< Daniel 6 >
1 It pleased Darius, and so he appointed over the kingdom one hundred twenty governors, to be placed throughout his whole kingdom.
૧રાજા દાર્યાવેશને રાજ્ય પર એકસો વીસ સૂબાઓ નીમવાનું ઠીક લાગ્યું કે જેઓ જુદે જુદે સ્થળે રહે અને આખા રાજ્ય પર રાજ કરે.
2 And over these, three leaders, of whom Daniel was one, so that the governors would be accountable to them and the king would have no trouble.
૨તેઓના પર દાર્યાવેશે ત્રણ વહીવટદાર નીમ્યા. તેઓમાંનો એક દાનિયેલ હતો. કે જેથી પેલા અધિક્ષકો તેને જવાબદાર રહે અને રાજાને કંઈ નુકસાન થાય નહિ.
3 And so Daniel excelled above all the leaders and governors, because a greater spirit of God was in him.
૩દાનિયેલ બીજા વહીવટદારો તથા પ્રાંતના સૂબાઓ કરતાં વધારે નામાંકિત થયો કેમ કે તેનામાં અદ્ભૂત આત્મા હતો. રાજા તેને આખા રાજ્ય પર નીમવાનો વિચાર કરતો હતો.
4 Furthermore, the king considered setting him over the entire kingdom; whereupon the leaders and the governors sought to find a complaint against Daniel and in favor of the king. And they could find no case, or even suspicion, because he was faithful, and no fault or suspicion was found in him.
૪ત્યારે મુખ્ય વહીવટદારો તથા સૂબાઓ રાજ્ય માટે કરેલા કામમાં દાનિયેલની ભૂલ શોધવા લાગ્યા, પણ તેઓને તેના કાર્યમાં કોઈ ભ્રષ્ટાચાર કે નિષ્ફળતા મળી આવી નહિ, કેમ કે તે વિશ્વાસુ હતો. કોઈ ભૂલ કે બેદરકારી તેનામાં માલૂમ પડી નહિ.
5 Therefore, these men said, “We will not find any complaint against this Daniel, unless it is against the law of his God.”
૫ત્યારે આ માણસોએ કહ્યું, “જ્યાં સુધી આપણે તેના ઈશ્વરના નિયમની બાબતમાં તેની વિરુદ્ધ કંઈ નિમિત્ત શોધીએ, ત્યાં સુધી આ દાનિયેલ વિરુદ્ધ આપણને કંઈ નિમિત્ત મળવાનું નથી.”
6 Then the leaders and governors took the king aside privately and spoke to him in this way: “King Darius, live forever.
૬પછી આ વહીવટદારો તથા સૂબાઓ રાજા પાસે યોજના લઈને આવ્યા. તેઓએ રાજાને કહ્યું, “હે રાજા દાર્યાવેશ, સદા જીવતા રહો!
7 All the leaders of your kingdom, the magistrates and governors, the senators and judges, have taken counsel that an imperial decree and edict should be published, so that all who ask any petition of any god or man for thirty days, except of you, O king, will be cast into the den of lions.
૭રાજ્યના બધા વહીવટદારો, સૂબાઓ, રાજકર્તાઓ, અમલદારો તથા સલાહકારોએ ભેગા મળીને ચર્ચા કરીને નિર્ણય કર્યો છે કે, આપે એવો હુકમ બહાર પાડવો જોઈએ કે, જે કોઈ આવતા ત્રીસ દિવસ સુધી આપના સિવાય બીજા કોઈ પણ દેવ કે, માણસની આગળ અરજ કરે, તેને સિંહોના બિલમાં નાખવામાં આવશે.
8 Now, therefore, O king, confirm this judgment and write the decree, so that what is established by the Medes and Persians may not be altered, nor will any man be allowed to transgress it.”
૮હવે, હે રાજા, એવો મનાઈ હુકમ કરો અને તેના સહીસિક્કા કરો જેથી તે બદલાય નહિ, માદીઓના તથા ઇરાનીઓના લોકોના કાયદાઓ રદ કરી શકાતા નથી.”
9 And so king Darius set forth the decree and established it.
૯તેથી રાજા દાર્યાવેશે મનાઈ હુકમ ઉપર સહી કરી.
10 Now when Daniel learned of this, namely, that the law had been established, he entered his house, and, opening the windows in his upper room towards Jerusalem, he knelt down three times a day, and he adored and gave thanks before his God, as he had been accustomed to do previously.
૧૦જ્યારે દાનિયેલને જાણ થઈ કે હુકમ ઉપર સહી કરવામાં આવી છે, ત્યારે તે ઘરે આવ્યો તેના ઉપલા માળના ઓરડાની બારીઓ યરુશાલેમની તરફ ખુલ્લી રહેતી હતી. તે અગાઉ કરતો હતો તે પ્રમાણે દિવસમાં ત્રણ વાર ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરીને અને પોતાના ઈશ્વરનો આભાર માન્યો.
