< Jeremias 32 >

1 Det Ord, som kom til Jeremias fra HERREN i Kong Zedekias af Judas tiende Aar, det er Nebukadrezars attende.
યહૂદિયાના રાજા સિદકિયાના શાસનકાળના દસમાં વર્ષમાં એટલે નબૂખાદનેસ્સારના અઢારમા વર્ષમાં યર્મિયા પાસે યહોવાહનું આ વચન આવ્યું
2 Dengang belejrede Babels Konges Hær Jerusalem, og Profeten Jeremias sad fængslet i Vagtforgaarden i Judas Konges Palads,
તે વખતે બાબિલના રાજાનું સૈન્ય યરુશાલેમને ઘેરો ઘાલતું હતું અને યહૂદિયાના રાજમહેલમાં પહેરગીરોની ચોકીમાં યર્મિયા પ્રબોધક કેદમાં પડેલો હતો.
3 hvor Kong Zedekias af Juda havde ladet ham fængsle med de Ord: »Hvor tør du profetere og sige: Saa siger HERREN: Se, jeg giver denne By i Babels Konges Haand, og han skal indtage den;
યહૂદાના રાજા સિદકિયાએ તેને એમ કહીને કેદ કરી રાખ્યો હતો કે, “તું એવું ભવિષ્યવચન શા માટે કહે છે કે, ‘યહોવાહ કહે છે કે; જુઓ, આ નગર હું બાબિલના રાજાના હાથમાં સોંપીશ. અને તે તેને જીતી લેશે.
4 og Kong Zedekias af Juda skal ikke undslippe Kaldæernes Haand, men overgives i Babels Konges Haand, og han skal tale med ham Mund til Mund og se ham Øje i Øje;
અને યહૂદિયાનો રાજા સિદકિયા ખાલદીઓના હાથમાંથી બચવા નહિ પામે, તે નિશ્ચે બાબિલના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે, તે તેની સાથે મોઢામોઢ વાત કરશે. અને બન્ને એકબીજાને નજરોનજર જોશે.
5 og han skal føre Zedekias til Babel, og der skal han blive, til jeg ser til ham, lyder det fra HERREN; naar I kæmper med Kaldæerne, faar I ikke Lykke!«
તે સિદકિયાને બાબિલ લઈ જશે અને હું તેને સંભારું નહિ ત્યાં સુધી તેણે ત્યાં રહેવું પડશે. “તમે ખાલદીઓ સામે લડશો તોપણ વિજય નહિ પામો.” એમ યહોવાહ કહે છે.
6 Og Jeremias sagde: HERRENS Ord kom til mig saaledes:
યર્મિયાએ કહ્યું, યહોવાહનું વચન આ પ્રમાણે મારી પાસે આવ્યું કે,
7 Se, Hanam'el, din Farbroder Sjallums Søn, kommer til dig og siger: »Køb min Mark i Anatot, thi du har Indløsningsret.«
‘જો, તારા કાકા શાલ્લુમનો દીકરો હનામેલ તારી પાસે આવીને તને કહેશે કે, અનાથોથનું મારું જે ખેતર છે તે તું વેચાતું લે, કેમ કે મૂલ્ય આપી તેને છોડાવવાનો તારો હક્ક છે.”
8 Saa kom Hanam'el, min Farbroders Søn, til mig i Vagtforgaarden, som HERREN havde sagt, og sagde til mig: »Køb min Mark i Anatot i Benjamins Land, thi du har Arveretten, og Indløsningsretten er din; køb dig den!« Da forstod jeg, at det var HERRENS Ord.
પછી, યહોવાહના વચન પ્રમાણે મારા કાકાના દીકરા હનામેલે ચોકીમાં મારી પાસે આવી અને કહ્યું કે, “બિન્યામીનના દેશમાંના અનાથોથમાં મારું જે ખેતર છે તે તું વેચાતું લે. કેમ કે વારસાનો તથા મૂલ્ય આપીને છોડાવવાનો હક્ક તારો છે. તે તારે પોતાને માટે વેચાતું લે,” ત્યારે મેં જાણ્યું કે આ તો યહોવાહનું વચન છે.
