< Salme 63 >

1 (En salme af David, da han var i Judas ørken.) Gud, du er min Gud, dig søger jeg, efter dig tørster min Sjæl, efter dig længes mit Kød i et tørt, vansmægtende, vandløst Land
દાઉદનું ગીત; તે યહૂદિયાના અરણ્યમાં હતો તે વખતનું. હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો; હું ગંભીરતાપૂર્વક તમારી શોધ કરીશ; જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારે માટે તલસે છે અને મારો દેહ તમારે માટે તલપે છે.
2 (således var det, jeg så dig i Helligdommen) for at skue din Vælde og Ære;
તેથી તમારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે મેં પવિત્રસ્થાનમાં તમારી તરફ જોયું છે.
3 thi din Nåde er bedre end Liv, mine Læber skal synge din Pris.
કારણ કે તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે, મારા હોઠો તમારી સ્તુતિ કરશે.
4 Da vil jeg love dig hele mit Liv, opløfte Hænderne i dit Navn,
હું આવી રીતે મરણ પર્યંત તમને ધન્યવાદ આપીશ; હું તમારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ.
5 Som med fede Retter mættes min Sjæl, med jublende Læber priser min Mund dig,
હું મારી પથારીમાં તમારા વિષે વિચારું છું; અને રાતના સમયે હું તમારું મનન કરું છું
6 når jeg kommer dig i Hu på mit Leje, i Nattevagterne tænker på dig;
મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે અને હર્ષિત હોઠોથી મારું મુખ તમારું સ્તવન કરશે.
7 thi du er blevet min Hjælp, og jeg jubler i dine Vingers Skygge.
કેમ કે તમે મારા સહાયકારી થયા છો અને હું તમારી પાંખોની છાયામાં હરખાઈશ.
8 Dig klynger min Sjæl sig til, din højre holder mig fast.
મારો આત્મા તમને વળગી રહે છે; તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે.
9 Forgæves står de mig efter livet, i Jordens Dyb skal de synke,
પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે, તેઓ પૃથ્વીના ઊંડાણમાં ધકેલાઈ જશે.
10 gives i Sværdets Vold og vorde Sjakalers Bytte.
૧૦તેઓ તલવારને સ્વાધીન થશે; તેઓ શિયાળોનું ભક્ષ થઈ જશે.
11 Men Kongen glædes i Gud; enhver, der sværger ved ham, skal juble, thi Løgnernes Mund skal lukkes.
૧૧પણ રાજા ઈશ્વરમાં આનંદ કરશે, જે તેમના સમ ખાય છે તે દરેકનો જય થશે, પણ જૂઠું બોલનારાનાં મુખ તો બંધ કરી દેવામાં આવશે.

< Salme 63 >