< Johana 17 >
1 Kane Yesu osetieko wacho wechegi, nongʼiyo polo bangʼe olamo kama: “Wuora, sa osechopo. Mi Wuodi duongʼ mondo Wuodi bende omiyi duongʼ.
૧ઈસુએ એ વાતો કહ્યાં પછી સ્વર્ગ તરફ પોતાની આંખો ઊંચી કરીને કહ્યું કે, ‘પિતા, સમય આવ્યો છે; તમે તમારા દીકરાને મહિમાવાન કરો, જેથી દીકરો તમને મહિમાવાન કરે.
2 Nimar isemiye loch ewi ji duto mondo omi ji duto misemiye oyud ngima mochwere. (aiōnios )
૨કેમ કે તે સર્વ માણસો પર તમે અધિકાર આપ્યો છે કે, જે સર્વ તમે તેને આપ્યાં છે તેઓને તે અનંતજીવન આપે. (aiōnios )
3 To ngima mochwere ema: ni mondo gingʼeyi in Nyasaye makende mar adier, kod Yesu Kristo, Jal miseoro. (aiōnios )
૩અનંતજીવન એ છે કે તે તમને એકલાને, સત્ય ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્તને કે જેને તેમણે મોકલ્યો છે તેને ઓળખે. (aiōnios )
4 Asemiyi duongʼ e piny kuom tieko tich mane imiya mondo atim.
૪જે કામ કરવાનું તમે મને સોંપ્યું હતું તે પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યાં છે.
5 To koro, Wuora, miya duongʼ e nyimi machal gi duongʼ mane an-go kodi kane piny pok obetie.
૫હવે, ઓ પિતા, સૃષ્ટિની ઉત્પત્તિ અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તેથી તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો.
6 “Asehulo nyingi ni joma ne imiya e piny. Ne gin jogi, to ne imiyagi, kendo koro girito wachni.
૬માનવજગતમાંથી જે માણસો તમે મને આપ્યાં છે, તેઓને મેં તમારું નામ પ્રગટ કર્યું છે; તેઓ તમારાં હતાં, તેઓને તમે મને આપ્યાં છે; અને તેઓએ તમારાં વચન પાળ્યા છે.
7 Koro gingʼeyo ni gik moko duto ma isemiya oa kuomi.
૭હવે તેઓ જાણે છે કે જે જે તમે મને આપ્યાં છે, તે સર્વ તમારા તરફથી જ છે.
8 Nimar ne amiyogi weche mane imiya kendo ne girwakogi. Gisengʼeyo gadier ni ne aa iri, kendo giseyie ni ne iora.
૮કેમ કે જે વાતો તમે મને કહેલી હતી તે મેં તેઓને કહી છે; અને તેઓએ તે સ્વીકારી છે; અને હું તમારી પાસેથી આવ્યો છું, એ તેઓએ નિશ્ચે જાણ્યું છે, તમે મને મોકલ્યો છે, એવો વિશ્વાસ તેઓએ કર્યો છે.
9 Koro alamonegi. Ok alam ni piny, to alamo ni joma isemiya, nimar gin magi.
૯જેઓએ વિશ્વાસ કર્યો છે તેઓને માટે હું પ્રાર્થના કરું છું; માનવજગતને સારું હું પ્રાર્થના કરતો નથી, પણ જેઓને તમે મને આપ્યાં છે તેઓને માટે; કેમ કે તેઓ તમારાં છે;
10 Giga duto gin magi, kendo gigi duto gin maga, kendo aseyudo duongʼ kuomgi.
૧૦જે બધા મારાં તે તમારા છે અને જે તમારા તે મારાં છે; હું તેઓમાં મહિમાવાન થયો છું.
11 Koro ndalona mag bet e piny orumo, nimar abiro iri, to gin pod gin e piny. Yaye Wuoro Maler, ritgi gi teko mar nyingi mane imiya, mondo gibed achiel mana kaka wan kodi wan achiel.
૧૧હું લાંબા સમય સુધી દુનિયામાં નથી, પણ તેઓ આ દુનિયામાં છે અને હું તમારી પાસે આવું છું. ઓ પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે, તેમાં તેઓને પણ આપણા જેવા એક થવા માટે સંભાળી રાખો.
12 Kane pod an kodgi, to nachikogi kendo naritogi maber gi nying mane imiya. Onge kata achiel kuomgi moselal, makmana ngʼatno mane ochan ni nyaka lal mondo Ndiko ochop kare.
૧૨હું તેઓની સાથે જગતમાં હતો ત્યાં સુધી તમારું નામ જે તમે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યાં; અને મેં તેઓનું રક્ષણ કર્યું છે શાસ્ત્રવચનો પૂરા થાય માટે વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો વિનાશ થયો નહિ.