9 Og jeg købte Marken i Anatot af Hanam'el, min Farbroders Søn, og tilvejede ham Pengene, sytten Sekel Sølv;
તેથી જે ખેતર અનાથોથમાં હતું તે મેં મારા કાકાના દીકરા હનામેલની પાસેથી વેચાતું લીધું. અને મેં તેનું મૂલ્ય એટલે સત્તર શેકેલ ચાંદી તેને તોળી આપ્યું.
10 og jeg skrev Skøde og forseglede det, tilkaldte Vidner og afvejede Pengene paa Vægtskaal.
૧૦મેં પત્રકમાં સહી કરી અને તેના પર મહોર મારી. અને સાક્ષીઓને બોલાવી અને ત્રાજવામાં ચાંદી તોળી આપી.
11 Saa tog jeg Skødet, baade det forseglede og det aabne,
૧૧ત્યાર પછી જે વેચાણખત નિયમ તથા રિવાજ મુજબ મહોર મારી બંધ કરેલું હતું અને જે ઉઘાડું હતું તે બન્ને મેં લીધાં.
12 og overgav Skødet til Baruk, Masejas Søn Nerijas Søn, i Nærværelse af Hanam'el, min Farbroders Søn, og Vidnerne, som havde underskrevet Skødet, og alle de Judæere, som var til Stede i Vagtforgaarden;
૧૨અને માસેયાના દીકરા નેરિયાના દીકરા બારુખના હાથમાં મારા કાકાના દીકરા હનામેલના દેખતાં જે સાક્ષીઓએ વેચાણ ખત પર સહી કરી હતી, તેઓના દેખતાં તથા જે યહૂદીઓ ચોકીમાં બેઠેલા હતા. તે સર્વના દેખતાં મેં વેચાણખત સોંપ્યું.
13 og i deres Nærværelse bød jeg Baruk:
૧૩તેઓનાં દેખતા જ મેં બારુખને આજ્ઞા આપી કહ્યું કે,
14 »Saa siger Hærskarers HERRE, Israels Gud: Tag disse Skøder, baade det forseglede og det aabne, og læg dem i en Lerkrukke, for at de kan holde sig i lange Tider.
૧૪સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, આ દસ્તાવેજ એટલે મહોર મારેલું બંધ વેંચાણખત અને જે ઉઘાડું છે તે બન્ને પત્રક લઈ લે અને તેને લાંબા વખત સુધી સાચવવા માટે એક માટીના ઘડામાં મૂક.
15 Thi saa siger Hærskarers HERRE, Israels Gud: End skal der købes Huse, Marker og Vingaarde i dette Land!«
૧૫કેમ કે સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, એવો સમય આવશે કે જે સમયે ‘ઘરો, ખેતરો અને દ્રાક્ષવાડીઓ આ દેશમાં વેચાતાં લેવામાં આવશે.”
16 Efter at have overgivet Skødet til Baruk, Nerijas Søn, bad jeg saaledes til HERREN:
૧૬હવે નેરિયાના દીકરા બારુખના હાથમાં તે વેચાણખત સોંપ્યા પછી મેં યહોવાહને વિનંતી કરી કે,
17 Ak, Herre, HERRE, du har jo skabt Himmelen og Jorden ved din vældige Styrke og din udstrakte Arm, intet er dig for underfuldt,
૧૭હે પ્રભુ યહોવાહ, જુઓ, તમે એકલાએ જ તમારી પ્રચંડ બળથી અને લાંબા કરેલા ભુજથી આકાશ અને પૃથ્વી સર્જ્યા છે. તમારે માટે કશું અશકય નથી.
18 du, som øver Miskundhed mod Tusinder og gengælder Fædres Misgerning paa deres Sønner efter dem; du store, vældige Gud, hvis Navn er Hærskarers HERRE,
૧૮તમે હજારો પ્રત્યે કૃપા કરો છો અને પૂર્વજોનાં પાપની સજા તેમની પાછળ આવનાર તેમનાં સંતાનોના ખોળામાં ભરી આપો છો. તમે મહાન અને બળવાન ઈશ્વર છો; તમારું નામ સૈન્યોના યહોવાહ છે.
