< Ezekiel 28 >
1 The word of the Lord came to me again, saying,
૧યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
2 Son of man, say to the ruler of Tyre, This is what the Lord has said: Because your heart has been lifted up, and you have said, I am a god, I am seated on the seat of God in the heart of the seas; but you are man and not God, though you have made your heart as the heart of God:
૨“હે મનુષ્યપુત્ર, તૂરના અધિકારીને કહે કે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે: તારું મન ગર્વિષ્ઠ થયું છે! તેં કહ્યું છે, “હું ઈશ્વર છું! હું ભરસમુદ્ર પર ઈશ્વરના આસન પર બેઠો છું.” જોકે તેં તારા મનને દેવને દરજ્જે બેસાડ્યું છે, તોપણ તું માણસ છે, ઈશ્વર નહિ.
3 See, you are wiser than Daniel; there is no secret which is deeper than your knowledge:
૩તું એમ માને છે કે તું દાનિયેલ કરતાં જ્ઞાની છે. તને આશ્ચર્ય પમાડે એવું કશું અજાણ્યું નથી.
4 By your wisdom and deep knowledge you have got power for yourself, and put silver and gold in your store-houses:
૪તેં ડહાપણથી તથા બુદ્ધિથી સમૃદ્ધિ મેળવી છે, તેં સોનાચાંદીના ભંડાર ભર્યાં છે.
5 By your great wisdom and by your trade your power is increased, and your heart is lifted up because of your power:
૫તારા પુષ્કળ ડહાપણથી તથા તારા વેપારથી, તેં તારી સમૃદ્ધિ વધારી છે, તારી સમૃદ્ધિને લીધે તારું મન ગર્વિષ્ઠ થયું છે.
6 For this cause the Lord has said: Because you have made your heart as the heart of God,
૬તેથી પ્રભુ યહોવાહ કહે છે: તેં તારું મન ઈશ્વરના મન જેવું કર્યું છે.
7 See, I am sending against you strange men, feared among the nations: they will let loose their swords against your bright wisdom, they will make your glory a common thing.
૭તેથી હું પરદેશીઓને, દુષ્ટ પ્રજાઓને તારી વિરુદ્ધ લાવીશ. તેઓ તારા ડહાપણની શોભા વિરુદ્ધ તલવાર ખેંચશે, તેઓ તારા વૈભવને અપવિત્ર કરશે.
8 They will send you down to the underworld, and your death will be the death of those who are put to the sword in the heart of the seas.
૮તેઓ તને ખાડામાં નાખશે, સમુદ્રમાં કતલ થયેલાઓના જેમ મોત પામશે.
9 Will you say, in the face of those who are taking your life, I am God? but you are man and not God in the hands of those who are wounding you.
૯ત્યારે પણ શું તું તને મારી નાખનારને એમ કહીશ કે, “હું ઈશ્વર છું?” પણ તને વધ કરનારાઓનાં હાથમાં તું તો માણસ છે, ઈશ્વર નથી.
10 Your death will be the death of those who are without circumcision, by the hands of men from strange lands: for I have said it, says the Lord.
૧૦તું બેસુન્નતીઓની જેમ પરદેશીઓના હાથે મૃત્યુ પામશે. કેમ કે પ્રભુ યહોવાહ કહે છે!’ હું તે બોલ્યો છું.”
11 Then the word of the Lord came to me, saying,
૧૧ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
12 Son of man, make a song of grief for the king of Tyre, and say to him, This is what the Lord has said: You are all-wise and completely beautiful;
૧૨“હે મનુષ્યપુત્ર, તૂરના રાજાને માટે વિલાપગીત ગા. તેને કહે કે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે: તું સંપૂર્ણતાનો નમૂનો હતો, તું ડહાપણથી ભરપૂર અને સૌદર્યમાં સંપૂર્ણ હતો.
13 You were in Eden, the garden of God; every stone of great price was your clothing, the sardius, the topaz, and the diamond, the beryl, the onyx, and the jasper, the emerald and the carbuncle: your store-houses were full of gold, and things of great price were in you; in the day when you were made they were got ready.
૧૩તું ઈશ્વરના એદન બગીચામાં હતો, તું બધી જાતનાં મૂલ્યવાન રત્નો, હીરા, માણેક, પોખરાજ, નીલમણિ, પીરોજ, ગોમેદ, યાસપિસ, લીલમણિ તથા અગ્નિમણિથી આભૂષિત હતો. તારાં આભૂષણો સોનાનાં હતાં. તારા જન્મ દિવસે તારે માટે બનાવવામાં આવ્યાં હતાં.
14 I gave you your place with the winged one; I put you on the mountain of God; you went up and down among the stones of fire.
૧૪તું રક્ષણ કરનાર અભિષિક્ત કરુબ હતો; મેં તને ઈશ્વરના પવિત્ર પર્વત પર સ્થાપ્યો હતો. અગ્નિના ચળકતા પથ્થરો પર ચાલતો હતો.
15 There has been no evil in your ways from the day when you were made, till sin was seen in you.
૧૫તારી ઉત્પતિના દિવસથી તારામાં દુષ્ટતા માલૂમ પડી ત્યાં સુધી તારું આચરણ નિષ્કલંક હતું.
