< 2 Chronicles 6 >
1 Then Solomon said, O Lord, to the sun you have given the heaven for a living-place, but your living-place was not seen by men,
૧પછી સુલેમાને કહ્યું, “ઈશ્વરે કહ્યું છે, ‘હું તો ગાઢ અંધકારમાં રહીશ.’
2 So I have made for you a living-place, a house in which you may be for ever present.
૨પણ મેં તમારા માટે રહેવાનું સભાસ્થાન બાંધ્યું છે કે જેમાં તમે સદાકાળ રહી શકો.”
3 Then, turning his face about, the king gave a blessing to all the men of Israel; and they were all on their feet together.
૩પછી જયારે ઇઝરાયલની સમગ્ર પ્રજા સુલેમાનની સમક્ષ ઊભી હતી ત્યારે તેણે લોકો તરફ દ્રષ્ટિ કરીને તેઓને આશીર્વાદ આપ્યો.
4 And he said, Praise be to the Lord, the God of Israel, who himself gave his word to my father David, and with his strong hand has made his word come true, saying,
૪તેણે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહની સ્તુતિ હો. તેમણે મારા પિતા દાઉદને જે કહ્યું હતું તે પોતાના પરાક્રમી હાથે પૂરું કર્યું છે કે,
5 From the day when I took my people out of the land of Egypt, no town in all the tribes of Israel has been marked out by me for the building of a house for the resting-place of my name; and I took no man to be a ruler over my people Israel;
૫‘હું મારા લોકોને મિસર દેશમાંથી બહાર લાવ્યો, તે દિવસથી, મારું નામ ત્યાં રહે તે માટે સભાસ્થાન બાંધવા માટે, મેં ઇઝરાયલના સર્વ કુળોમાંથી કોઈ નગરને પસંદ કર્યું નથી. તેમ જ મારા ઇઝરાયલ લોકો પર મેં કોઈ પુરુષને રાજા તરીકે પસંદ કર્યો નથી.
6 But now I have made selection of Jerusalem, that my name might be there, and of David, to be over my people Israel.
૬તો પણ, મેં યરુશાલેમને પસંદ કર્યું કે, મારું નામ ત્યાં રહે અને મારા ઇઝરાયલી લોકોનો અધિકારી થવા મેં દાઉદને પસંદ કર્યો છે.’”
7 Now it was in the heart of my father David to put up a house for the name of the Lord, the God of Israel.
૭હવે મારા પિતા દાઉદના હૃદયમાં હતું કે, પ્રભુ, ઇઝરાયલના ઈશ્વરને નામે સભાસ્થાન બાંધવું.
8 But the Lord said to David my father, You did well to have in your heart the desire to make a house for my name:
૮પણ ઈશ્વરે મારા પિતા દાઉદને કહ્યું, ‘તારા હૃદયમાં મારા નામે સભાસ્થાન બનાવવાનો વિચાર છે તે સારો છે.
9 But you yourself will not be the builder of the house; but your son, the offspring of your body, he it is who will put up a house for my name.
૯તેમ છતાં, તારે સભાસ્થાન બાંધવું નહિ; પણ તને જે દીકરો થશે, તે મારા નામને માટે સભાસ્થાન બાંધશે.’”
10 And the Lord has kept his word; for I have taken my father David's place on the seat of the kingdom of Israel, as the Lord gave his word; and I have made the house for the name of the Lord the God of Israel.
૧૦યહોવાહ પોતે જે વચન બોલ્યા હતા તે તેમણે પૂરું કર્યું, કેમ કે હું મારા પિતા દાઉદને સ્થાને ઊભો છું અને ઈશ્વરનાં વચનો પ્રમાણે ઇઝરાયલના રાજ્યાસન પર બેઠો છું. મેં ઇઝરાયલના પ્રભુ ઈશ્વરના નામને માટે સભાસ્થાન બાંધ્યું છે.
11 And there I have put the ark, in which is the agreement of the Lord, which he made with the people of Israel.
૧૧મેં ત્યાં કોશ મૂક્યો છે, તે કોશમાં ઈશ્વરે ઇઝરાયલી લોકોની સાથે જે કરાર કર્યો હતો તે છે.”
