< Genesis 50 >
1 Joseph, realizing this, fell upon his father’s face, weeping and kissing him.
૧પછી યૂસફ તેના પિતાના દેહને ભેટીને રડ્યો અને તેને ચુંબન કર્યું.
2 And he instructed his servant physicians to embalm his father with aromatics.
૨યૂસફે તેના દાસોમાં જે વૈદો હતા તેઓને તેના પિતાના દેહમાં સુગંધીઓ ભરવાની આજ્ઞા આપી. તેથી વૈદોએ ઇઝરાયલના દેહમાં સુગંધીઓ ભરી.
3 And while they were fulfilling his orders, forty days passed. For this was the method of embalming dead bodies. And Egypt wept for him for seventy days.
૩સુગંધીઓ ભરવાનું કામ ચાલીસ દિવસ પછી પૂરું થયું. યાકૂબના મરણ નિમિત્તે મિસરીઓએ સિત્તેર દિવસ શોક પાળ્યો.
4 And when the time for mourning was fulfilled, Joseph spoke to the family of Pharaoh: “If I have found favor in your sight, speak to the ears of Pharaoh.
૪જયારે તેના શોકના દિવસો પૂરા થયા ત્યારે યૂસફે ફારુનની રાજસભાને કહ્યું, “તમે મારા પર સહાનુભૂતિ દર્શાવેલી છે. તો હવે મારા વતી ફારુનને એમ કહો,
5 For my father made me swear, saying: ‘See, I am dying. You shall bury me in my sepulcher which I dug for myself in the land of Canaan.’ Therefore, I shall go up and bury my father, and then return.”
૫‘મારા પિતાએ મને સમ આપીને કહ્યું હતું કે, “હું મૃત્યુ પામવાનો છું. મેં મારા માટે કનાન દેશમાં કબર ખોદાવેલી છે, ત્યાં મને દફનાવજો.” તો હવે ફારુન મારા પિતાને દફનાવવા માટે મને જવા દે. એ વિધિ પૂરી કર્યા પછી હું પાછો આવીશ.’
6 And Pharaoh said to him, “Go up and bury your father, just as he made you swear.”
૬ફારુને જવાબ આપ્યો, “તારા પિતાએ તને સમ આપ્યાં છે તે મુજબ તારા પિતાને દફનાવવા માટે જા.”
7 So as he went up, all the elders of the house of Pharaoh went with him, along with every patriarch in the land of Egypt,
૭યૂસફ તેના પિતાને દફનાવવા માટે ગયો. ફારુનના સર્વ અધિકારીઓ, તેના ઘરના સભ્યો, મિસર દેશના સર્વ ઉચ્ચ અધિકારીઓ પણ તેની સાથે ગયા.
8 and the house of Joseph with his brothers, except their little ones and flocks and also the herds, which they left behind in the land of Goshen.
૮યૂસફના ઘરનાં સર્વ, તેના ભાઈઓ અને તેના પિતાના ઘરનાં સર્વ પણ ગયાં. તેઓએ તેમનાં નાનાં બાળકો, તેમના ટોળાં તથા તેમનાં અન્ય જાનવરોને ગોશેન દેશમાં રહેવા દીધાં.
9 Likewise, he had in his company chariots and horsemen. And it became a crowd without restraint.
૯તેની સાથે રથો તથા ઘોડેસવારો સહિત લોકોનો વિશાળ સમુદાય હતો.
10 And they arrived at the threshing place of Atad, which is situated beyond the Jordan. There they spent seven full days celebrating the funeral rites with a great and vehement lamentation.
૧૦જયારે તેઓ યર્દનની સામે પાર આટાદની ખળી છે ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ આક્રંદ કર્યું. પિતાને માટે સાત દિવસ સુધી શોક કર્યો.
11 And when the inhabitants of the land of Canaan had seen this, they said, “This is a great Lamentation for the Egyptians.” And for this reason, the name of that place was called, “The Lamentation of Egypt.”
૧૧આટાદની ખળીમાં તે દેશના કનાનીઓએ તે શોકનું વાતાવરણ જોયું, ત્યારે તેઓ બોલ્યા, “મિસરીઓના માટે આ એક શોકની મોટી જગ્યા છે.” તે માટે તે જગ્યાનું નામ આબેલ-મિસરાઈમ કહેવાય છે, જે યર્દન પાર છે.
12 And so, the sons of Jacob did just as he had instructed them.
૧૨પોતાના દીકરાઓને જેવા સલાહસૂચનો યાકૂબે આપ્યાં હતાં તે પ્રમાણે તેઓએ પિતાને સારુ કર્યું.
13 And carrying him into the land of Canaan, they buried him in the double cave, which Abraham had bought along with its field, from Ephron the Hittite, as a possession for burial, opposite Mamre.
૧૩તેના દીકરાઓ તેને કનાન દેશમાં લાવ્યા અને મામરે નજીક, માખ્પેલાના ખેતરમાંની ગુફામાં તેને દફ્નાવ્યો. ઇબ્રાહિમે કબરસ્તાન માટે તે ખેતર ગુફા સહિત એફ્રોન હિત્તી પાસેથી વેચાતું લીધું હતું.
