< 1 Kings 5 >
1 Hiram, the king of Tyre, also sent his servants to Solomon. For he heard that they had anointed him king in place of his father. Now Hiram had been a friend to David the entire time.
૧તૂરના રાજા હીરામે પોતાના ચાકરોને સુલેમાન પાસે મોકલ્યા, કેમ કે તેણે સાંભળ્યું હતું કે લોકોએ તેને તેના પિતાને સ્થાને રાજા તરીકે અભિષિક્ત કર્યો હતો; હીરામ હમેશાં દાઉદ પર પ્રેમ રાખતો હતો.
2 Then Solomon sent to Hiram, saying:
૨સુલેમાને હીરામ પાસે માણસ મોકલીને કહેવડાવ્યું,
3 “You know the will of my father David, and that he was not able to build a house to the name of the Lord his God, because of the wars that were imminent all around him, until the Lord set them under the steps of his feet.
૩“તું જાણે છે કે મારા પિતા દાઉદની ચારે તરફ જે સર્વ વિગ્રહ ચાલતા હતા તેમાં જ્યાં સુધી યહોવાહે વિરોધીઓને હરાવ્યા નહિ, ત્યાં સુધી તેઓને લીધે પોતાના ઈશ્વર યહોવાહના નામને અર્થે તે ભક્તિસ્થાન બાંધી શક્યા નહિ.
4 But now the Lord my God has given rest to me on all sides. And there is no adversary, nor occurrence of evil.
૪પણ હવે, મારા ઈશ્વર યહોવાહે મને ચારે તરફ શાંતિ આપી છે. ત્યાં કોઈ શત્રુ નથી કે કંઈ આપત્તિ નથી.
5 For this reason, I intend to build a temple to the name of the Lord my God, just as the Lord spoke to my father David, saying: ‘Your son, whom I will set in your place, upon your throne, he himself shall build a house to my name.’
૫તેથી જેમ ઈશ્વરે મારા પિતા દાઉદને કહ્યું હતું, ‘તારા જે દીકરાને હું તારે સ્થાને તારા રાજ્યાસન પર બેસાડીશ તે મારા નામને અર્થે ભક્તિસ્થાન બાંધશે.’ તે પ્રમાણે હું મારા ઈશ્વર યહોવાહના નામને અર્થે ભક્તિસ્થાન બાંધવાનો ઇરાદો રાખું છું.
6 Therefore, order that your servants may cut down for me cedars from Lebanon. And let my servants be with your servants. Then I will give to you, for the wages of your servants, whatever you will ask. For you know that there is not a man among my people who knows how to cut wood as well as the Sidonians.”
૬તેથી હવે મારા માટે લબાનોન પરથી દેવદાર વૃક્ષો કપાવવાની આજ્ઞા આપો. અને મારા સેવકો તમારા સેવકોની સાથે રહેશે અને તમે જે પ્રમાણે કહેશો તે મુજબ હું તમારા સેવકોને વેતન ચૂકવી આપીશ. કારણ કે તમે જાણો છો કે અમારામાં સિદોનીઓના જેવા લાકડાં કાપનારો કોઈ હોશિયાર માણસો નથી.”
7 Therefore, when Hiram had heard the words of Solomon, he rejoiced greatly, and he said, “Blessed be the Lord God this day, who gave to David a very wise son over this numerous people!”
૭જયારે હીરામે સુલેમાનની વાતો સાંભળી, ત્યારે ઘણો આનંદિત થઈને બોલ્યો, “આજે યહોવાહની સ્તુતિ થાઓ કે તેમણે આ મહાન પ્રજા પર રાજ કરવા દાઉદને જ્ઞાની દીકરો આપ્યો છે.”
8 And Hiram sent to Solomon, saying: “I have heard the things that you would entrust to me. And I will do your whole will concerning the cedar trees and spruce trees.
૮હીરામે સુલેમાનની પાસે માણસ મોકલીને કહાવ્યું, “જે સંદેશો તમે મારા પર મોકલ્યો છે તે મેં સાંભળ્યો છે. એરેજવૃક્ષનાં લાકડાંની બાબતમાં તથા દેવદારનાં લાકડાંની બાબતમાં હું તમારી ઇચ્છા પ્રમાણે બધું કરીશ.
