< Ecclesiastes 10 >
1 As dead flies bring a stench to the perfumer’s oil, so a little folly outweighs wisdom and honor.
૧જેમ મરેલી માખીઓ અત્તરને દૂષિત કરી દે છે, તેવી જ રીતે થોડી મૂર્ખાઈ બુદ્ધિ અને સન્માનને દબાવી દે છે.
2 A wise man’s heart inclines to the right, but the heart of a fool to the left.
૨બુદ્ધિમાન માણસનું હૃદય તેને જમણે હાથે છે, પણ મૂર્ખનું હૃદય તેને ડાબે હાથે છે.
3 Even as the fool walks along the road, his sense is lacking, and he shows everyone that he is a fool.
૩વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે, ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે, અને તે દરેકને કહે છે કે હું મૂર્ખ છું.
4 If the ruler’s temper flares against you, do not abandon your post, for calmness lays great offenses to rest.
૪જ્યારે તારો અધિકારી તારા પર ગુસ્સે થાય તો તું ત્યાંથી નાસી ન જા, કારણ કે નમ્ર થવાથી ભારે ગુસ્સો પણ સમી જાય છે.
5 There is an evil I have seen under the sun— an error that proceeds from the ruler:
૫મેં આ દુનિયામાં એક અનર્થ જોયો છે, અને તે એ છે કે અધિકારી દ્વારા થયેલી ભૂલ;
6 Folly is appointed to great heights, but the rich sit in lowly positions.
૬મૂર્ખને ઉચ્ચ પદવીએ સ્થાપન કરવામાં આવે છે, જ્યારે ધનવાનો નીચા સ્થળે બેસે છે.
7 I have seen slaves on horseback, while princes go on foot like slaves.
૭મેં ગુલામોને ઘોડે સવાર થયેલા અને અમીરોને ગુલામોની જેમ પગે ચાલતા જોયા છે.
8 He who digs a pit may fall into it, and he who breaches a wall may be bitten by a snake.
૮જે ખાડો ખોદે છે તે જ તેમાં પડે છે અને જે વાડમાં છીંડું પાડે છે તેને સાપ કરડે છે.
9 The one who quarries stones may be injured by them, and he who splits logs endangers himself.
૯જે માણસ પથ્થર ખસેડશે, તેને જ તે વાગશે, અને કઠિયારો લાકડાથી જ જોખમમાં પડે છે.
10 If the axe is dull and the blade unsharpened, more strength must be exerted, but skill produces success.
૧૦જો કોઈ બુઠ્ઠા લોખંડને ઘસીને તેની ધાર ન કાઢે, તો તેને વધારે શકિતની જરૂર પડે છે, સીધા ચાલવાને માટે બુદ્ધિ લાભકારક છે.
11 If the snake bites before it is charmed, there is no profit for the charmer.
૧૧જો મંત્ર્યા અગાઉ જ સાપ કોઈને કરડી જાય, તો મદારીની વિદ્યા નકામી છે.
12 The words of a wise man’s mouth are gracious, but the lips of a fool consume him.
૧૨જ્ઞાની માણસનાં શબ્દો માયાળુ છે પણ મૂર્ખના બોલ તેનો પોતાનો જ નાશ આમંત્રે છે.
13 The beginning of his talk is folly, and the end of his speech is evil madness.
૧૩તેના મુખના શબ્દોનો આરંભ મૂર્ખાઈ છે, અને તેના બોલવાનું પરિણામ નુકસાનકારક છે.
14 Yet the fool multiplies words. No one knows what is coming, and who can tell him what will come after him?
૧૪વળી મૂર્ખ માણસ વધારે બોલે છે, પણ ભવિષ્ય વિષે કોઈ જાણતું નથી. કોણ જાણે છે કે તેની પોતાની પાછળ શું થવાનું છે?
15 The toil of a fool wearies him, for he does not know the way to the city.
૧૫મૂર્ખની મહેનત તેઓમાંના દરેકને થકવી નાખે છે. કેમ કે તેને નગરમાં જતાં આવડતું નથી.
16 Woe to you, O land whose king is a youth, and whose princes feast in the morning.
૧૬જો તારો રાજા યુવાન હોય, અને સરદારો સવારમાં ઉજાણીઓ કરતા હોય, ત્યારે તને અફસોસ છે!
17 Blessed are you, O land whose king is a son of nobles, and whose princes feast at the proper time— for strength and not for drunkenness.
૧૭તારો રાજા કુલીન કુટુંબનો હોય ત્યારે દેશ આનંદ કરે છે, તારા હાકેમો કેફને સારુ નહી પણ બળ મેળવવાને માટે યોગ્ય સમયે ખાતા હોય છે. ત્યારે તો તું આશીર્વાદિત છે!
18 Through laziness the roof caves in, and in the hands of the idle, the house leaks.
૧૮આળસથી છાપરું નમી પડે છે, અને હાથની આળસથી ઘરમાં પાણી ટપકે છે.
19 A feast is prepared for laughter, and wine makes life merry, but money is the answer for everything.
૧૯ઉજાણી મોજમજાને માટે ગોઠવવામાં આવે છે, અને દ્રાક્ષારસ જીવને ખુશી આપે છે. પૈસા સઘળી વસ્તુની જરૂરિયાત પૂરી પાળે છે.
20 Do not curse the king even in your thoughts, or curse the rich even in your bedroom, for a bird of the air may carry your words, and a winged creature may report your speech.
૨૦રાજાને શાપ ન આપીશ તારા વિચારમાં પણ નહિ, અને દ્રવ્યવાનને તારા સૂવાના ઓરડામાંથી પણ શાપ ન દે, કારણ કે, વાયુચર પક્ષી તે વાત લઈ જશે અને પંખી તે વાત કહી દેશે.