< Ezekiel 47 >
1 Derpå førte han mig tilbage til tempelets indgang, og se, vand sprang ud under tempelets Tærskel i østlig Retning, thi Templets Forside vendte mod Øst; og Vandet løb ned under Templets Sydside sønden for Alteret.
૧પછી તે માણસ મને સભાસ્થાનના પ્રવેશદ્વાર પાસે પાછો લાવ્યો, મેં જોયું તો જુઓ, સભાસ્થાનના ઉંબરા નીચેથી નીકળીને પાણી પૂર્વ તરફ વહેતું હતું, કેમ કે તે સભાસ્થાનનો આગળનો ભાગ પૂર્વ તરફ હતો. પાણી નીચેથી સભાસ્થાનની જમણી બાજુએથી વહીને વેદીની દક્ષિણે આવતું હતું.
2 Så førte han mig ud gennenm Nordporten og rundt udenom til den ydre Østport, og se, Vand rislede frem fra Sydsiden.
૨પછી તે માણસ મને ઉત્તરને દરવાજેથી બહાર લાવ્યો અને ફેરવીને પૂર્વ તરફના દરવાજે લઈ ગયો. જુઓ, દક્ષિણ બાજુએથી પાણી વહી જતાં હતાં.
3 Derpå gik Manden ud mod Øst med en Målesnor i Hånden, og da han havde målt 1000 Alen, lod han mig gå gennem Vandet, Vand til Anklerne.
૩તે માણસ માપવાની દોરી હાથમાં લઈને પૂર્વ તરફ ગયો, એક હજાર હાથનું અંતર માપ્યું અને તેણે મને પાણીમાં ચલાવ્યો. પાણી ઘૂંટણ સુધી હતાં.
4 Da han atter havde målt 1000 Alen, lod han mig på ny gå gennem Vandet, Vand til Knæene; og da han atter havde målt 1000 Alen, lod han mig på ny gå gennem Vandet, som der nåede til Hoften.
૪પછી તેણે બીજા એક હજાર હાથ અંતર માપ્યું અને ફરી મને પાણીમાં ચલાવ્યો, પાણી ઘૂંટી સુધી હતાં. ફરીથી તેણે એક હજાર હાથ અંતર માપ્યું, મને પાણીમાં ચલાવ્યો, અહીં પાણી કમરસુધી હતું.
5 Da han atter havde målt 1000 Alen, var det en Strøm, som jeg ikke kunde vade over, thi Vandet gik så højt, at man måtte svømme over; det var en Strøm, man ikke kunde vade over,
૫પછી તેણે એક હજાર હાથ અંતર માપ્યું, ત્યાં એક નદી હતી હું તેમાં થઈને જઈ શકતો ન હતો, તે ઘણી ઊંડી હતી. તેમાં તરી શકાય નહિ.
6 Da sagde han til mig: "Har du set det, Menneskesøn?" Og han førte mig tilbage langs Strømmens Bred.
૬તે માણસે મને કહ્યું “હે મનુષ્યપુત્ર, શું તેં આ જોયું?” તે મને બહાર લાવ્યો અને મને નદી કિનારે ચલાવ્યો.
7 Da jeg kom tilbage, se, da var der ved Strømmens Bred en stor Mængde Træer på begge Sider;
૭હું પાછો આવ્યો ત્યારે જુઓ તો, નદીને બન્ને કિનારે પુષ્કળ વૃક્ષો હતાં.
8 og han sagde til mig: "Dette Vand løber ud i Østerkredsen og ned i Araba, og når det falder ud i Havet, Salthavet, bliver Vandet der sundt;
૮તે માણસે મને કહ્યું, “આ પાણી પૂર્વ તરફના પ્રદેશમાં અને નીચે અરાબા સુધી જશે; તે પાણી વહીને ખારા સમુદ્રમાં જશે અને તેનાં પાણી મીઠાં થઈ જશે.
9 alle de levende Væsener, hvoraf det vrimler, skal leve, overalt hvor Strømmen kommer hen, og der skal være en stor Mængde Fisk; thi når dette Vand kommer derhen, bliver Havvandet sundt, og alt skal leve, hvor Strømmen kommer hen.
૯જ્યાં તે પાણી વહેશે ત્યાં બધી જાતનાં પશુઓનાં ટોળાં થશે. તેઓ જીવતાં રહેશે. આ પાણીને કારણે તેમાં માછલાંઓ થશે, ખારા સમુદ્રનું પાણી મીઠું થઈ જશે. જ્યાં જ્યાં આ નદી ગઈ છે ત્યાં દરેક વસ્તુમાં ચૈતન્ય આવશે.
10 Fiskere skal stå ved det fra En-Gedi til En-Eglajim; et Sted til at udspænde Fiskegarn skal det være; dels Fisk skal være som det store Havs Fisk, såre mange.
૧૦અને એવું થશે કે પાણી પાસે માછીમારો ઊભા રહેશે, એન-ગેદીથી એન-એગ્લાઈમ સુધી જાળો પાથરવાની જગા થશે. ત્યાં મહાસમુદ્રની માછલીઓની જેમ તેમાં વિવિધ પ્રકારની માછલીઓ થશે.
11 Men dets Sumpe og Vandhuller skal ikke blive sunde; af dem skal udvindes Salt.
૧૧પણ ખારા સમુદ્રની ભેજવાળી જમીન તથા કાદવકીચડનાં પાણી મીઠાં નહિ થાય, પણ તેમાંથી મીઠું પકવવામાં આવશે.
