< Zakarias 11 >

1 Libanon, luk Dørerne op, så Ild kan fortære dine Cedre!
હે લબાનોન, તારા દરવાજા ઉઘાડ, કે અગ્નિ તારાં દેવદાર વૃક્ષોને ભસ્મ કરે.
2 Klag, Cypres, thi Cedren er faldet. de ædle Træer lagt øde! Klag, I Basans Ege, thi Fredskoven ligger fældet!
હે સરુના વૃક્ષો, વિલાપ કરો, કેમ કે, દેવદાર વૃક્ષ પડી ગયું છે! ભવ્ય વૃક્ષો નષ્ટ થઈ ગયાં છે. બાશાનનાં એલોન વૃક્ષો, વિલાપ કરો, કેમ કે, ગાઢ જંગલ જમીનદોસ્ત થઈ ગયું છે.
3 Hør, hvor Hyrderne klager, thi deres Græsgang er hærget; hør, hvor Løverne brøler, thi Jordans Tykning er hærget.
ઘેટાંપાળકોની પોકનો અવાજ સંભળાય છે, કેમ કે તેઓનો વૈભવ નષ્ટ થયો છે. જુવાન સિંહના બચ્ચાની ગર્જનાનો અવાજ સંભળાય છે, કેમ કે, યર્દન નદીનો ગર્વ નષ્ટ થયો છે.
4 Således sagde HERREN min Gud: Røgt Slagtefårene,
મારા ઈશ્વર યહોવાહે કહ્યું, “કતલ થઈ જતા ટોળાંનું પાલન કરો.
5 hvis Køber slagter dem uden at føle Skyld, og hvis Sælger siger: "HERREN være lovet, jeg blev rig." Og deres Hyrder sparer dem ikke.
તેઓના ખરીદનારા તેમની કતલ કરે છે અને પોતાને શિક્ષાપાત્ર ગણતા નથી, તેઓના વેચનારા કહે છે કે, યહોવાહને પ્રશંસિત હો! કે અમે શ્રીમંત છીએ!’ કેમ કે તેઓના પોતાના પાળકો તેઓના પર દયા રાખતા નથી.
6 (Thi jeg vil ikke længer spare Landets Indbyggere, lyder det fra HERREN; men se, jeg lader hvert Menneske falde i sin Hyrdes og sin Konges Hånd; og de skal ødelægge Landet, og jeg vil ingen redde af deres Hånd).
યહોવાહ કહે છે, હવે હું પણ દેશના રહેવાસીઓ પર દયા રાખીશ નહિ.” જો, હું તેઓમાં સંઘર્ષ પેદા કરીશ, કે દરેક માણસ પોતાના પાળકના હાથમાં અને પોતાના રાજાના હાથમાં પડશે, તેઓ દેશનો નાશ કરશે, હું યહૂદિયાને તેઓના હાથમાંથી છોડાવીશ નહિ.”
7 Så røgtede jeg Slagtefårene for Fåreprangerne og tog mig to Stave; den ene kaldte jeg "Liflighed", den anden "Bånd"; og jeg røgtede Fårene.
માટે કતલ થઈ જતા ટોળાંનું અને કંગાલ ઘેટાંનું મેં પાલન કર્યું છે. મેં બે લાકડી લીધી. એકનું નામ મેં “કરુણા” પાડ્યું અને બીજીનું નામ “એકતા” રાખ્યું. અને મેં ટોળાનું પાલન કર્યું.
8 (Og jeg ryddede de tre Hyrder af Vejen i een Måned). Så tabte jeg Tålmodigheden med dem, og de blev også kede af mig.
એક મહિનામાં મેં ત્રણ પાળકોનો નાશ કર્યો. હું ઘેટાંના વેપારીઓથી હું કંટાળી ગયો હતો અને તેઓ મારાથી કંટાળ્યા હતા.
9 Og jeg sagde: "Jeg vil ikke røgte eder; lad dø, hvad dø skal, lad bortkomme, hvad bortkomme skal, og lad de andre æde hverandres Kød!"