11 Therefore, these men, inquiring diligently, discovered that Daniel was praying and making supplication to his God.
૧૧ત્યારે આ માણસો જેઓએ ષડ્યંત્ર રચ્યું હતું તેઓએ દાનિયેલને પોતાના ઈશ્વરની પ્રાર્થના કરતો અને તેમની સહાય માટે યાચના કરતો જોયો.
12 And they approached and spoke to the king about the edict. “O king, did you not decree that every man who makes a request to any of the gods or men for thirty days, except to yourself, O king, would be cast into the den of lions?” To which the king replied, saying, “The sentence is true, and according to the decree of the Medes and Persians, it is not lawful to violate it.”
૧૨તેથી તેઓએ રાજા પાસે જઈને તેના હુકમ વિષે કહ્યું, “હે રાજા, શું તમે એવો હુકમ ફરમાવ્યો ન હતો કે જે કોઈ ત્રીસ દિવસ સુધી આપના સિવાય બીજા કોઈપણ દેવ કે, માણસને અરજ કરશે તેને સિંહોના બિલમાં નાખવામાં આવશે?” રાજાએ જવાબ આપ્યો, “આ વાત સાચી છે, માદીઓ તથા ઇરાનીઓનો કાયદા પ્રમાણે તે છે; જે કદી રદ થતા નથી.”
13 Then they answered and said before the king, “Daniel, of the sons of the captivity of Judah, is not concerned about your law, nor about the decree that you have established, but three times a day he prays his supplication.”
૧૩તેઓએ રાજાને જવાબ આપ્યો, “યહૂદિયાના કેદીઓમાંનો એક દાનિયેલ, હે રાજા તમારી વાતો પર કે તમે સહી કરેલા હુકમ પર ધ્યાન આપતો નથી. તે દિવસમાં ત્રણ વખત પોતાના ઈશ્વરને પ્રાર્થના કરે છે.”
14 Now when the king had heard these words, he was greatly grieved, and, on behalf of Daniel, he set his heart to free him, and he labored even until sunset to rescue him.
૧૪જ્યારે રાજાએ આ સાંભળ્યું, ત્યારે તેને ખૂબ જ દુ: ખ થયું, દાનિયેલને બચાવવાનો રસ્તો શોધવાનો મનમાં વિચાર કરવા લાગ્યો. સૂર્યાસ્ત થતાં સુધી દાનિયેલને બચાવવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો.
15 But these men, knowing the king, said to him, “You know, O king, that the law of the Medes and Persians is that every decree which the king has established may not be altered.”
૧૫આ માણસો જેઓએ એકત્ર થઈને રાજા સાથે ષડ્યંત્ર રચ્યું હતું તેઓએ આવીને તેને કહ્યું, “હે રાજા, આપે જાણવું જોઈએ કે, માદીઓ અને ઇરાનીઓના કાયદા એવા છે કે, રાજાએ કરેલો કોઈ હુકમ કે, કાયદો બદલી શકાતો નથી.”
16 Then the king commanded, and they brought Daniel and cast him into the den of lions. And the king said to Daniel, “Your God, whom you always serve, he himself will free you.”
૧૬ત્યારે રાજાએ હુકમ કર્યો, તેઓએ દાનિયેલને લાવીને તેને સિંહોના બિલમાં નાખ્યો. રાજાએ દાનિયેલને કહ્યું, “જે ઈશ્વરની તું સતત ઉપાસના કરે છે તે તને બચાવો.”
17 And a stone was brought, and it was placed over the mouth of the den, which the king sealed with his own ring, and with the ring of his nobles, so that no one would act against Daniel.
૧૭એક મોટો પથ્થર લાવીને બિલના પ્રવેશદ્વાર પર મૂકવામાં આવ્યો, રાજાએ તેના ઉપર પોતાની તથા પોતાના અમીરોની મુદ્રા વડે સિક્કો માર્યો, જેથી દાનિયેલની બાબતમાં કંઈ પણ ફેરફાર થાય નહિ.
18 And the king departed into his house, and he went to bed without eating, and food was not set before him, moreover, even sleep fled from him.
૧૮પછી રાજા પોતાના મહેલમાં ગયો અને આખી રાત તેણે કંઈ ખાધું નહિ. તેમ વાજિંત્રો પણ તેની આગળ લાવવામાં કે વગાડવામાં આવ્યાં નહિ, તેની ઊંઘ ઊડી ગઈ.
