< Leviticus 13 >

1 And the Lord said to Moses and Aaron,
યહોવાહે મૂસા તથા હારુનને જણાવ્યું,
2 If a man has on his skin a growth or a mark or a white place, and it becomes the disease of a leper, let him be taken to Aaron the priest, or to one of the priests, his sons;
“જ્યારે કોઈ માણસના શરીર પરની ચામડી પર સોજો આવે અથવા ચાંદું કે ગૂમડું થાય અને એ કુષ્ટરોગમાં પરિણમે એમ લાગતું હોય, તો તેને હારુન યાજકની પાસે અથવા તેના કોઈ યાજક દીકરા પાસે લઈ જવો.
3 And if, when the priest sees the mark on his skin, the hair on the place is turned white and the mark seems to go deeper than the skin, it is the mark of a leper: and the priest, after looking at him, will say that he is unclean.
પછી યાજક તેના શરીરના ચામડી પરનો રોગ તપાસે. જો તે જગ્યા ઉપરના વાળ સફેદ થઈ ગયા હોય અને તે ભાગ ચામડી કરતાં ઊંડે ઊતરેલો લાગે, તો તે કુષ્ટરોગ છે. યાજક તે માણસને તપાસ્યા પછી, તેને અશુદ્ધ જાહેર કરે.
4 But if the mark on his skin is white, and does not seem to go deeper than the skin, and the hair on it is not turned white, then the priest will keep him shut up for seven days;
જો ચામડી પરનો સફેદ ડાઘ ચામડીની નીચે ઊંડે ઊતરેલો ના લાગતો હોય, વળી તેમાંના વાળ સફેદ થઈ ગયા ના હોય, તો પછી યાજકે તે રોગીને સાત દિવસ સુધી જુદો રાખવો.
5 And the priest is to see him on the seventh day; and if, in his opinion, the place on his skin has not become worse and is not increased in size, then the priest will keep him shut up for seven days more:
સાતમે દિવસે યાજકે તેને ફરીથી તપાસવો અને જો તે સફેદ ડાઘ જેવો હતો તેવો જ રહ્યો હોય અને ચામડીના બીજા ભાગમાં પ્રસર્યો ના હોય, તો યાજકે તેને બીજા સાત દિવસ સુધી જુદો રાખવો.
6 And the priest is to see him again on the seventh day; and if the mark is less bright and is not increased on his skin, then let the priest say that he is clean: it is only a skin-mark, and after his clothing has been washed he will be clean.
યાજક ફરીથી સાતમાં દિવસે તપાસે અને તે સફેદ ડાઘ ઝાંખો થઈ ગયો હોય અને તે પ્રસર્યો ના હોય, તો યાજકે તેને શુદ્ધ જાહેર કરવો. તે ફક્ત ચાંદું જ છે, એમ માનવું. પછી તે વ્યક્તિ વસ્ત્રો ધોઈ નાખે એટલે તે શુદ્ધ થઈ જાય.
7 But if the size of the mark on his skin is increased after he has been seen by the priest, let him go to the priest again:
પરંતુ શુદ્ધ જાહેર કર્યા પછી ફરી તે ડાઘ ફેલાયેલો લાગે તો તે વ્યક્તિએ ફરીથી તપાસ માટે યાજક પાસે આવવું.
8 And if, after looking at him, he sees that the mark is increased in his skin, let the priest say that he is unclean; he is a leper.
યાજકે તેને ફરીથી તપાસવો અને જો સફેદ ડાઘ કે ચાંદું ફેલાતું જતું લાગે, તો યાજકે તે માણસને એક અશુદ્ધ કુષ્ટરોગી જાહેર કરવો.
9 When the disease of a leper is seen on a man, let him be taken to the priest;
જો કોઈ વ્યક્તિને કુષ્ટરોગનું ચાંદું હોય અને રોગ હોવાની શંકા જાય, તો તેને યાજક આગળ લઈ જવો.