ત્યારે મેં કહ્યું, “હવેથી હું તમારો પાળક રહીશ નહિ. જે મરવાના છે તે ભલે મરે, જે નાશ પામે તે ભલે નાશ પામે. જેઓ બાકી રહ્યા તે ભલે પોતાના પડોશીનું માંસ ખાય.”
10 Så tog jeg Staven, som hed "Liflighed". og sønderbrød den for at bryde den Overenskomst, jeg havde sluttet (med alle Folkeslag;
૧૦પછી મેં મારી “કરુણા” નામની લાકડી લીધી અને મારાં બધાં કુળો સાથે જે કરાર મેં કર્યો હતો તે રદ કરવા મેં તેને કાપી નાખી.
11 og den blev brudt samme Dag, og Fåreprangerne, som holdt Øje med mig, kendte, at det var HERRENs Ord).
૧૧તે દિવસે તે કરાર રદ કરવામાં આવ્યો, અને ટોળાંના જે વેપારીઓ મારા પર નજર રાખતા હતા તેઓએ જાણ્યું કે આ યહોવાહનું વચન છે.
12 Og jeg sagde til dem: "Om I synes, så giv mig min Løn; hvis ikke, så lad være!" Så afvejede de min Løn, tredive Sekel Sølv.
૧૨મેં તેઓને કહ્યું; “જો તમને યોગ્ય લાગતું હોય તો તમે મને મારી મજૂરી આપો. પણ જો ન લાગતું હોય તો રહેવા દો.” તેથી તેઓએ ચાંદીના ત્રીસ સિક્કા વેતન તરીકે આપ્યા.
13 Men HERREN sagde til mig: "Kast den til Pottemageren", den dejlige Pris, de har vurderet mig til!" Og jeg tog de tredive Sekel Sølv og kastede dem til Pottemageren i HERRENs Hus.
૧૩પછી યહોવાહે મને કહ્યું, “ખજાનામાં ચાંદીને મૂકી દે, તેઓએ તારું વિશેષ મૂલ્યાંકન કર્યું છે!” તેથી મેં ચાંદીના ત્રીસ સિક્કા લઈને યહોવાહના સભાસ્થાનના ખજાનામાં મૂકી દીધા.
14 Så sønderbrød jeg den anden Hyrdestav "Bånd" for at bryde Broderskabet imellem Juda og Jerusalem.
૧૪પછી યહૂદા તથા ઇઝરાયલ વચ્ચેનો ભાઈચારાનો સંબંધ તોડી નાખવા મેં મારી બીજી લાકડી “એકતા” ને ભાંગી નાખી.
15 Siden sagde HERREN til mig: Udstyr dig atter som en Hyrde, en Dåre af en Hyrde!
૧૫યહોવાહે મને કહ્યું, “તું ફરીથી મૂર્ખ પાળકની જવાબદારી લઈ લે,
16 (Thi se, jeg lader en Hyrde fremstå i Landet). Han tager sig ikke af det bortkomne, leder ikke efter det vildfarne, læger ikke det brudte og har ikke Omhu for det sunde, men spiser Kødef af de fede Dyr og river Klovene af dem.
૧૬કેમ કે જુઓ, હું આ દેશમાં એવો પાળક ઊભો કરીશ કે તે નાશ પામનારાં ઘેટાંની સંભાળ નહિ લેશે. તે આડે માર્ગે ચાલનારાઓને શોધશે નહિ, અને અપંગોને સાજાં કરશે નહિ. તે નીરોગીને પણ ખાવાનું ચારશે નહિ, પણ ચરબી યુક્ત ઘેટાંનું માંસ ખાશે અને તેમની ખરીઓ ફાડી નાખશે.
17 Ve, min Dåre af en Hyrde, som svigter Fårene! Et Sværd imod hans Arm og hans højre Øje! Hans Arm skal vorde vissen, hans højre Øje blindes.
૧૭ટોળાંને તજી દેનાર નકામા પાળકને અફસોસ! તેના જમણા હાથ તથા તેની જમણી આંખ વિરુદ્ધ તલવાર આવશે. તેનો જમણો હાથ પૂરેપૂરો સુકાઈ જશે અને તેની જમણી આંખ અંધ થઈ જશે.”

< Zakarias 11 >