< Jeremiah 51 >
1 The Lord has said: See, I will make a wind of destruction come up against Babylon and against those who are living in Chaldaea;
૧યહોવાહ કહે છે કે; “જુઓ, હું બાબિલની વિરુદ્ધ, તથા લે-કામાયમાં વસનારા વિરુદ્ધ વિનાશક વાયુ લાવીશ.
2 And I will send men to Babylon to make her clean and get her land cleared: for in the day of trouble they will put up their tents against her on every side.
૨હું પરદેશીઓને બાબિલમાં મોકલીશ; તેઓ તેને વેરવિખેર કરી અને તેને ઉજ્જડ કરશે, વિપત્તિના દિવસે તેઓ તેને ચારેબાજુથી ઘેરી લેશે
3 Against her the bow of the archer is bent, and he puts on his coat of metal: have no mercy on her young men, give all her army up to the curse.
૩ધર્નુધારીઓને તેઓનું બાણ ખેંચવા દેશો નહિ; તેઓને બખતર પહેરવા દેશો નહિ. તેઓના સૈનિકો પર દયા ન બતાવશો; તેઓના સૈન્યનો નાશ કરો.
4 And the dead will be stretched out in the land of the Chaldaeans, and the wounded in her streets.
૪ખાલદીઓના દેશમાં તેઓની હત્યા થઈને પડશે અને તેની શેરીઓમાં તેઓના મૃતદેહો પડ્યા રહેશે.
5 For Israel has not been given up, or Judah, by his God, by the Lord of armies; for their land is full of sin against the Holy One of Israel.
૫કેમ કે, ઇઝરાયલ અને યહૂદિયા તેઓના ઈશ્વર સૈન્યોના યહોવાહથી તજાયેલા નથી. જોકે તેઓની ભૂમિ ઇઝરાયલના પવિત્રની વિરુદ્ધ કરેલાં અપરાધોથી ભરેલી છે.
6 Go in flight out of Babylon, so that every man may keep his life; do not be cut off in her evil-doing: for it is the time of the Lord's punishment; he will give her her reward.
૬બાબિલમાંથી નાસી જાઓ. સૌ પોતપોતાના જીવ બચાવવા નાસી જાઓ! બાબિલના પાપે તમે મરશો નહિ, કેમ કે બદલો લેવાનો યહોવાહનો આ સમય છે. તે તેને ઘટતી સજા કરી રહ્યા છે.
7 Babylon has been a gold cup in the hand of the Lord, which has made all the earth overcome with wine: the nations have taken of her wine, and for this cause the nations have gone off their heads.
૭બાબિલ તો યહોવાહના હાથમાં સોનાના પ્યાલા સમું હતું. તેણે સમગ્ર સૃષ્ટિને તેનો દ્રાક્ષારસ પીવડાવ્યો છે. પ્રજાઓએ તે પીધો અને લોકો ઘેલા થયા.
8 Sudden is the downfall of Babylon and her destruction: make cries of grief for her; take sweet oil for her pain, if it is possible for her to be made well.
૮પરંતુ હવે બાબિલનું અચાનક પતન થયું છે. તે ભાંગ્યું છે. તેને માટે ચિંતા કરો, તેના ઘા માટે ઔષધિ લઈ આવો. કદાચ તે સાજું થાય પણ ખરું.
9 We would have made Babylon well, but she is not made well: give her up, and let us go everyone to his country: for her punishment is stretching up to heaven, and lifted up even to the skies.
૯બાબિલના ઘા રૂઝવવા અમારાથી શક્ય તેટલો પ્રયત્ન અમે કર્યો, પરંતુ તે સ્વસ્થ ન થયું. તેને છોડી દો, ચાલો આપણે સહુ પોતપોતાના દેશમાં પાછા ફરીએ, કેમ કે તેનું શાસન આકાશ સુધી પહોંચ્યું છે. તે ગગન સુધી ઊંચું ચઢ્યું છે.
10 The Lord has made clear our righteousness: come, and let us give an account in Zion of the work of the Lord our God.
૧૦યહોવાહે કહ્યું કે આપણે ન્યાયી છીએ. ચાલો, આપણા યહોવાહે ઈશ્વર જે સર્વ કર્યું છે તે આપણે સિયોનમાં જઈને કહી સંભળાવીએ.
