< Psalms 106 >
1 Praise ye Jehovah. O give thanks to Jehovah, for he is good, for his loving kindness is forever.
૧યહોવાહની સ્તુતિ કરો. યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
2 Who can utter the mighty acts of Jehovah, or show forth all his praise?
૨યહોવાહનાં મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? અથવા તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?
3 Blessed are those who keep justice, and he who does righteousness at all times.
૩જેઓ ન્યાયને અનુસરે છે અને જેઓના કામો હંમેશાં ન્યાયી છે તે આશીર્વાદિત છે.
4 Remember me, O Jehovah, with the favor that thou bear to thy people. O visit me with thy salvation,
૪હે યહોવાહ, જ્યારે તમે તમારા લોકો પર કૃપા કરો, ત્યારે મને યાદ રાખજો; જ્યારે તમે તેઓને બચાવો ત્યારે મને સહાય કરજો.
5 that I may see the prosperity of thy chosen, that I may rejoice in the gladness of thy nation, that I may glory with thine inheritance.
૫જેથી હું તમારા પસંદ કરેલાઓનું ભલું જોઉં, તમારી પ્રજાના આનંદમાં હું આનંદ માણું અને તમારા વારસાની સાથે હું હર્ષનાદ કરું.
6 We have sinned with our fathers. We have committed iniquity. we have done wickedly.
૬અમારા પિતૃઓની જેમ અમે પણ પાપ કર્યુ છે; અમે અન્યાય કર્યા છે અને અમે દુષ્ટતા કરી છે.
7 Our fathers did not understand thy wonders in Egypt. They did not remember the multitude of thy loving kindnesses, but were rebellious at the sea, even at the Red Sea.
૭મિસરમાંના તમારાં ચમત્કારોમાંથી અમારા પિતૃઓ કંઈ સમજ્યા નહિ; તેઓએ તમારી કૃપાનાં કાર્યોની અવગણના કરી; તેઓએ સમુદ્ર પાસે, એટલે રાતા સમુદ્ર પાસે તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું.
8 Nevertheless he saved them for his name's sake, that he might make his mighty power to be known.
૮તોપણ તમે પોતાના નામની ખાતર તેઓને બચાવ્યા કે જેથી તમે પોતાના લોકોને તમારું પરાક્રમ બતાવી શકો.
9 He also rebuked the Red Sea, and it was dried up. So he led them through the depths as through a wilderness.
૯પ્રભુએ રાતા સમુદ્રને ધમકાવ્યો, એટલે તે સુકાઈ ગયો. એ પ્રમાણે તેમણે જાણે અરણ્યમાં હોય, તેમ ઊંડાણોમાં થઈને તેઓને દોર્યા.
10 And he saved them from the hand of him who hated them, and redeemed them from the hand of the enemy.
૧૦જેઓ તેઓને ધિક્કારે છે તેઓના હાથમાંથી તેમણે તેઓને બચાવ્યા અને દુશ્મનના પરાક્રમથી તેઓને છોડાવ્યા.
11 And the waters covered their adversaries; there was not one of them left.
૧૧તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું; તેઓમાંનો એક પણ બચ્યો નહિ.
12 Then they believed his words. They sang his praise.
૧૨ત્યારે તેઓએ તેમની વાતો પર વિશ્વાસ રાખ્યો અને તેઓએ તેમનાં સ્તોત્ર ગાયા.
13 They soon forgot his works. They did not wait for his counsel,
૧૩પણ તેઓ તેમનાં કરેલાં કૃત્યો પાછા જલદીથી ભૂલી ગયા; તેમની સલાહ સાંભળવાને તેઓએ ધીરજ રાખી નહિ.
14 but lusted exceedingly in the wilderness, and challenged God in the desert.
૧૪અરણ્યમાં તેઓએ ઘણી જ દુર્વાસના કરી અને તેઓએ રાનમાં ઈશ્વરને પડકાર આપ્યો.
15 And he gave them their request, but sent leanness into their soul.
૧૫તેમણે તેઓની માગણીઓ પ્રમાણે તેઓને આપ્યું, પણ તેઓના આત્મામાં નબળાઈ મોકલી.
16 They also envied Moses in the camp, and Aaron the sanctified of Jehovah.
૧૬તેઓએ છાવણીમાં મૂસાની ઈર્ષ્યા કરી અને યહોવાહના પવિત્ર યાજક હારુનની અદેખાઈ કરી.
