< Isaya 13 >
1 Ma e wach mane Nyasaye onyiso Isaya wuod Amoz e fweny kuom Babulon:
૧આમોસના પુત્ર યશાયાને બાબિલ વિશે જે ઈશ્વરવાણી મળી તે.
2 Chunguru bandera ewi got motwo kendo gouru koko, gwelgiuru mondo gidonj e dhorangeye joma ogen.
૨ખુલ્લા પર્વત પર ધ્વજા ઊંચી કરો, તેઓને મોટે અવાજે હાંક મારો, હાથના ઇશારા કરો કે તેઓ ઉમરાવોની ભાગળોમાં પેસે.
3 Asegolo chik ne joga maler; asechiko joga ma jolweny kakecho mondo gitim gima adwaro, jogo mamor kaloyo.
૩મેં મારા પવિત્ર કરાયેલાઓને આજ્ઞા આપી છે, હા, મેં મારા શૂરવીરોને પણ, એટલે બડાઈ મારનારા અભિમાનીઓને મારા રોષને લીધે બોલાવ્યા છે.
4 Winjuru kaka koko wuok e gode; machalo mar oganda mangʼongo, en koko maduongʼ magore e kind pinjeruodhi, machalo mana gi ogendini mangʼeny mochokore kaachiel! Jehova Nyasaye Maratego choko oganda mangʼongo mar lweny.
૪ઘણા લોકોની જેમ, પર્વતોમાં સમુદાયનો અવાજ! એક સાથે એકત્ર થયેલાં ઘણા રાજ્યોના શોરબકોર નો અવાજ! સૈન્યોના યહોવાહ યુદ્ધને માટે સૈન્યને તૈયાર કરે છે.
5 Gibiro ka gia e pinje man mabor, manie tungʼ piny mogik, Jehova Nyasaye kod gige mager mag lweny, biro mondo otiekgo pinyno duto.
૫તેઓ દૂર દેશથી, ક્ષિતિજને પેલે પારથી આવે છે. યહોવાહ પોતાના ન્યાયનાં શસ્ત્ર સાથે, આખા દેશનો વિનાશ કરવાને આવે છે.
6 Denguru nimar odiechieng Jehova Nyasaye chiegni; odiechiengno biro ka gir kethruok maduongʼ mawuok e lwet Jehova Nyasaye Maratego.
૬વિલાપ કરો, કેમ કે યહોવાહનો દિવસ પાસે છે; તે સર્વસમર્થ પાસેથી સંહારરૂપે આવશે.
7 Nikech wachni, lwet ngʼato ka ngʼato ne jony, kendo kihondko nogo chuny ji duto ma aa.
૭તેથી સર્વના હાથ ઢીલા પડશે અને સર્વ હૃદય પીગળી જશે;
8 Kibaji nogogi malich, rem gi kuyo bende noneg-gi; ginibed gi rem mana ka dhako mamuoch kayo. Ngʼato ka ngʼato nongʼi wadgi malich ka midhiero omako.
૮તેઓ ગભરાશે; પ્રસૂતાની જેમ તેઓ પર દુ: ખ તથા સંકટ આવી પડશે. તેઓ એકબીજા સામે આશ્ચર્યથી જોયા કરશે; તેઓનાં મુખ જ્વાળાના મુખ જેવાં થશે.
9 Neuru, odiechieng Jehova Nyasaye biro, en odiechiengʼ malich man-gi mirima kod kum mager, mabiro weyo piny gunda, kendo joricho manie iye.
૯જુઓ, યહોવાહનો દિવસ આવે છે, તે પીડા, કોપ અને ઉગ્ર ક્રોધ સહિત દેશને ઉજ્જડ કરવાને તેમાંથી પાપીઓનો વિનાશ કરવા માટે આવે છે.
10 Sulwe mag polo kod lergi ok nonenre. Wangʼ chiengʼ nolokre mudho, kawuok kendo dwe bende ok norieny.
૧૦આકાશના તારાઓ અને તારામંડળો તેમનો પ્રકાશ આપશે નહિ. સૂર્ય ઊગતાં જ અંધારાશે અને ચંદ્રનો પ્રકાશ પડશે નહિ.
11 Abiro kumo piny kuom timbene mamono, joricho kuom richogi. Abiro tieko wich teko ka mar josunga kendo abiro thiro sunga mar joma wangʼ-gi tek.
૧૧હું જગતને તેની દુષ્ટતાને લીધે તથા દુષ્ટોને તેઓના અપરાધને લીધે સજા કરીશ. હું ગર્વિષ્ઠ વ્યકિતઓનું અભિમાન તોડીશ અને જુલમીઓનો ગર્વ ઉતારીશ.