12 På begge Flodens Bredder skal der vokse alle Hånde Frugttræer, hvis Blade ikke falder af, og hvis Frugter aldrig får Ende; hver Måned bærer de nye Frugter; thi dens Vand udspringer i Helligdommen. Frugterne skal tjene til Føde og Bladene til Lægedom."
૧૨નદીના બન્ને કિનારાઓ પર ખાવાલાયક ફળ આપનાર વૃક્ષ થશે. તેઓનાં પાંદડાં કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી બંધ થશે નહિ. દર મહિને તેમને નવાં ફળ આવશે, કેમ કે, તેમને પાણી પવિત્રસ્થાનમાંથી મળે છે, તેમના ફળ ખાવા માટે અને પાંદડાં સાજાપણા માટે છે.
13 Så siger den Herre HERREN: Dette er den Grænse, inden for hvilken I skal udskifte Landet imellem eder efter Israels tolv Stammer; Josef skal have to Lodder.
૧૩પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘આ રસ્તેથી અમારે ઇઝરાયલનાં બાર કુળો માટે જમીનનો વારસો વહેંચી લેવો: યૂસફને બે ભાગ મળે.
14 I skal alle uden Undtagelse tage det Land i Eje, som jeg med løftet Hånd svor at give eders Fædre; det skal nu tilfalde eder som Arvelod.
૧૪અને તમે તમારા ભાઈઓએ તે વારસો વહેંચી લેવો. કેમ કે તમારા પિતૃઓને આ દેશ આપવાના મેં સમ ખાધા હતા અને તેઓને તેનો વારસો મળશે.
15 Således skal Landets Nordgrænse være: Fra det store Hav i Retning af Hetlon til det Sted, hvor Vejen går til Zedad,
૧૫ભૂમિની સરહદ ઉત્તર બાજુએ મહા સમુદ્રથી હેથ્લોન તથા લબો હમાથથી સદાદ સુધી છે.
16 Hamat, Berota, Sibrajim, mellem Damaskuss og Hamats Områder, Hazar-Enon ved Haurans Grænse.
૧૬હમાથ બેરોથાહ, દમસ્કસની સરહદ તથા હમાથની સરહદ વચ્ચેનું સિબ્રાઇમ હૌરાનની સરહદે આવેલા હાસેર-હત્તીકોન સુધી છે.
17 Grænsen går fra det store Hav til Hazar-Enon, således at Damaskuss Område ligger norden for ved Siden af Hamat. Det er Nordgrænsen.
૧૭સમુદ્રથી સરહદ દમસ્કસની સરહદ પરના હસાર એનોન સુધી છે, ઉત્તર બાજુએ હમાથની સરહદ છે. આ ઉત્તર બાજુ છે.
18 Østgrænsen: Fra Hazar-Enon mellem Hauran og Damaskus danner Jordan Grænse mellem Gilead og Israels Land til Havet i Øst, hen til Tamar. Det er Øsfgrænsen.
૧૮પૂર્વબાજુ, હૌરાન, દમસ્કસ, ગિલ્યાદ તથા ઇઝરાયલના પ્રદેશ વચ્ચે યર્દન નદી આવે છે. આ સરહદ છેક તામાર સુધી જાય છે.
19 Sydgrænsen: Fra Tamar over Meribas Vand ved Kadesj til Bækken, ud til det store Hav. Det er Sydgrænsen.
૧૯દક્ષિણ બાજુ, દક્ષિણ તામારથી મરીબા કાદેશના પાણી સુધી, મિસરનાં ઝરણાંથી મહા સમુદ્ર સુધી હોય, આ દક્ષિણ તરફની સરહદ છે.
20 Vestgrænsen: Det store Hav danner Grænse til tværs over for det Sted, hvor Vejen går til Hamat. Det er Vestgrænsen.
૨૦પશ્ચિમ સરહદ હમાથના ઘાટની સામે સુધી મહા સમુદ્ર આવે ત્યાં સુધી. આ પશ્ચિમ બાજુ છે.
21 Dette Land skal I udskifte iblandt eder efter Israels Stammer;
૨૧આ રીતે તું તારાં અને ઇઝરાયલનાં કુળો માટે દેશ વહેંચી લે.
22 I skal ved Lodkastning udskifte det som Arvelod mellem eder og de fremmede, som bor iblandt eder og der har avlet Sønner og Døtre; de skal være eder som ind fødte Israeliter og kaste Lod med eder om Arvelod blandt Israels Stammer.
૨૨તમારા પોતાના માટે તથા તમારી મધ્યે વસતા પરદેશીઓ, જેઓને તમારા દેશમાં સંતાન થશે અને જેઓ તારી સાથે છે, એટલે ઇઝરાયલ દેશના મૂળ વતનીઓ જેવા, તેઓને માટે આ દેશ વારસા તરીકે ચિઠ્ઠીઓ નાખીને વહેંચી લેવો. તમારે ઇઝરાયલનાં કુળો મધ્યે વારસા માટે ચિઠ્ઠીઓ નાખવી.
23 I den Stamme, hvor den fremmede bor, skal I give ham hans Arvelod, lyder det fra den Herre HERREN.
૨૩ત્યારે એવું થશે કે જે કુળમાં પરદેશી રહેતો હોય. તમારે તેને વારસો આપવો.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.”