથી ઠોકર ખાઈને પડી જશે પડોશી અને તેના મિત્રો બધા જ નાશ પામશે.
22 This is what the Lord says: Look! An army is invading from the north; a powerful nation is getting ready to attack all the way from the ends of the earth.
૨૨યહોવાહ આ પ્રમાણે કહે છે; જુઓ, ઉત્તરમાંથી એક પ્રજા આવી રહી છે અને પૃથ્વીના છેક છેડેથી એક બળવાન પ્રજા ચઢી આવશે.
23 They pick up their bows and spears. They are cruel and show no mercy. Their war-cries are like the sea roaring, and they ride horses lined up ready to attack you, Daughter of Zion.
૨૩તેઓ ધનુષ્ય તથા ભાલા ધારણ કરે છે. તેઓ ક્રૂર અને નિર્દય છે, તેઓનો અવાજ સમુદ્રની ગર્જના જેવો છે. તેઓ ઘોડાઓ પર સવારી કરે છે. હે સિયોનની દીકરી જેમ શૂરવીર લડાઈને માટે સજ્જ થાય છે તેમ તેઓ તારી વિરુદ્ધ લડાઈ કરવા તૈયાર છે.
24 The people reply, “We've heard the news, and our hands are limp with shock! We're overcome with agony, suffering pain like a woman in labor.
૨૪અમે તે વિશેના સમાચાર સાંભળ્યા છે. અમારાં ગાત્રો શિથિલ થઈ ગયાં છે. અમને જાણે પ્રસૂતિની જેવી પીડા થાય છે.
25 Don't go to the field! Don't walk down the road! The enemy is armed with swords! Terror is everywhere!”
૨૫બહાર ખેતરોમાં જશો નહિ, રસ્તાઓ પર મુસાફરી કરશો નહિ, કેમ કે સર્વત્ર શત્રુની તલવારનો ભય લાગે છે.
26 Oh my people, put on sackcloth and roll around in ashes. Mourn and cry bitterly like you would for an only son, because the destroyer will come down on you suddenly.
૨૬હે મારા લોકની દીકરી શોકનાં વસ્ત્રો ધારણ કરી રાખમાં બેસ. જેમ કોઈ પોતાના એકના એક દીકરાને માટે શોક તથા આક્રંદ કરે તેમ તું કર. કેમ કે આપણા પર લૂંટારા એકાએક ચઢી આવશે.
27 Jeremiah, I have made you a tester of metals so you can test my people as if they were metal, so you can know what they're made of and how they act.
૨૭મેં તને મારા લોકમાં પારખનાર તથા કોટરૂપ કર્યો છે જેથી તું તેઓના માર્ગ જાણે અને તેનું મૂલ્યાંકન કરે.
28 They're all stubborn rebels going around talking slander. They are hard as bronze and iron; they are all corrupt.
૨૮એ બધા અધમ બંડખોરો છે અને તેઓ ચાડી કરતા ફરે છે. તેઓ પિત્તળ જેવા અને લોખંડ જેવા છે. તેઓ સર્વ દુષ્ટ છે.
29 The bellows in the refiner's furnace blow powerfully, burning away the lead. But this refining is pointless, because the wicked are not purified.
૨૯ધમણ ચાલે છે અને વેગથી હવા ફૂંકે છે; સીસું અગ્નિથી બળી ગયું છે. શુદ્ધ કરનાર પીગાળવાને વ્યર્થ મહેનત કરે છે. કેમ કે દુષ્ટોને કાઢવામાં આવ્યા નથી.
30 They are identified as impure silver to be rejected, because the Lord has rejected them.
૩૦તેઓને “નકામી ચાંદી,” કહેવામાં આવશે કેમ કે યહોવાહે તેઓનો નકાર કર્યો છે.’”