< Kwan 13 >
1 Jehova Nyasaye nowacho ne Musa niya,
૧પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે,
2 “Or jomoko odhi onon piny Kanaan, ma onego ami jo-Israel. Koa e dhoot ka dhoot manie oganda inior achiel kuom jotendgi.”
૨“કનાન દેશ, જે હું ઇઝરાયલી લોકોને આપવાનો છું તેની જાસૂસી કરવા માટે તું થોડા માણસોને મોકલ. તેઓના પિતાના સર્વ કુળમાંથી એક એક પુરુષને મોકલ. તે દરેક તેઓ મધ્યે આગેવાન હોય.”
3 Kaluwore gi dwond Jehova Nyasaye, Musa noorogi ka gia e Thim mar Paran. Jogi duto ne gin jotend jo-Israel.
૩અને યહોવાહની આજ્ઞા અનુસાર પારાનના અરણ્યમાંથી મૂસાએ તેઓને મોકલ્યા. એ સર્વ પુરુષો ઇઝરાયલી લોકોના આગેવાનો હતા.
4 Magi e nying-gi, koa e dhood Reuben ne en Shamua wuod Zakur;
૪તેઓનાં નામ આ પ્રમાણે છે; રુબેનના કુળમાંથી, ઝાક્કૂરનો દીકરો શામ્મૂઆ.
5 koa e dhood Simeon, ne en Shafat wuod Hori;
૫શિમયોનના કુળમાંથી હોરીનો દીકરો શાફાટ.
6 koa e dhood Juda, ne en Kaleb wuod Jefune;
૬યહૂદાના કુળમાંથી, યફૂન્નેનો દીકરો કાલેબ.
7 koa e dhood Isakar, ne en Igal wuod Josef;
૭ઇસ્સાખારના કુળમાંથી, યૂસફનો દીકરો ઈગાલ.
8 koa e dhood Efraim, ne en Hoshea wuod Nun;
૮એફ્રાઇમના કુળમાંથી, નૂનનો દીકરો હોશિયા.
9 koa e dhood Benjamin, ne en Palti wuod Rafu;
૯બિન્યામીનના કુળમાંથી, રાફુનો દીકરો પાલ્ટી.
10 koa e dhood Zebulun, ne en Gadiel wuod Sodi;
૧૦ઝબુલોનના કુળમાંથી, સોદીનો દીકરો ગાદીયેલ.
11 koa e dhood Manase (ma en dhood Josef), ne en Gadi wuod Susi;
૧૧યૂસફના કુળમાંથી એટલે મનાશ્શા કુળમાંથી, સુસીનો દીકરો ગાદી.
12 koa e dhood Dan, ne en Amiel wuod Gemali;
૧૨દાન કુળમાંથી, ગમાલીનો દીકરો આમ્મીએલ.
13 koa e dhood Asher, ne en Sethur wuod Mikael;
૧૩આશેરના કુળમાંથી, મિખાએલનો દીકરો સથુર.
14 koa e dhood Naftali, ne en Nabi wuod Vofsi;
૧૪નફતાલીના કુળમાંથી, વોફસીનો દીકરો નાહબી.
15 koa e dhood Gad, ne en Geuel wuod Maki.
૧૫ગાદના કુળમાંથી, માખીરનો દીકરો ગુએલ.
16 Magi e nying chwo mane Musa ooro mondo onon piny Kanaan. (Musa nomiyo Hoshea wuod Nun nying ni Joshua.)
૧૬જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવા મોકલ્યા તેઓનાં નામ એ હતાં. મૂસાએ નૂનના દીકરા હોશિયાનું નામ બદલીને યહોશુઆ રાખ્યું.
17 Kane Musa oorogi mondo gidhi ginon piny Kanaan, nowachonegi niya, “Luwuru Negev kendo udhi nyaka piny manie got.
૧૭મૂસાએ તેઓને કનાન દેશની જાસૂસી કરવા મોકલ્યા અને તેઓને કહ્યું કે, “તમે નેગેબની દક્ષિણમાં થઈને ઉચ્ચ પ્રદેશમાં જાઓ.