13 “Koro abiro iri, to awacho gigi kapod an e piny, mondo gibed gi morna mogundho eigi.
૧૩હવે હું તમારી પાસે આવું છું; ‘તેઓમાં મારો આનંદ સંપૂર્ણ થાય,’ માટે હું આ બાબતો દુનિયામાં કહું છું.
14 Asemiyogi wachni, kendo piny ochayogi, nimar ok gin mag pinyni, mana kaka an bende ok an mar pinyni.
૧૪તમારાં વચનો મેં તેઓને આપ્યાં છે; માનવજગતે તેઓનો દ્વેષ કર્યો છે કેમ કે જેમ હું જગતનો નથી તેમ તેઓ આ જગતના નથી.
15 Ok alam mondo igolgi oko e piny, to alamo ni iritgi mondo kik Ngʼama Rach timnegi marach.
૧૫તમે તેઓને દુનિયામાંથી લઈ લો એવી પ્રાર્થના હું કરતો નથી, પણ તમે તેઓને દુષ્ટથી દૂર રાખો.
16 Ok gin mag pinyni, mana kaka an bende ok an mar pinyni.
૧૬જેમ હું જગતનો નથી, તેમ તેઓ આ જગતના નથી.
17 Pwodhgi gi adierani, nikech Wachni en adiera.
૧૭સત્યથી તેઓને પવિત્ર કરો; તમારું વચન સત્ય છે.
18 Kaka ne iora e piny e kaka an bende aseorogi e piny.
૧૮જેમ તમે મને દુનિયામાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને દુનિયામાં મોકલ્યા છે.
19 Apwodhora nikech gin, mondo omi gin bende gipwodhreni gi adiera.
૧૯તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને સારું હું પોતાને પવિત્ર કરું છું.
20 “Ok alam ni gin kendgi, to alamo bende ni jogo mabiro yie kuoma bangʼ ka gisepuonjogi.
૨૦વળી હું એકલો તેઓને માટે નહિ, પણ તેઓની વાતથી જેઓ મારા પર વિશ્વાસ કરશે, તેઓને માટે પણ પ્રાર્થના કરું છું કે,
21 Yaye Wuora, mi gibed achiel, mana kaka in e iya kendo an e iyi. Mad gin bende gibed e achiel kodwa, mondo piny oyie ni iseora.
૨૧તેઓ બધા એક થાય. ઓ પિતા, જેમ તમે મારામાં અને હું તમારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય, જેથી માનવજગત વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે.
22 Asemiyogi duongʼ mane imiya, mondo gibed achiel kaka wan achiel,
૨૨જે મહિમા તમે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે, જેથી જેવા આપણે એક છીએ તેમ તેઓ પણ એક થાય;
23 ka an kuomgi kendo in kuoma. Mad giriwre gibed gimoro achiel mondo piny ongʼe ni ne iora, kendo ni iseherogi mana kaka isehera.
૨૩એટલે હું તેઓમાં અને તમે મારામાં થાઓ જેથી તેઓ સંપૂર્ણ રીતે એક કરાય, એ સારું કે માનવજગત સમજે કે તમે મને મોકલ્યો છે અને જેમ તમે મારા પર પ્રેમ કર્યો છે તેમ તેઓના પર પણ પ્રેમ કર્યો છે.
24 “Wuora, adwaro ni joma isemiya obed koda kama antie, kendo ni gine duongʼna, ma en duongʼno misemiya nikech ne ihera kapok nochwe piny.
૨૪હે પિતા, હું એવું ઇચ્છું છું કે, જ્યાં હું છું ત્યાં જેઓને તમે મને આપ્યાં છે તેઓ પણ મારી પાસે રહે, જેથી તેઓ મારો મહિમા જુએ, કે જે તમે મને આપ્યો છે; કેમ કે સૃષ્ટિનો પાયો નંખાયા અગાઉ તમે મારા પર પ્રેમ કર્યો હતો.
25 “Wuoro Makare, kata obedo ni piny ok ongʼeyi, an to angʼeyi, kendo jogi bende ongʼeyo ni ne iora.
૨૫ઓ ન્યાયી પિતા, માનવજગતે તો તમને ઓળખ્યા નથી; પણ મેં તમને ઓળખ્યા છે; અને તમે મને મોકલ્યો છે, એમ તેઓએ જાણ્યું છે;
26 Asehulonegi nyingi, kendo pod abiro medo nyiso ji ngʼama in, mondo hera miherago obed kuomgi, kendo an awuon bende abed kuomgi.”
૨૬મેં તેઓને તમારું નામ જણાવ્યું છે; અને જણાવીશ; એ માટે કે, જે પ્રેમથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે તે તેઓમાં રહે અને હું તેઓમાં રહું.’”