9 My servants shall bring them down from Lebanon to the sea. And I will arrange them together as rafts on the sea, as far as the place that you will indicate to me. And I will land them there, and you will take them. And you shall offer to me what is necessary to give food to my house.”
૯મારા ચાકરો લાકડાંને લબાનોન પરથી સમુદ્રકિનારે ઉતારી લાવશે અને જે સ્થળ તમે મુકરર કરશો ત્યાં તે સમુદ્રમાર્ગે લઈ જવા માટે હું તેમના તરાપા બંધાવીશ અને તમે તે ત્યાંથી લઈ જજો. તમે મારા ઘરનાંને ખોરાકી પૂરી પાડજો, એટલે મારી ઇચ્છા પૂરી થશે.”
10 And so, Hiram gave to Solomon cedar trees and spruce trees, in accord with his whole will.
૧૦તેથી હીરામે સુલેમાનને તેની ઇચ્છા પ્રમાણે એરેજવૃક્ષોનાં લાકડાં તથા દેવદારનાં લાકડાં આપ્યાં.
11 Then Solomon offered to Hiram twenty thousand cor of wheat, as food for his house, and twenty cor of the purest oil. These things Solomon gave as a tribute to Hiram every year.
૧૧સુલેમાને હીરામના ઘરનાંને ખોરાકી બદલ વીસ હજાર માપ ઘઉં અને વીસ હજાર માપ શુદ્ધ તેલ આપ્યું. સુલેમાન હીરામને વર્ષોવર્ષ એ પ્રમાણે આપતો.
12 And the Lord gave wisdom to Solomon, just as he said to him. And there was peace between Hiram and Solomon, and the two struck a pact.
૧૨યહોવાહે સુલેમાનને વચન પ્રમાણે જ્ઞાન આપ્યું હતું. હીરામ તથા સુલેમાનની વચ્ચે સંપ હતો અને તેઓ બન્નેએ અરસપરસ કરાર કર્યો.
13 And king Solomon chose workers from all of Israel, and the conscription was of thirty thousand men.
૧૩સુલેમાન રાજાએ સર્વ ઇઝરાયલમાંથી સખત પરિશ્રમ કરનારું લશ્કર ઊભું કર્યું; તે લશ્કર ત્રીસ હજાર માણસોનું હતું.
14 And he sent them into Lebanon, ten thousand each month, in turns, so that for two months they were in their own houses. And Adoniram was over this type of conscription.
૧૪તે તેઓમાંથી નિયતક્રમ પ્રમાણે દર મહિને દસ હજાર માણસોને લબાનોન મોકલતો હતો. તેઓ એક મહિનો લબાનોનમાં તથા બે મહિના પોતાના ઘરે રહેતા. અદોનીરામ આ લશ્કરનો ઊપરી હતો.
15 And Solomon had seventy thousand of those who were carrying burdens, and eighty thousand of those who cut stones from the mountain,
૧૫સુલેમાન પાસે સિત્તેર હજાર મજૂરો હતા અને પર્વત પર પથ્થર ખોદનારા એંસી હજાર હતા.
16 aside from the commanders who were over each work, in number three thousand and three hundred, who gave orders to the people and to those who were doing the work.
૧૬સુલેમાનની પાસે કામ પર દેખરેખ રાખનારા તથા કામ કરનાર મજુરો પર અધિકાર ચલાવનારા ત્રણ હજાર ત્રણ સો મુખ્ય અધિકારીઓ હતા.
17 And the king ordered them to bring great stones, precious stones, for the foundation of the temple, and to square them.
૧૭રાજાની આજ્ઞા મુજબ ઘડેલા પથ્થરોથી સભાસ્થાનનો પાયો નાખવા માટે તેઓ મોટા તથા મૂલ્યવાન પથ્થરો ખોદી કાઢતાં હતા.
18 And these were shaped by the stoneworkers of Solomon and the stoneworkers of Hiram. And the men of Gebal also prepared the wood and the stones in order to build the house.
૧૮તેથી સુલેમાનનું ઘર બાંધનારા, હીરામનું ઘર બાંધનારા તથા ગબાલીઓ આ પથ્થરોને ઘડતા હતા અને ભક્તિસ્થાન બાંધવા માટે લાકડાં તથા પથ્થર તૈયાર કરતા હતા.