10 And if the priest sees that there is a white growth on the skin, and the hair is turned white, and there is diseased flesh in the growth,
૧૦યાજક તેને તપાસે અને જો ચામડી પર સફેદ ચાંઠું પડ્યું હોય અને વાળ ધોળા થઈ ગયા હોય અને સોજા પરની ચામડી પાકેલી તથા દુખાતું હોય,
11 It is an old disease in the skin of his flesh, and the priest will say that he is unclean; he will not have to be shut up, for he is clearly unclean.
૧૧તો એ કુષ્ટરોગની શરૂઆત થઈ ચૂકી છે અને યાજકે તે વ્યક્તિને અશુદ્ધ જાહેર કરવો. તેને જુદો રાખવો નહિ, કારણ કે તે અશુદ્ધ જાહેર થઈ જ ચૂક્યો છે.
12 And if the disease comes out all over his skin, from his head to his feet, as far as the priest is able to see,
૧૨જો યાજકને ખબર પડે કે કુષ્ટરોગ ફાટી નીકળ્યો છે અને તેના સમગ્ર શરીર પર માથાથી તે પગ સુધી, જ્યાં જ્યાં યાજક તપાસે ત્યાં ત્યાં આખી ત્વચામાં રોગ ફેલાઈ ગયો હોય,
13 And if the priest sees that all his flesh is covered with the leper's disease, the priest will say that he is clean: it is all turned white, he is clean.
૧૩એટલે યાજકે તેને તપાસવો અને જો સમગ્ર શરીર પર રોગ પ્રસરી ગયેલો ખબર પડે તો તેને યાજકે શુદ્ધ જાહેર કરવો. જો તેનું આખું શરીર સફેદ થઈ ગયું છે, તો તે શુદ્ધ છે.
14 But whenever diseased flesh is seen on him, he will be unclean.
૧૪પણ જ્યારે તેમાં દુખાતું માંસ દેખાય તો તે અશુદ્ધ ગણાય.
15 And when the priest sees the diseased flesh he will say that he is unclean; the diseased flesh is unclean, he is a leper.
૧૫યાજક તે દુખતા માંસને જોઈને તેને અશુદ્ધ ઠરાવે કેમ કે તે દુખાતું માંસ અશુદ્ધ છે. તે તો કુષ્ટરોગ છે.
16 Or if the diseased flesh is turned again and changed to white then he is to come to the priest,
૧૬પરંતુ જો દુખાતું માંસ બદલાઈને ફરીથી સફેદ થઈ જાય, તો તે યાજક પાસે આવે.
17 And the priest will see him: and if the place is turned white, then the priest will say that he is free from the disease.
૧૭યાજકે ફરીથી તેને તપાસવો અને જો તે ચાંદા સંપૂર્ણ સફેદ થઈ ગયાં હોય, તો તેને શુદ્ધ જાહેર કરવો; તે શુદ્ધ છે.
18 And if a bad place has come out on the skin and is well again,
૧૮જો કોઈ વ્યક્તિના શરીર પર ગૂમડું થઈને રુઝાઈ ગયું હોય,
19 And on the same place there is a white growth of a bright mark, red and white, then let the priest see it;
૧૯ગૂમડાંની જગ્યાએ સફેદ ડાઘ કે રતાશ પડતો સફેદ સોજો ખબર પડે, તો તે યાજકને બતાવવું.
20 And after looking at it, if it seems to go deeper than the skin, and the hair on it is turned white, then the priest will say that the man is unclean: it is the leper's disease, it has come out in the bad place.
૨૦યાજક તેને તપાસે અને જુઓ તે ત્વચા કરતાં ઊંડું લાગે અને તે ચાઠા પરના વાળ સફેદ થઈ ગયા છે, તો યાજક તેને અશુદ્ધ જાહેર કરે. તો તેને કુષ્ટરોગનો રોગ સમજવો, તે ગૂમડાંમાં ફાટી નીકળ્યો છે.
21 But if, after looking at it, he sees that there are no white hairs on it, and it is not deeper than the skin, and it is not very bright, then let the priest keep him shut up for seven days:
૨૧પણ જો તપાસતાં યાજકને એમ ખબર પડે કે એમાંના વાળ સફેદ થયેલા નથી, તે ચામડી કરતાં ઊંડે ઊતરેલું નથી તથા ઝાખું પડી ગયું છે, તો તેણે તે વ્યક્તિને સાત દિવસ સુધી જુદો રાખવો.