16 Through all your trading you have become full of violent ways, and have done evil: so I sent you out shamed from the mountain of God; the winged one put an end to you from among the stones of fire.
૧૬તારા વધતા જતા વ્યાપારથી તું હિંસાખોર થઈ ગયો, તેં પાપ કર્યું. આથી મેં તને ભ્રષ્ટ ગણીને ઈશ્વરના પવિત્ર પર્વત પરથી ફેંકી દીધો છે. હે રક્ષણ કરનાર કરુબ, અગ્નિના પથ્થરોમાંથી મેં તારો વિનાશ કર્યો છે.
17 Your heart was lifted up because you were beautiful, you made your wisdom evil through your sin: I have sent you down, even to the earth; I have made you low before kings, so that they may see you.
૧૭તારા સૌદર્યને કારણે તારું મન ગર્વિષ્ઠ થયું હતું; તારા વૈભવને કારણે તેં તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી છે. મેં તને જમીનદોસ્ત કરી નાખ્યો છે! બીજા રાજાઓ તને જુએ માટે મેં તને તેઓની આગળ બેસાડ્યો છે.
18 By all your sin, even by your evil trading, you have made your holy places unclean; so I will make a fire come out from you, it will make a meal of you, and I will make you as dust on the earth before the eyes of all who see you.
૧૮તારાં ઘણાં પાપોથી અને તારા વેપારમાં દગા કરીને, તેં તારા પવિત્રસ્થાનો ભ્રષ્ટ કર્યાં છે! આથી, મેં તારામાં અગ્નિ સળગાવ્યો છે; તે તને ભસ્મ કરશે. તને જોનારા સૌની નજરમાં મેં તને રાખ કરી નાખ્યો છે.
19 All who have knowledge of you among the peoples will be overcome with wonder at you: you have become a thing of fear, and you will never be seen again.
૧૯જે પ્રજાઓ તને ઓળખે છે તે બધી તને જોઈને કંપી ઊઠશે; તેઓ ભયભીત થશે, સદાને માટે તારો નાશ થશે.’”
20 And the word of the Lord came to me, saying,
૨૦યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
21 Son of man, let your face be turned to Zidon, and be a prophet against it, and say,
૨૧“હે મનુષ્યપુત્ર, તું તારું મુખ સિદોન તરફ ફેરવ અને તેની વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને કહે.
22 These are the words of the Lord: See, I am against you, O Zidon; and I will get glory for myself in you: and they will be certain that I am the Lord, when I send my punishments on her, and I will be seen to be holy in her.
૨૨કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે: જુઓ, હે સિદોન, હું તારી વિરુદ્ધ છું. કેમ કે હું તારામાં મારો મહિમા પામીશ, હું તેનો ન્યાય કરીને સજા કરીશ ત્યારે લોકો જાણશે કે હું યહોવાહ છું. હું તારામાં પવિત્ર મનાઈશ.
23 And I will send on her disease and blood in her streets; and the wounded will be falling in the middle of her, and the sword will be against her on every side; and they will be certain that I am the Lord.
૨૩હું તારી અંદર મરકી તથા તારી શેરીઓમાં ખૂનામરકી મોકલીશ, હત્યા કરાયેલા તેમાં પડશે. જ્યારે તલવાર તારી વિરુદ્ધ ચારેબાજુથી આવશે, ત્યારે તું જાણશે કે હું યહોવાહ છું!
24 And there will no longer be a plant with sharp points wounding the children of Israel, or a thorn troubling them among any who are round about them, who put shame on them; and they will be certain that I am the Lord.
૨૪ઇઝરાયલી લોકોનો તિરસ્કાર કરનારી આજુબાજુની પ્રજાઓ હવે કદી તેઓને ભોંકાતા કાંટા કે ઝાંખરાંની જેમ હેરાન નહિ કરે, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ યહોવાહ છું!’”
25 This is what the Lord has said: When I have got together the children of Israel from the peoples among whom they are wandering, and have been made holy among them before the eyes of the nations, then they will have rest in the land which is theirs, which I gave to my servant Jacob
૨૫પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘ઇઝરાયલી લોકો જે પ્રજાઓમાં વેરવિખેર થઈ ગયેલા છે, તેમાંથી હું તેઓને એકત્ર કરીશ, અને જ્યારે હું પ્રજાઓના દેખતાં તેઓમાં પવિત્ર મનાઈશ, ત્યારે તેઓ પોતાના દેશમાં એટલે જે દેશ મેં મારા સેવક યાકૂબને આપ્યો હતો તેમાં ઘરો બનાવશે.
26 And they will be safe there, building houses and planting vine-gardens and living without fear; when I have sent my punishments on all those who put shame on them round about them; and they will be certain that I am the Lord their God.
૨૬તેઓ તેમાં સુરક્ષિત રહેશે અને ઘરો બાંધશે, દ્રાક્ષવાડીઓ રોપશે, તેઓની સાથે દુર્વ્યવહાર કરનારી આજુબાજુની પ્રજાઓનો ન્યાય કરીને હું સજા કરીશ; ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ તેઓનો ઈશ્વર છું!”