< Daniel 7 >

1 In the first year of Belshazzar, king of Babylon, Daniel saw a dream and a vision in his head on his bed. And, writing down the dream, he understood it in a concise manner, and so, summarizing it tersely, he said:
બાબિલના રાજા બેલ્શાસ્સારના પ્રથમ વર્ષે દાનિયેલ પોતાના પલંગ પર સૂતેલો હતો ત્યારે તેને સ્વપ્ન આવ્યું અને તેના મગજમાં સંદર્શનો થયાં. પછી સ્વપ્નમાં તેણે જે જોયું હતું તે લખ્યું. તેણે ઘણી અગત્યની ઘટનાઓ લખી:
2 I saw in my vision at night, and behold, the four winds of the heavens fought upon the great sea.
દાનિયેલે કહ્યું કે, “રાત્રે મને થયેલાં સંદર્શનોમાં મેં જોયું તો, જુઓ, આકાશના ચાર પવનો મોટા સમુદ્રને હલાવી રહ્યા હતા.
3 And four great beasts, different from one another, ascended from the sea.
એકબીજાથી જુદાં એવા ચાર મોટાં પ્રાણીઓ સમુદ્રમાંથી બહાર નીકળ્યાં.
4 The first was like a lioness and had the wings of an eagle. I watched as its wings were plucked off, and it was raised from the earth and stood on its feet like a man, and the heart of a man was given to it.
પહેલું સિંહના જેવું હતું પણ તેને ગરુડના જેવી પાંખો હતી. હું જોતો હતો એટલામાં, તેની પાંખો ખેંચી લેવામાં આવી અને તેને જમીન પરથી ઊંચકવામાં આવ્યું. તેને બે પગ પર માણસની જેમ ઊભું રાખવામાં આવ્યું. તેને મનુષ્યનું હૃદય આપવામાં આવ્યું.
5 And behold, another beast, like a bear, stood to one side, and there were three rows in its mouth and in its teeth, and they spoke to it in this way: “Arise, devour much flesh.”
વળી જુઓ બીજું એક પશુ રીંછ જેવું હતું, તે પંજો ઉપાડીને ઊભું હતું. તેના મુખમાં તેના દાંતોની વચ્ચે ત્રણ પાંસળીઓ હતી. તેને કહેવામાં આવ્યું, ‘ઊભું થા અને ઘણા લોકોનો ભક્ષ કર.’”
6 After this, I watched, and behold, another like a leopard, and it had wings like a bird, four upon it, and four heads were on the beast, and power was given to it.
આ પછી મેં ફરીથી જોયું. ત્યાં બીજું એક પશુ હતું, તે દીપડાના જેવું દેખાયું. તેની પીઠ પર પક્ષીના જેવી ચાર પાંખો હતી, તેને ચાર માથાં હતાં. તેને રાજ્યાધિકાર આપવામાં આવ્યો હતો.
7 After this, I watched in the vision of the night, and behold, a fourth beast, terrible yet wondrous, and exceedingly strong; it had great iron teeth, eating yet crushing, and trampling down the remainder with his feet, but it was unlike the other beasts, which I had seen before it, and it had ten horns.
આ પછી રાત્રે મેં મારા સ્વપ્નમાં ચોથું પશુ જોયું. તે ભયાનક, ડરામણું અને ઘણું બળવાન હતું. તેને મોટા લોખંડના દાંત હતા; તે ભક્ષ કરતું, ભાંગીને ટુકડેટુકડા કરતું હતું અને બાકી રહેલાઓને પોતાના પગ નીચે કચડી નાખતું હતું. તે બીજા પશુઓ કરતાં અલગ હતું અને તેને દસ શિંગડાં હતાં.
8 I considered the horns, and behold, another little horn rose out of the midst of them. And three of the first horns were rooted out by its presence. And behold, eyes like the eyes of a man were in this horn, and a mouth speaking unnatural things.
જ્યારે હું એ શિંગડાં વિષે વિચાર કરતો હતો તેવામાં, મેં જોયું તો, જુઓ તેઓની મધ્યે બીજું નાનું શિંગડું ફૂટી નીકળ્યું. અગાઉના ત્રણ શિંગડાં મૂળમાંથી ઊખડી ગયાં. આ શિંગડામાં મેં માણસની આંખો જેવી આંખો અને મોટી બાબતો વિષે બડાઈ કરતું મુખ જોયું.
9 I watched until thrones were set up, and the Ancient of days sat down. His garment was radiant like snow, and the hair of his head like clean wool; his throne was flames of fire, its wheels had been set on fire.