17 The earth opened and swallowed up Dathan, and covered the company of Abiram.
૧૭ભૂમિ ફાટીને દાથાનને ગળી ગઈ અને અબિરામના સમુદાયને ભૂમિમાં ઉતારી દીધો.
18 And a fire was kindled in their company. The flame burned up the wicked men.
૧૮તેઓના સમુદાયમાં અગ્નિ સળગી પ્રગટ્યો; અગ્નિએ દુષ્ટોને બાળી નાખ્યા.
19 They made a calf in Horeb, and worshiped a molten image.
૧૯તેઓએ હોરેબ આગળ વાછરડો બનાવ્યો અને ઢાળેલી મૂર્તિની પૂજા કરી.
20 Thus they changed their glory for the likeness of an ox that eats grass.
૨૦તેઓએ આ પ્રમાણે તેમના મહિમાવંત ઈશ્વરને બદલી નાખ્યા, કેમ કે ઘાસ ખાનાર બળદની પ્રતિમા પસંદ કરીને પોતાનો મહિમા બદલ્યો.
21 They forgot God their Savior, who had done great things in Egypt,
૨૧તેઓ પોતાના બચાવનાર ઈશ્વરને ભૂલી ગયા, કે જેમણે મિસરમાં અદ્દભુત કાર્યો કર્યાં હતાં.
22 wondrous works in the land of Ham, and fearful things by the Red Sea.
૨૨તેમણે હામના દેશમાં આશ્ચર્યકારક કામો તથા લાલ સમુદ્ર પાસે ભયંકર કામો કર્યાં હતાં.
23 Therefore he said that he would destroy them, had not Moses his chosen stood before him in the breach, to turn away his wrath, lest he should destroy.
૨૩તેમણે તેઓનો સંહાર કરવાને કહ્યું પણ તેઓનો સંહાર કરવાને થયેલા કોપને શમાવવાને માટે તેમનો પસંદ કરેલો મૂસા વચ્ચે પડ્યો અને પ્રભુની સમક્ષ આવીને ઊભો રહ્યો.
24 Yea, they despised the pleasant land. They did not believe his word,
૨૪પછી તેમણે તે ફળદ્રુપ દેશને તુચ્છ ગણ્યો; તેઓએ તેના વચનનો વિશ્વાસ કર્યો નહિ.
25 but murmured in their tents, and did not hearken to the voice of Jehovah.
૨૫પણ તેઓ પોતાના તંબુઓમાં કચકચ કરીને યહોવાહને આધીન થયા નહિ.
26 Therefore he swore to them, that he would overthrow them in the wilderness,
૨૬તેથી તેમણે તેઓને માટે શપથ લીધા કે તેઓ અરણ્યમાં નાશ પામે.
27 and that he would overthrow their seed among the nations, and scatter them in the lands.
૨૭વિદેશીઓમાં તેઓના વંશજોને વિખેરી નાખ્યા અને દેશપરદેશમાં તેઓને વિખેરી નાખ્યા.
28 They also joined themselves to Baal-peor, and ate the sacrifices of the dead.
૨૮તેઓએ બઆલ-પેઓરની પૂજા કરી અને અર્પણને માટે અર્પિત કરેલા મૃતદેહનો ભક્ષ કર્યો.
29 Thus they provoked him to anger with their doings, and the plague broke in upon them.
૨૯એ પ્રમાણે તેઓએ પોતાની કરણીઓથી તેમને ચીડવ્યા અને તેઓમાં મરકી ફાટી નીકળી.
30 Then Phinehas stood up, and executed judgment, and so the plague was stayed.
૩૦પછી ફીનહાસે ઊભા થઈને મધ્યસ્થી કરી અને મરકી અટકી ગઈ.
31 And that was reckoned to him for righteousness to all generations for evermore.
૩૧આ તેનું કામ તેના લાભમાં પેઢી દરપેઢી સર્વકાળ માટે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યું.
32 They also angered him at the waters of Meribah, so that it went ill with Moses because of them,
૩૨મરીબાહના પાણીના સંબંધમાં પણ તેઓએ તેમને ખીજ્વ્યા અને તેઓને લીધે મૂસાને સહન કરવું પડ્યું.
33 because they were rebellious against his spirit, and he spoke ill-advisedly with his lips.
૩૩તેઓએ મૂસાને ઉશ્કેર્યો અને તે અવિચારીપણે બોલવા લાગ્યો.
34 They did not destroy the peoples, as Jehovah commanded them,
૩૪જેમ યહોવાહે તેઓને આજ્ઞા આપી હતી તેમ, તેઓએ તે લોકોનો નાશ કર્યો નહિ.
35 but mingled themselves with the nations, and learned their works,
૩૫પણ તેઓ પ્રજાઓ સાથે ભળી ગયા અને તેઓના માર્ગો અપનાવ્યા.
36 and served their idols, which became a snare to them.
૩૬અને તેઓની મૂર્તિઓની પૂજા કરી, તે તેઓને ફાંદા રૂપ થઈ પડી.
37 Yea, they sacrificed their sons and their daughters to demons,
૩૭તેઓએ પોતાનાં દીકરા તથા દીકરીઓનું દુષ્ટાત્માઓને બલિદાન આપ્યું.
38 and shed innocent blood, even the blood of their sons and of their daughters, whom they sacrificed to the idols of Canaan. And the land was polluted with blood.
૩૮તેઓએ નિર્દોષ લોહી, એટલે પોતાનાં દીકરાદીકરીઓનું લોહી વહેવડાવ્યું, તેનું તેઓએ કનાનની મૂર્તિઓને બલિદાન કર્યુ, લોહીથી દેશને અશુદ્ધ કર્યો.
39 Thus they were defiled with their works, and played the harlot in their doings.
૩૯તેમનાં દુષ્ટ કાર્યોથી તેઓ અપવિત્ર બન્યા તેમનાં કાર્યોમાં તેઓ અવિશ્વાસુ થયા.
40 Therefore the wrath of Jehovah was kindled against his people, and he abhorred his inheritance.
૪૦તેથી યહોવાહ પોતાના લોકો પર ગુસ્સે થયા અને તે પોતાના લોકોથી કંટાળી ગયા.
41 And he gave them into the hand of the nations. And those who hated them ruled over them.
૪૧તેમણે તેઓને વિદેશીઓના હાથમાં સોંપી દીધા અને જેઓ તેમને ધિક્કારતા હતા, તેઓએ તેમના પર રાજ કર્યું.
42 Their enemies also oppressed them, and they were brought into subjection under their hand.
૪૨તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા અને તેઓના અધિકાર નીચે પડીને તેઓ તાબેદાર થયા.
43 Many times he delivered them, but they were rebellious in their counsel, and were brought low in their iniquity.
૪૩ઘણી વાર તે તેમની મદદે આવ્યા, પણ તેઓએ બંડ કરવાનું ચાલું રાખ્યું અને પોતાના પાપને લીધે તેઓ પાયમાલ થયા.
44 Nevertheless he regarded their distress when he heard their cry.
૪૪તેમ છતાં તેઓની પ્રાર્થનાઓ સાંભળીને તેમણે તેઓનું સંકટ લક્ષમાં લીધું.
45 And he remembered his covenant for them, and relented according to the multitude of his loving kindnesses.
૪૫તેઓની સાથે કરેલો તેમનો કરાર યાદ કર્યો અને પોતાની પુષ્કળ દયાને લીધે પસ્તાવો કર્યો.
46 He also made them to be pitied by all those who carried them captive.
૪૬તેમણે તેઓને બંદીવાન કરનારાઓની પાસે તેમના પર કરુણા કરાવી.
47 Save us, O Jehovah our God, and gather us from among the nations, to give thanks to thy holy name, and to triumph in thy praise.
૪૭હે યહોવાહ, અમારા ઈશ્વર, અમારો બચાવ કરો. વિદેશીઓમાંથી અમને એકત્ર કરો કે જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ અને સ્તુતિ કરીને તમારો મહિમા કરીએ.
48 Blessed be Jehovah, the God of Israel, from everlasting even to everlasting. And let all the people say, Truly. Praise ye Jehovah.
૪૮હે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ, તમે અનાદિકાળથી અનંતકાળ સુધી સ્તુત્ય મનાઓ. સર્વ લોકોએ કહ્યું, “આમીન.” યહોવાહની સ્તુતિ કરો.