< Joshua 6 >

1 Now Jericho was shut up and was barred, because of the children of Israel: none went out, and none came in.
હવે ઇઝરાયલના સૈનિકોને કારણે યરીખોના બધા દરવાજા બંધ કરાયા હતા. કોઈ બહાર જઈ શકતું નહોતું અને કોઈ પણ અંદર આવી શકતું નહોતું.
2 And Jehovah said to Joshua, See, I have given into thy hand Jericho, and the king thereof, [and] the valiant men.
યહોવાહે યહોશુઆને કહ્યું, “જો, મેં યરીખોને, તેના રાજાને અને તેના શૂરવીર સૈનિકોને તારા હાથમાં સોંપ્યા છે.
3 And ye shall go round the city, all the men of war, encompassing the city once. Thus shalt thou do six days.
તમારે નગરની ચોતરફ પ્રદક્ષિણા કરવી, સર્વ યોધ્ધાઓએ દિવસમાં એકવાર નગરની પ્રદક્ષિણા કરવી. આમ છ દિવસ સુધી તમારે કરવું.
4 And seven priests shall carry before the ark seven blast-trumpets; and on the seventh day ye shall go round the city seven times, and the priests shall blow with the trumpets.
સાત યાજકો કરારકોશ આગળ ઘેટાંના શિંગનાં બનાવેલા સાત રણશિંગડા ઊંચકે. સાતમા દિવસે, તમારે સાત વાર નગરની પ્રદક્ષિણા કરવી અને યાજકોએ મોટા અવાજે રણશિંગડાં વગાડ્યાં.
5 And it shall come to pass when they make a long blast with the blast-horn, that all the people on hearing the sound of the trumpet shall shout with a great shout; and the wall of the city shall fall flat, and the people shall go up, each one straight before him.
મોટા અવાજ સાથે શિંગ વગાડે અને જયારે તેનો અવાજ તમે સાંભળો ત્યારે સઘળાં લોકો મોટો અવાજ કરે. તેથી નગરનો કોટ તૂટી પડશે. ત્યારે દરેક વ્યક્તિએ સીધા નગરમાં ધસી જવું.”
6 And Joshua the son of Nun called the priests, and said to them, Carry the ark of the covenant, and seven priests shall carry seven blast-trumpets before the ark of Jehovah.
પછી નૂનના દીકરા, યહોશુઆએ યાજકોને બોલાવીને કહ્યું કે, “કરારકોશ ઊંચકો અને સાત યાજકો યહોવાહનાં કરારકોશની આગળ સાત રણશિંગડાં લઈને ચાલે.
7 And he said to the people, Pass on, go round the city, and they that are armed shall pass on before the ark of Jehovah.
અને તેણે લોકોને કહ્યું, “આગળ જાઓ અને ચોતરફ નગરની પ્રદક્ષિણા કરો અને હથિયારબંધ પુરુષો યહોવાહનાં કરારકોશ આગળ જાય.”
8 And it came to pass when Joshua had spoken to the people, that the seven priests carrying the seven blast-trumpets before Jehovah passed on and blew with the trumpets; and the ark of the covenant of Jehovah went after them.
જેમ યહોશુઆએ લોકોને કહ્યું તેમ, સાત યાજકોએ યહોવાહની આગળ સાત રણશિંગડાં ઊચક્યાં અને તેઓ આગળ ચાલ્યા અને તેઓએ રણશિંગડાં વગાડીને મોટો અવાજ કર્યો અને યહોવાહનો કરારકોશ તેઓની પાછળ ચાલ્યો.
9 And the armed men went before the priests who blew with the trumpets, and the rearguard came after the ark; they blew with the trumpets in marching.
સશસ્ત્ર પુરુષો યાજકોની આગળ ચાલતા હતા, તેઓ તેમનાં રણશિંગડાં મોટેથી વગાડતા હતા, પણ પાછળના સૈનિકો કરારકોશની પછવાડે ચાલતા હતા. યાજકો તેમનાં રણશિંગડા સતત વગાડતા હતા.
10 And Joshua had commanded the people, saying, Ye shall not shout, nor let your voice be heard, neither shall a word proceed out of your mouth, until the day I say to you, Shout; then shall ye shout.