12 Then he took his place in front of the altar of the Lord, all the men of Israel being present,
૧૨સુલેમાને ઈશ્વરની વેદીની સમક્ષ ઇઝરાયલની સમગ્ર પ્રજા આગળ ઊભા રહીને પોતાના હાથ પ્રસાર્યા.
13 (For Solomon had made a brass stage, five cubits long, five cubits wide and three cubits high, and had put it in the middle of the open space; on this he took his place and went down on his knees before all the meeting of Israel, stretching out his hands to heaven.)
૧૩તેણે પિત્તળનો પાંચ હાથ લાંબો, પાંચ હાથ પહોળો અને ત્રણ હાથ ઊંચો બાજઠ બનાવ્યો હતો. તેને આંગણાની વચ્ચે મૂક્યો હતો. સુલેમાન તેના પર ઊભો રહ્યો. અને સર્વ ઇઝરાયલી લોકોની આગળ ઘૂંટણે પડીને તેણે આકાશ તરફ પોતાના હાથ ઊંચા કર્યા.
14 And he said, O Lord, the God of Israel, there is no God like you in heaven or on earth; keeping faith and mercy unchanging for your servants, while they go in your ways with all their hearts;
૧૪તેણે કહ્યું, “પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, આકાશમાં તથા પૃથ્વી પર તમારા જેવા બીજા કોઈ ઈશ્વર નથી, તમારા જે સર્વ સેવકો પોતાના ખરા અંતઃકરણથી તમારી આગળ ચાલે છે તેઓની સાથે તમે કરાર પાળો છો તથા તેઓ પર કૃપા રાખો છો;
15 For you have kept the word which you gave to your servant David, my father; with your mouth you said it and with your hand you have made it come true this day.
૧૫તમારા સેવક મારા પિતા દાઉદને આપેલું વચન તમે પાળ્યું છે. હા, તમે તમારા મુખથી જે બોલ્યા અને તમારા હાથોથી તે પૂરું કર્યું છે, જેમ અગાઉ કર્યું હતું તેવું આજે પણ કરો છો.
16 So now, O Lord, the God of Israel, let your word to your servant David, my father, come true, when you said, You will never be without a man to take his place before me on the seat of the kingdom of Israel; if only your children give attention to their ways, walking in my law, as you have done before me.
૧૬હવે પછી, પ્રભુ ઇઝરાયલના ઈશ્વર, તમે તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે પૂરું કરો, તમે તેને કહ્યું હતું, ‘જો તારા વંશજો મારા વચનો સાંભળીને ચાલશે અને તારી જેમ મારા નિયમોનું સદા પાલન કરશે તો મારી નજર આગળ ઇઝરાયલના રાજ્યાસન પર બેસનાર પુરુષની ખોટ તને પડશે નહિ.’
17 So now, O Lord, the God of Israel, make your word come true which you said to your servant David.
૧૭હવે પછી, ઇઝરાયલના ઈશ્વર, હું તમને પ્રાર્થના કરું છું કે તમે તમારા સેવક દાઉદને જે વચન આપેલું તે પૂર્ણ કરો.
18 But is it truly possible that God may be housed with men on earth? see, heaven and the heaven of heavens are not wide enough to be your resting-place: how much less this house which I have made:
૧૮તો પણ શું ઈશ્વર ખરેખર માણસોની સાથે પૃથ્વી પર રહે ખરા? જુઓ, આકાશ તથા આકાશોના આકાશમાં તમારો સમાવેશ થાય તેમ નથી, ત્યારે આ જે સભાસ્થાન મેં બાંધ્યું છે તેમાં તમારો સમાવેશ થવો એ કેટલું અશક્ય છે!
19 Still, let your heart be turned to the prayer of your servant and to his prayer for grace, O Lord my God, and give ear to the cry and the prayer which your servant makes before you;
૧૯તેમ છતાં હે મારા ઈશ્વર યહોવાહ આ તમારા સેવકની પ્રાર્થનાઓ તથા વિનંતીઓ ધ્યાનમાં લઈને તમારો સેવક તમારી આગળ જે પોકાર તથા પ્રાર્થના કરે તે તમે સાંભળજો.
20 That your eyes may be open to this house day and night, to this place of which you have said that you would put your name there; to give ear to the prayer which your servant may make, turning to this place.