11 Make bright the arrows; take up the body-covers: the Lord has been moving the spirit of the king of the Medes; because his design against Babylon is its destruction: for it is the punishment from the Lord, the payment for his Temple.
૧૧તમારાં બાણને ધારદાર બનાવો. તમારાં ભાથાં ભરી લો! ઢાલ ઊંચી કરો! કેમ કે બાબિલ પર ચઢાઈ કરી તેનો વિનાશ કરવા યહોવાહે માદીઓના રાજાઓને કહ્યું છે, કેમ કે બાબિલનો નાશ કરવાનો તેનો સંકલ્પ છે, અનિષ્ટ આચરણ કરનાર મંદિરને અપવિત્ર કરનાર લોકો પર આ રીતે યહોવાહ વૈર વાળી રહ્યાં છે.
12 Let the flag be lifted up against the walls of Babylon, make the watch strong, put the watchmen in their places, make ready a surprise attack: for it is the Lord's purpose, and he has done what he said about the people of Babylon.
૧૨બાબિલની દીવાલો પર આક્રમણ કરવા માટે ઝંડો ઊંચો કરો, સંરક્ષણ મજબૂત કરો. અને ચોકીદારોને શહેરની આસપાસ ગોઠવો; ઓચિંતો છાપો મારવા માટે છુપાઈ રહો, કેમ કે યહોવાહે જે કહ્યું છે તે સર્વ તે સંપૂર્ણ કરશે.
13 O you whose living-place is by the wide waters, whose stores are great, your end is come, your evil profit is ended.
૧૩તમે બાબિલની નદીઓને કાંઠે વસવાટ કરો અને તેની વિપુલ સમૃદ્ધિને માણો. તારો અંત આવ્યો છે; તારી જીવનદોરી કપાઇ જશે.
14 The Lord of armies has taken an oath by himself, saying, Truly, I will make you full with men as with locusts, and their voices will be loud against you.
૧૪સૈન્યોના યહોવાહે પોતાના નામના સમ ખાઈને પ્રતિજ્ઞા કરી છે કે, “હું તીડોનાં ટોળાંની જેમ ગણ્યા ગણાય નહિ તેટલાં માણસોને તારી સામે લાવીશ અને તેઓ તારો પરાજય કરી વિજયનાદ કરશે.
15 He has made the earth by his power, he has made the world strong in its place by his wisdom, and by his wise design the heavens have been stretched out:
૧૫યહોવાહે પોતાની બળ અને બુદ્ધિથી પૃથ્વીનું સર્જન કર્યું છે, પોતાના ડહાપણથી તેને સ્થિર કરીને સ્થાપી છે અને પોતાના કૌશલથી આકાશને વિસ્તાર્યું છે.
16 At the sound of his voice there is a massing of the waters in the heavens, and he makes the mists go up from the ends of the earth; he makes the thunder-flames for the rain and sends out the wind from his store-houses.
૧૬જ્યારે તે બોલે છે, ત્યારે આકાશમાં ગર્જના થાય છે. દુનિયાના દૂર દૂરના ખૂણેથી તે વાદળોને ઉપર ચઢાવે છે. તે વરસાદ લાવે છે અને સાથે વીજળી ચમકાવે છે. અને પવનને મોકલે છે.
17 Then every man becomes like a beast without knowledge; every gold-worker is put to shame by the image he has made: for his metal image is deceit, and there is no breath in them.
૧૭તેમની સરખામણીમાં સર્વ માણસો પશુ સમાન છે, તેઓ અજ્ઞાન છ; દરેક સોની પોતે બનાવેલી મૂર્તિ જોઈને લજ્જિત થાય છે, કેમ કે તે બધી મૂર્તિઓ તો ખોટી છે; પ્રાણ વગરની છે.
18 They are nothing, a work of error: in the time of their punishment, destruction will overtake them.
૧૮મૂર્તિઓ વ્યર્થ છે, હાંસીપાત્ર છે, તે ખોટી છે; તેઓને સજા કરશે ત્યારે તે સર્વનો નાશ કરશે.