૧૦પણ યહોશુઆએ લોકોને આજ્ઞા કરીને કહ્યું કે,” હોકારા પાડશો નહિ. હું તમને હોકારો પાડવાનુ કહું નહિ તે દિવસ સુધી તમારા મુખમાંથી તમે અવાજ કાઢશો નહિ.”
11 And the ark of Jehovah went round the city, encompassing [it] once; and they came into the camp, and lodged in the camp.
૧૧તેણે યહોવાહનાં કરારકોશને તે દિવસે નગરની ચોતરફ એકવાર ફેરવ્યો. પછી તેઓએ છાવણીમાં પ્રવેશ કર્યો અને તે રાતે તેઓ છાવણીમાં જ રહ્યા.
12 And Joshua rose early in the morning, and the priests carried the ark of Jehovah.
૧૨અને યહોશુઆ વહેલી સવારે ઊઠ્યો. યાજકોએ યહોવાહનો કરારકોશ ઊંચકી લીધો.
13 And the seven priests carrying the seven blast-trumpets before the ark of Jehovah went on and blew continually with the trumpets; and the armed men went before them, and the rearguard went after the ark of Jehovah; they blew with the trumpets in marching.
૧૩સાત યાજકોએ યહોવાહનાં કરારકોશની આગળ સાત રણશિંગડાં લીધાં અને તેઓ તેને મોટા અવાજથી વગાડતા વગાડતા ચાલ્યા. સશસ્ત્ર પુરુષો તેઓની આગળ ચાલતા હતા. પણ પાછળની ટુકડી યહોવાહનાં કોશની પછવાડે ચાલી ત્યારે રણશિંગડામાંથી સતત મોટો અવાજ થતો રહ્યો.
14 And on the second day they went round the city once, and returned into the camp. So they did six days.
૧૪બીજે દિવસે તેઓએ નગરની ચોતરફ એકવાર પ્રદક્ષિણા કરી અને પાછા છાવણીમાં આવ્યા. આમ તેઓએ છ દિવસ કર્યું.
15 And it was so that on the seventh day they rose early, about the morning-dawn, and went round the city after the same manner seven times; only on that day they went round the city seven times.
૧૫સાતમા દિવસે તેઓ પ્રભાતે વહેલા ઊઠ્યા અને તેઓની રીત પ્રમાણે આ વખતે સાત વાર નગરની પ્રદક્ષિણા કરી.
16 And it came to pass the seventh time, when the priests blew with the trumpets, that Joshua said to the people, Shout; for Jehovah has given you the city.
૧૬સાતમે દિવસે જયારે યાજકો જોરથી રણશિંગડા વગાડતા હતા ત્યારે યહોશુઆએ લોકોને આજ્ઞા કરી કે, “મોટેથી વગાડો. કેમ કે યહોવાહે આ નગર તમને આપ્યું છે.
17 And the city shall be accursed, it and all that is in it, to Jehovah; only Rahab the harlot shall live, she and all that are with her in the house, because she hid the messengers that we sent.
૧૭આ નગર તથા તેમાંનું સર્વ યહોવાહને સમર્પિત કરવામાં આવશે. કેવળ રાહાબ ગણિકા અને તેની સાથે તેના ઘરનાં સર્વ જીવતાં રહેશે. કેમ કે જે માણસોને આપણે મોકલ્યા હતા તેઓને તેણે સંતાડ્યા હતા.
18 But in any wise keep from the accursed thing, lest ye make [yourselves] accursed in taking of the accursed thing, and make the camp of Israel a curse, and trouble it.
૧૮પણ તમે પોતાના માટે, તમામ એવી નાશવંત વસ્તુ લેવા વિષે સાવધ રહો. રખેને તે વસ્તુઓને શાપિત માન્ય પછી તેમાંથી કશું લો. અને તેમ કરવાથી તમે ઇઝરાયલની છાવણીનો નાશ થાય એવું કરો અને તેના પર સંકટ લાવો.
19 And all the silver, and gold, and vessels of copper and iron, shall be holy to Jehovah; they shall come into the treasury of Jehovah.
૧૯સર્વ ચાંદી, સોનું અને પિત્તળનાં તથા લોખંડનાં પાત્રો યહોવાહને સારું પવિત્ર છે. તે બધું યહોવાહનાં ભંડારમાં લાવવું.
