< 1 Samuel 8 >
1 Da Samuel var blevet gammel, satte han sine Sønner til Dommere over Israel;
૧જયારે શમુએલ વૃદ્ધ થયો, ત્યારે તેણે પોતાના દીકરાઓને ઇઝરાયલ ઉપર ન્યાયાધીશો બનાવ્યાં.
2 hans førstefødte Søn hed Joel og hans anden Søn Abija; de dømte i Be'ersjeba.
૨તેના જ્યેષ્ઠ દીકરાનું નામ યોએલ હતું, તેના બીજા દીકરાનું નામ અબિયા હતું. તેઓ બેરશેબામાં ન્યાયાધીશો હતા.
3 Men hans Sønner vandrede ikke i hans Spor; de lod sig lede af egen Fordel, tog imod Bestikkelse og bøjede Retten.
૩તેના દીકરાઓ તેના માર્ગોમાં ચાલ્યા નહિ, પણ દ્રવ્યલોભ તરફ ભટકી ગયા. તેઓએ લાંચ લઈને ન્યાયપ્રક્રિયાને ભ્રષ્ટ કરી.
4 Da kom alle Israels Ældste sammen og begav sig til Samuel i Rama
૪પછી ઇઝરાયલના સર્વ વડીલો એકત્ર થઈને શમુએલ પાસે રામામાં આવ્યા.
5 og sagde til ham: "Se, du er blevet gammel, og dine Sønner vandrer ikke i dit Spor. Sæt derfor en Konge over os til at dømme os, ligesom alle de andre Folk har det!"
૫તેઓએ તેને કહ્યું, “જો, તું વૃદ્ધ થયો છે અને તારા દીકરાઓ તારા માર્ગમાં ચાલતા નથી. સર્વ દેશોની જેમ અમારો ન્યાય કરવા સારુ અમને એક રાજા નીમી આપ.”
6 Men det vakte Samuels Mishag, at de sagde: "Giv os en Konge, som kan dømme os!" Og Samuel bad til HERREN.
૬પણ શમુએલ તેઓનાથી નાખુશ થયો, જયારે તેઓએ કહ્યું, “અમારો ન્યાય કરવા સારુ અમને રાજા આપ.” ત્યારે શમુએલે ઈશ્વરને પ્રાર્થના કરી.
7 Da sagde HERREN til Samuel: "Ret dig i et og alt efter, hvad Folket siger, thi det er ikke dig, de vrager, men det er mig, de vrager som deres Konge.
૭ઈશ્વરે શમુએલને કહ્યું, “લોકો જે સર્વ બાબતો તને કહે છે તેમાં તેઓનું કહેવું તું સ્વીકાર; કેમ કે તેઓએ તને નકાર્યો નથી, પણ તેઓ પર હું રાજ કરું તે માટે મને નકાર્યો છે.
8 Ganske som de har handlet imod mig, lige siden jeg førte dem ud af Ægypten og indtil denne Dag, idet de forlod mig og dyrkede andre Guder, således handler de også imod dig.
૮હું તેઓને મિસરમાંથી કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી જે સર્વ કામ તેઓએ કર્યા છે, મને છોડીને, અન્ય દેવોની સેવા કરી છે, તે પ્રમાણે તેઓ તારી સાથે પણ વર્તે છે.
9 Men ret dig nu efter dem; dog skal du indtrængende advare dem og lade dem vide, hvad Ret den Konge skal have, som skal herske over dem!"
૯હવે તેઓનું સાંભળ; પણ તેઓને ગંભીરતાપૂર્વક ચેતવણી આપ અને તેમને જણાવ કે તેઓ પર કેવા પ્રકારના રાજા રાજ્ય કરશે.”
10 Så forebragte Samuel Folket, som krævede en Konge af ham, alle HERRENs Ord
૧૦જેથી શમુએલે તેને ઈશ્વરે જે કહ્યું તે જેઓ રાજા માંગતા હતા તેઓને જણાવ્યું.
11 og sagde: "Denne Ret skal den Konge have, som skal herske over eder: Eders Sønner skal han tage og sætte ved sin Vogn og sine Heste, så de må løbe foran hans Vogn,
૧૧તેણે કહ્યું, “જે રાજા તમારા પર શાસન કરશે તે આવો થશે. તે તમારા દીકરાઓને પકડીને પોતાના રથોને સારુ તેઓને નીમશે અને તેઓને પોતાના ઘોડેસવારો કરશે, તેના રથો આગળ તેઓ દોડશે.