19 The heritage of Jacob is not like these; for the maker of all things is his heritage: the Lord of armies is his name.
૧૯પરંતુ યાકૂબના ઈશ્વર એવા નથી, તે તો સમગ્ર સૃષ્ટિના સર્જક છે. અને ઇઝરાયલીઓને તે પોતાની વારસા કુળ તરીકે ગણે છે, તેમનું નામ સૈન્યોના યહોવાહ છે.
20 You are my fighting axe and my instrument of war: with you the nations will be broken; with you kingdoms will be broken;
૨૦યહોવાહ કહે છે, “હે બાબિલ નગરી, તું મારી ફરશી તથા યુદ્ધશસ્ત્રો છે. તારા વડે હું સર્વ પ્રજાઓનું ખંડન કરીશ. અને તારા વડે હું રાજ્યોનો નાશ કરીશ.
21 With you the horse and the horseman will be broken; with you the war-carriage and he who goes in it will be broken;
૨૧તારા વડે હું સૈન્યોને, ઘોડા તથા તેના સવારોને અને રથ તથા રથસવારોને કચડી નાખીશ.
22 With you man and woman will be broken; with you the old man and the boy will be broken; with you the young man and the virgin will be broken;
૨૨તારાથી હું પુરુષ તથા સ્ત્રીનું ખંડન કરીશ. તારાથી વૃદ્ધો તથા જુવાનોને નષ્ટ કરીશ. તારાથી હું છોકરાઓ તથા કન્યાઓનું ખંડન કરીશ.
23 With you the keeper of sheep with his flock will be broken, and with you the farmer and his oxen will be broken, and with you captains and rulers will be broken.
૨૩ઘેટાંપાળકોને તથા ઘેટાબકરાનાં ટોળાંને, ખેડૂતોને તથા બળદોને, રાજકર્તાઓને તથા અધિકારીઓને હું કચડી નાખીશ.
24 And I will give to Babylon, and to all the people of Chaldaea, their reward for all the evil they have done in Zion before your eyes, says the Lord.
૨૪બાબિલને તથા ખાલદીઓના બધા લોકોને, તેઓએ સિયોનમાં આચરેલા કુકમોર્ને લીધે હું સજા કરીશ. તે હું તમારી નજર સામે જ કરીશ.” એવું યહોવાહ કહે છે.
25 See, I am against you, says the Lord, O mountain of destruction, causing the destruction of all the earth: and my hand will be stretched out on you, rolling you down from the rocks, and making you a burned mountain.
૨૫યહોવાહ કહે છે, જુઓ, હે બળવાન પર્વત બાબિલ, પૃથ્વીનો નાશ કરનાર, હું તારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ અને તારી ઊંચાઇઓ પરથી તને નીચે ગબડાવીશ. અને અગ્નિથી ભસ્મ થયેલા પર્વત જેવો કરી તને છોડી દઈશ.
26 And they will not take from you a stone for the angle of a wall or the base of a building; but you will be a waste place for ever, says the Lord.
૨૬તારો કોઈ પણ પથ્થર બાંધકામ માટે કે પાયાના પથ્થર તરીકે પણ નહિ વપરાય. તું સદાને માટે ખંડેર રહેશે.” એવું યહોવાહ કહે છે.
27 Let a flag be lifted up in the land, let the horn be sounded among the nations, make the nations ready against her; get the kingdoms of Ararat, Minni, and Ashkenaz together against her, make ready a scribe against her; let the horses come up against her like massed locusts.
૨૭પૃથ્વી પર ઝંડો ફરકાવો, બધી પ્રજાઓમાં રણશિંગડા ફૂંકાવો, વિદેશીઓને સજ્જ કરો. અરારાટ, મિન્ની અને આશ્કેનાઝના રાજ્યોને તેની સામે લડવા બોલાવો, તેની સામે હુમલો કરવાને સેનાપતિ નીમો. તીડોનાં ટોળાંની જેમ ઘોડેસવારોને ભેગા કરો.
28 Make the nations ready for war against her, the king of the Medes and his rulers and all his captains, and all the land under his rule.
