< Job 17 >

1 Brudt er min Aand, mine Dage slukt, og Gravene venter mig;
મારો આત્મા ક્ષીણ થયો છે અને મારું આયુષ્ય સમાપ્ત થયું છે; મારા માટે કબર તૈયાર છે.
2 visselig, Spot er min Del, og bittert er, hvad mit Øje maa skue.
નિશ્ચે મારી પાસે તો હાંસી કરનારાઓ જ છે; અને તેમની ખીજવણી પર મારી નજર હંમેશાં રહે છે.
3 Stil Sikkerhed for mig hos dig! Hvem anden giver mig Haandslag?
હવે મને કોલ આપો અને મારા જામીન તમે જ થાઓ; બીજું કોણ છે જે મારી મદદ કરે?
4 Thi du lukked deres Hjerte for Indsigt, derfor vil du ikke ophøje dem;
હે ઈશ્વર, તમે જ, તેઓના હ્રદયને સમજણ પડવા દેતા નથી; તેથી તમે તેઓને ઉચ્ચ પદવીએ ચઢાવશો નહિ.
5 den, der forraader Venner til Plyndring, hans Sønners Øjne hentæres.
જે લાંચ ખાઈને પોતાના મિત્રોની નિંદા કરે છે. તેનાં સંતાનોની આંખો ક્ષીણ થશે.
6 Til Mundheld har du gjort mig for Folk, jeg er blevet et Jærtegn for dem;
તેમણે મને લોકોમાં હાંસીપાત્ર બનાવ્યો છે; તેઓ મારા મોઢા પર થૂંકે છે.
7 mit Øje er sløvet af Kvide, som Skygger er mine Lemmer til Hobe;
દુ: ખથી મારી આંખો ઝાંખી થઈ છે; અને મારાં બધાં અંગો પડછાયા જેવાં બની ગયા છે.
8 retsindige stivner af Rædsel ved sligt, over vanhellig harmes den skyldfri,
ન્યાયી લોકો આને લીધે વિસ્મય પામશે; નિર્દોષ લોકો અધર્મીની વિરુદ્ધ ઉશ્કેરાશે.
9 men den retfærdige holder sin Vej, en renhaandet vokser i Kraft.
છતાંય સજ્જન પુરુષો પોતાના માર્ગમાં ટકી રહેશે અને શુદ્ધ હાથવાળો અધિકાધિક બળવાન થતો રહેશે.
10 Men I, mød kun alle frem igen, en Vismand finder jeg ikke iblandt jer!
૧૦પરંતુ તમે બધા, પાછા વળીને આવો; મને તો તમારામાં એકપણ બુદ્ધિમાન પુરુષ મળતો નથી.
11 Mine Dage stunder mod Døden, brudt er mit Hjertes Ønsker;
૧૧મારું જીવન પસાર થતું જાય છે. મારી યોજનાઓ નષ્ટ થઈ ગઈ છે. મારા હૃદયની ઇચ્છાઓ પણ પૂરી થઈ ગઈ છે.
12 Natten gør jeg til Dag, Lyset for mig er Mørke;
૧૨આ લોકો, રાતને દિવસ માને છે, તેઓ કહે છે કે અંધકાર હવે જતો રહેશે, અજવાળું પાસે છે.
13 vil jeg haabe, faar jeg dog Bolig i Døden, jeg reder i Mørket mit Leje, (Sheol h7585)
૧૩જો શેઓલ મારું ઘર થશે એવી મેં આશા રાખી હોત, જો અંધકારમાં મેં મારી પથારી બિછાવી હોત; (Sheol h7585)
14 Graven kalder jeg Fader, Forraadnelsen Moder og Søster.
૧૪મેં ભ્રષ્ટાચારને એમ કહ્યું હોય કે, ‘તું મારો પિતા છે;’ મેં કીડાઓને એમ કહ્યું હોત, તમે મારી મા અને બહેન છે;’
15 Hvor er da vel mit Haab, og hvo kan øjne min Lykke?
૧૫તો પછી મારી આશા ક્યાં રહી? અને મારી આબાદીને કોણ જોશે?
16 Mon de vil følge mig ned i Dødsriget, skal sammen vi synke i Støvet? (Sheol h7585)
૧૬જ્યારે આપણે ધૂળમાં ભળી જઈશું ત્યારે, આશા મારી સાથે શેઓલના દરવાજાઓ સુધી ઊતરી જશે?” (Sheol h7585)

< Job 17 >