12 og sætte dem til Tusindførere og Halvhundredførere og til at pløje og høste for ham og lave hans Krigsredskaber og Vogntøj.
૧૨તે પોતાને માટે હજાર ઉપર અને પચાસ ઉપર મુકાદમ સરદારો નીમશે. અને કેટલાકને પોતાની જમીન ખેડવા, કેટલાકને તેના પાકને ભેગો કરવા, કેટલાકને યુદ્ધમાં હથિયાર બનાવવા અને તેના રથોનાં સાધનો બનાવવાના કામે લગાડશે.
13 Eders Døtre skal han tage til at blande Salver, koge og bage.
૧૩તે તમારી દીકરીઓને પણ પકડીને મીઠાઈ બનાવનારી, રસોઈ બનાવવાના અને ભઠિયારણો થવા સારુ લઈ જશે.
14 De bedste af eders Marker, Vingårde og Oliventræer skal han tage og give sine Folk.
૧૪તે તમારાં ફળદ્રુપ ખેતરો, તમારી દ્રાક્ષવાડીઓ અને જૈતૂનવાડીઓ લઈ લેશે અને તે પોતાના ચાકરોને આપશે.
15 Af eders Sæd og Vinhøst skal han tage Tiende og give sine Hofmænd og Tjenere.
૧૫તે તમારા અનાજમાંથી અને તમારી દ્રાક્ષવાડીઓમાંથી દસમો ભાગ લઈને પોતાના અધિકારીઓને તથા પોતાના ચાકરોને આપશે.
16 De bedste af eders Trælle og Trælkvinder, det bedste af eders Hornkvæg og Æsler skal han tage og bruge til sit eget Arbejde.
૧૬તે તમારા દાસોને, તમારી દાસીઓને, તમારા શ્રેષ્ઠ જુવાન પુરુષોને અને તમારા ગધેડાંઓને લઈ લેશે અને પોતાના કામે લગાડશે.
17 Af eders Småkvæg skal han tage Tiende; og I selv skal blive hans Trælle.
૧૭તે તમારા ઘેટાંનો દસમો ભાગ લઈ લેશે અને તમે તેના ગુલામો થશો.
18 Og når l da til den Tid klager over eders Konge, som I har valgt eder, så vil HERREN ikke bønhøre eder!"
૧૮તમારા પસંદ કરેલા રાજાને કારણે તમે મને તે દિવસે પોકારશો; પણ ઈશ્વર તે દિવસે તમને ઉત્તર આપશે નહિ.”
19 Folket vilde dog ikke rette sig efter Samuel, men sagde: "Nej, en Konge vil vi have over os,
૧૯પણ લોકોએ શમુએલ તરફથી આ બધું સંભાળવાની ના પાડી; તેઓએ કહ્યું, “એમ નહિ! અમારે તો અમારા ઉપર રાજા જોઈએ જ
20 vi vil have det som alle de andre Folk; vor Konge skal dømme os og drage ud i Spidsen for os og føre vore Krige!"
૨૦તેથી અમે પણ અન્ય પ્રજાઓના જેવા થઈએ, અમારો રાજા અમારો ન્યાય કરે, અમારી આગળ ચાલે અને અમારા યુદ્ધોમાં લડાઈ કરે.”
21 Da Samuel havde hørt alle Folkets Ord. forebragte han HERREN dem;
૨૧ત્યારે શમુએલે લોકોનાં સર્વ શબ્દો સાંભળીને તેણે ધીમે અવાજે તે ઈશ્વરને કહી સંભળાવ્યા.
22 og HERREN sagde til Samuel: "Ret dig efter dem og sæt en Konge over dem!" Da sagde Samuel til Israels Mænd: "Gå hjem, hver til sin By!"
૨૨ઈશ્વરે શમુએલને કહ્યું, “તેઓની વાણી સાંભળ અને તેઓને સારુ રાજા ઠરાવી આપ.” તેથી શમુએલે ઇઝરાયલી માણસોને કહ્યું, “દરેક માણસ પોતપોતાના નગરમાં જાઓ.”