20 And the people shouted, and they blew with the trumpets. And it came to pass when the people heard the sound of the trumpets, and the people shouted with a great shout, that the wall fell down flat; and the people went up into the city, each one straight before him, and they took the city.
૨૦તેથી લોકોએ હોંકારો કર્યો અને યાજકોએ રણશિંગડાં વગાડયાં. જયારે લોકોને રણશિંગડાનો સાદ સંભળાયો ત્યારે તેઓએ મોટો અવાજ કર્યો અને કોટ તૂટી પડ્યો તેથી લોકોમાંનો દરેક પુરુષ સીધો નગરમાં દોડી ગયો અને તેઓએ નગરને પોતાને કબજે કર્યું.
21 And they utterly destroyed all that was in the city; both man and woman, young and old, and ox, and sheep, and ass, with the edge of the sword.
૨૧અને નગરમાં જે સઘળું હતું તે બધું એટલે પુરુષ અને સ્ત્રી, જુવાન અને વૃદ્ધ, ઢોર, ઘેટાં અને ગધેડાં એ બધાનો તલવારથી વિનાશ કર્યો.
22 And Joshua said to the two men that had spied out the country, Go into the harlot's house and bring out thence the woman, and all that she has, as ye swore unto her.
૨૨જે બે માણસોએ દેશની જાસૂસી કરી હતી તેઓને યહોશુઆએ કહ્યું કે, “ગણિકાના ઘરમાં જાઓ. તેની સાથે તમે સમ ખાધા હતા તે પ્રમાણે તેને અને તેના સર્વને ત્યાંથી બહાર લાવો.
23 And the young men, the spies, went in and brought out Rahab, and her father, and her mother, and her brethren, and all that she had: all her kindred did they bring out, and they left them outside the camp of Israel.
૨૩તેથી જુવાન ઘરમાં ગયા અને રાહાબને બહાર લઈ આવ્યા. તેઓ તેના પિતાને, તેની માને, તેના ભાઈઓને અને તેના સર્વસ્વને બહાર લાવ્યા. વળી તેનાં સઘળાં સગાંને પણ તેઓ બહાર લાવ્યા. તેઓ તેમને ઇઝરાયલની છાવણી બહારની જગ્યામાં લઈ આવ્યા.
24 And they burned the city with fire, and all that was therein; only the silver, and the gold, and the vessels of copper and of iron, they put into the treasury of the house of Jehovah.
૨૪તેઓએ નગરને અને જે કંઈ હતું તે બધું અગ્નિથી બાળી નાખ્યું; કેવળ ચાંદી, સોનું, પિત્તળનાં અને લોખંડનાં પાત્રો લાવીને તેઓએ યહોવાહનાં ઘરના ભંડારમાં મૂક્યાં.
25 And Joshua saved alive Rahab the harlot, and her father's household, and all that she had, and she dwelt in the midst of Israel to this day; because she hid the messengers whom Joshua had sent to spy out Jericho.
૨૫પણ રાહાબ ગણિકાને, તેના પિતાના કુટુંબને અને તેના સર્વસ્વને યહોશુઆએ બચાવી લીધાં. તે આજ દિવસ સુધી ઇઝરાયલમાં રહી કારણ કે યહોશુઆએ યરીખોમાં જે જાસૂસોને મોકલ્યા હતા તેઓને તેણે સંતાડીને રક્ષણ આપ્યું હતું.
26 And Joshua swore at that time, saying, Cursed be the man before Jehovah who shall rise up and build this city Jericho! In his first-born shall he lay its foundation, and in his youngest son shall he set up its gates.
૨૬પછી તે વખતે યહોશુઆએ તેઓને સમ આપીને કહ્યું કે, “જે કોઈ ઊઠીને ફરીથી યરીખો નગર બાંધે તે યહોવાહની નજર આગળ શાપિત થાય. તેના જયેષ્ઠ પુત્રના જીવનના બદલામાં તે પાયો નાખશે અને તેના સૌથી નાના પુત્રના જીવના બદલામાં તેના દરવાજા સ્થિર કરશે.”
27 And Jehovah was with Joshua; and his fame was in all the land.
૨૭આ રીતે યહોવાહ યહોશુઆ સાથે રહ્યા હતા. તેની કીર્તિ આખા દેશમાં ફેલાઈ ગઈ.

< Joshua 6 >