19 rig paa Raad og stor i Daad, hvis Øjne er aabne over alle Menneskebørnenes Veje, for at du kan give enhver efter hans Vej og hans Gerningers Frugt;
૧૯તમારી યોજના મહાન અને કામ કરવામાં તમે સમર્થ છો. દરેકને તેનાં કાર્યોને અનુરૂપ બદલો આપવા માટે તમારી આંખો માણસોનાં સર્વ આચરણ પર છે.
20 du, som gjorde Tegn og Undere i Ægypten og gør det den Dag i Dag baade i Israel og blandt andre Mennesker og skabte dig det Navn, du har i Dag,
૨૦તમે આજ સુધી મિસરમાં, ઇઝરાયલમાં તથા વિદેશીઓમાં ચમત્કારો અને અદ્ભૂત કાર્યો કરતા આવ્યા છો. જે કીર્તિ તમે મેળવી છે તે આજ સુધી કાયમ છે.
21 du, som førte dit Folk Israel ud af Ægypten med Tegn og Undere, med stærk Haand og udstrakt Arm og stor Rædsel
૨૧ચિહ્નો, ચમત્કારો અને બળવાન હાથથી તથા લાંબા કરેલા ભુજથી ભયભીત કરીને તમે ઇઝરાયલને મિસરની બહાર લઈ આવ્યા હતા.
22 og gav dem dette Land, som du havde svoret deres Fædre at ville give dem, et Land, der flyder med Mælk og Honning;
૨૨અને દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ જે મેં તેઓના પિતૃઓને આપવાના સોગન ખાધા હતા. તે આ દેશ તમે તેઓને આપ્યો છે.
23 og de kom og tog det i Eje; men de hørte ikke din Røst og adlød ikke din Lov; de gjorde intet af, hvad du havde paalagt dem; saa lod du al denne Ulykke ramme dem.
૨૩તેઓએ આવીને આ વતન પ્રાપ્ત કર્યું. પણ તેમણે તમારું વચન સાંભળ્યું નહિ. અને તમારા નિયમશાસ્ત્રનું પાલન કર્યુ નહિ. તેમણે તમારી બધી આજ્ઞાઓની અવગણના કરી અને તેથી તમે આ બધી આફત તેમની પર ઉતારી.
24 Se, Stormvoldene har naaet Byen, saa den er ved at blive indtaget, og med Sværd, Hunger og Pest er Byen givet i de angribende Kaldæeres Haand; hvad du talede, er sket, og du ser det selv.
૨૪આ મોરચાઓ જુઓ શત્રુએ નગરને જીતી લેવા સારુ તેની નજીક તેઓને ઊભા કરવામાં આવ્યા. અને તેના પર રહીને જે ખાલદીઓ લડે છે. તેઓના હાથમાં તલવાર, દુકાળ અને મરકીને કારણે નગરને જીતી લેવાશે. તમે કહ્યું હતું તે જ પ્રમાણે બની રહ્યું છે, તમે તે જાતે જોઈ શકો છો.
25 Og skønt Byen er givet i Kaldæernes Haand, siger du til mig, Herre, HERRE: »Køb dig Marken for Penge og tag Vidner derpaa!«
૨૫પણ હે પ્રભુ યહોવાહ તમે મને કહ્યું છે કે, તું મૂલ્ય આપીને તારે સારુ ખેતર વેચાતું લે અને સાક્ષીઓને બોલાવ. જો કે આ નગર તો ખાલદીઓના હાથમાં સોંપાયું છે.”
26 Da kom HERRENS Ord til Jeremias saaledes:
૨૬પછી યહોવાહનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું કે,
27 Se, jeg er HERREN, alt Køds Gud; skulde noget være mig for underfuldt?
૨૭જો, હું યહોવાહ, સર્વ મનુષ્યનો ઈશ્વર છું. શું મારા માટે કંઈ અશક્ય છે ખરું?”
28 Derfor, saa siger HERREN: Se, jeg giver denne By i Kaldæernes og Kong Nebukadrezar af Babels Haand, og han skal indtage den;
૨૮તેથી યહોવાહ કહે છે; “જુઓ, હું આ નગર ખાલદીઓ તથા બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપું છું.
