< Salme 111 >
1 Halleluja! jeg takker HERREN af hele mit Hjerte i Oprigtiges Kreds og Menighed!
૧યહોવાહની સ્તુતિ કરો. ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં હું ખરા હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ.
2 Store er HERRENS Gerninger, gennemtænkte til Bunds.
૨યહોવાહનાં કાર્યો મહાન છે, જે બાબતો તેઓ ઇચ્છે છે તેની તેઓ આતુરતાપૂર્વક રાહ જુએ છે.
3 Hans Værk er Højhed og Herlighed, hans Retfærd bliver til evig Tid.
૩તેમનાં કાર્યો તેજસ્વી અને મહિમાવંત છે અને તેમનું ન્યાયીપણું સદાકાળ ટકે છે.
4 Han har sørget for, at hans Undere mindes, naadig og barmhjertig er HERREN.
૪તેમણે પોતાના ચમત્કારી કાર્યોથી પોતાને માટે સ્મારક કર્યું છે; યહોવાહ દયાળુ તથા કૃપાથી ભરપૂર છે.
5 Dem, der frygter ham, giver han Føde, han kommer for evigt sin Pagt i Hu.
૫તે પોતાના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે. તે પોતાના કરારનું હંમેશાં સ્મરણ રાખશે.
6 Han viste sit Folk sine vældige Gerninger, da han gav dem Folkenes Eje.
૬વિદેશીઓનો વારસો પોતાના લોકોને આપીને તેમણે તેઓને પોતાનાં અદ્દભુત કાર્યોનું પરાક્રમ બતાવ્યું છે.
7 Hans Hænders Værk er Sandhed og Ret, man kan lide paa alle hans Bud;
૭તેમના હાથનાં કામ સત્ય અને ન્યાયી છે; તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વસનીય છે.
8 de staar i al Evighed fast, udført i Sandhed og Retsind.
૮તેઓ સદા સ્થિર રખાયેલી છે, અને સત્યતાથી તથા વિશ્વાસુપણાથી કરવામાં આવી છે.
9 Han sendte sit Folk Udløsning, stifted sin Pagt for evigt. Helligt og frygteligt er hans Navn.
૯તેમણે પોતાના લોકોને વિજય આપ્યો છે; પોતાનો કરાર સદાકાળ માટે ફરમાવ્યો છે; તેમનું નામ પવિત્ર અને ભયાવહ છે.
10 HERRENS Frygt er Visdoms Begyndelse; forstandig er hver, som øver den. Evigt varer hans Pris!
૧૦યહોવાહને માન આપવું એ બુદ્ધિની શરૂઆત છે. જે લોકો તેમની સૂચનાઓનું પાલન કરે છે, તેઓ સમજદાર છે. તેમની સ્તુતિ સર્વકાળ થશે.