< Job 25 >

1 Then Baldad the Suhite answered by saying:
પછી બિલ્દાદ શૂહીએ ઉત્તર આપ્યો અને કહ્યું,
2 Power and terror are with him that makes a pact with those in high places.
“સત્તા અને ભય તેમની પાસે છે; તે પોતાના ઉચ્ચ સ્થાનોમાં શાંતિ કરે છે.
3 Is there any limit to the number of his soldiers or to the number of those over whom his light rises?
શું તેમના સૈન્યોની કંઈ ગણતરી છે? અને કોના ઉપર તેમનું અજવાળું નથી પ્રકાશતું?
4 Is it right for man to compare himself to God, or to appear pure though he is born of woman?
ઈશ્વરની સમક્ષ મનુષ્ય કેવી રીતે ન્યાયી ઠરે? અને સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે?
5 Behold, even the moon is not radiant, and the stars are not pure, in his sight.
જુઓ, તેમની દૃષ્ટિમાં ચંદ્ર પણ નિસ્તેજ છે; અને તારાઓ પણ નિર્મળ નથી.
6 Is man much more than rottenness and the son of man much more than worms?
તો પછી મનુષ્ય જે કીડા જેવો છે, અને મનુષ્યપુત્ર જે કીડો જ છે, તે કેવી રીતે પવિત્ર હોઈ શકે!”

< Job 25 >