29 og Kaldæerne, der angriber denne By, skal komme og sætte Ild paa den og afbrænde Husene, paa hvis Tage man tændte Offerild for Ba'al og udgød Drikofre for andre Guder for at krænke mig.
૨૯જે ખાલદીઓ આ નગર સામે લડી રહ્યા છે, તેઓ આવીને તેને આગ લગાડી દેશે. અને તેને તથા જે ઘરોના ધાબાંઓ પર તેઓએ મને રોષ ચઢાવવા બઆલની આગળ ધૂપ બાળ્યો હતો, તથા અન્ય દેવો આગળ પેયાર્પણો રેડ્યાં હતાં. તે ઘરોને પણ તેઓ બાળી દેશે.
30 Thi fra deres Ungdom af har Israeliterne og Judæerne kun gjort, hvad der var ondt i mine Øjne; thi Israeliterne gør ikke andet end krænke mig ved deres Hænders Værk, lyder det fra HERREN.
૩૦ઇઝરાયલના અને યહૂદિયાના લોકોએ તેમની યુવાનીથી જ મારી નજરમાં અયોગ્ય ગણાય એવાં કાર્યો કર્યા છે અને ઇઝરાયલનાં લોકો પોતાના હાથની કૃતિથી મને રોષ ચઢાવતા આવ્યા છે.” એવું યહોવાહ કહે છે.
31 Ja, en Kilde til Vrede og Harme har denne By været mig, lige fra den Dag de byggede den og til i Dag, saa at jeg maa fjerne den fra mit Aasyn
૩૧“કેમ કે તેઓએ આ નગર બાંધ્યું ત્યારથી આજદિન સુધી તે મને રોષજનક અને કોપજનક થઈ રહ્યું છે. તેથી તેઓને મારી નજર આગળથી દૂર કરું.
32 for alt det ondes Skyld, som Israeliterne og Judæerne gjorde for at krænke mig, de, deres Konger, Fyrster, Præster og Profeter, Judas Mænd og Jerusalems Borgere.
૩૨મને રોષ ચઢાવવા માટે જે દુષ્ટ કૃત્યો ઇઝરાયલના અને યહૂદિયાના દીકરાઓએ, રાજાઓ, રાજકુમારો, યાજકો, પ્રબોધકો અને યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓએ કર્યાં છે અને તેને કારણે હું આ નગરને મારી નજર આગળથી દૂર કરું.
33 De vendte Ryggen og ikke Ansigtet til mig, og skønt jeg advarede dem aarle og silde, vilde de ikke høre eller tage ved Lære.
૩૩તેઓએ મારા તરફ મુખ નહિ, પીઠ ફેરવી છે અને જો કે હું તેઓને ઘણી ઉત્સુકતાથી ઉપદેશ આપતો રહ્યો છું, છતાંય તેઓએ સાંભળ્યું નહિ કે તે તરફ લક્ષ આપ્યું નહિ.
34 De opstillede deres væmmelige Guder i det Hus, mit Navn nævnes over, for at gøre det urent;
૩૪પણ જે ભક્તિસ્થાન મારા નામથી ઓળખાય છે. તેને ભ્રષ્ટ કરવા તેઓએ પોતાની ધિક્કારપાત્ર વસ્તુઓ રાખી છે.
35 og de byggede Ba'als Offerhøje i Hinnoms Søns Dal for at ofre deres Sønner og Døtre til Molok, hvad jeg ikke havde budt dem, og hvad aldrig var i min Tanke, at man skulde gøre saa vederstyggelig en Ting for derved at lokke Juda til Synd.
૩૫ત્યાં તેઓએ મોલેખની સેવામાં પોતાના સંતાનોને અગ્નિમાં હોમવા તેમણે બેન-હિન્નોમની ખીણમાં બઆલ માટે ઉચ્ચસ્થાન બાંધ્યાં છે. મેં એવી આજ્ઞા તેઓને આપી નથી કે આવા તિરસ્કારપાત્ર કાર્ય કરીને યહૂદિયાની પાસે પાપ કરાવે. એવો વિચાર મારા મનમાં આવ્યો જ નથી.
