< Salme 50 >
1 En Salme af Asaf. Gud, Gud HERREN taled og stævnede Jorden hid fra Sol i Opgang til Sol i Bjærge;
૧આસાફનું ગીત. સામર્થ્યવાન, ઈશ્વર, યહોવાહ, બોલ્યા છે અને તેમણે સૂર્યના ઉદયથી તે તેના અસ્ત સુધી પૃથ્વીને બોલાવી છે.
2 fra Zion, Skønhedens Krone, viste Gud sig i Straaleglans
૨સિયોન, જે સૌંદર્યની સંપૂર્ણતા છે, તેમાંથી ઈશ્વર પ્રકાશે છે.
3 — vor Gud komme og tie ikke! — Foran ham gik fortærende Ild, omkring ham rasede Storm;
૩આપણા ઈશ્વર આવશે અને છાના રહેશે નહિ; તેમની આગળ અગ્નિ બાળી મૂકશે અને તેમની આસપાસ મહાતોફાન જાગશે.
4 han stævned Himlen deroppe hid og Jorden for at dømme sit Folk:
૪પોતાના લોકોનો ન્યાય કરવા તે ઉપરના આકાશને તથા પૃથ્વીને બોલાવશે.
5 »Saml mig mine fromme, der sluttede Pagt med mig ved Ofre!«
૫“જેઓએ બલિદાનથી મારી સાથે કરાર કર્યો છે; એવા મારા ભક્તોને મારી પાસે ભેગા કરો.”
6 Og Himlen forkyndte hans Retfærd, at Gud er den, der dømmer. (Sela)
૬આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરશે, કેમ કે ઈશ્વર પોતે ન્યાયાધીશ છે.
7 Hør, mit Folk, jeg vil tale, Israel, jeg vil vidne imod dig, Gud, din Gud er jeg!
૭“હે મારા લોકો, સાંભળો અને હું બોલીશ; હું ઈશ્વર, તમારો ઈશ્વર છું.
8 Jeg laster dig ikke for dine Slagtofre, dine Brændofre har jeg jo stadig for Øje;
૮તારા બલિદાનોને લીધે હું તને ઠપકો આપીશ નહિ; તારાં દહનીયાર્પણો નિરંતર મારી આગળ થાય છે.
9 jeg tager ej Tyre fra dit Hus eller Bukke fra dine Stalde;
૯હું તારી કોડમાંથી બળદ અથવા તારા વાડાઓમાંથી બકરા લઈશ નહિ.
10 thi mig tilhører alt Skovens Vildt, Dyrene paa de tusinde Bjerge;
૧૦કારણ કે અરણ્યનું દરેક પશુ અને હજાર ડુંગરો ઉપરનાં પશુઓ મારાં છે.
11 jeg kender alle Bjergenes Fugle, har rede paa Markens Vrimmel.
૧૧હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું અને જંગલના હિંસક પશુઓ મારાં છે.
12 Om jeg hungred, jeg sagde det ikke til dig, thi mit er Jorderig og dets Fylde!
૧૨જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તમને કહીશ નહિ; કારણ કે જગત તથા તેમાંનું સર્વસ્વ મારું છે.
13 Mon jeg æder Tyres Kød eller drikker Bukkes Blod?
૧૩શું હું બળદોનું માંસ ખાઉં? અથવા શું હું બકરાઓનું લોહી પીઉં?
14 Lovsang skal du ofre til Gud og holde den Højeste dine Løfter.
૧૪ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ અને પરાત્પર પ્રત્યેની તારી પ્રતિજ્ઞા પૂર્ણ કર.
15 Og kald paa mig paa Nødens Dag; jeg vil udfri dig, og du skal ære mig,
૧૫સંકટને સમયે મને વિનંતિ કર; હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે.”
16 Men til Den gudløse siger Gud: Hvi regner du op mine Bud og fører min Pagt i Munden,
૧૬પણ ઈશ્વર દુષ્ટને કહે છે કે, “તારે મારા વિધિઓ શા માટે પ્રગટ કરવા જોઈએ? મારો કરાર શા માટે તારા મુખમાં લેવો જોઈએ?
17 naar du dog hader Tugt og kaster mine Ord bag din Ryg?
૧૭છતાં પણ તું મારી શિખામણનો તિરસ્કાર કરે છે અને મારા શબ્દો તું તારી પાછળ નાખે છે.
18 Ser du en Tyv, slaar du Følge med ham, med Horkarle holder du til,
૧૮જ્યારે તું ચોરને જુએ છે, ત્યારે તું તેને સંમતિ આપે છે; જેઓ વ્યભિચારમાં જોડાયેલા છે તેઓનો તું ભાગીદાર થયો છે.
19 slipper Munden løs med ondt, din Tunge bærer paa Svig.
૧૯તું ભૂંડાઈને તારું મોં સોંપે છે અને તારી જીભ કપટ રચે છે.
20 Du sidder og skænder din Broder, bagtaler din Moders Søn;
૨૦તું બેસીને તારા પોતાના ભાઈઓની વિરુદ્ધ બોલે છે; તું તારી પોતાની માતાના દીકરાની બદનામી કરે છે.
21 det gør du, og jeg skulde tie, og du skulde tænke, jeg er som du! Revse dig vil jeg og gøre dig det klart.
૨૧તેં આવાં કામ કર્યાં છે, પણ હું ચૂપ રહ્યો, તેથી તેં વિચાર્યું કે હું છેક તારા જેવો છું. પણ હું તને ઠપકો આપીશ અને હું તારાં કામ તારી આંખો આગળ અનુક્રમે ગોઠવીશ.
22 Mærk jer det, I, som glemmer Gud, at jeg ikke skal rive jer redningsløst sønder.
૨૨હે ઈશ્વરને વીસરનારાઓ, હવે આનો વિચાર કરો; નહિ તો હું તમારા ફાડીને ટુકડેટુકડા કરીશ અને તમને ત્યાં છોડાવવા માટે કોઈ નહિ આવે.
23 Den, der ofrer Taksigelse, ærer mig; den, der agter paa Vejen, lader jeg se Guds Frelse.
૨૩જે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવે છે તે મને માન આપે છે અને જે પોતાના માર્ગો નિયમસર રાખે છે તેને હું ઈશ્વર દ્વારા મળતો ઉદ્ધાર બતાવીશ.”