૨૦રાત અને દિવસ તમારી દ્રષ્ટિ આ સભાસ્થાન પર રાખજો. તેને વિષે તમે કહ્યું હતું કે મારું નામ હું ત્યાં કાયમ રાખીશ. જયારે તમારો સેવક એટલે હું આ સ્થળ બાજુ ફરીને પ્રાર્થના કરું, ત્યારે તમે તે કાન ધરજો.
21 And give ear to the prayers of your servant and of your people Israel, when they make their prayers, turning to this place; give ear from heaven your living-place; and hearing have mercy.
૨૧તેથી જયારે તમારો સેવક તથા તમારા ઇઝરાયલ લોકો આ સભાસ્થાન તરફ જોઈને પ્રાર્થના કરે ત્યારે તેઓની વિનંતીઓ તમે સાંભળજો. હા, તમે તમારા નિવાસસ્થાનમાં, એટલે આકાશમાં, તે સાંભળજો; અને જયારે તમે સાંભળો, ત્યારે માફ કરજો.
22 If a man does wrong to his neighbour and has to take an oath, and comes before your altar to take his oath in this house:
૨૨જો કોઈ વ્યક્તિ પોતાના પડોશી વિરુદ્ધ પાપ કરે તથા તેને સમ આપીને પ્રતિજ્ઞા અપાવે અને જો તે વ્યક્તિ આ સભાસ્થાનમાંની વેદી આગળ શપથ લઈને પ્રતિજ્ઞા લે,
23 Then let your ear be open in heaven, and be the judge of your servants, giving punishment to the wrongdoer, so that his sin may come on his head; and, by your decision, keeping from evil him who has done no wrong.
૨૩ત્યારે આકાશમાં તમારા સેવકનું સાંભળી અને દુષ્ટનાં કામો તેના પોતાના માથા પર નાખીને તેનો બદલો આપીને તમારા સેવકોનો ન્યાય કરજો. અને ન્યાયી માણસને પ્રામાણિક ઠરાવીને, તેની પ્રામાણિકતાનો બદલો આપજો.
24 And if your people Israel are overcome in war, because of their sin against you; if they are turned to you again, honouring your name, making prayers and requesting your grace in this house:
૨૪જયારે તમારા ઇઝરાયલી લોકો તમારી વિરુદ્ધ પાપ કર્યાને કારણે દુશ્મનોથી હારી જાય, ત્યારબાદ જો તેઓ પાછા ફરીને તમારા નામે પસ્તાવો કરે અને આ ઘરમાં આવીને માફી માટે પ્રાર્થના તથા વિનંતીઓ કરે,
25 Then give ear from heaven, and let the sin of your people Israel have forgiveness, and take them back again to the land which you gave to them and to their fathers.
૨૫ત્યારે તમે આકાશમાં સાંભળીને તમારા સેવકોના તથા તમારા ઇઝરાયલી લોકોનાં પાપની ક્ષમા કરજો; તમે જે દેશ તમારા લોકોને તથા તેઓના પૂર્વજોને આપ્યો છે તેમાં તેઓને પાછા લાવજો.
26 When heaven is shut up and there is no rain, because of their sin against you: if they make prayers with their faces turned to this place, honouring your name and turning away from their sin when you send trouble on them:
૨૬તેઓએ તમારી વિરુદ્ધ પાપ કર્યાને કારણે જ્યારે આકાશ બંધ થઈ જાય અને વરસાદ ન વર્ષે, ત્યારે જો તેઓ આ સ્થળ તરફ ફરીને પ્રાર્થના કરે અને તમારા નામે પસ્તાવો કરે અને એ તમારી શિક્ષાને કારણે તેઓ પોતાના પાપોથી પાછા ફરે,
27 Then give ear from heaven, so that the sin of your servants and the sin of your people Israel may have forgiveness, when you make clear to them the good way in which they are to go; and send rain on your land which you have given to your people for their heritage.
૨૭તો પછી તમે આકાશમાં તે સાંભળીને તમારા સેવકોના તથા તમારા ઇઝરાયલી લોકોનાં પાપ માફ કરજો, કેમ કે સારા માર્ગે તેઓએ ચાલવું જોઈએ તે તમે તેઓને શીખવો છો. તમારા લોકોને જે દેશ વારસા તરીકે તમે આપ્યો છે તે પર વરસાદ મોકલજો.