14 And Joseph returned into Egypt with his brothers and all those of his company, having buried his father.
૧૪તેના પિતાને દફનાવ્યા પછી યૂસફ તથા તેના ભાઈઓ અને જેઓ તેના પિતાને દફનાવવા માટે તેની સાથે ગયા હતા, તે સર્વ મિસરમાં પાછા આવ્યા.
15 Now that he was dead, his brothers were afraid, and they said to one another: “Perhaps now he may remember the injury that he suffered and requite us for all the evil that we did to him.”
૧૫પિતાના મૃત્યુને લીધે યૂસફના ભાઈઓ ગભરાઈ ગયા. તેઓને મનમાં થયું કે, “જો યૂસફ આપણો દ્વેષ કરશે અને આપણે તેની સાથે જે દુર્વ્યવહાર કર્યો હતો તેનું વેર વાળવાનું તે ઇચ્છશે તો આપણું શું થશે?”
16 So they sent a message to him, saying: “Your father instructed us before he died,
૧૬તેથી તેઓએ યૂસફને સંદેશ કહેવડાવી મોકલ્યો, “તારા પિતાએ મૃત્યુ પામ્યા અગાઉ સૂચન આપીને અમને કહ્યું હતું,
17 that we should say these words to you from him: ‘I beg you to forget the wickedness of your brothers, and the sin and malice that they practiced against you.’ Likewise, we petition you to release the servants of the God of your father from this iniquity.” Hearing this, Joseph wept.
૧૭‘તમે આ પ્રમાણે યૂસફને કહેજો, “તેઓએ તારી સાથે જે ખરાબ વર્તન કર્યું અને તારો અપરાધ કર્યો તે માટે કૃપા કરીને તારા પિતાના ઈશ્વરના ભાઈઓને માફ કરજે.’ જયારે તે સંદેશ તેને મળ્યો ત્યારે યૂસફ ગળગળો થઈ ગયો.
18 And his brothers went to him. And reverencing prostrate on the ground, they said, “We are your servants.”
૧૮તેના ભાઈઓએ જઈને તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા. તેઓએ કહ્યું, “જો, અમે તારા દાસો છીએ.”
19 And he answered them: “Do not be afraid. Are we able to resist the will of God?
૧૯પણ યૂસફે તેઓને જવાબ આપ્યો, “બીશો નહિ. શું હું ઈશ્વરના સ્થાને છું?
20 You devised evil against me. But God turned it into good, so that he might exalt me, just as you presently discern, and so that he might bring about the salvation of many peoples.
૨૦તમે તો મારું ખરાબ કરવા ઇચ્છ્યું હતું પણ તમે આજે જેમ જોયું તેમ ઘણાં લોકોના જીવ બચાવવા ઈશ્વરે તેમાં સારું કર્યું.
21 Do not be afraid. I will pasture you and your little ones.” And he consoled them, and he spoke mildly and leniently.
૨૧તે માટે હવે ગભરાશો નહિ. હું પોતે તમારી તથા તમારાં બાળકોની સંભાળ રાખીશ.” એમ તેણે તેઓને દિલાસો આપ્યો અને તેઓની સાથે હેતથી વાત કરી.
22 And he lived in Egypt with all his father’s house; and he survived for one hundred and ten years.
૨૨યૂસફ પોતાના ભાઈઓ અને સંતાનો સાથે મિસરમાં રહ્યો. તે એકસો દસ વર્ષની વયે મરણ પામ્યો.
23 And he saw the sons of Ephraim to the third generation. Likewise, the sons of Machir, the son of Manasseh, were born onto Joseph’s knees.
૨૩યૂસફે ત્રીજી પેઢી સુધી એફ્રાઇમનાં બાળકો જોયાં. તેણે મનાશ્શાના દીકરા માખીરના દીકરાઓ પણ જોયા. તેઓ યૂસફના ખોળામાં મોટા થયા.
24 After these things happened, he said to his brothers: “God will visit you after my death, and he will make you ascend from this land into the land which he swore to Abraham, Isaac, and Jacob.”
૨૪જ્યારે મૃત્યુ થવાનું હતું ત્યારે યૂસફે તેના ભાઈઓ અને પરિવારને કહ્યું, “હું તો મૃત્યુ પામી રહ્યો છું પણ ઈશ્વર નિશ્ચે તમારી ખબર લેશે અને તેમણે જે દેશ સંબંધી આપણા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લીધી હતી, તે મુજબ ઈશ્વર આ દેશમાંથી આપણા દેશમાં તમને લઈ જશે.”
25 And when he had made them swear and had said, “God will visit you; carry my bones with you from this place,”
૨૫પછી યૂસફે ઇઝરાયલપુત્રોને પ્રતિજ્ઞા લેવડાવીને કહ્યું, “ઈશ્વર તમારી પાસે નિશ્ચે આવશે; તમે અહીંથી જાઓ તે સમયે તમે મારાં અસ્થિ અહીંથી લઈ જજો.”
26 he died, having completed one hundred and ten years of his life. And having been embalmed with aromatics, he was laid to rest in a coffin in Egypt.
૨૬યૂસફ એકસો દસ વર્ષનો થઈને મૃત્યુ પામ્યો અને તેઓએ તેના દેહમાં સુગંધીઓ ભરીને તેને મિસરમાં શબપેટીમાં સાચવી રાખ્યો.