12 Abiro miyo ji doko manok moloyo dhahabu mopwodhi, manok mana ka dhahabu ma aa Ofir.
૧૨ચોખ્ખા સોના કરતાં માણસને દુર્લભ અને ઓફીરના ચોખ્ખા સોના કરતાં માનવજાતને શોધવી વધુ મુશ્કેલ કરીશ.
13 Kuom mano Jehova Nyasaye Maratego nomi polo tetni, kendo piny noyiengni milengʼre; e chiengʼ onogo mar mirimbe mager.
૧૩તેથી હું આકાશોને ધ્રૂજાવીશ અને પૃથ્વીને તેના સ્થાનેથી હલાવી દેવાશે, સૈન્યોના યહોવાહના કોપથી તેમના રોષને દિવસે એમ થશે.
14 Mana kaka mwanda ma jodwar lawo, kod rombe maonge jakwath, e kaka ngʼato ka ngʼato kuomgi biro dok ir joodgi owuon kendo ngʼato ka ngʼato nodog e pinygi.
૧૪નસાડેલા હરણની જેમ અને પાળક વગરના ઘેટાંની જેમ, દરેક માણસ પોતાના લોકોની તરફ વળશે અને પોતપોતાના દેશમાં નાસી જશે.
15 Ngʼato angʼata manomaki nochwo matho, jogo duto momaki noneg gi ligangla.
૧૫મળી આવેલા સર્વને મારી નાખવામાં આવશે અને સર્વ પકડાયેલા તલવારથી મારી નંખાશે.
16 Nyithindgi madhoth nochwad piny e wangʼ-gi ka gineno, utegi noyaki, kendo mondegi nomak githuon.
૧૬તેઓની આંખો આગળ તેઓનાં બાળકોને પછાડીને ટુકડેટુકડા કરવામાં આવશે. તેઓનાં ઘરો લૂંટી લેવામાં આવશે અને તેઓની પત્નીઓની આબરુ લેવાશે.
17 Neuru, anakel jo-Media, ma ok dew fedha kendo ok gomb dhahabu mondo omonjgi.
૧૭જુઓ, હું માદીઓને તેઓની સામે લડવાને ઉશ્કેરીશ, તેઓ ચાંદીને ગણકારશે નહિ અને સોનાથી ખુશ થશે નહિ.
18 Gibiro chielo yawuowi matindo gi asere; ok giningʼwon-ne nyithindo madhoth, bende ok ginikech nyithindo matindo.
૧૮તેઓનાં તીરો જુવાનોના ટુકડેટુકડા કરી નાખશે. તેઓ નવજાત બાળકો પર દયા રાખશે નહિ અને છોકરાઓને છોડશે નહિ.
19 Babulon ma en piny maber moloyo pinjeruodhi duto, kendo ma jo-Babulon sungerego, Nyasaye nokethi mana kaka noketho Sodom gi Gomora.
૧૯અને બાબિલ, જે સર્વ રાજ્યોમાં પ્રશંસાપાત્ર છે, ખાલદીઓનું ઉત્તમ સૌંદર્ય, તે સદોમ અને ગમોરા જેઓને ઈશ્વરે પાયમાલ કરી નાખ્યા તેઓના જેવું થશે.
20 Onge ngʼat manochak obedi e iye kata dak kuno e tienge duto mabiro; onge ja-Arabu moro manodag kuno; bende onge jakwath mano kwa jambe kanyo.
૨૦તેમાં ફરી કદી વસ્તી થશે નહિ, તેમાં પેઢી દરપેઢી કોઈ વસશે નહિ. આરબ લોકો ત્યાં પોતાનો તંબુ બાંધશે નહિ, કે ભરવાડો પોતાનાં ટોળાને ત્યાં બેસાડશે નહિ.
21 To mana le mag thim ema nodag kanyo, kibwe nopongʼ utegi; tula bende nodag kanyo kendo nywok nolengʼre kanyo.
૨૧પણ રણના જંગલી પ્રાણીઓ ત્યાં સૂઈ જશે. તેઓનાં ઘર ઘુવડોથી ભરપૂર થશે; અને શાહમૃગ તથા રાની બકરાં ત્યાં કૂદશે.
22 Ondiegi noywagre kuondegi mane gigeno, kibwe to noywe e ute mabeyo mag ruoth. Ndalo mag Babulon osekayo machiegni ma ok notony.
૨૨વરુઓ તેઓના કિલ્લાઓમાં અને શિયાળો તેઓના સુંદર મહેલોમાં ભોંકશે. તેનો સમય પાસે આવે છે અને હવે તે વધારે દિવસ સુધી ટકશે નહિ.