< Galatians 5 >

1 It is for freedom that Christ has set us free. Stand firm, then, and do not be encumbered once more by a yoke of slavery.
આપણે બંધનમાં ન રહીએ માટે ખ્રિસ્તે આપણને સ્વતંત્ર કર્યા છે; તેથી સ્થિર રહો અને ફરીથી દાસત્વની ઝૂંસરી નીચે ન જોડાઓ.
2 Take notice: I, Paul, tell you that if you let yourselves be circumcised, Christ will be of no value to you at all.
જુઓ, હું પાઉલ, તમને કહું છું કે, જો તમે સુન્નત કરાવો છો, તો તમને ખ્રિસ્તથી કંઈ લાભ થવાનો નથી.
3 Again I testify to every man who gets himself circumcised that he is obligated to obey the whole law.
દરેક સુન્નત કરાવનારને હું ફરીથી ખાતરીપૂર્વક કહું છું કે, તે આખું નિયમશાસ્ત્ર પાળવાને જવાબદાર છે.
4 You who are trying to be justified by the law have been severed from Christ; you have fallen away from grace.
તમે જેઓ નિયમશાસ્ત્રના પાલનથી ન્યાયી ઠરવા ચાહો છો, તેઓ ખ્રિસ્તથી અલગ થયા છો; તમે કૃપાથી દૂર થયા છો.
5 But by faith we eagerly await through the Spirit the hope of righteousness.
કેમ કે અમે આત્મા દ્વારા વિશ્વાસથી ન્યાયીપણું પામવાની આશાની રાહ જોઈએ છીએ.
6 For in Christ Jesus neither circumcision nor uncircumcision has any value. All that matters is faith, expressed through love.
કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્નત કે બેસુન્નત ઉપયોગી નથી; પણ માત્ર વિશ્વાસ કે જે પ્રેમ દ્વારા કાર્ય કરે છે તે જ ઉપયોગી છે.
7 You were running so well. Who has obstructed you from obeying the truth?
તમે સારી રીતે દોડતા હતા, તમને સત્યને અનુસરતા કોણે રોક્યા?
8 Such persuasion does not come from the One who calls you.
આવું કરવાની સમજ તમને તેડનાર તરફથી અપાતી નથી.
9 A little leaven works through the whole batch of dough.
એક સડેલી કેરી બધી કેરીઓને બગાડે છે. થોડું ખમીર સમગ્ર કણકને ફુલાવે છે.
10 I am confident in the Lord that you will take no other view. The one who is troubling you will bear the judgment, whoever he may be.
૧૦તમારે વિષે પ્રભુમાં મને ભરોસો છે કે તમે આનાથી જુદો મત નહિ ધરાવો; જે કોઈ તમને અવળે માર્ગે દોરશે તે શિક્ષા પામશે.
11 Now, brothers, if I am still preaching circumcision, why am I still being persecuted? In that case the offense of the cross has been abolished.
૧૧ભાઈઓ, જો હું હજી સુધી સુન્નત કરવા વિષે શીખવતો હોઉં, તો હજુ પણ મારી સતાવણી કેમ થાય છે? એટલા માટે થાય છે કે વધસ્તંભનો મારો ઉપદેશ નિરર્થક નથી.
12 As for those who are agitating you, I wish they would proceed to emasculate themselves!
૧૨જેઓ તમને ગેરમાર્ગે દોરે છે, તેઓ પોતપોતાને કાપી નાખે તો કેવું સારું!
13 For you, brothers, were called to freedom; but do not use your freedom as an opportunity for the flesh. Rather, serve one another in love.
૧૩કેમ કે, ભાઈઓ, તમને સ્વતંત્ર થવા તેડવામાં આવ્યા હતા; માત્ર એટલું જ કે તમારી સ્વતંત્રતા શારીરિક વિષયભોગને અર્થે ન વાપરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો.
14 The entire law is fulfilled in a single decree: “Love your neighbor as yourself.”
૧૪કેમ કે આખું નિયમશાસ્ત્ર એક જ વચનમાં પૂરું થાય છે, એટલે, ‘જેમ તું પોતાના પર પ્રેમ રાખે છે તેમ તારા પડોશી પર પ્રેમ રાખ.’”
15 But if you keep on biting and devouring one another, watch out, or you will be consumed by one another.
૧૫પણ જો તમે એકબીજાને કરડો અને ફાડી ખાઓ, તો સાવધાન રહો, કદાચ તમે એકબીજાથી નાશ પામો.
16 So I say, walk by the Spirit, and you will not gratify the desires of the flesh.
૧૬પણ હું કહું છું કે, આત્માની દોરવણી અનુસાર ચાલો અને તમે દેહની વાસના તૃપ્ત કરશો નહિ.
17 For the flesh craves what is contrary to the Spirit, and the Spirit what is contrary to the flesh. They are opposed to each other, so that you do not do what you want.
૧૭કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ; કારણ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે; અને તેથી જે તમે ઇચ્છો તે તમે કરતા નથી.
18 But if you are led by the Spirit, you are not under the law.
૧૮પણ જો તમે આત્માની દોરવણી મુજબ વર્તો છો, તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી.
19 The acts of the flesh are obvious: sexual immorality, impurity, and debauchery;
૧૯દેહનાં કામ તો દેખીતાં છે, એટલે જાતીય અનૈતિકતા, અશુદ્ધતા, લંપટપણું,
20 idolatry and sorcery; hatred, discord, jealousy, and rage; rivalries, divisions, factions,
૨૦મૂર્તિપૂજા, મેલીવિદ્યા, વૈરભાવ, કજિયાકંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી,
21 and envy; drunkenness, orgies, and the like. I warn you, as I did before, that those who practice such things will not inherit the kingdom of God.
૨૧અદેખાઈ, સ્વચ્છંદતા, ભોગવિલાસ તથા તેઓના જેવા કામો; જેમ પહેલાં મેં તમને ચેતવ્યાં હતા તેમ તેઓ વિષે હમણાં પણ ચેતવું છું કે, જેઓ એવાં કામ કરે છે તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ.
22 But the fruit of the Spirit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness,
૨૨પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું,
23 gentleness, and self-control. Against such things there is no law.
૨૩નમ્રતા અને આત્મસંયમ છે; આ બાબતોની વિરુદ્ધ કોઈ નિયમ નથી.
24 Those who belong to Christ Jesus have crucified the flesh with its passions and desires.
૨૪અને જેઓ ખ્રિસ્તનાં છે, તેઓએ દેહને તેની વાસનાઓ તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે.
25 Since we live by the Spirit, let us walk in step with the Spirit.
૨૫જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માની દોરવણી પ્રમાણે ચાલવું પણ જોઈએ.
26 Let us not become conceited, provoking and envying one another.
૨૬આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને ઘમંડ ન કરીએ.

< Galatians 5 >