22 And if it is increasing on the skin, the priest will say that he is unclean: it is a disease.
૨૨જો રોગ ચામડીમાં ફેલાયો હોય, તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો. તે કુષ્ટરોગનો રોગ છે.
23 But if the bright mark keeps in the same place and gets no greater, it is the mark of the old wound, and the priest will say that he is clean.
૨૩પરંતુ જો ચાઠું એવું ને એવું રહે અને પ્રસરે નહિ, તો તે ગૂમડાંનું ચાઠું છે અને યાજકે તે વ્યક્તિને શુદ્ધ જાહેર કરવો.
24 Or if there is a burn on the skin of the flesh, and if the diseased flesh in the burn becomes a bright place, red and white or white,
૨૪જો કોઈ વ્યક્તિની ચામડી બળી જાય અને દાઝેલી જગ્યાએ ચમકતું લાલાશ પડતું સફેદ ચાઠું થઈ જાય,
25 The priest is to see it: and if the hair on the bright place is turned white and it seems to go deeper than the skin, he is a leper: it has come out in the burn, and the priest will say that he is unclean: it is the leper's disease.
૨૫તો યાજકે તે ચાંઠાની તપાસ કરવી જોઈએ, જો ચાઠાનાં વાળ સફેદ થઈ ગયા હોય અને રોગ ચામડીની નીચેના ભાગ સુધી ફેલાઈ ગયો હોય, તો દાઝવાના ઘામાંથી રોગ ફેલાયો છે અને યાજકે તે વ્યક્તિને અશુદ્ધ કુષ્ટરોગી જાહેર કરવો.
26 But if, after looking at it, the priest sees that there is no white hair on the bright place, and it is not deeper than the skin, and is not very bright, then let the priest keep him shut up for seven days:
૨૬પરંતુ જો યાજક તે તપાસી જુએ કે ચાઠાંમાં સફેદ વાળ નથી અને તે ચામડીની નીચે સુધી પ્રસરેલ નથી તથા ચાઠું ઝાખું પડતું જાય છે, તો યાજકે તે વ્યક્તિને સાત દિવસ માટે જુદો રાખવો.
27 And the priest is to see him again on the seventh day; if it is increased in the skin, then the priest will say that he is unclean: it is the leper's disease.
૨૭પછી સાતમે દિવસે યાજક તેને તપાસે. જો ચાઠું ચામડીમાં ફેલાયું હોય, તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો. તે તો કુષ્ટરોગ રોગ છે.
28 And if the bright place keeps the same size and gets no greater on the skin, but is less bright, it is the effect of the burn, and the priest will say that he is clean: it is the mark of the burn.
૨૮જો ચાઠું ચામડી પર ફેલાયું ના હોય અને ઝાંખું થઈ ગયું હોય, તો તે દાઝેલા ઘાનું ચાઠું છે માટે યાજકે તેને શુદ્ધ જાહેર કરવો, કેમ કે તે દાઝ્યાનું ચાઠું છે.
29 And when a man or a woman has a disease on the head, or in the hair of the chin,
૨૯જો કોઈ પુરુષ કે સ્ત્રીના માથા પર કે દાઢી પર એ રોગ હોય,
30 Then the priest is to see the diseased place: and if it seems to go deeper than the skin, and if there is thin yellow hair in it, then the priest will say that he is unclean: he has the mark of the leper's disease on his head or in the hair of his chin.
૩૦તો યાજકે તેની તપાસ કરવી અને જો તે ચામડી કરતાં ઊંડું ખબર પડે અને વાળ પીળા તથા આછા થઈ ગયા હોય, તો યાજકે તે વ્યક્તિને અશુદ્ધ જાહેર કરવો. તે ઉંદરી પ્રકારનો માથાનો કે દાઢીનો કુષ્ટરોગ છે.
31 And after looking at the diseased place, if it does not seem to go deeper than the skin, and there is no black hair in it, then the priest will have him shut up for seven days:
૩૧જો યાજક ઉંદરીની બીમારીને તપાસે અને જો તે જુએ કે તે ચામડી કરતાં ઊંડું ન હોય તથા ત્યાંના વાળ હજી પણ કાળાં હોય, તો યાજકે તે વ્યક્તિને સાત દિવસ જુદો રાખવો.
32 And on the seventh day the priest will see the place: and if it is not increased, and there is no yellow hair in it, and it does not seem to go deeper than the skin,
૩૨યાજકે સાતમાં દિવસે ફરીથી તેની તપાસ કરવી, જો ચાઠું ફેલાયું ન હોય અને વાળ પણ પીળા થયા ન હોય, તેમ જ તે ચામડી કરતાં ઊંડી માલૂમ ના પડે,
33 Then his hair is to be cut off, but not on the diseased place, and he is to be shut up for seven days more:
૩૩તો તે માણસે ઉંદરીવાળાં ભાગ સિવાય ચાઠાની આજુબાજુના વાળ કપાવી નાખવા અને યાજકે તેને બીજા સાત દિવસ માટે જુદો રાખવો.
34 And on the seventh day the priest will see the place: and if it is not increased, and does not seem to go deeper than the skin, the priest will say that he is clean: and after his clothing has been washed he will be clean.
૩૪યાજકે સાતમાં દિવસે ફરીથી તેને તપાસવો અને જો ઉંદરી ચામડીમાં ફેલાઈ ન હોય તથા ચામડી કરતાં ઊંડી માલૂમ ન પડે, તો યાજકે તે વ્યક્તિને શુદ્ધ જાહેર કરવો. પછી તે વ્યક્તિએ વસ્ત્રો ધોઈ નાખવાં એટલે તે શુદ્ધ થઈ જશે.
35 But if the disease in his skin becomes worse after he has been made clean,
૩૫પણ તે વ્યક્તિને યાજકે શુદ્ધ જાહેર કર્યા પછી જો ઉંદરી ચામડીમાં ફેલાય,
36 Then the priest is to see him: and if the mark is increased, the priest, without looking for the yellow hair, will say that he is unclean.
૩૬તો યાજકે તેને ફરીથી તપાસવો અને જો ઉંદરી ચામડીમાં ફેલાઈ હોય, તો યાજકે તેના વાળ પીળા છે કે નહિ એ પણ જોવાની જરૂર નથી. તેને અશુદ્ધ કુષ્ટરોગી જાહેર કરવો.
37 But if, in his opinion, the growth is stopped, and black hair has come up on it, the disease has gone; he is clean and the priest will say that he is clean.
૩૭પણ જો ઉંદરી ત્યાં અને ત્યાં જ રહે અને તેમાં કાળાં વાળ ઊગવા માંડે તો તે કુષ્ટરોગ નથી. તે શુદ્ધ છે અને યાજકે તેને શુદ્ધ જાહેર કરવો.
38 And if a man or a woman has bright marks on the skin of their flesh, that is, bright white marks,
૩૮જો કોઈ પુરુષ કે સ્ત્રીને ચામડીમાં સફેદ રંગના ચાઠાં પડ્યા હોય,
39 Then the priest is to see them: and if the white marks on their skin are not very bright, it is a skin disease which has come out on the skin; he is clean.
૩૯તો યાજક તેને તપાસે અને જો તે ડાઘ ફિક્કાં સફેદ રંગના હોય અને ઝાંખા પડતા જતા હોય, તો તે કુષ્ટરોગ નથી, એમ સમજવું કે ચામડી પર કરોળિયા થયા છે અને એ માણસ શુદ્ધ છે.
40 And if a man's hair has come out and he has no hair, still he is clean.
૪૦જો કોઈ વ્યક્તિના માથાના વાળ ખરી પડ્યા હોય અને માથાના પાછળના ભાગમાં તેને ટાલ પડી હોય તો પણ તે શુદ્ધ છે.