૨૮તેની વિરુદ્ધ, માદીઓના રાજાઓ વિરુદ્ધ અને તેના રાજકર્તાઓ અને અમલદારો સાથે તે સર્વ દેશોના લોકો જે તે તેના રાજ્યનો ભાગ છે તેઓની વિરુદ્ધ લડાઇને માટે તૈયારી કરો.
29 And the land is shaking and in pain: for the purposes of the Lord are fixed, to make the land of Babylon an unpeopled waste.
૨૯દેશ ધ્રૂજી ઊઠે છે અને પીડાય છે, કેમ કે બાબિલ વિરુદ્ધ યહોવાહનો સંકલ્પ દૃઢ છે. યહોવાહ બાબિલને નિર્જન વગડો બનાવવાની તેમની પોતાની યોજના પાર પાડે છે.
30 Babylon's men of war have kept back from the fight, waiting in their strong places; their strength has given way, they have become like women: her houses have been put on fire, her locks are broken.
૩૦બાબિલના અતિ પરાક્રમી યોદ્ધાઓ હવે યુદ્ધ કરતા નથી. તેઓ કિલ્લાઓમાં ભરાઈ ગયા છે, તેઓ હિંમત હારી ગયા છે. અને સ્ત્રીઓ જેવા થઈ ગયા છે. આક્રમણ કરનારાઓએ તેઓનાં ઘરો બાળી નાખ્યાં છે અને નગરના દરવાજાઓ તોડી નાખ્યા છે.
31 One man, running, will give word to another, and one who goes with news will be handing it on to another, to give word to the king of Babylon that his town has been taken from every quarter:
૩૧આખું શહેર કબજે થઈ ગયું છે તેવું કહેવાને ચારેબાજુથી સંદેશાવાહકો એક પાછળ એક બાબિલના રાજા પાસે દોડી આવ્યા છે.
32 And the ways across the river have been taken, and the water-holes ... burned with fire, and the men of war are in the grip of fear.
૩૨નદી પાર કરવાના દરેક રસ્તાઓ કબજે કરાયા છે. બરુની ઝાડીઓને આગ લગાડવામાં આવી છે, અને સૈનિકો ગભરાઈ ગયા છે.
33 For these are the words of the Lord of armies, the God of Israel: The daughter of Babylon is like a grain-floor when it is stamped down; before long, the time of her grain-cutting will come.
૩૩સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે;’ બાબિલની સ્થિતિ તો ઘઉં ઝૂડવાની ખળી જેવી છે જ્યાં ઘઉં ઝૂડવાના છે. થોડી વાર પછી ત્યાં લણણીની ઊપજને ધોકાવાનું શરૂ થશે.
34 Nebuchadrezzar, king of Babylon, has made a meal of me, violently crushing me, he has made me a vessel with nothing in it, he has taken me in his mouth like a dragon, he has made his stomach full with my delicate flesh, crushing me with his teeth.
૩૪યરુશાલેમ કહે છે, ‘બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર મને ખાઈ ગયો છે તેણે મને ચૂસી લીધું છે, તેણે મને ખાલી પ્યાલાની જેમ એક બાજુએ ફગાવી દીધું છે. તે મને એક અજગરની જેમ આખે આખું ગળી ગયો છે, અમારી સંપત્તિથી તેણે પોતાનું પેટ ભર્યું છે અને અમારા પોતાના શહેરમાંથી અમને નસાડી મૂક્યા છે.’
35 May the violent things done to me, and my downfall, come on Babylon, the daughter of Zion will say; and, May my blood be on the people of Chaldaea, Jerusalem will say.
૩૫સિયોનના લોકો બોલી ઊઠશે, “અમારી પર કરેલાં દુષ્કૃત્યો બદલ બાબિલને સજા મળો! યરુશાલેમ કહેશે કે, અમારું જે લોહી વહેવડાવવામાં આવ્યું છે તેની પૂરી કિંમત ખાલદીઓને ચૂકવવા દો!”
36 For this reason the Lord has said: See, I will give support to your cause, and take payment for what you have undergone; I will make her sea dry, and her fountain without water.
