< 2 Kings 1 >
1 After Ahab died, Moab rebelled against Israel.
૧આહાબના મરણ પછી મોઆબે ઇઝરાયલની સામે બળવો કર્યો.
2 Ahaziah had fallen through the lattice-work of his upper room in Samaria and had hurt himself badly. So he sent out messengers, telling them: “Go and ask Baal-zebub, the god of Ekron, whether I will get better from this injury.”
૨અહાઝયાહ સમરુનમાં તેના ઉપરના ઓરડાની બારીમાંથી નીચે પડી જવાથી તે બીમાર પડ્યો હતો. તેથી તેણે સંદેશાવાહકોને મોકલીને કહેવડાવ્યું કે, “જઈને એક્રોનના દેવ બઆલ-ઝબૂબ ને પૂછો કે, શું હું આ બીમારીમાંથી સાજો થઈશ?”
3 But the angel of the Lord told Elijah the Tishbite, “Go and meet the messengers of the king of Samaria and ask them, ‘Is it because there's no God in Israel that you're going to ask advice from Baal-Zebub, the god of Ekron?’
૩પણ ઈશ્વરના દૂતે તિશ્બી એલિયાને કહ્યું, “ઊઠ, સમરુનના રાજાના સંદેશાવાહકોને મળવા સામે જા અને તેમને કહે, ‘શું ઇઝરાયલમાં કોઈ ઈશ્વર નથી કે તમે એક્રોનના દેવ બઆલ-ઝબૂબની સલાહ લેવા જાઓ છો?
4 So this is the Lord's answer: ‘You will not leave the bed on which you are lying. You're definitely going to die.’” And Elijah left.
૪ઈશ્વર એવું કહે છે કે, “જે પલંગ પર તું સૂતો છે તે પરથી તારાથી ઉઠાશે નહિ; પણ તું નિશ્ચે મરણ પામશે.” પછી એલિયા ચાલ્યો ગયો.
5 The messengers returned to the king, and he asked them, “Why have you come back?”
૫જયારે સંદેશાવાહકો અહાઝયાહ પાસે પાછા આવ્યા ત્યારે તેણે તેઓને પૂછ્યું, “શા માટે તમે પાછા આવ્યા?”
6 “A man came and met us,” they replied. “He told us, ‘Go back to the king who sent you, and tell him, This is what the Lord says: Is it because there is no God in Israel that you are sending to ask advice from Baal-zebub, the god of Ekron? As a result you will not leave the bed on which you are lying. You're definitely going to die.’”
૬તેઓએ તેને કહ્યું, “એક માણસ અમને મળવા આવ્યો અને તેણે અમને કહ્યું કે, ‘જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જઈને તેને કહો કે, “યહોવાહ એવું કહે છે કે, ‘શું ઇઝરાયલમાં કોઈ ઈશ્વર નથી કે, તું એક્રોનના દેવ બઆલ-ઝબૂબને સલાહ પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તારાથી ઉઠાશે નહિ, પણ તું નિશ્ચે મરણ પામશે.’”
7 “What was he like, this man who met you and told you all this?” the king asked.
૭અહાઝયાહએ તેના સંદેશાવાહકોને પૂછ્યું, “જે માણસ તમને મળવા આવ્યો અને જેણે તમને આ વચનો કહ્યાં તે કેવા પ્રકારનો માણસ હતો?”
8 “He was a hairy man wearing a leather belt around his waist,” they replied. “It's Elijah the Tishbite,” said the king.
૮તેઓએ કહ્યું, “તે માણસનાં શરીરે વાળ હતા અને તેની કમરે ચામડાનો પટ્ટો બાંધેલો હતો.” રાજાએ કહ્યું, “તે તો નિશ્ચે તિશ્બી એલિયા છે.”
9 Then the king sent an army captain with fifty men to Elijah. The captain went up to Elijah, who was sitting on the top of a hill, and told him, “Man of God, the king orders you, ‘Come down!’”
૯પછી રાજાએ સરદારને પચાસ સૈનિકો સાથે એલિયા પાસે મોકલ્યો. તે સરદાર ત્યાં પહોંચ્યો ત્યારે તેણે એલિયાને પર્વતના શિખરે બેઠેલો જોયો. સરદારે તેને કહ્યું કે, “હે ઈશ્વરભક્ત, રાજાએ કહ્યું છે કે, તું નીચે ઊતર.’
10 Elijah replied to the captain, “If I am a man of God, then let fire fall from heaven and burn up you and your fifty men.” Fire fell from heaven and burned up the captain and his men.