41 And if the hair has gone from the front part of his head, so that he has no hair there, still he is clean.
૪૧અને જો માથાના આગળના ભાગમાંથી વાળ ખરી ગયા હોય, તો આગળના ભાગમાં માથા પર ટાલ પડે છતાં તે શુદ્ધ છે તેને કુષ્ટરોગ નથી એમ કહેવાય.
42 But if, on his head or on his brow, where he has no hair, there is a red and white place, it is the disease of the leper coming out on his head or on his brow.
૪૨પરંતુ માથા પરની આગળ કે પાછળની ટાલમાં રતાશ પડતા સફેદ ડાઘ હોય, તો કુષ્ટરોગની શરૂઆત થઈ છે એમ મનાય.
43 Then if the priest sees that the growth of the disease has become red and white on his head or on his brow where there is no hair, like the mark in the skin of a leper;
૪૩પછી યાજકે તેને તપાસવો અને પાછળની કે કપાળ પરની ટાલમાંનો ડાઘ રતાશ પડતો સફેદ હોય, તો તેને રોગ થયો છે અને તે અશુદ્ધ છે.
44 He is a leper and unclean; the priest is to say that he is most certainly unclean: the disease is in his head.
૪૪તો તે કુષ્ટરોગી માણસ છે, તે અશુદ્ધ છે. યાજકે તેને માથામાં થયેલા રોગને કારણે અચૂક અશુદ્ધ જાહેર કરવો.
45 And the leper who has the disease on him is to go about with signs of grief, with his hair loose and his mouth covered, crying, Unclean, unclean.
૪૫જે વ્યક્તિને કુષ્ટરોગ થયો હોય તેણે પોતાના વસ્ત્રો ફાડવાં, પોતાના વાળ વિખેરાયેલા રહેવા દેવા અને ઉપરના હોઠ સુધીનો ભાગ ઢાંકી દેવો અને બૂમો પાડવી, ‘અશુદ્ધ, અશુદ્ધ.’
46 While the disease is on him, he will be unclean. He is unclean: let him keep by himself, living outside the tent-circle.
૪૬જેટલા દિવસો સુધી તે વ્યક્તિમાં રોગ રહે તેટલાં દિવસો સુધી તે અશુદ્ધ ગણાય. કેમ કે તે અશુદ્ધ છે, તે એકલો રહે. છાવણીની બહાર તેનું રહેઠાણ થાય.
47 And any clothing of wool or of linen in which is the mark of the disease;
૪૭જો તે વસ્ત્ર કુષ્ટરોગના રોગના ચેપવાળું હોય, પછી તે ઊનના કે શણના વસ્ત્રનું હોય,
48 If it is in the threads of the linen or of the wool, or in leather, or in anything made of skin;
૪૮તે શણના કે ઊનના તાણામાં કે વાણામાં અથવા ચામડામાં કે ચામડાની બનાવેલી કોઈ વસ્તુમાં ફુગનો ડાઘ હોય,
49 If there are red or green marks on the clothing, or on the leather, or in the threads of the cloth, or in anything made of skin, it is the leper's disease: let the priest see it.
૪૯તે વસ્ત્રમાં અથવા ચામડામાં અથવા તાણામાં અથવા વાણામાં અથવા ચામડાની બનાવેલી કોઈપણ વસ્તુમાં તે રોગનો ચેપ લીલાશ કે રતાશવાળો હોય, તો તેને કુષ્ટરોગનો રોગ સમજવો અને તપાસ માટે યાજક પાસે લઈ જવો.
50 And after it has been seen by the priest, the thing which is so marked is to be shut up for seven days:
૫૦યાજક તે રોગ તપાસે અને રોગવાળી વસ્તુને સાત દિવસ બંધ કરી રાખે.
51 And he is to see the mark on the seventh day; if the mark is increased in the clothing, or in the threads of the material, or in the leather, whatever the leather is used for, it is the disease biting into it: it is unclean.
૫૧સાતમે દિવસે તેણે ફરીથી તે તપાસવી. જો તે રોગ તે વસ્ત્રમાં, એટલે તાણામાં કે વાણામાં કે ગમે તે કામને માટે ચામડું વપરાયું હોય તે ચામડામાં પ્રસર્યો હોય, તો તે રોગ કોહવાડતો કુષ્ટરોગ સમજવો અને તે અશુદ્ધ છે.
52 And the clothing, or the wool or linen material, or anything of leather in which is the disease, is to be burned: for the disease is biting into it; let it be burned in the fire.
૫૨તે રોગવાળા વસ્ત્રને બાળી નાખે અથવા તે ચેપ તાણાને કે વાણાને, શણના વસ્ત્રને, ઊનના, ચામડાની કોઈપણ વસ્તુને લાગેલો હોય તોપણ, કેમ કે તે કોહવાડતો રોગ છે. તેને સંપૂર્ણપણે આગમાં બાળી નાખવો.
53 And if the priest sees that the mark is not increased in the clothing or in any part of the material or in the leather,
૫૩જો યાજક તપાસે અને તે વસ્ત્રમાં, એટલે તાણામાં કે વાણામાં અથવા ચામડાની કોઈ વસ્તુમાં તે રોગ પ્રસર્યો હોય,
54 Then the priest will give orders for the thing on which the mark is, to be washed, and to be shut up for seven days more:
૫૪તો યાજકે તે વસ્તુને ધોઈ નાખવા માટે આજ્ઞા કરવી જોઈએ અને તેને બીજા સાત દિવસ જુદી રાખવી.
55 And if, after the mark has been washed, the priest sees that the colour of it is not changed and it is not increased, it is to be burned in the fire: the disease is working in it, though the damage may be inside or outside.
૫૫પછી તે સમય બાદ યાજકે ફરી જોવું, જો ડાઘનો રંગ ન બદલાય કે તે ના ફેલાય તો પણ તે ફૂગ છે, અને તેથી તે અશુદ્ધ છે. તે વસ્તુને ચેપ લાગેલો હોવાથી તેને બાળી નાખીને નાશ કરવો જોઈએ.
56 And if the priest sees that the mark is less bright after the washing, then let him have it cut out of the clothing or the leather or from the threads of the material:
૫૬જો યાજક તપાસે અને ધોયા પછી ડાઘ ઝાંખો થયો છે, તો તેણે તે વસ્તુનો ડાઘવાળો, ભાગ તે વસ્ત્ર હોય કે પછી ચામડાની બનાવેલી વસ્તુ હોય કે બીજી કોઈ વસ્તુ હોય, તેને તાણા કે વાણામાંથી ફાડી નાખવી.
57 And if the mark is still seen in the clothing or in the threads of the material or in the leather, it is the disease coming out: the thing in which the disease is will have to be burned with fire.
૫૭છતાં જો વસ્ત્રમાં તાણા કે વાણામાં કે ચામડાની વસ્તુમાં ફરીથી ડાઘ દેખાય તો ચેપ નવેસરથી ફેલાય છે એમ માનવું અને જેને ચેપ લાગ્યો હોય તે વસ્તુને અગ્નિમાં બાળી મૂકવી.
58 And the material of the clothing, or anything of skin, which has been washed, if the mark has gone out of it, let it be washed a second time and it will be clean.
૫૮જો વસ્ત્ર, તાણા, વાણા કે ચામડાની કોઈ પણ વસ્તુ ધોવાથી ડાઘ જતો રહે તો તેને બીજી વખત ધોઈ નાખવી, એટલે તે શુદ્ધ થઈ જશે અને ફરી એક વાર તેને ઉપયોગમાં લઈ શકાશે.
59 This is the law about the leper's disease in the thread of wool or linen material, in clothing or in anything of skin, saying how it is to be judged clean or unclean.
૫૯ઊનના કે શણનાં વસ્ત્રો પર તાણા કે વાણામાંના કે ચામડાની કોઈ પણ વસ્તુ ઉપર ફૂગનો ડાઘ પડ્યો હોય તો તેને માટે આ નિયમ છે, એને અનુસરીને વસ્તુને શુદ્ધ કે અશુદ્ધ જાહેર કરવી, વળી ક્યારે જાહેર કરવી અને ક્યારે નહિ, તે આ નિયમને આધારે નક્કી કરવું.”

< Leviticus 13 >