હું જોતો હતો ત્યારે, સિંહાસનો ગોઠવવામાં આવ્યાં, એક પુરાતન કાલીન માણસ તેના પર બેઠો હતો, તેનાં વસ્ત્રો હિમ જેવાં સફેદ હતાં, તેના માથાના વાળ શુદ્ધ ઊન જેવા હતાં. તેનું સિંહાસન અગ્નિની જ્વાળારૂપ હતું, તેનાં પૈડાં સળગતા અગ્નિનાં હતાં.
10 A river of fire rushed forth from his presence. Thousands upon thousands ministered to him, and ten thousand times hundreds of thousands attended before him. The trial began, and the books were opened.
૧૦તેમની આગળથી ધગધગતા અગ્નિનો ધોધ નીકળીને વહેતો હતો. હજારોહજાર લોકો તેમની સેવા કરતા હતા લાખો લોકો તેમની આગળ ઊભા હતા. ન્યાયસભા ભરાઈ હતી, પુસ્તકો ખોલવામાં આવ્યાં હતાં.
11 I watched because of the voice of the great words which that horn was speaking, and I saw that the beast had been destroyed, and its body was ruined and had been handed over to be burnt with fire.
૧૧પેલું શિંગડું બડાઈની વાતો કરતું હતું તે હું જોતો હતો, એટલામાં તે પશુને મારી નાખવામાં આવ્યું. તેનું શરીર નાશ પામ્યું, તેને બાળી નાખવામાં આવ્યું ત્યાં સુધી મેં જોયું.
12 Likewise, the power of the other beasts was taken away, and a limited time of life was appointed to them, until one time and another.
૧૨બાકીનાં ચાર પશુઓનો રાજ્યાધિકાર છીનવી લેવામાં આવ્યો, પણ તેઓને લાંબા સમય સુધી જીવતાં રહેવા દેવામાં આવ્યાં.
13 I watched, therefore, in the vision of the night, and behold, with the clouds of heaven, one like a son of man arrived, and he approached all the way to the Ancient of days, and they presented him before him.
૧૩તે રાત્રે મારા સંદર્શનમાં, મનુષ્યપુત્ર જેવા એક પુરુષને આકાશના વાદળો સાથે ઊતરતો મેં જોયો. તે પુરાતનકાલીન પુરુષની પાસે આવ્યો, તેમની સમક્ષ હાજર થયો.
14 And he gave him power, and honor, and the kingdom, and all peoples, tribes, and languages will serve him. His power is an eternal power, which will not be taken away, and his kingdom, one which will not be corrupted.
૧૪તેને સત્તા, મહિમા તથા રાજ્યાધિકાર આપવામાં આવ્યો, જેથી બધા લોકો, પ્રજાઓ તથા વિવિધ ભાષા બોલનારાઓ તેને તાબે થાય. તેની સત્તા સનાતન છે તે કદી લોપ થશે નહિ, તેનું રાજ્ય જે કદી નાશ નહિ પામે.
15 My spirit was terrified. I, Daniel, was fearful at these things, and the visions of my head disturbed me.
૧૫હું દાનિયેલ, મારા આત્મામાં દુઃખી થયો, મારા મગજમાં મેં સંદર્શનો જોયાં તેનાથી હું ભયભીત થયો.
16 I approached one of the attendants and asked the truth from him about all these things. He told me the interpretation of the words, and he instructed me:
૧૬ત્યાં ઊભા રહ્યા હતા તેઓમાંના એકની પાસે જઈને મેં તેને કહ્યું કે, આ બાબતનો અર્થ શો છે તે મને બતાવ.
17 “These four great beasts are four kingdoms, which will rise from the earth.
૧૭‘આ ચાર મોટા પશુઓ ચાર રાજાઓ છે, તેઓ પૃથ્વી પર ઊભા થશે.
18 Yet it is the saints of the Most High God who will receive the kingdom, and they will hold the kingdom from this generation, and forever and ever.”
૧૮પણ પરાત્પરના સંતો રાજ્ય મેળવશે અને તેઓ સદા સર્વકાળ સુધી રાજ કરશે.’”
19 After this, I wanted to learn diligently about the fourth beast, which was very different from all, and exceedingly terrible; his teeth and claws were of iron; he devoured and crushed, and the remainder he trampled with his feet;
૧૯પછી મેં ચોથા પશુનું રહસ્ય જાણવાની ઇચ્છા પ્રગટ કરી, તે બીજા બધા કરતાં જુદું હતું, તેના લોખંડના દાંત અને પિત્તળના નખ ઘણા ભયંકર હતા; તે લોકોને ભક્ષ કરતું, ભાંગીને ટુકડા કરતું, બાકી રહેલાને તેના પગ તળે કચડી નાખતું હતું.