18 Nonuru ane pinyno kaka chalo, mondo ungʼego ni joma odak kanyo gin thuondi koso ngoche, gingʼeny koso ginok?
૧૮તે દેશ કેવો છે તે જુઓ ત્યાં રહેનારા લોક બળવાન છે કે અબળ, થોડા છે કે ઘણાં?
19 Nonuru ane kaka piny ma gidakieno chalo, ka ober kata orach? Nonuru ane mier ma gidakie nichalo nade, ochielgi koso ok ochielgi?
૧૯જે દેશમાં તેઓ રહે છે તે કેવો છે સારો છે કે ખરાબ? તેઓ કેવા નગરોમાં રહે છે? શું તેઓ છાવણીઓ કે કિલ્લાઓમાં રહે છે?
20 Lopno, to chalo nade? En lowo mamiyo koso motwo? Bende en gi yiende koso oongego? Temuru beru mondo ukel olembe moko mag pinyno.” (Ndalono ne en kinde keyo mokwongo mar mzabibu.)
૨૦ત્યાંની જમીન ફળદ્રુપ છે કે ઉજ્જડ? વળી ત્યાં વૃક્ષો છે કે નહિ? તે જુઓ, નિર્ભય થઈને જાઓ અને તે દેશનું ફળ લેતા આવજો.” હવે તે સમય પ્રથમ દ્રાક્ષો પાકવાનો હતો.
21 Omiyo ne giwuok kendo neginono pinyno kochakore Thim mar Zin nyaka Rehob, kagichomo Lebo Hamath.
૨૧તેથી તેઓ ઊંચાણમાં ગયા અને જઈને સીનના અરણ્યથી રહોબ સુધી એટલે હમાથની ઘાટી સુધી દેશની જાસૂસી કરી.
22 Ne giwuotho mi gikadho piny Negev nyaka gichopo Hebron, kama Ahiman, Sheshai kod Talmai, ma nyikwa Anak nodakie. (Hebron noger higni abiriyo motelone Zoan manie piny Misri.)
૨૨તેઓ નેગેબમાંથી પસાર થયા અને હેબ્રોન પહોંચ્યા. ત્યાં અનાકપુત્રો અહીમાન, શેશાઈ અને તાલ્માય હતા. હેબ્રોન તો મિસરમાંના સોઆનથી સાત વર્ષ અગાઉ બંધાયું હતું.
23 Kane gichopo e Holo mar Eshkol, ne gitongʼo bad yath achiel motingʼo pumbi mar olemb mzabibu. Ji ariyo kuomgi notingʼe e luth kaachiel gi gik mongʼinore kod ngʼowu.
૨૩જ્યારે તેઓ એશ્કોલના નીચાણમાં પહોચ્યા. ત્યાં તેઓએ દ્રાક્ષવેલાની ઝૂમખા કાપી લીધી. બે માણસોની વચ્ચમાં દાંડા ઉપર લટકાવીને તેને ઊંચકી લીધી. પછી કેટલાંક દાડમ અને અંજીર પણ તેઓ લાવ્યા.
24 Kanyo niluongo ni Holo mar Eshkol nikech negingʼado bad olemb mzabibu mochiek.
૨૪જે દ્રાક્ષનું ઝૂમખું ઇઝરાયલીઓએ ત્યાંથી કાપ્યું તેના પરથી એ જગ્યાનું નામ એશ્કોલ પડ્યું.
25 Bangʼ ndalo piero angʼwen negidwogo ka gia nono pinyno.
૨૫તે દેશની જાસૂસી કરીને તે લોકો ચાળીસ દિવસ પછી પાછા આવ્યા.
26 Negidwogo ir Musa gi Harun kod oganda jo-Israel duto e dala Kadesh manie Thim Paran. Kanyo ema ne gimiyogi dwoko kaachiel gi chokruok duto kendo neginyisogi olemo machiek e pinyno.
