< Rapar Mar Chik 8 >
1 Beduru motangʼ kurito chike duto ma amiyou kawuononi, mondo omi ubed mangima kendo unyaa mi udonji e piny ma Jehova Nyasaye nosingore ni nomi kwereu.
૧આજે હું તમને જે સર્વ આજ્ઞાઓ જણાવું છું તે તમે કાળજી રાખીને તેને પાળો, જેથી તમે જીવતા રહો અને તમે વૃદ્ધિ પામો. અને જે દેશ આપવાના યહોવાહે તમારા પિતૃઓ આગળ સમ ખાધા હતા તેનું વતન પ્રાપ્ત કરો.
2 Parieuru kaka Jehova Nyasaye ma Nyasachu ne otelonu ka ukalo e piny motwo kuom higni piero angʼwen-gi duto, mondo opuonju bolruok, kopimo paro ma un-godo e chunyu ka bende unyalo rito chikene.
૨તમને નમ્ર બનાવવા અને તમે તેમની આજ્ઞાઓનું પાલન કરવા માગો છો કે કેમ, એ જાણવા માટે તથા પારખું કરવા યહોવાહ તમારા ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી જે રસ્તે તમને ચલાવ્યાં તે તમે યાદ રાખો.
3 Nodwokou piny momiyo kech okayou, eka bangʼe nomiyou manna mondo ucham ma en chiemo mane pok uneno ma kata mana kwereu bende ne pok oneno. Notimonu kamano mondo opuonjugo ni dhano ok bed mangima nikech chiemo kende to nikech wach ka wach moa e dho Jehova Nyasaye.
૩અને યહોવાહે તમને નમ્ર બનાવવા માટે તમને ભૂખ્યા રહેવા દીધા. અને તમે નહોતા જાણતા કે તમારા પિતૃઓ પણ નહોતા જાણતા એવા માન્નાથી તમને પોષ્યા; એ માટે કે યહોવાહ તમને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવિત રહેતો નથી, પણ યહોવાહના મુખમાંથી નીકળતા દરેક વચનોથી માણસ જીવે છે.
4 Lepu ne ok oti kendo tiendeu ne ok opudhore kata okuot kuom higni piero angʼwen-go duto.
૪આ ચાળીસ વર્ષ દરમ્યાન તમારા શરીર પરનાં વસ્રો ઘસાઈ ગયા નહિ અને તમારા પગ સૂજી ગયા નહિ.
5 Ngʼeuru e chunyu ni kaka ngʼato kumo wuode, omiyo Jehova Nyasaye ma Nyasachu bende koro kumou.
૫એટલે આ વાત તમે સમજો કે જે રીતે પિતા પોતાના પુત્રને શિક્ષા કરે છે તેમ યહોવાહ તમારા ઈશ્વર તમને શિક્ષા કરે છે.
6 Rituru chike duto mag Jehova Nyasaye ma Nyasachu, kuwuotho e yorene bende ka umiye luor.
૬તેથી તમારે યહોવાહ તમારા ઈશ્વરના માર્ગોમાં ચાલવું, તેમનો ડર રાખવો અને તેમની આજ્ઞાઓ પાળવી.
7 Nimar Jehova Nyasaye ma Nyasachu kelou e piny maber, piny man-gi aore kod pi maber, man-gi thidhna mamol e holo koa e gode;
૭કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમને એક સમૃદ્વ દેશમાં લઈ જાય છે એટલે પાણીનાં વહેણવાળા તથા ખીણોમાં અને ઉચ્ચપ્રદેશમાં ફૂટી નીકળતા ઝરણાં તથા જળનિધિઓવાળા દેશમાં;
8 ma en piny machiego ngano kod shairi, mzabibu kod ngʼowu, olemo mongʼinore, zeituni kod mor kich.
૮ઘઉં તથા જવ, દ્રાક્ષ, અંજીરીઓ તથા દાડમોનાં દેશમાં; જૈતૂન તેલ અને મધના દેશમાં.
9 Pinyno nobed gi chiemo mangʼeny, bende ok unuchand gimoro; en piny ma kite mayudore gin nyinyo kendo en piny ma mula unyalo kunyo e godene.
૯જયાં તું ધરાઈને અન્ન ખાશે અને તને ખાવાની કોઈ ખોટ પડશે નહિ એવા દેશમાં. વળી કોઈ વસ્તુની ખોટ નહિ પડે, તેમ જ જેના પથ્થર લોખંડના છે અને જેના ડુંગરોમાંથી તું પિત્તળ કાઢી શકે. એવા દેશમાં લઈ જાય છે.