૩૬આથી યહોવાહ પોતાના લોકોને કહે છે, હું તમારો પક્ષ લઈશ અને તમારું વૈર વાળીશ. હું બાબિલની નદીને સૂકવી નાખીશ અને તેના ઝરણાને વહેતું બંધ કરી દઈશ.
37 And Babylon will become a mass of broken walls, a hole for jackals, a cause of wonder and surprise, without a living man in it.
૩૭અને બાબિલના ઢગલા થશે. તે શિયાળવાંની બોડ થશે. તે વસ્તીહીન થઈને વિસ્મય તથા હાંસી ઉપજાવે તેવું થશે.
38 They will be crying out together like lions, their voices will be like the voices of young lions.
૩૮બાબિલવાસીઓ બધા ભેગા થઈને જુવાન સિંહની જેમ ગર્જના કરે છે. સિંહના બચ્ચાની જેમ ઘૂરકાટ કરે છે.
39 When they are heated, I will make a feast for them, and overcome them with wine, so that they may become unconscious, sleeping an eternal sleep without awaking, says the Lord.
૩૯જ્યારે તેઓ તપી જઈને મસ્ત બનશે ત્યારે હું તેઓને માટે ઉજાણી કરીશ, જેમાં તેઓ મોજ કરે અને સદાની નિદ્રામાં પડે. તેઓ સદાને માટે ઊંઘી જશે અને ફરીથી કદી જાગશે નહિ, માટે હું તેઓને મગ્ન કરીશ એવું યહોવાહ કહે છે.
40 I will make them go down to death like lambs, like he-goats together.
૪૦હું તેઓને હલવાનોની જેમ બકરાંસહિત ઘેટાંઓની જેમ કતલખાનામાં લઈ જઈશ.
41 How is Babylon taken! and the praise of all the earth surprised! how has Babylon become a cause of wonder among the nations!
૪૧શેશાખને કેવો જીતી લેવામાં આવ્યો છે! આખી પૃથ્વીમાં પ્રશસિત થયેલો તે કેવો પકડાયો છે! બાબિલ અન્ય પ્રજાઓમાં કેવો ઉજ્જડ થયો છે!
42 The sea has come up over Babylon; she is covered with the mass of its waves.
૪૨બાબિલ પર સમુદ્ર ફરી વળ્યો છે. તેનાં મોજાઓએ તેને ઢાંકી દીધું છે.
43 Her towns have become a waste, a dry and unwatered land, where no man has his living-place and no son of man goes by.
૪૩તેના નગરો ખંડેર સ્થિતિમાં પડ્યાં છે. સમગ્ર દેશ સૂકા અરણ્ય સમાન થઈ ગયો છે. ત્યાં કોઈ રહેતું નથી અને તેમાં થઈને કોઈ મનુષ્ય પણ પસાર થતા નથી.
44 And I will send punishment on Bel in Babylon, and take out of his mouth what went into it; no longer will the nations be flowing together to him: truly, the wall of Babylon will come down.
૪૪યહોવાહ કહે છે, “હું બાબિલમાં બેલને સજા કરીશ અને તે જે ગળી ગયો છે તે તેના મુખમાંથી પાછું કાઢીશ. પ્રજાઓ તેની પાસે આવશે નહિ અને તેની પૂજા કરશે નહિ. અને બાબિલની ફરતે આવેલી દીવાલો પડી જશે.
45 My people, go out from her, and let every man get away safe from the burning wrath of the Lord.
૪૫ઓ મારી પ્રજા, બાબિલમાંથી નાસી જાઓ; યહોવાહના ભયંકર રોષમાંથી સૌ પોતપોતાના જીવ બચાવો.
46 So that your hearts may not become feeble and full of fear because of the news which will go about in the land; for a story will go about one year, and after that in another year another story, and violent acts in the land, ruler against ruler.
૪૬હિંમત હારશો નહિ, દેશમાં ફેલાતી અફવાઓથી ગભરાઈ જશો નહિ, એક વર્ષે એક અફવા ફેલાય છે, અને બીજે વર્ષે બીજી ફેલાઈ છે. દેશમાં બધે આંતરિક યુદ્ધો અને જુલમ ચાલી રહ્યા છે.
