< Chakruok 10 >
1 Ma e nonro mar Shem, Ham kod Jafeth ma yawuot Nowa ma bende nonywolo yawuowi bangʼ ataro mangʼongo.
૧નૂહના દીકરા, શેમ, હામ અને યાફેથની વંશાવળી આ પ્રમાણે છે. જળપ્રલય પછી તેઓને જે દીકરાઓ થયા તે આ હતા.
2 Yawuot Jafeth ne gin: Gomer, Magog, Madai, Javan, Tubal, Meshek kod Tiras.
૨ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ, યાફેથના દીકરાઓ હતા.
3 Yawuot Gomer ne gin: Ashkenaz, Rifath, kod Togarma.
૩આશ્કનાઝ, રીફાથ તથા તોગાર્મા, ગોમેરના દીકરાઓ હતા.
4 Yawuot Javan ne gin: Elisha, Tarshish, jo-Kitim kod jo-Rodan.
૪એલીશા, તાર્શીશ, કિત્તીમ અને દોદાનીમ, યાવાનના દીકરાઓ હતા.
5 (Kuomgi ema ogendini modak e dho nembe nowuokie kadhi e pinjegi, dhoot ka dhoot, e pinjegi ka moro ka moro wacho dhogi.)
૫તેઓના વંશના લોકો પોતપોતાની ભાષા, કુળો અને તેઓના પ્રદેશો પ્રમાણે દરિયા કિનારાના વિભાગોમાં અલગ અલગ સ્થળે વિસ્તર્યા હતા.
6 Yawuot Ham ne gin: Kush, Mizraim, Put kod Kanaan.
૬કૂશ, મિસરાઈમ, પૂટ અને કનાન, હામના દીકરાઓ હતા.
7 Yawuot Kush ne gin: Seba, Havila, Sabta, Rama kod Sabteka. Yawuot Rama ne gin: Sheba kod Dedan.
૭કૂશના દીકરાઓ સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા હતા. રામાના દીકરા શેબા તથા દેદાન હતા.
8 Kush ne en wuon Nimrod, mane en jalweny maratego e piny.
૮કૂશનો દીકરો નિમ્રોદ, પૃથ્વી પરનો પહેલો શક્તિશાળી યોદ્ધો હતો.
9 Ne en jadwar maratego e nyim Jehova Nyasaye. Mano ema omiyo iwacho “Jadwar maratego e nyim Jehova Nyasaye ka Nimrod.”
૯તે યહોવાહની આગળ બળવાન શિકારી હતો. એ માટે કહેવાય છે કે, “નિમ્રોદ યહોવાહની આગળ બળવાન શિકારી જેવો હતો.”
10 Pinje mokwongo mag pinyruodhe ne gin Babulon, Erek, Akad kod Kalne e piny Shinar.
૧૦તેણે શિનઆર દેશના બાબિલ, એરેખ, આક્કાદ તથા કાલનેહ પર સૌ પ્રથમ પોતાના રાજ્યની સ્થાપના શરૂઆત કરી હતી.
11 Nowuok kuno modhi e piny Asuria kuma nogeroe Nineve, Rehoboth-Ir, gi Kala,
૧૧ત્યાંથી તે આશ્શૂરમાં ગયો અને નિનવે, રહોબોથ ઈર, કાલા,
12 kod Resen, dala maduongʼ, man e kind Nineve kod Kala.
૧૨રેસેન, જે નિનવે તથા કાલાની વચમાં હતું, તે સર્વ નગરો તેણે બાંધ્યાં. તેમાં રેસેન એક મોટું નગર હતું.
13 Mizraim ne en wuon jo-Lud, jo-Anam, jo-Lehab, jo-Naftu,
૧૩મિસરાઈમ તે લૂદીમ, અનામીમ લહાબીમ, નાફતુહીમ,
14 Jo-Pathrus, jo-Kaslu (ma jo-Filistia nowuok kuomgi) kod jo-Kaftor.
૧૪પાથરુસીમ, કાસ્લુહીમ તેનામાંથી પલિસ્તીઓનો ઉદ્દભવ થયો હતો તથા કાફતોરીમ એ સર્વનો પિતા હતો.