૨૬તેઓ ત્યાંથી મૂસા તથા હારુનની પાસે તથા ઇઝરાયલપુત્રોની આખી જમાત પાસે પારાનના અરણ્યમાં કાદેશમાં આવ્યા. અને તેઓને તથા આખી જમાતને તેઓએ જાણ કરી. અને તે દેશનાં ફળ તેઓને બતાવ્યાં.
27 Negimiyo Musa nonro machalo kama: “Ne wadhi e piny mane iorowae, kendo en piny mopongʼ gi chak kod mor kich! Olemo moa kuno eri.
૨૭તેઓએ મૂસાને કહ્યું, “તેં અમને જે દેશમાં મોકલ્યા ત્યાં અમે ગયા, તે ખરેખર દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ છે. અને આ તેનું ફળ છે.
28 Joma odak kuno nigi teko mangʼeny, kendo gidakie mier madongo mochiel motegno kendo malich. Bende ne waneno nyikwa Anak kuno.
૨૮તોપણ તે દેશનાં લોકો શક્તિશાળી છે તેઓનાં નગરો વિશાળ અને કિલ્લેબંધીવાળા છે. વળી અમે ત્યાં અનાકપુત્રોને પણ જોયા.
29 Jo-Amalek odak Negev; jo-Hiti, jo-Jebus kod jo-Amor odak e piny manie got; to jo-Kanaan odak machiegni gi dho nam e alwora mar Jordan.”
૨૯અમાલેકીઓ નેગેબમાં રહે છે. અને પહાડી પ્રદેશોમાં હિત્તીઓ, યબૂસીઓ અને અમોરીઓ રહે છે. અને કનાનીઓ સમુદ્ર પાસે અને યર્દનને કાંઠે રહે છે.”
30 Eka Kaleb nokwero ji mondo olingʼ e nyim Musa kendo nowacho niya, “Wadhiuru kendo wakaw pinyno, nimar wanyalo kawe.”
૩૦પછી કાલેબે મૂસાની પાસે ઊભા રહેલા લોકોને શાંત પાડ્યા અને કહ્યું, ચાલો, આપણે હુમલો કરી તે દેશનો કબજો લઈએ, કેમ કે આપણે તેને જીતી શકવા માટે સમર્થ છીએ.”
31 To joma nodhi kode kuno nowacho niya, “Ok wanyal monjo jogo; gitek moloyowa.”
૩૧પણ જે માણસો તેઓની સાથે ગયા હતા તેઓએ કહ્યું કે, “આપણે એ લોકો ઉપર હુમલો કરી શકતા નથી. કેમ કે તેઓ આપણા કરતાં વધુ બળવાન છે.”
32 Omiyo ne gilandone jo-Israel dwoko marachni kuom piny mane gidhi nono. Negiwacho niya, “Piny mane wadhi nono nego joma odak eigi. Ji mane waneno kuno gin joma robede.
૩૨અને જે દેશની જાસૂસી તેઓએ કરી હતી, તે વિષે ઇઝરાયલ લોકોની પાસે તેઓ માઠો સંદેશો લાવ્યા. અને એમ કહ્યું કે, “જે દેશમાં અમે જાસૂસી કરવા માટે ફરી વળ્યા છીએ તે તેના વસનારાને ખાઈ જનાર દેશ છે ત્યાં અમે જોયેલા બધા માણસો બળવાન છે.
33 Ne waneno Nefilim kuno (nyikwa Anak aa kuom jo-Nefilim). Ne wanenore mana ka ongogo, to bende mano e kaka ne wachalo e nyimgi.”
૩૩ત્યાં અમે મહાકાય એટલે અનાકના વંશજોને પણ જોયા, તેઓની સામે અમે પોતાની દૃષ્ટિમાં તીડોના જેવા હતા. અને તેઓની નજરમાં અમે પણ એવા જ હતા.”