< Salme 98 >
1 En Salme. Syng HERREN en ny Sang, thi vidunderlige Ting har han gjort; Sejren vandt ham hans højre, hans hellige Arm.
૧ગીત. યહોવાહની સમક્ષ, એક નવું ગીત ગાઓ, કેમ કે તેમણે અદ્દભુત કૃત્યો કર્યાં છે; તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે.
2 Sin Frelse har HERREN gjort kendt, aabenbaret sin Retfærd for Folkenes Øjne;
૨યહોવાહે પોતાનું તારણ બતાવ્યું છે; તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે.
3 han kom sin Naade mod Jakob i Hu, sin Trofasthed mod Israels Hus. Den vide Jord har skuet vor Guds Frelse.
૩તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; આખી પૃથ્વીએ આપણા ઈશ્વરનો વિજય જોયો છે.
4 Raab af Fryd for HERREN, al Jorden, bryd ud i Jubel og Lovsang;
૪હે પૃથ્વીના લોકો, યહોવાહની આગળ હર્ષનાદ કરો; આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ, હા, સ્તોત્રો ગાઓ.
5 lovsyng HERREN til Citer, lad Lovsang tone til Citer,
૫વીણાસહિત, વીણા તથા ગાયનસહિત યહોવાહનાં સ્તોત્રો ગાઓ.
6 raab af Fryd for Kongen, HERREN, til Trompeter og Hornets Klang!
૬તૂરી તથા રણશિંગડાંના અવાજથી યહોવાહ રાજાની આગળ હર્ષનાદ કરો.
7 Havet med dets Fylde skal bruse, Jorderig og de, som bor der,
૭સમુદ્ર તથા તેનું સર્વસ્વ, જગત અને તેમાંના સર્વ રહેવાસીઓ, ગાજો.
8 Strømmene klappe i Hænder, Bjergene juble til Hobe
૮નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો હર્ષનાદ કરો.
9 for HERRENS Aasyn, thi han kommer, han kommer at dømme Jorden; han dømmer Jorden med Retfærd og Folkeslag med Ret!
૯યહોવાહ પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે; તે ન્યાયીપણાએ પૃથ્વીનો અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.