36 Men nu, saa siger HERREN, Israels Gud, om denne By, som I siger er givet i Babels Konges Haand med Sværd, Hunger og Pest:
૩૬તેથી હવે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ આ નગર વિષે કહે છે કે ‘તેને તલવાર, દુકાળ અને મરકી દ્વારા બાબિલના રાજાના હાથમાં સોંપવામાં આવશે;
37 Se, jeg vil samle dem fra alle de Lande, som jeg har bortstødt dem til i min Vrede og Harme og i stor Fortørnelse, og føre dem hjem til dette Sted og lade dem bo trygt.
૩૭જુઓ, જે દેશોમાં મેં મારા કોપમાં તથા મારા ક્રોધમાં અને ભયંકર રોષમાં મેં તેઓને હાંકી કાઢ્યા છે. ત્યાંથી તેઓને પાછા એકત્ર કરીશ અને આ જગ્યાએ હું તેઓને પાછા લાવીશ અને શાંતિ અને સલામતીપૂર્વક અહીં વસાવીશ.
38 De skal være mit Folk, og jeg vil være deres Gud;
૩૮તેઓ મારા લોકો થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.
39 og jeg vil give dem eet Hjerte og een Vej, saa de frygter mig alle Dage, at det maa gaa dem og deres Sønner efter dem vel.
૩૯હું તેઓને એક જ હૃદય આપીશ અને એક જ માર્ગમાં ચલાવીશ. આ તેઓના પોતાના હિત માટે અને ત્યાર પછી તેઓના સંતાનોના હિત માટે છે.
40 Jeg slutter en evig Pagt med dem, at jeg ikke vil drage mig tilbage fra dem, men gøre vel imod dem; og min Frygt lægger jeg i deres Hjerter, saa de ikke viger fra mig.
૪૦હું તેઓની સાથે સદાનો કરાર કરીશ, હું તેઓનું હિત કરતા અટકીશ નહિ, તેઓ કદી મારાથી વિમુખ ન થઈ જાય. માટે મારો ડર તેઓના હ્રદયમાં મૂકીશ.
41 Jeg vil glæde mig over dem og gøre vel imod dem; og jeg planter dem i dette Land i Trofasthed af hele mit Hjerte og hele min Sjæl.
૪૧તેઓનું હિત કરવામાં મને આનંદ આવશે અને હું વિશ્વાસુપણાથી તેઓને પૂર્ણ હૃદયથી આ ભૂમિ પર ફરીથી સ્થાપિત કરીશ.”
42 Thi saa siger HERREN: Som jeg bragte al denne store Ulykke over dette Folk, saaledes vil jeg bringe over dem alt det gode, jeg taler til dem om.
૪૨હા, આ યહોવાહ કહે છે; “જેમ તેઓ પર આ બધા દુ: ખ હું લાવ્યો છું, તે જ રીતે હું તેઓને આપેલાં વચન મુજબ તેઓનું સર્વ રીતે ભલું કરીશ.
43 End skal der købes Marker i det Land, som I siger er en Ørken uden Mennesker og Kvæg og givet i Kaldæernes Haand;
૪૩તમે જે ભૂમિને વિષે એમ કહો છો કે, એ તો વેરાન અને વસ્તીહીન તથા પશુહીન થઈને ઉજ્જડ થઈ છે. તે ખાલદીઓના હાથમાં સોંપવામાં આવી છે. તેમાં લોકો ફરી ખેતર ખરીદશે.
44 man skal købe Marker for Penge og skrive Skøder og forsegle dem og tilkalde Vidner i Benjamins Land, i Jerusalems Omegn, i Judas Byer, i Bjerglandets, Lavlandets og Sydlandets Byer; thi jeg vender deres Skæbne, lyder det fra HERREN.
૪૪બિન્યામીન દેશમાં, યરુશાલેમની આસપાસના પ્રદેશમાં, યહૂદિયાના નગરોમાં, પહાડી પ્રદેશોમાં, શફેલાનાં નગરોમાં અને દક્ષિણ પ્રદેશોમાં લોકો ચાંદીના મૂલ્ય આપીને ખેતરો ખરીદશે, અને પત્રકમાં સહીસિક્કા કરીને સાક્ષીઓ બોલાવશે. કેમ કે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ.” એવું યહોવાહ કહે છે.

< Jeremias 32 >