28 If there is no food in the land, if there is disease, if the fruits of the earth are damaged by heat or water, locust or worm; if their towns are shut in by their attackers: whatever trouble or whatever disease there may be:
૨૮કદાચ તે દેશમાં દુકાળ પડે અથવા રોગ ફેલાય, વિનાશ કે ફૂગ ફેલાય, તીડ કે ઈયળો પડે; અથવા દુશ્મનો તે દેશના પ્રવેશદ્વારો પર હુમલો કરે અથવા ગમે ત્યાં તે મરકી અથવા બીમારી આવે,
29 Whatever prayer or request for your grace is made by any man, or by all your people Israel, whatever his trouble may be, whose hands are stretched out to this house:
૨૯ત્યારે તમારા લોકો તથા ઇઝરાયલી લોકોમાંના જો કોઈ આ સભાસ્થાન તરફ પોતાના હાથ પ્રસારીને પોતાની પીડામાં અને પોતાનું દુઃખ જાણીને પ્રાર્થના તથા વિનંતીઓ કરે;
30 Then give ear from heaven your living-place, answering with forgiveness, and give to every man, whose secret heart is open to you, the reward of all his ways; (for you, and you only, have knowledge of the hearts of the children of men; )
૩૦તો પછી તમે તમારા નિવાસસ્થાનમાં, એટલે કે આકાશમાં તે સાંભળીને માફી આપજો અને દરેકને તેના માર્ગો પ્રમાણે યોગ્ય બદલો આપજો; તમે તેમનું હૃદય જાણો છો, કેમ કે તમે અને કેવળ તમે જ દરેક મનુષ્યનાં હૃદયો જાણો છો.
31 So that they may give you worship, walking in your ways, as long as they are living in the land which you gave to our fathers.
૩૧આ પ્રમાણે તમે કરો કે જેથી તેઓ તમારો ભય રાખે, જેથી તેઓ તમારા માર્ગોમાં ચાલે અને જે દેશ તમે અમારા પૂર્વજોને આપ્યો છે તેમાં તેઓ રહે.
32 And as for the man from a strange land, who is not of your people Israel but comes from a far country because of the glory of your name and your strong hand and your outstretched arm; when he comes to make his prayer, turning to this house:
૩૨આ ઉપરાંત, વિદેશીઓ કે જેઓ તમારા ઇઝરાયલી લોકોમાંના નથી તેઓ સંબંધી: જ્યારે તેઓ તમારા મહાન નામને કારણે, તમારા પરાક્રમી હાથ તથા તમારા લંબાવેલા ભુજની ખાતર દૂર દેશથી આવે; જયારે તેઓ આવીને આ સભાસ્થાન તરફ ફરીને પ્રાર્થના કરે,
33 Then give ear from heaven your living-place, and give him his desire, whatever it may be; so that all the peoples of the earth may have knowledge of your name, worshipping you as do your people Israel, and may see that this house which I have made is truly named by your name.
૩૩તો કૃપા કરી તમે તમારા નિવાસસ્થાનમાં, એટલે આકાશમાં તે સાંભળજો અને વિદેશીઓ જે કંઈ તમને કહે તે તમે કરજો, જેથી પૃથ્વી પરની સર્વ પ્રજાઓ તમારું નામ જાણે, જેથી તમારા ઇઝરાયલી લોકોની જેમ તેઓ તમારો ભય રાખે અને કે આ સભાસ્થાન જે મેં બાંધ્યું છે તે તમારા નામથી ઓળખાય.
34 If your people go out to war against their attackers, by whatever way you may send them, if they make their prayers to you turning their faces to this town of yours and to this house which I have put up for your name:
૩૪કદાચ તમારા જે લોકો કોઈપણ માર્ગે તમે તેઓને મોકલો તે માર્ગે પોતાના દુશ્મનોની વિરુદ્ધ યુદ્ધ કરવા જાય અને ત્યાંથી જો તમે પસંદ કરેલ નગર તથા જે સભાસ્થાન મેં તમારા નામે બાંધ્યું છે, તેની તરફ ફરીને પ્રાર્થના કરે;
35 Then give ear from heaven to their prayer and their cry for grace, and see right done to them.
૩૫ત્યારે તેઓની પ્રાર્થના તથા વિનંતિ સ્વર્ગથી સાંભળજો અને તેઓની મદદ કરજો.