47 For this cause, truly, the days are coming when I will send punishment on the images of Babylon, and all her land will be shamed, and her dead will be falling down in her.
૪૭તેથી, જુઓ એવા દિવસો આવી રહ્યા છે, કે જ્યારે બાબિલની મૂર્તિઓને હું સજા કરનાર છું. આખો દેશ લજ્જિત થશે, અને તેના બધા માણસો કપાઇને પડ્યા હશે.
48 And the heaven and the earth and everything in them, will make a song of joy over Babylon: for those who make her waste will come from the north, says the Lord.
૪૮ત્યારે આકાશ અને પૃથ્વી તેમ જ તેમાંનું સર્વ બાબિલના પતનથી હર્ષના પોકારો કરશે. એવું યહોવાહ કહે છે. ઉત્તરમાંથી લોકો આવીને તેનો નાશ કરશે,
49 As Babylon had the dead of Israel put to the sword, so in Babylon the dead of all the land will be stretched out.
૪૯“બાબિલે જેમ ઇઝરાયલના કતલ થયેલાઓને પાડ્યા છે. તેમ બાબિલના કતલ થયેલાઓને તેઓએ પાડ્યા છે.
50 You who have got away safe from the sword, go, waiting for nothing; have the Lord in memory when you are far away, and keep Jerusalem in mind.
૫૦તમે જેઓ તેની તલવારનો ભોગ બનતા બચી ગયા છો, તે નાસી જાઓ રોકાશો નહિ દૂર દેશમાં, યહોવાહને સંભારજો અને યરુશાલેમને ભૂલશો નહિ.”
51 We are shamed because bitter words have come to our ears; our faces are covered with shame: for men from strange lands have come into the holy places of the Lord's house.
૫૧અમે નિંદા સાંભળી છે. તેથી અમે લજ્જિત થયા છીએ, કેમ કે, પરદેશીઓ યહોવાહના ઘરમાં પેસી ગયા છે.
52 For this reason, see, the days are coming, says the Lord, when I will send punishment on her images; and through all her land the wounded will be crying out in pain.
૫૨તેથી યહોવાહ કહે છે, જુઓ, એવો સમય આવી રહ્યો છે કે જ્યારે હું બાબિલની મૂર્તિઓને સજા કરીશ અને સમગ્ર દેશમાં ઘાયલ થયેલા માણસો નિસાસા નાખશે.
53 Even if Babylon was lifted up to heaven, even if she had the high places of her strength shut in with walls, still I would send against her those who will make her waste, says the Lord.
૫૩જો કે બાબિલ આકાશે પહોંચે તોપણ અને તે પોતાના ઊંચા કોટોની કિલ્લેબંધી કરે તોપણ મારી પાસેથી તેના પર વિનાશક આવશે.’ એવું યહોવાહ કહે છે.
54 There is the sound of a cry from Babylon, and of a great destruction from the land of the Chaldaeans:
૫૪બાબિલમાંથી આવતા રુદનનાસ્વર અને જ્યાં ખાલદીઓ શાસન કરે છે ત્યાંથી આવતા ભયંકર વિનાશના અવાજો સંભળાય છે.
55 For the Lord is making Babylon waste, and putting an end to the great voice coming out of her; and her waves are thundering like great waters, their voice is sounding loud:
૫૫યહોવાહ બાબિલનો વિનાશ કરી રહ્યા છે. અને તેના કોલાહલને શમાવી રહ્યા છે. શત્રુઓનું સૈન્ય મહાસાગરના તરંગોની જેમ ગર્જના અને ઘૂઘવાટા કરતું ધસી રહ્યું છે.
56 For the waster has come on her, even on Babylon, and her men of war are taken, their bows are broken: for the Lord is a rewarding God, and he will certainly give payment.
૫૬કેમ કે તેના પર એટલે બાબિલ પર વિનાશક આવી પહોંચ્યો છે. તેના યોદ્ધાઓ કેદ પકડાયા છે અને તેઓનાં ધનુષ્ય તોડી પડાયાં છે, કેમ કે યહોવાહ તો પ્રતિફળ આપનારા ઈશ્વર છે.; તે નિશ્ચે બદલો લેશે.