૧૦એલિયાએ કહ્યું, “જો હું ઈશ્વરભક્ત હોઉં, તો આકાશમાંથી અગ્નિ ઊતરીને તને તથા તારા પચાસ સૈનિકોને ભસ્મ કરી નાખો.” તેથી આકાશમાંથી અગ્નિએ ઊતરીને સરદારને તથા તેના પચાસ સૈનિકોને ભસ્મ કરી નાખ્યા.
11 So the king sent another captain with his fifty men to Elijah. The captain said to Elijah, “Man of God, the king orders you, Come down immediately!”
૧૧અહાઝયાહએ ફરીથી બીજા સરદારને પચાસ સૈનિકો સાથે એલિયા પાસે મોકલ્યો. આ સરદારે પણ એલિયા પાસે જઈને કહ્યું, “હે ઈશ્વરભક્ત, રાજાએ કહાવ્યું છે કે, ‘જલ્દીથી નીચે ઊતર.’
12 Elijah replied to the captain, “If I am a man of God, then let fire fall from heaven and burn up you and your fifty men.” Fire fell from heaven and burned up the captain and his men.
૧૨એલિયાએ તેઓને કહ્યું, “જો હું ઈશ્વરભક્ત હોઉં, તો આકાશમાંથી અગ્નિ ઊતરીને તને તથા તારા પચાસ સૈનિકોને ભસ્મ કરી નાખો.” ફરીથી આકાશમાંથી ઈશ્વરના અગ્નિએ ઊતરીને સરદારને તથા તેના બધા સૈનિકોને ભસ્મ કરી નાખ્યા.
13 So the king sent a third captain with his fifty men. The third captain went up, kneeled before Elijah, and pleaded with him, “Man of God, please value my life and the lives of these fifty men.
૧૩ફરીથી રાજાએ ત્રીજા પચાસ સૈનિકોને સરદાર સાથે તેની પાસે મોકલ્યો. ત્રીજા સરદારે ઉપર જઈને એલિયા આગળ ઘૂંટણે પડીને તેને વિનંતી કરીને કહ્યું, “હે ઈશ્વરભક્ત, કૃપા કરીને મારું જીવન તથા આ મારા પચાસ સૈનિકોનાં જીવન તમારી દ્રષ્ટિમાં મૂલ્યવાન ગણાઓ.
14 Yes, fire has fallen from heaven and burned up the first two captains of fifty, along with all their men. But now please value my life!”
૧૪ખરેખર, આકાશમાંથી અગ્નિએ ઊતરીને પહેલા બે સરદારોને તેઓના સૈનિકો સાથે ભસ્મ કર્યા, પણ હવે મારું જીવન તારી દ્રષ્ટિમાં મૂલ્યવાન ગણાઓ.”
15 Then the angel of the Lord told Elijah, “Go down with him. You don't have to be afraid of him.” So Elijah got up and went down with him to the king.
૧૫તેથી ઈશ્વરના દૂતે એલિયાને કહ્યું, “તેની સાથે નીચે જા. તેનાથી બીશ નહિ.” માટે એલિયા ઊઠીને તેની સાથે રાજા પાસે ગયો.
16 Elijah told the king, “This is what the Lord says: ‘Is it because there's no God in Israel for you to consult that you have sent messengers to ask advice of Baal-zebub, the god of Ekron? As a result you will not leave the bed on which you are lying. You're definitely going to die.”
૧૬પછી એલિયાએ અહાઝયાહને કહ્યું, “ઈશ્વર એવું કહે છે કે, ‘તેં એક્રોનના દેવ બઆલ-ઝબૂબને પૂછવા સંદેશાવાહકો મોકલ્યા છે શું ઇઝરાયલમાં ઈશ્વર નથી કે જેને તું સલાહ પૂછી શકે છે? તેથી હવે, તું જે પલંગ પર સૂતો છે તે પરથી તારાથી ઉઠાશે નહિ; પણ તું નિશ્ચે મરણ પામશે.’”
17 Ahaziah died just as the Lord had said through Elijah. Because he had no son, Joram succeeded him as king in the second year of the reign of Jehoram, son of Jehoshaphat, king of Judah.
૧૭તેથી જેમ એલિયાએ ઈશ્વરના વચન પ્રમાણે કહ્યું હતું તેમ અહાઝયાહ રાજા મરણ પામ્યો. તેની જગ્યાએ યહૂદિયાના રાજા યહોશાફાટના દીકરા યહોરામને બીજે વર્ષે યોરામ રાજ કરવા લાગ્યો, કેમ કે તેને દીકરો ન હતો.
18 The rest of what happened in Ahaziah's reign and what he did are recorded in the Book of Chronicles of the Kings of Israel.
૧૮અહાઝયાહના બાકીનાં કૃત્યો વિષે ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું?