< 2 Kings 2 >
1 Shortly before the LORD took Elijah up to heaven in a whirlwind, Elijah and Elisha were on their way from Gilgal,
૧ઈશ્વર વંટોળિયા દ્વારા એલિયાને આકાશમાં લઈ લેવાના હતા ત્યારે એમ થયું કે, એલિયા એલિશાને લઈને ગિલ્ગાલથી ચાલી નીકળ્યો.
2 and Elijah said to Elisha, “Please stay here, for the LORD has sent me on to Bethel.” But Elisha replied, “As surely as the LORD lives and as you yourself live, I will not leave you.” So they went down to Bethel.
૨એલિયાએ એલિશાને કહ્યું, “તું અહીં રહે, કેમ કે ઈશ્વર મને બેથેલમાં મોકલે છે.” એલિશાએ કહ્યું, “જીવતા ઈશ્વરના અને તારા સમ કે, હું તને છોડીશ નહિ.” તેથી તેઓ બેથેલમાં ગયા.
3 Then the sons of the prophets at Bethel came out to Elisha and said, “Do you know that the LORD will take your master away from you today?” “Yes, I know,” he replied. “Do not speak of it.”
૩બેથેલમાં રહેતા પ્રબોધકોના દીકરાઓએ એલિશા પાસે આવીને તેને કહ્યું, “શું તું જાણે છે કે, ઈશ્વર આજે તારા ગુરુને તારા શિરેથી દૂર લઈ લેશે?” એલિશાએ કહ્યું, “હા, હું તે જાણું છું, પણ તમે તે વિષે કશી વાત કરશો નહિ.”
4 And Elijah said to Elisha, “Please stay here, for the LORD has sent me on to Jericho.” But Elisha replied, “As surely as the LORD lives and as you yourself live, I will not leave you.” So they went to Jericho.
૪એલિયાએ એલિશાને કહ્યું, “એલિશા, કૃપા કરી તું અહીં રહે, કેમ કે ઈશ્વર મને યરીખો મોકલે છે.” એલિશાએ ફરીથી કહ્યું, “જીવતા ઈશ્વરના અને તારા સમ કે, હું તને છોડીશ નહિ.” માટે તેઓ યરીખો ગયા.
5 Then the sons of the prophets at Jericho came up to Elisha and said, “Do you know that the LORD will take your master away from you today?” “Yes, I know,” he replied. “Do not speak of it.”
૫પછી યરીખોમાં રહેતા પ્રબોધકોના દીકરાઓએ એલિશા પાસે આવીને તેને કહ્યું, “શું તું જાણે છે કે, ઈશ્વર આજે તારા ગુરુને તારા શિરેથી દૂર લઈ લેશે?” એલિશાએ કહ્યું, “હા, હું તે જાણું છું, પણ તમે તે વિષે કશી વાત કરશો નહિ.”
6 And Elijah said to Elisha, “Please stay here, for the LORD has sent me on to the Jordan.” But Elisha replied, “As surely as the LORD lives and as you yourself live, I will not leave you.” So the two of them went on.
૬અને એલિયાએ એલિશાને કહ્યું, “એલિશા, કૃપા કરી તું અહીં રહે, કેમ કે, ઈશ્વર મને યર્દન મોકલે છે.” એલિશાએ હહ્યું, “જીવતા ઈશ્વરના અને તારા સમ કે, હું તને છોડીશ નહિ.” પછી તેઓ બંન્ને આગળ ચાલ્યા.
7 Then a company of fifty of the sons of the prophets went and stood at a distance, facing Elijah and Elisha as the two of them stood by the Jordan.
૭પ્રબોધકોના પચાસ દીકરાઓ તેઓની સામે દૂર ઊભા રહ્યા અને તેઓ બન્ને યર્દન નદીને કિનારે ઊભા રહ્યા.
8 And Elijah took his cloak, rolled it up, and struck the waters, which parted to the right and to the left, so that the two of them crossed over on dry ground.
૮એલિયાએ પોતાનો ઝભ્ભો લઈને તેને વીંટાળીને તેને પાણી પર માર્યો અને નદીના બે ભાગ થઈ ગયા, તેથી તેઓ બન્ને કોરી જમીન ચાલીને પેલે પાર ગયા.
9 After they had crossed over, Elijah said to Elisha, “Tell me, what can I do for you before I am taken away from you?” “Please, let me inherit a double portion of your spirit,” Elisha replied.
૯તેઓ નદી પાર ઊતર્યા પછી એમ થયું કે, એલિયાએ એલિશાને કહ્યું, “મને તારી પાસેથી લઈ લેવામાં આવે તે અગાઉ તું માગ કે હું તારે માટે શું કરું?” એલિશાએ કહ્યું, “કૃપા કરી તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે.”
10 “You have requested a difficult thing,” said Elijah. “Nevertheless, if you see me as I am taken from you, it will be yours. But if not, then it will not be so.”
૧૦એલિયાએ કહ્યું, “તેં જે માગ્યું છે તે ભારે છે. તોપણ, જો તું મને તારી પાસેથી લઈ લેવાતો જોશે, તો તારે માટે એ શકય થશે, પણ જો નહિ જુએ, તો એવું નહિ થાય.”
11 As they were walking along and talking together, suddenly a chariot of fire with horses of fire appeared and separated the two of them, and Elijah went up into heaven in a whirlwind.
૧૧તેઓ વાતો કરતા કરતા આગળ ચાલ્યા જતા હતા એટલામાં એમ થયું કે, જુઓ, અગ્નિરથ અને અગ્નિમય ઘોડા દેખાયા. એ બધાએ બન્ને માણસોને એકબીજાથી જુદા પાડી દીધા. એલિયા વંટોળિયામાં થઈને આકાશમાં ચઢી ગયો.
12 As Elisha watched, he cried out, “My father, my father, the chariots and horsemen of Israel!” And he saw Elijah no more. So taking hold of his own clothes, he tore them in two.
૧૨એલિશાએ તે જોયું, તેણે બૂમ પાડી, “ઓ મારા બાપ રે, ઓ મારા બાપ રે! ઇઝરાયલના રથો અને તેમના ઘોડેસવારો!” પછી એલિશાએ એલિયાને જોયો નહિ. અને એલિશાએ પોતાનો ઝભ્ભો ફાડીને તેના બે ટુકડાં કરી નાખ્યા.
13 Elisha also picked up the cloak that had fallen from Elijah, and he went back and stood on the bank of the Jordan.
૧૩પછી એલિશાએ એલિયાનો ઝભ્ભો જે તેની પાસેથી પડ્યો હતો તે તેણે ઉપાડી લીધો અને પાછો તે યર્દન કિનારે જઈને ઊભો રહ્યો.
14 Then he took the cloak of Elijah that had fallen from him and struck the waters. “Where now is the LORD, the God of Elijah?” he asked. And when he had struck the waters, they parted to the right and to the left, and Elisha crossed over.
૧૪એલિયાનો ઝભ્ભો જે તેની પાસેથી પડ્યો તે લઈને એલિશાએ પાણી પર મારીને કહ્યું, “એલિયાના ઈશ્વર યહોવાહ કયાં છે?” જયારે તેણે પાણી પર માર્યું ત્યારે તે પાણી બે ભાગમાં વહેંચાય ગયાં અને એલિશા નદીની પાર ગયો.
15 When the sons of the prophets who were facing him from Jericho saw what had happened, they said, “The spirit of Elijah rests on Elisha.” And they went to meet him and bowed down to the ground before him.
૧૫જયારે યરીખોના પ્રબોધકોના દીકરાઓ તેની સામે ઊભેલા હતા તેઓએ તેને જોયો અને કહ્યું, “એલિયાનો આત્મા એલિશા પર ઊતરેલો છે!” માટે તેઓ તેને મળવા આવ્યા અને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
16 “Look now,” they said to Elisha, “we your servants have fifty valiant men. Please let them go and search for your master. Perhaps the Spirit of the LORD has taken him up and put him on one of the mountains or in one of the valleys.” “Do not send them,” Elisha replied.
૧૬તેઓએ એલિશાને કહ્યું, “હવે જો, તારા દાસોની સાથે પચાસ મજબૂત માણસો છે. અમને જવા દે, કે અમે જઈને તારા ગુરુની શોધ કરીને જોઈએ, કદાચ ઈશ્વરના આત્માએ એલિયાને ઉઠાવીને કોઈ પર્વત પર કે ખીણમાં રાખ્યો હોય.” એલિશાએ કહ્યું, “ના, તેઓને મોકલશો નહિ.”
17 But when they pressed him to the point of embarrassment, he said, “Send them.” And they sent fifty men, who searched for three days but did not find Elijah.
૧૭પણ જયાં સુધી એલિશા શરમાઈ ગયો ત્યાં સુધી તેઓએ તેને આગ્રહ કર્યો, તેણે કહ્યું, તેઓને મોકલો.” પછી તેઓએ પચાસ માણસો મોકલ્યા, તેઓએ ત્રણ દિવસ સુધી શોધ કરી પણ તે મળ્યો નહિ.
18 When they returned to Elisha, who was staying in Jericho, he said to them, “Didn’t I tell you not to go?”
૧૮તે યરીખોમાં હતો, તે દરમિયાન તેઓ તેની પાસે પાછા આવ્યા. તેણે તેઓને કહ્યું, “શું મેં તમને નહોતું કહ્યું કે, જશો નહિ?”
19 Then the men of the city said to Elisha, “Please note, our lord, that the city’s location is good, as you can see. But the water is bad and the land is unfruitful.”
૧૯તે નગરના માણસોએ એલિશાને કહ્યું, “કૃપા કરીને જો, જેમ મારા માલિક જુએ છે કે આ શહેર કેવું રમણીય છે, પણ અહીંનું પાણી સારું નથી અને દેશ ફળદ્રુપ નથી.”
20 “Bring me a new bowl,” he replied, “and put some salt in it.” So they brought it to him,
૨૦એલિશાએ કહ્યું, “મને એક નવો વાટકો લાવી આપો અને તેમાં થોડું મીઠું નાખો.” એટલે તેઓ તેની પાસે લાવ્યા.
21 and Elisha went out to the spring, cast the salt into it, and said, “This is what the LORD says: ‘I have healed this water. No longer will it cause death or unfruitfulness.’”
૨૧એલિશાએ ઝરા પાસે જઈને તેમાં મીઠું નાખીને કહ્યું, “ઈશ્વર એમ કહે છે, ‘મેં આ પાણીને નીરોગી કર્યા છે. હવે પછી તેમાં કોઈ મરણ થશે નહિ કે ફળ ખરી પડશે નહિ.’
22 And the waters there have been healthy to this day, according to the word spoken by Elisha.
૨૨માટે એલિશા જે વચન બોલ્યો તે પ્રમાણે આજ સુધી તે પાણી શુદ્વ છે.
23 From there, Elisha went up to Bethel, and as he was walking up the road, a group of boys came out of the city and jeered at him, chanting, “Go up, you baldhead! Go up, you baldhead!”
૨૩પછી એલિશા ત્યાંથી બેથેલ જવા નીકળ્યો. અને તે રસ્તે ચાલતો હતો તેવામાં નાનાં બાળકો નગરમાંથી બહાર આવીને તેની મશ્કરી કરીને કહેવા લાગ્યા, “હે, ટાલવાળા આગળ જા! ટાલવાળા આગળ જા!”
24 Then he turned around, looked at them, and called down a curse on them in the name of the LORD. Suddenly two female bears came out of the woods and mauled forty-two of the boys.
૨૪એલિશાએ પાછળ ફરી તેઓને જોયાં અને ઈશ્વરના નામે તેમને શાપ આપ્યો. પછી બે રીંછડીઓએ જંગલમાંથી આવીને તેઓમાંના બેતાળીસ બાળકોને ફાડી નાખ્યાં.
25 And Elisha went on to Mount Carmel, and from there he returned to Samaria.
૨૫પછી એલિશા ત્યાંથી કાર્મેલ પર્વત પર ગયો અને ત્યાંથી તે સમરુન પાછો આવ્યો.