19 Then the king, getting himself up at first light, went quickly to the den of lions.
૧૯પછી રાજા બીજા દિવસે વહેલી સવારે ઊઠીને સિંહોના બિલ આગળ ગયો.
20 And coming near to the den, he cried out with a tearful voice to Daniel and spoke to him. “Daniel, servant of the living God, your God, whom you serve always, do you believe he has prevailed to free you from the lions?”
૨૦જ્યારે તે બિલ આગળ પહોંચ્યો ત્યારે વેદનાભર્યા અવાજે તેણે દાનિયેલને હાંક મારી. તેણે દાનિયેલને કહ્યું, “હે દાનિયેલ, જીવતા ઈશ્વરના સેવક, જેમની તું સતત સેવા કરે છે, તે તારા ઈશ્વર તને સિંહોથી બચાવી શક્યા છે?”
21 And Daniel, answering the king, said, “O king, live forever.
૨૧ત્યારે દાનિયેલે રાજાને જવાબ આપ્યો, “હે રાજા, સદા જીવતા રહો.
22 My God has sent his angel, and he has closed the mouths of the lions, and they have not harmed me, because before him justice has been found in me, and, even before you, O king, I have committed no offense.”
૨૨મારા ઈશ્વરે પોતાના દૂતને મોકલીને સિંહોનાં મોં બંધ કરી દીધાં એટલે તેઓ મને કશી ઈજા નથી કરી શક્યા. કેમ કે, હું તેઓની નજરમાં તથા તમારી આગળ પણ નિર્દોષ માલૂમ પડ્યો છું. અને હે રાજા, મેં આપનો પણ કોઈ ગુનો કર્યો નથી.”
23 Then was the king exceedingly glad for him, and he commanded that Daniel should be taken out of the den. And Daniel was taken out of the den, and no wound was found in him, because he believed in his God.
૨૩ત્યારે રાજાને ઘણો આનંદ થયો. તેણે હુકમ કર્યો કે, દાનિયેલને બિલમાંથી બહાર કાઢવામાં આવે. તેથી દાનિયેલને બહાર કાઢવામાં આવ્યો. તેના શરીર ઉપર કોઈપણ ઈજા જોવા મળી નહિ, કેમ કે તેણે પોતાના ઈશ્વરમાં વિશ્વાસ રાખ્યો હતો.
24 Moreover, by order of the king, those men were brought who had accused Daniel, and they were cast into the lions’ den, they, and their sons, and their wives, and they did not reach the bottom of the den before the lions seized them and crushed all their bones.
૨૪પછી જે માણસોએ દાનિયેલ પર તહોમત મૂક્યાં હતા તેઓને રાજાના હુકમથી પકડી લાવીને તેઓને, તેઓનાં સંતાનોને અને તેઓની પત્નીઓને સિંહોના બિલમાં નાખવામાં આવ્યા. તેઓ બિલમાં નીચે પહોંચે તે પહેલાં જ સિંહોએ તેમના પર તરાપ મારીને તેઓનાં હાડકાંના ચૂરેચૂરા કરી નાખ્યા.
25 Then king Darius wrote to all peoples, tribes, and languages dwelling in all the land. “May peace be increased with you.
૨૫પછી રાજા દાર્યાવેશે આખી પૃથ્વી પર રહેતા લોકોને, પ્રજાઓને તથા વિવિધ ભાષા બોલનારાઓને પત્ર લખ્યો કે, “તમને અધિકાધિક શાંતિ થાઓ.
26 It is hereby established by my decree that, in all my empire and my kingdom, they shall begin to tremble and fear the God of Daniel. For he is the living and eternal God forever, and his kingdom will not be destroyed, and his power will last forever.
૨૬હું હુકમ કરું છું કે, મારા આખા રાજ્યના લોકોએ દાનિયેલના ઈશ્વરની આગળ કાંપવું તથા બીવું. કેમ કે તે જીવતા તથા સદાકાળ જીવંત ઈશ્વર છે. તેમના રાજ્યનો નાશ થશે નહિ; તેમની સત્તાનો અંત આવતો નથી.
27 He is the liberator and the savior, performing signs and wonders in heaven and on earth, who has freed Daniel from the lions’ den.”
૨૭તે આપણને સંભાળે છે અને મુક્ત કરે છે, તે આકાશમાં અને પૃથ્વી પર, ચિહ્નો તથા ચમત્કારો કરે છે; તેમણે દાનિયેલને સિંહોના પંજામાંથી ઉગાર્યો છે.”
28 Thereafter, Daniel continued through the reign of Darius until the reign of Cyrus, the Persian.
૨૮આમ, દાર્યાવેશના રાજ્યકાળ દરમ્યાન તથા ઇરાનની કોરેશના રાજ્યકાળ દરમ્યાન દાનિયેલે આબાદાની ભોગવી.