36 If they do wrong against you, (for no man is without sin, ) and you are angry with them, and give them up into the power of those who are fighting against them, so that they take them away prisoners to a land far off or near;
૩૬તેઓ તમારી વિરુદ્ધ પાપ કરે, એવું કોણ છે કે જે પાપ નથી કરતું? અને કદાચ રોષે ભરાઈને તમે તેઓને શત્રુઓના હાથમાં સોંપી દો, જેથી તેઓ તેમને કેદ કરીને તેમના દેશમાં લઈ જાય પછી તે દૂર હોય કે નજીક હોય.
37 And if they take thought, in the land where they are prisoners, turning again to you, crying out in prayer to you in that land, and saying, We are sinners, we have done wrong, we have done evil;
૩૭પછી કદાચ જે દેશમાં તેઓને બંદીવાન કરાયા હોય તે દેશમાં તેમને ભાન થાય અને તેઓ પશ્ચાતાપ કરીને જ્યાં તેઓ બંદીવાન હોય તે દેશમાં તમારી કૃપા શોધે. તેઓ કહે, ‘અમે પાપ કર્યુ છે અને સ્વછંદીપણે વર્ત્યા છીએ. અમે દુષ્ટ કાર્યો કર્યા છે.’
38 If with all their heart and soul they are turned again to you, in the land where they are prisoners, the land where they have been taken, and make their prayers, turning their eyes to their land which you gave to their fathers, and to the town which you took for yourself, and the house which I have made for your name:
૩૮કદાચ જો તેઓ તેમના બંદીવાસમાંથી કે જ્યાંથી તેઓને બંદી બનાવવામાં આવ્યા હતા ત્યાંથી તેમના પૂરા મનથી તથા આત્માથી તમારી તરફ પાછા ફરે અને કદાચ તેઓ તેમના પિતૃઓને આપેલી ભૂમિ અને તમે પસંદ કરેલા શહેર તથા તમારા નામ માટે મેં બાંધેલા આ સભાસ્થાન તરફ મોં કરીને પ્રાર્થના કરે.
39 Then give ear from heaven your living-place to their prayer and their cry, and see right done to them, answering with forgiveness your people who have done wrong against you.
૩૯તો પછી તમે જ્યાં રહો છો ત્યાં એટલે સ્વર્ગમાં તેમની પ્રાર્થના અને અરજ સાંભળજો અને તેમને મદદ કરજો. તમારા જે લોકોએ તમારી વિરુદ્ધ પાપ કર્યું છે તેઓને માફ કરજો.
40 Now, O my God, may your eyes be open and your ears awake to the prayers made in this place.
૪૦હવે, મારા ઈશ્વર, હું તમને વિનંતી કરું છું કે આ જગ્યાએથી કરાતી પ્રાર્થના માટે તમારી આંખો ખુલ્લી રાખો અને તમારા કાન સચેત રાખો.
41 Up! now, O Lord God, come back to your resting-place, you and the ark of your strength: let your priests, O Lord God, be clothed with salvation, and let your saints be glad in what is good.
૪૧હવે, ઈશ્વર યહોવાહ, તમે ઊઠો અને જ્યાં તમારું સામર્થ્ય દર્શાવતો કરારકોશ મૂકવામાં આવ્યો છે તેમાં તમારા વિસામાના સ્થળમાં પ્રવેશ કરો. ઈશ્વર યહોવાહ, તમારા યાજકો ઉદ્ધારના વસ્ત્રો પહેરે અને તમારા ભક્તો તમારી ભલાઈમાં આનંદ કરે.
42 O Lord God, let him whom you have taken for yourself never be given up by you: keep in mind your mercies to David your servant.
૪૨ઈશ્વર યહોવાહ, તમારું મુખ તમારા અભિષિક્તને તરછોડો નહિ. તમારા સેવક દાઉદ પરની કૃપાનું અને કરારના કાર્યોનું સ્મરણ કરો.”