20 and about the ten horns, which he had on his head, and about the other, which had sprung up, before which three horns fell, and about that horn which had eyes and a mouth speaking great things, and which was more powerful than the rest.
૨૦વળી તેના માથા પરનાં દસ શિંગડાં તથા બીજા શિંગડાં આગળ પેલા ત્રણ શિંગડાં પડી ગયાં તેના વિષે જાણવાની મને ઇચ્છા હતી. જે શિંગડાને આંખો તથા બડાશ મારતું મુખ હતું, જે બીજા શિંગડાં કરતાં મોટું દેખાતું હતું, તેને વિષે પણ જાણવાની ઇચ્છા દર્શાવી.
21 I watched, and behold, that horn made war against the holy ones and prevailed over them,
૨૧હું જોતો હતો, ત્યાં તો તે શિંગડું પવિત્ર લોકોની વિરુદ્ધ યુદ્ધ કરવા લાગ્યું, તેઓને પરાજિત કરતું હતું.
22 until the Ancient of days came and gave judgment to the holy ones of the Supreme One, and the time arrived, and the holy ones obtained the kingdom.
૨૨પેલો પુરાતનકાલીન આવ્યો, પરાત્પરના સંતોને ન્યાય આપવામાં આપ્યો. પછી સમય આવ્યો કે સંતોને રાજ્ય પ્રાપ્ત થયું.
23 And thus he said, “The fourth beast will be the fourth kingdom on earth, which will be greater than all the kingdoms, and will devour the whole earth, and will trample and crush it.
૨૩તે વ્યક્તિએ ચોથા પશુ માટે આ પ્રમાણે કહ્યું, ‘કે, તે પૃથ્વી પર ચોથું રાજ્ય છે તે બીજાં બધાં રાજ્યો કરતાં જુદું હશે. તે આખી પૃથ્વીને ભક્ષ કરી જશે, તેને કચડી નાખશે ભાંગીને ટુકડે ટુકડા કરી નાખશે.
24 Moreover, the ten horns of the same kingdom will be ten kings, and another will rise up after them, and he will be mightier than the ones before him, and he will bring down three kings.
૨૪તે દસ શિંગડાં એટલે આ રાજ્યમાંથી દસ રાજાઓ ઊભા થશે, તેમના પછી બીજો રાજા ઊભો થશે. તે અગાઉનાં કરતાં અલગ હશે, તે ત્રણ રાજાઓને જીતશે.
25 And he will speak words against the Supreme One, and will exhaust the holy ones of the Most High, and he will think about what it would take to change the times and the laws, and they will be given into his hand until a time, and times, and half a time.
૨૫તે પરાત્પરની વિરુદ્ધ બોલશે. પરાત્પર ઈશ્વરના પવિત્રો પર જુલમ કરશે, ધાર્મિક ઉત્સવોમાં તથા નિયમોમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરશે. એક વર્ષ માટે, બે વર્ષ માટે તથા અડધા વર્ષ માટે આ બાબત તેના હાથમાં સોંપી દેવામાં આવશે.
26 And a trial will begin, so that his power may be taken away, and be crushed, and be undone all the way to the end.
૨૬પણ ન્યાયસભા ભરાશે, તેઓ તેનું રાજ્ય છીનવી લેશે અને અંતે તેનો સંપૂર્ણ નાશ થશે.
27 Yet the kingdom, and the power, and the greatness of that kingdom, which is under all of heaven, shall be given to the people of the holy ones of the Most High, whose kingdom is an everlasting kingdom, and all kings will serve and obey him.”
૨૭રાજ્ય તથા સત્તા, આખા આકાશ નીચેના રાજ્યોનું માહાત્મ્ય, લોકોને સોંપવામાં આવશે જે પરાત્પરના પવિત્રોનું થશે. તેમનું રાજ્ય સદાકાળનું રાજ્ય છે, બીજા બધાં રાજ્યો તેમને તાબે થશે અને તેમની આજ્ઞામાં રહેશે.’”
28 And here is the end of the message. I, Daniel, was greatly disturbed by my thoughts, and my mood was changed in me, but I preserved the message in my heart.
૨૮અહીં આ બાબતનો અંત છે. હું, દાનિયેલ, મારા વિચારોથી ઘણો ભયભીત થયો અને મારા ચહેરાનો દેખાવ બદલાઈ ગયો. પણ આ વાત મેં મારા હૃદયમાં રાખી.”

< Daniel 7 >