15 Kanaan nonywolo Sidon wuode makayo kendo jo-Hiti,
૧૫કનાનનો પ્રથમ દીકરો સિદોન હતો અને પછી હેથ,
16 jo-Jebus, jo-Amor, jo-Girgash,
૧૬વળી યબૂસી, અમોરી, ગિર્ગાશી,
17 jo-Hivi, jo-Arki, jo-Sini,
૧૭હિવ્વી, આર્કી, સિની,
18 jo-Arvad, jo-Zemar kod jo-Hamath. (Bangʼe anywola mar jo-Kanaan noke e piny,
૧૮આર્વાદી, સમારી તથા હમાથીનો પણ તે પિતા હતો. ત્યાર પછી કનાનીઓનાં કુટુંબો વિસ્તાર પામ્યા.
19 kendo tongʼ piny mar Kanaan nochakore Sidon kadhi Gerar nyaka Gaza kendo kadhi Sodom, Gomora, Adma kod Zeboim nyaka Lasha.)
૧૯કનાનીઓની સરહદ સિદોનથી ગેરાર જતા ગાઝા, સદોમ, ગમોરા, આદમા તથા સબોઈમ જતા લાશા સુધી હતી.
20 Magi e yawuot Ham kuom dhoutgi, kod dhogi e pinjegi kod ogandagi.
૨૦આ પ્રમાણે હામના દીકરા, પોતાનાં કુટુંબો પ્રમાણે, પોતાની ભાષા પ્રમાણે, તેઓના દેશોમાં તથા પોતપોતાના લોકોમાં વસેલા હતા.
21 Shem mane owadgi Jafeth matin ma bende en kwar jo-Eber bende nonywolo yawuowi.
૨૧શેમને પણ દીકરાઓ થયા. તેનો મોટો ભાઈ યાફેથ હતો. શેમ એબેરના બધા લોકોનો પૂર્વજ હતો.
22 Shem nonywolo: Elam, Ashur, Arfaksad, Lud kod Aram.
૨૨શેમના દીકરાઓ, એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ તથા અરામ હતા.
23 Aram nonywolo: Uz, Hul, Gether kod Meshek.
૨૩અરામના દીકરાઓ ઉસ, હૂલ, ગેથેર અને માશ હતા.
24 Arfaksad nonywolo Shela, to Shela nonywolo Eber.
૨૪આર્પાકશાદ શેલાનો પિતા અને શેલા એબેરનો પિતા હતો.
25 Eber nonywolo yawuowi ariyo: Achiel nochak ni Peleg, nikech e ndalono ema nopogie piny; owadgi to ne nyinge Joktan.
૨૫એબેરને બે દીકરા થયા. એકનું નામ પેલેગ, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયાં. તેના ભાઈનું નામ યોકટાન હતું.
26 Joktan nonywolo: Almodad, Shelef, Hazarmaveth, gi Jera,
૨૬યોકટાન તે આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ;
28 Obal, Abimael, gi Sheba
૨૮ઓબાલ, અબિમાએલ, શેબા;
29 Ofir, Havila kod Jobab. Jogo duto ne gin yawuot Joktan.
૨૯ઓફીર, હવીલા અને યોબાબનો પિતા હતો. એ સર્વ યોકટાનના દીકરા હતા.
30 (Pinygi mane gi dakie nochakore Mesha kochomo Sefar e gode man yo wuok chiengʼ.)
૩૦મેશાથી આગળ જતા પૂર્વનો પહાડ સફાર આવેલો છે. ત્યાં સુધી તેઓનો વસવાટ હતો.
31 Magi e yawuot Shem kuom dhoutgi ka moro ka moro wacho dhogi giwegi.
૩૧પોતાના કુટુંબો પ્રમાણે, પોતાની બોલી પ્રમાણે, પોતાના દેશો તથા પોતાના લોકો પ્રમાણે આ શેમના દીકરાઓ છે.
32 Magi e yawuot Nowa kaluwore gi anywolagi e pinjegi. Kuomgi ema ogendini mopogore opogore nochakore bangʼ ataro.
૩૨તેઓની વંશાવળી પ્રમાણે અને તેઓના પ્રદેશો પ્રમાણે એ બધા નૂહના દીકરાઓનાં કુટુંબો છે. જળપ્રલય પછી પૃથ્વી પરના લોકોના વિવિધ વિભાગો થયા.