< Zaburi 16 >
1 Miktam mar Daudi. Rita maber, yaye Nyasaye nikech in e kar pondona.
૧દાઉદનું મિખ્તામ. હે ઈશ્વર, મારી રક્ષા કરો, કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું.
2 Ne awacho ne Jehova Nyasaye niya, “In e Ruodha; onge gima ber machielo ma an-go makmana in.”
૨મેં યહોવાહને કહ્યું છે, “તમે મારા પ્રભુ છો; તમારા વગર મારું કોઈ હિત નથી.
3 To jomaler manie piny, to gin kaka joma nigi duongʼ ma ahero gi chunya duto.
૩જે સંતો પૃથ્વી પર છે, તેઓ તો ઉમદા લોકો છે; મારો સર્વ આનંદ તેઓમાં છે.
4 Joma lawo nyiseche mamoko kuyo margi biro medore. Misengini magi mag remo ok abi olo oko kendo kata nying-gi ok abi hulo gi dhoga.
૪જેઓ બીજા દેવોની પૂજા કરવા દોડે છે, તેઓનાં દુ: ખ વધી પડશે. તેઓના દેવોને માટે લોહીનાં પેયાર્પણ હું ચઢાવીશ નહિ અને મારે હોઠે તેઓનાં નામ લઈશ નહિ.
5 Jehova Nyasaye, isemiya pok makora kod okombena; iserita maber gi giga duto.
૫યહોવાહ, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો. તમે મારા હિસ્સાનો આધાર છો.
6 Kiepena duto ochopo kuonde mabeyo; adier, girkeni maga duto moro wangʼ adier.
૬મારો ભાગ આનંદદાયક સ્થળે પડ્યો છે; ચોક્કસ મને સુશોભિત વારસો મારો છે.
7 Abiro pako Jehova Nyasaye mangʼadona rieko; kata gotieno chunya puonja.
૭યહોવાહે મને બોધ આપ્યો છે, હું તેમની પ્રશંસા કરું છું; મારું અંતઃકરણ રાતના સમયે મને બોધ આપે છે.
8 Asiko aketo Jehova Nyasaye e nyima ndalo duto. Nikech ka entie e lweta korachwich, to onge gima nyalo yienga.
૮મેં યહોવાહને સદા મારી સમક્ષ રાખ્યા છે, તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી.
9 Emomiyo chunya mor kendo lewa yot; ringra bende biro yweyo gi kwe,
૯તેથી મારું હૃદય આનંદમાં છે; મારો આત્મા હર્ષ પામે છે; ચોક્કસ હું સહીસલામત રહીશ.
10 nikech ok inijwangʼa ei liel, to bende ok niyie Ngʼati Maler tow. (Sheol )
૧૦કારણ કે તમે મારો આત્મા શેઓલને સોંપશો નહિ; તમે તમારા પવિત્રને કહોવાણ જોવા દેશો નહિ. (Sheol )
11 Isenyisa yor ngima; inipongʼa gi mor mogundho ka an e nyimi, kendo gi mor mosiko e badi korachwich.
૧૧તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે.