< Genesis 7 >
1 The Lord told Noah, “Go into the ark with all your family. I have seen how you are a man of integrity, living a moral life among the people of this generation.
૧ઈશ્વરે નૂહને કહ્યું, “તું, તારા કુટુંબ સાથે, વહાણમાં આવ, કેમ કે આ પેઢીમાં મારી સમક્ષ તું એકલો જ ન્યાયી માલૂમ પડ્યો છે.
2 Take with you seven pairs, male and female, of every kind of clean animal, and one pair, male and female, of every kind of unclean animal.
૨દરેક શુદ્ધ પશુઓમાંથી સાત નર અને સાત નારીને લાવ અને અશુદ્ધ પશુઓમાંથી બે નર અને બે નારીને વહાણમાં લે.
3 In addition take seven pairs, male and female, of all the birds, so their different kinds will survive throughout the earth.
૩તેની સાથે આકાશના પક્ષીઓમાંનાં સાત નર અને સાત નારીને પણ તારી સાથે લે, કે જેથી જળપ્રલય પછી તેઓની પ્રજોત્પત્તિ વધતી રહે.
4 In seven days I'm going to make it rain for forty days and nights. I'm going to wipe out from the surface of the earth all the living creatures I made.”
૪સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ અને ચાળીસ રાત સુધી વરસાદ વરસાવીશ. મેં ઉત્પન્ન કર્યાં છે એ સર્વ સજીવોનો હું પૃથ્વી પરથી નાશ કરીશ.”
5 Noah did exactly what the Lord ordered him to do.
૫ઈશ્વરે જે સર્વ આજ્ઞા નૂહને આપી હતી તે પ્રમાણે તેણે કર્યું.
6 Noah was 600 when the flood waters covered the earth.
૬જળપ્રલયના સમયે નૂહની ઉંમર છસો વર્ષની હતી.
7 Noah went into the ark, taking with him his wife and his sons and their wives, because of the flood.
૭જળપ્રલય થવાનો હોવાને કારણે નૂહ, તેના દીકરા, તેની પત્ની અને તેની પુત્રવધૂઓ એકસાથે વહાણમાં ગયાં.
8 Clean and unclean animals, birds, and creatures that run along the ground,
૮શુદ્ધ તથા અશુદ્ધ પશુઓ, પક્ષીઓ તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સર્વ સજીવો હતા,
9 went into the ark with Noah. They came in pairs, male and female, just as God had told Noah.
૯તેઓમાંના દરેક નર તથા નારીની જોડી ઈશ્વરની આજ્ઞા અનુસાર નૂહ પાસે આવ્યાં અને વહાણમાં ગયા.
10 After seven days the floodwaters swept over the earth.
૧૦સાત દિવસ પછી પૃથ્વી પર જળપ્રલય થયો.
11 Noah was 600 when on the seventeenth day of the second month all the subterranean waters burst through the earth, and heavy rain poured down from the sky.
૧૧નૂહના આયુષ્યનાં છસોમા વર્ષના બીજા મહિનાને સત્તરમે દિવસે જળનિધિના મોટા ઝરા ફૂટી નીકળ્યા અને આકાશમાંથી મુશળધાર વરસાદ વરસ્યો.
12 Rain continue to fall on the earth for forty days and nights.
૧૨ચાળીસ દિવસ તથા ચાળીસ રાત સુધી પૃથ્વી પર સતત વરસાદ વરસ્યો.
13 That was the actual day when Noah, his wife, and their sons, Shem, Ham, and Japheth together with their three wives went into the ark.
૧૩તે જ દિવસે નૂહ, તેના દીકરાઓ શેમ, હામ, યાફેથ તથા તેની પત્ની અને પુત્રવધૂઓ સહિત વહાણમાં ગયો.
14 They had with them every kind of wild animals, livestock, creatures that run along the ground, and birds—everything with wings.
૧૪તેઓની સાથે પોતપોતાની જાત પ્રમાણે સર્વ વન્ય પશુ, પોતપોતાની જાત પ્રમાણે સર્વ પાલતુ પશુ, પોતપોતાની જાત પ્રમાણે સર્વ પેટે ચાલનારાં અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતનાં મોટાં તથા નાનાં સર્વ પક્ષીઓ વહાણમાં ગયાં.
15 They all came into the ark with Noah in pairs—every living thing that breathes.
૧૫સર્વ દેહધારી જાત જેમાં જીવનનો શ્વાસ છે તેમાંથી બબ્બે નૂહ પાસે વહાણમાં ગયાં.
16 A male and a female of every creature entered, as God had told Noah. Then the Lord shut the door behind him.
૧૬જેઓ વહાણમાં ગયાં તે સર્વ પ્રાણીઓમાં નર તથા નારી હતાં; ઈશ્વરે નૂહને એ માટેની આજ્ઞા આપી હતી. પછી ઈશ્વરે વહાણનું દ્વાર બંધ કર્યું.
17 The flood increased for forty days, lifting the ark so that it floated up from the earth.
૧૭પછી પૃથ્વી પર ચાળીસ રાત દિવસો સુધી જળપ્રલય થયો અને પાણી વધવાથી વહાણ પૃથ્વીની સપાટી પરથી ઊંચકાઈને તરતું થયું.
18 The floodwaters surged and grew deeper and deeper over the earth, but the ark floated along on the surface.
૧૮પાણીનો પુરવઠો વધ્યો અને પૃથ્વી પર તે ઘણું ઊંચે ચઢ્યું અને વહાણ પાણી પર તરવા લાગ્યું.
19 Finally the water grew so deep that even the highest mountains were covered—all that could be seen was sky.
૧૯પૃથ્વી પર પાણી એટલું બધું વધ્યું કે પૃથ્વી પરના સર્વ ઊંચા પહાડો પાણીથી ઢંકાઈ ગયા.
20 The water rose so much that it was higher than the mountains by fifteen cubits.
૨૦પર્વતોનાં સૌથી ઊંચા શિખર કરતાં પણ પાણીની સપાટી પંદર હાથ જેટલી ઊંચી વધી ગઈ.
21 Everything living on earth died—the birds, livestock, wild animals, all creatures that run along the ground, and all the people.
૨૧પૃથ્વી પર ફરનારાં સર્વ પશુઓ, પક્ષીઓ, જાનવરો, વન્ય પ્રાણીઓ, જીવજંતુઓ તથા સર્વ માણસો મરણ પામ્યા.
22 Everything on land that breathed, died.
૨૨કોરી ભૂમિ પરનાં સર્વ, જેઓનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ હતો, તેઓ સર્વનો નાશ થયો.
23 The Lord wiped out all life on earth—people, livestock, creatures that run along the ground, and birds. All were killed. The only ones left were Noah and those with him on the ark.
૨૩આમ પૃથ્વીના સર્વ જીવો, એટલે માણસો, પશુઓ, પેટે ચાલનારાં તથા આકાશના પક્ષીઓ પૃથ્વી પરથી નષ્ટ થયાં. માત્ર નૂહ તથા તેની સાથે જેઓ વહાણમાં હતાં તેઓ જ જીવતાં રહ્યાં.
24 The earth remained flooded for 150 days.
૨૪પૃથ્વી પર એકસો પચાસ દિવસો સુધી પાણી છવાયેલું રહ્યું.