57 And I will make her chiefs and her wise men, her rulers and her captains and her men of war, overcome with wine; their sleep will be an eternal sleep without awaking, says the King; the Lord of armies is his name.
૫૭સૈન્યોના યહોવાહ કહે છે, આ રાજાનો હુકુમ છે “હું તેના સરદારોને, જ્ઞાની માણસોને, રાજકર્તાઓને, અધિકારીઓને તથા શૂરવીર યોદ્ધાઓને ચકચૂર કરીશ, તેઓ અનંત નિદ્રામાં પોઢી જશે, ફરી કદી જાગશે જ નહિ.
58 The Lord of armies has said: The wide walls of Babylon will be completely uncovered and her high doorways will be burned with fire; so peoples keep on working for nothing, and the weariness of nations comes to an end in the smoke.
૫૮સૈન્યોના યહોવાહ કહે છે, બાબિલની મજબૂત દીવાલો ભોંયભેગી થઈ જશે, તેના ઊંચા દરવાજાને આગ ચાંપવામાં આવશે, જે બાંધવા માટે ઘણા લોકોએ પોતાની જાતને ઘસી નાખી હતી તે બધું ભસ્મ થઈ જશે, લોકોએ કરેલી બધી મહેનત ધૂળમાં મળી જશે.”
59 The order which Jeremiah the prophet gave to Seraiah, the son of Neriah, the son of Mahseiah, when he went with Zedekiah, the king of Judah, to Babylon in the fourth year of his rule. Now Seraiah was the chief controller of the house.
૫૯યહૂદિયાના રાજા સિદકિયાના શાસનના ચોથા વર્ષમાં જ્યારે તેની સાથે યહૂદિયાના રાજા માસેયાના દીકરા નેરિયાનો દીકરા સરાયા બાબિલ ગયો, ત્યારે જે સૂચનાઓ યર્મિયા પ્રબોધકે સરાયાને આપી તે આ છે. સરાયા તો લશ્કરનો મુખ્ય અધિકારી હતો.
60 And Jeremiah put in a book all the evil which was to come on Babylon.
૬૦યર્મિયાએ એક પુસ્તકમાં બાબિલ પર આવનારી આફતનું પૂરું વર્ણન અહીં જે બધું નોંધવામાં આવેલું છે તે લખી કાઢયું હતું.
61 And Jeremiah said to Seraiah, When you come to Babylon, see that you give them all these words;
૬૧યર્મિયાએ સરાયાને કહ્યું, જ્યારે તું બાબિલ પહોંચે ત્યારે આમાંના શબ્દે શબ્દ અચૂક વાંચી સંભળાવજે.
62 And after reading them, say, O Lord, you have said about this place that it is to be cut off, so that no one will be living in it, not a man or a beast, but it will be unpeopled for ever.
૬૨અને કહેજે કે, હે યહોવાહ, તમે જાતે જાહેર કર્યું છે કે, આ જગ્યાનો નાશ કરવામાં આવશે, અહીં ફરી કોઈ વાસો કરશે નહિ. માણસ કે પશુ કોઈ નહિ. તે સદાકાળ ઉજ્જડ રહેશે.’”
63 And it will be that, when you have come to an end of reading this book, you are to have a stone fixed to it, and have it dropped into the Euphrates:
૬૩જ્યારે તું આ પુસ્તક વાંચી રહે ત્યારે તેને પથ્થરો બાંધીને ફ્રાત નદીની વચ્ચોવચ્ચ નાખી દેજે.
64 And you are to say, So Babylon will go down, never to be lifted up again, because of the evil which I will send on her: and weariness will overcome them. So far, these are the words of Jeremiah.
૬૪અને કહે જે કે, આવા જ હાલ બાબિલના થશે, યહોવાહ બાબિલ પર એવી આફત લાવનાર છે જેથી તે ડૂબી જાય અને ફરી કદી ઉપર આવે નહિ.’ અહીં યર્મિયાનાં વચન પૂરાં થાય છે.