10 Ka usechiemo ma uyiengʼ, to pakuru Jehova Nyasaye ma Nyasachu kuom piny maber ma osemiyou.
૧૦ત્યાં તમે ખાઈને તૃપ્ત થશો અને યહોવાહ તમારા ઈશ્વરે જે સમૃદ્વ દેશ તમને આપ્યો છે તે માટે તમે યહોવાહની સ્તુતિ કરશો.
11 Beduru motangʼ mondo kik wiu wil kod Jehova Nyasaye ma Nyasachu, ka uweyo luwo yorene, chikene kod buchene ma amiyou kawuononi.
૧૧સાવધ રહેજો રખેને તેમની આજ્ઞાઓ, કાનૂનો અને નિયમો જે આજે હું તને ફરમાવું છું તે ન પાળતાં તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જાઓ.
12 Ka ok kamano, ka usechiemo ma uyiengʼ, ka usegero ute mabeyo ma udakie
૧૨રખેને તમે ખાઈને તૃપ્ત થાઓ અને સારાં ઘરો બાંધીને તેમાં રહો.
13 ka dhou kod jambu omedore, fedha kod dhahabu bende omedore ma gik ma un-godo duto omedore
૧૩અને જ્યારે તમારાં ઢોરઢાંક અને ઘેટાંબકરાંની અને અન્ય જાનવરોની સંખ્યામાં વધારો થાય અને જ્યારે તમારું સોનુંચાંદી વધી જાય અને તમારી માલમિલકત વધી જાય,
14 to chunyu biro donjo e sunga ma wiu nowil kod Jehova Nyasaye ma Nyasachu, mane ogolou Misri, e piny mane unie wasumbini.
૧૪ત્યારે રખેને તમારું મન ગર્વિષ્ઠ થાય અને તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જાઓ કે જે તમને મિસરમાંથી એટલે ગુલામીના દેશમાંથી બહાર લાવ્યા છે.
15 Ne otelonu kokalo piny malach mar ongoro piny motwo maonge kata pi, motingʼo thuonde kwiri kod thomoni, ne omiyou pi koa e lwanda matek.
૧૫જેણે તમને આગિયા સાપ તથા વીંછીઓવાળા તથા પાણી વગરની સૂકી જમીનવાળા વિશાળ અને ભયંકર અરણ્યમાં સંભાળીને ચલાવ્યાં. જેમણે તમારે માટે ચકમકના ખડકમાંથી પાણી વહેતું કર્યું અને જે
16 Ne omiyou manna ma uchamo e thim gimane kwereu ne ok ongʼeyo, mondo omi ubed ka uboloru kendo ka otemou mondo giko udhi maber.
૧૬યહોવાહે અરણ્યમાં તમને માન્ના કે જે તમારા પિતૃઓએ કદી નહોતું જોયું તેનાથી તમારું પોષણ કર્યું, એ માટે યહોવાહ તમને નમ્ર કરે અને આખરે તમારું સારું કરવા માટે તે તમારી કસોટી કરે.
17 Unyalo wacho e chunyu niya, “Tekona kod lucha kod tich lweta ema omiyo ayudo mwandugi.”
૧૭રખેને તમે તમારા મનમાં વિચારો કે “મારી પોતાની શક્તિથી અને મારા હાથનાં સામર્થ્યથી મેં આ સર્વ સંપત્તિ મેળવી છે.”
18 To par Jehova Nyasaye ma Nyasachi, nimar en ema omiyi teko mar loso mwandu, kochopogo singruok mare mane osingore gi kwereu mana kaka en kawuononi.
૧૮પણ તમે હંમેશા યહોવાહ તમારા ઈશ્વરનું સ્મરણ કરો કેમ કે સંપત્તિ પ્રાપ્ત કરવા માટેની શક્તિ આપનાર તો તે એકલા જ છે; એ માટે કે તેનો કરાર અને તેમણે તમારા પિતૃઓની આગળ જે સમ ખાધા તે તેઓ પૂર્ણ કરે.
19 Kapo ni wiu owil gi Jehova Nyasaye ma Nyasachu ma uluwo nyiseche moko, ulamo kendo ukulorunegi, to akwongʼora kawuononi ni notieku maonge kiawa.
૧૯અને એમ થશે કે જો તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જઈને અન્ય દેવદેવીઓની તરફ વળશો અને તેઓની સેવા કરશો તો હું આજે તમારી વિરુદ્ધ સાક્ષી આપું છું કે તમે નિશ્ચે નાશ પામશો.
20 Mana kaka ogendini mane Jehova Nyasaye otieko e wangʼu kuneno, omiyo un bende ibiro tieku nikech ok uluoro Jehova Nyasaye ma Nyasachu.
૨૦જે પ્રજાઓનો યહોવાહ તમારી આગળથી નાશ કરે છે તેઓની જેમ તમે નાશ પામશો. કેમ કે યહોવાહ તમારા ઈશ્વરની વાણી તમે સાંભળવાને ચાહ્યું નહિ.